"તમે...કયારે આવાના ધરે ? "માધવીએ મોહિતને ફોન કરો.મોહિત તેની ઓફિસ પર હતો.
"મારે...હજુ ઓછામાં ઓછી બે કલાક લાગશે કામ પતાવતા ,તુ જમી લેજે મારી રાહ ના જોતી "મોહિતે માધવીને જવાબ આપતા કહ્યુ.
"મે કંઇ જમવાનુ બનાવ્યું નથી અને હુ કંઇ બનાવાની પણ નથી.તમારે તો રોજે કામ કામને કામ,કોઇ દિવસ કંઇક હોય તો પણ સમયસર ધરે નહી આવવાનુ "માધવીએ થોડો ગુસ્સો કરતા મોહિતને કહ્યુ.
"કામ હોય તો કેવી રીતે ધરે આવુ યાર,અને આજે શુ છે હે...?"મોહિતે માધવીને જવાબ આપતા આજના દિવસ વિશે પુછ્યુ.
"મને ખબર છે પણ મારે નથી કહેવુ,બધુ મારેજ યાદ કરાવાનુ,યાદ રાખવાની તસ્તી નહી લેવાની કોઇ દિવસ પણ..."માધવીએ મોહિત પર વધુ ગરમ થતા કહ્યુ.
"અરે...કહેતો ખરી,આ કામની મગજમારીમા ભુલાય જાય છે મને એટલે તને પુછ્યુ. "મોહિતે માધવીને વિનંતી કરતા કહ્યુ.
"ભુલાય જાય એ મારો પ્રોબ્લમ નથી...યાદ આવે તો મને ફરી કોલ કરીને કહેજો,હુ કંઇ જમવાનુ બનાવાની નથી તમારે જયારે ધરે આવુ હોય ત્યારે આવજો "માધવીએ મોહીતને કહ્યુ.
" ઓકે...હુ ઓફીસ પરથી આવુ ત્યારે જમવાનુ પાસઁલ કરાવીને લેતો આવીશ,બોલ તારે શુ ખાવુ છે "મોહિતે માધવીને વધુ ભાવ ન આપતા કહ્યુ.
"મારે આજે કંઇ ખાવુ નથી,તમે પાસઁલ નહી લાવતા...બાય " માધવીએ તેની નારાજગી યથાવત રાખતા મોહિતને કહ્યુ અને તેને તેનો કોલ કટ કરી નાખ્યો.મોહિત ફરી માધવીને કોલ કરી રહ્યો હતો તો માધવીનો મોબાઇલ સ્વીસ ઓફ આવી રહ્યો હતો. માધવી તેના બેડ પર,મોહિત સાથેનો તેનો ફોટો જોઇને રડી રહી હતી.તે મોહિતની ધરે આવવાની રાહ જોઇ રહી હતી.થોડીવાર પછી તે રડતી રડતી બેડ પર સૂઇ ગઇ.
મોહિત તેની ઓફિસના કામમા વ્યસ્ત હતો.ત્યા તેના મોબાઇલના વ્હોટસએપ પર તેની ફોરેનમા રહેતી બહેનનો મેસેજ આવ્યો.તેને મેસેજ ઓપન કરો અને જોયો.મોહિતને આ મેસેજ આવ્યો એટલે તેને માધવીની નારાજગીના રાજ વિશે ખબર પડી ગઇ. મોહિત તરતજ ઉભો થયો અને તે તેના બોસની ઓફિસમા ગયો અને તેને ધરે જવા માટે રજા લીધી.તે તરતજ તેનુ બાઇક લઇને ધરે આવવા માટે નીકળ્યો.
* * * * * * * * * * * * * * * * * * * * *
મોહિત તેના ધરે આવ્યો અને તેને ડોરબેલ વગાડી પણ કોઇએ દરવાજો ખોલ્યો નહી.મોહિતે ફરી ડોરબેલ વગાડી.ડોરબેલનો અવાજ સાંભળી ને સૂતેલી માધવી તેના બેડરૂમ માથી બહાર આવી અને તેને દરવાજો ખોલ્યો.તેની સામે મોહિત ઉભો હતો.માધવીએ મોહિત સાથે કોઇ વાત ના કરી.
મોહિત ધરની અંદર આવ્યો અને તેનુ ઓફીસ બેગ ટેબલ પર મુક્યુ. માધવીએ મુંગા મોંઢે પાણીનો ગ્લાસ મોહીતને આપ્યો.
"માધવી,તુ મારી જોડે વાત કરે તોજ હુ આ પાણી પીવાનો નહીતો નહી પીવ."મોહિતે માધવી સામે જોતા કહ્યુ.
"તમારે પાણી પીવુ હોય તો પીવો,પણ મારે તમારી જોડે વાત નથી કરવી "માધવીએ મોહીતની ઓફિસ બેગ બેડરૂમમા લઇ જતા કહ્યુ.માધવીને મોહિતનુ બેગ રોજ કરતા આજે થોડુ વજનદાર લાગતુ હતુ. તેને બેગ ખોલુ તો તેની અંદર એક મરુન કલરનું ટોપ અને મરુન કલરની હાઇ હિલ હતી.આ જોયને માધવીના ચહેરા પરની નિરાશા એક પલમા પાયમાલ થઇ ગઇ.માધવીનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો અને તેના પગ મોહિતને મળવા માટે આતુરતાથી ઉપડ્યા ત્યા તે મોહિત સાથે અથડાણી અને મોહિતે માધવીને તેની બાહોમા પકડી લીધી.મોહિત માધવીની એકદમ પાછળ જ ઉભો હતો.મોહિતે માધવીના હોઠ પર તેના હોઠ નમાવ્યા,ત્યા માધવીએ મોહિતના હોઠ પર પોતાનો હાથ મુકી દીધો અને તે મરુન ટોપ અને મરુન હિલ લઇને ફટાફટ મોહિતની બાથ માથી છુટીને મોહિત સામે જોર જોરથી હસ્તી બીજા રૂમમા ચાલી ગઇ અને દરવાજો બંધ કરી દીધો.મોહિત દરવાજાની બહાર તેની રાહ જોતો ઉભો હતો.
"માધવી..દરવાજો ખોલ,મારે તને એક વાત કહેવી છે "મોહિતે બંધ દરવાજાની બહાર ઉભા રહીને રૂમની અંદર રહેલી માધવીને કહ્યુ.
"થોડી વાર રાહ જોવો,હુ હમણાજ બહાર આવુ છુ "માધવીએ મોહીતને કહ્યુ.
"સમય ના લગાડતી બોવ,જલ્દી બહાર આવ "મોહિતે માધવીનો જવાબ સાંભળીને કહ્યુ.
"હુ બહાર આવુ છુ,પણ તમે પહેલા તમારી આંખો બંધ કરો "માધવીએ બંધ રૂમ માથી જવાબ આપ્યો.
"અરે..યાર....તુ આવા બધા નાટક ના કરાવ,જલ્દી બહાર આવને "મોહિતે તેનુ માથુ ખંજવાળતા માધવીને કહ્યુ.
"ના...તમે પહેલા આંખો બંધ કરો અને હુ બહાર આવીને તમને આંખો ખોલવાનુ કહુ ત્યારેજ તમી આંખો ખોલજો "માધવીએ મોહીતને સમજાવતા કહ્યું.
"પણ તુ કેમ મારી જોડે આવા નખરા કરાવે છે એ મને નથી સમજાતુ,હુ આંખો બંધ કરીને તુ કહીશ ત્યારે મારી આંખો ખોલીશ તો શુ તુ બદલાઇ જઇશ "મોહિતે માધવીને કહ્યુ.
"શુ થશે,શુ હશે એ તો તમે આંખો ખોલશો એટલે તમને જોઇને ખબર પડી જશે...તમને મજા આવી જશે "માધવીએ મોહીતના સવાલનો જવાબ આપતા કહ્યુ.
"સારુ...ચાલ...હુ આંખો બંધ કરુ છુ,તુ બહાર આવ "મોહિતે તેની આંખો બંધ કરતા માધવીને કહ્યુ.
"ના..તમે પહેલા મારી કસમ ખાવ કે જયા સુધી હુ આંખો ખોલવાનુ ના કહુ ત્યા સુધી તમે આંખો નહી ખોલો ..."માધવીએ મોહિતને તેના વિશ્વાસમા લેવા માટે તેની કસમ ખાવા કહ્યુ .
"તારી કસમ બસ,તુ કહીશ ત્યારે જ હુ આંખો ખોલીશ...હવે મહેરબાની કરીને તુ બહાર આવ "મોહિતે માધવીની કસમ ખાતા કહ્યુ. મોહિતે ખાધેલી કસમ સાંભળીને માધવી રૂમની બહાર આવી.
"મોહિત...હવે તારી આંખો ખોલ. "માધવીએ મોહિતના કાનમા ધીમેથી કહ્યુ.મોહિતના કાને માધવીના મધુર શબ્દો સાંભળીને આંખો ખોલી તો માધવી મોહિતને ભેટીને તેની સામે સ્માઇલ કરી રહી હતી.
"થેન્કસ ફોર સુપર્બ સરપ્રાઈઝ...ડિયર "મોહિતે માધવીના માથા પર પોતાનુ માથુ ટેકવતા કહ્યુ.
"યુ આર મોસ્ટ વેલકમ...ડિયર"માધવીએ મોહિતની નજરમા તેની નજર પરોવતા કહ્યુ.મોહિતે ફરી તેના હોઠથી માધવીના હોઠને સ્પર્શવાની કોશીશ કરી.પરંતુ માધવીએ ફરી મોહિતના હોઠ તેના એક હાથ થકી દાબી દીધા અને મોહિતને કહ્યુ ,
"મને...ભુખ લાગી છે...આપણે હવે જમવું જોઇએ "
"સારુ.....ચાલ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઇએ "મોહિતે માધવીની સામે મલકાતા કહ્યુ.
"પહેલા આ કપડા પહેરો પછી આપણે જઇએ "માધવીએ નવી કપડાની જોડી મોહિતના હાથમા મુકતા કહ્યુ.
"થેન્કસ યાર...તુ મારા માટે કપડા લઇ આવી તો મને કહેતી પણ નથી,આવુ થોડી ચાલે...યાર "મોહિતે માધવીએ આપેલા કપડા તેના હાથમા લેતા કહ્યુ.
"સરપ્રાઈઝ કોઇને કહી ના શકાય,સમજ્યા તમે,હવે જલ્દી કરો..નહી તો જમવા જવામા મોડું થશે."માધવીએ મોહિતને કહ્યુ .
"થેન્કસ અગેઈન....આઇ લાઇક ધીસ સરપ્રાઈઝ "મોહિતે માધવીનો આભાર વ્યકત કરતા કહ્યુ.
"વેલકમ...જલ્દી કપડા ચેન્જ કરો હવે "માધવીએ મોહીતને રૂમની અંદર ધીમેથી ધકેલતા કહ્યુ અને રૂમનું બારણું બહારથી બંધ કરુ.
"માધવી...દરવાજો ખોલ,હુ તૈયાર થઇ ગયો છુ "મોહિતે બંધ દરવાજાને ખડખડાવતા માધવીને કહ્યુ. માધવીએ આ ખડખડાટ સાંભળીને ધરનો બંધ દરવાજો ખોલ્યો.મોહિત મરુન શટઁ અને બ્લેક પેઇન્ટમા સજ્જ થઇને માધવી સામે મલકાઇ રહ્યો હતો.માધવીએ મોહિતને જોઇને આંખ મારતા મસ્ત લાગે છે એવો ઇશારો તેના હાથથી મોહિતને કરો.મોહિતે માધવીને તેના શટઁનો કલર તેના હોઠની મરુન લિપસ્ટીક સાથે મળતો આવે છે એવો ઇશારો કરો.માધવીએ મોહિતનો આ ઇશારો જોયને તેને ફલાઈંગ કિસ આપી.ત્યાર બાદ તરતજ મોહિતે માધવીનો હાથ તેના હાથમા પકડ્યો અને બન્ને ડિનર માટે કાર લઇને ધરની બહાર નિકળ્યા.
"આપણે...કંઇ રેસ્ટોરન્ટમાં જમવા જવાનુ છે? "મોહિતની બાજુની સીટ પર બેઠેલી માધવીએ પુછ્યુ.
" મને નથી ખબર...."મોહિતે કારનુ સ્ટેરીંગ ફેરવતા માધવીને જવાબ આપ્યો.
"તમારે ના કહેવુ હોય તો નહી કહેતા,પણ તમે ખોટુ ના બોલો "માધવીએ મોહીતની સામે જોતા કહ્યુ.
" મારે તને નથી કહેવુ..અને હુ ખોટુ નથી બોલતો "મોહિતે ગાડીને રસ્તાની એક ગલી તરફ વાળતા માધવીને કહ્યુ.મોહિતનો આ જવાબ સાંભળી ને માધવીનુ મોઢુ ચડી ગયુ.મોહિતે તેની કારને પાર્કિંગ એરીયામા બ્રેક કરી.માધવીએ જોયુ તો એક રેસ્ટોરન્ટની સામે મોહિતે કાર ઉભી રાખી હતી.
મોહિત કાર માંથી બહાર નિકળ્યો અને માધવીની સીટની વિન્ડો પાસે ગયો.તેને માધવીને બહાર આવવા કહ્યુ પણ માધવીએ કોઇ સંકેત ના આપ્યો.મોહિતે માધવીનો હાથ પકડ્યો અને કહ્યુ,
"સોરી...યાર...ચાલ જલ્દી કરને...મને ભુખ લાગી છે "
"તમે મે રેસ્ટોરન્ટનુ નામ પુછ્યુ તો મને ના કહ્યુ, એટલે મારે નથી આવવુ..."માધવીએ ગુસ્સો કરતા મોહિતને કહ્યુ.
"હુ તને સરપ્રાઈઝ આપવા માગતો હતો એટલે મે તને રેસ્ટોરન્ટનુ નામ ના કહ્યુ"મોહિતે માધવીને સ્પષ્ટતા કરતા કહ્યુ.
"સોરી..."માધવીએ મોહિતને કહ્યુ.
"કેમ...મને સોરી ? "મોહિતે મુંઝવણ અનુભવતા માધવીને કહ્યુ.
"તે મને સરપ્રાઈઝ આપ્યુ તો પણ મે તારી સાથે હમણા થોડીવાર પહેલાં ખરાબ વતઁન કરુ તે માટે "માધવીએ તેનો ચહેરો નીચે રાખીને કહ્યુ.
"ઓહ...કંઇ વાંધો નહી,તુ ચાલ સરપ્રાઈઝ તો રેસ્ટોરન્ટની અંદર છે "મોહિતે માધવીના ગાલ પર તેના હાથ મુકતા કહ્યુ.
"ચાલ...."માધવીએ કાર માથી બહાર આવતા મોહિતનો હાથ પકડતા કહ્યુ.
"ચાલ...."મોહિતે માધવીની સામે જોતા કહ્યુ અને બન્ને એકબીજાનો હાથ પકડીને રેસ્ટોરન્ટની અંદર ગયા.મોહિત અને માધવી તેના રીઝવ કરેલા ટેબલ પર બેઠા.વેઇટર હાટઁ શેપની કેક લઇને તેના ટેબલ પર આવ્યો.બન્ને એ સાથે મળીને કેક કટ કરી અને એકબીજાને કેકના પીચ ખવરાવીને તેની મેરેજ એનીવર્સરી વિશ કરી.ત્યાર બાદ બન્નેએ સ્નેહભરી વાતો કરતા કરતા કેન્ડલ લાઈટ ડિનર લીધુ અને તેના ધરે પાછા ફર્યા.
* * * * * * * * * * * * * * *
મોહિત ધરની અંદર આવ્યો અને તે બેડરૂમમા સેટી પર ઢળી પડ્યો.માધવીએ ધરનો દરવાજો બંધ કરો અને તેને ધરના હોલની લાઇટો બંધ કરી અને તે તેના બેડરૂમમા ગઇ.તેને જોયુ તો મોહિત બેડ પર આંખો બંધ કરીને સુતો હતો.
"તમે કેમ સુઇ ગયા,શુ થયુ ?"માધવીએ મરુન હિલ્સ તેના પગમાથી કાઢતા કહ્યુ.
"મને...એસીડીટી થઇ ગઇ છે "મોહિતે તેના પેટ પર પોતાનો હાથ મુકતા કહ્યુ.
"થોડુ ઓછુ જમ્યા હોત તો તમને એસીડીટી ના થઇ હોત "માધવીએ તેને જોઇ રહેલા મોહિતને કહ્યુ.
"આજે આપણી મેરેજ એનીવર્સરી હતી અને તેનુ કેન્ડલ લાઈટ ડિનર હતુ...તારી જોડે..તો પછી હુ ઓછુ થોડુ ખાવ યાર "મોહિતે માધવીને જવાબ આપતા કહ્યું.
"સારુ...હુ તમારી માટે દુધ લઇ આવુ છુ,તેને પીઇ જશો તો તમને સારુ થઇ જશે "માધવીએ મોહીતને કહ્યુ અને તે રસોડામા ગઇ.તેને દુધનો ગ્લાસ ભરો અને તે લઇને બેડને ટેકો દઇને બેઠેલા મોહિત સાથે બેઠી.
"આ એક ગ્લાસ દૂધ ગટગટાવી જાવ,એસીડીટી તરતજ છૂમંતર થઇ જશે "માધવીએ મોહિતના હોઠ પાસે દુધનો ગ્લાસ ધરતા કહ્યુ.મોહિતે માધવીના કહેવા પ્રમાણે કરુ.માધવીએ ખાલી થયેલો ગ્લાસ તેના બેડની બાજુમા પડેલા ટેબલ પર મુક્યો.
"તમે મને મરુન હિલ અને મરુન ટોપ કેમ આપ્યુ? "માધવીએ મોહીતના દિલ પર પોતાનો હાથ ફેરવતા પુછ્યુ.
"કેમ કે તને મરુન કલર વધુ પસંદ છે એટલે "મોહિતે મરુન નેઇલપોલીશ થી રંગાયેલા નખને તેના હાથથી પંપાળતા માધવીની સામે જોતા કહ્યુ.
"ઓહ...તમને કેવી રીતે ખબર પડી કે મને મરુન કલર વધુ પસંદ છે ? "માધવીએ મોહીતના ખંભા પર તેનુ માથુ ઢાળતા ફરી એક સવાલ મોહિતને કરો.
"તુ રોજે તારા હોઠ,મરુન લિપસ્ટીકથી સજાવે છે તે જોયને મને તારી પસંદગીના કલર વિશે ખબર પડી "મોહિતે માધવીના હોઠ પર તેની આંગળી ફેરવતા કહ્યું.
"અહમમમ...તમે આવુ ના કરો,તમારી આ હરકતને હિસાબે મારા હોઠ ખરાબ થઇ જશે "માધવીએ તેના હોઠ પરથી મોહિતની આંગળીને હટાવતા હળવા હાસ્ય સાથે કહ્યુ .
"તમને ખબર છે ,મને આ હાઇ હિલ પહેરવી નથી ગમતી "માધવીએ મોહીતને કહ્યુ.
"તને હાઇ હિલ કેમ નથી ગમતી? "મોહિતે માધવીના ખંભા પર તેની આંગળીઓ હળવેકથી ફેરવતા ફેરવતા કહ્યું.
"કેમ કે મારે ધીમે ધીમે ચાલવુ પડે છે,અને ગબડી ના પડાય એટલે તમારો હાથ પકડીને ચાલવુ પડે છે "માધવીએ મોહીતને સ્પષ્ટતા કરતા કહ્યુ.
"તુ મારો હાથ પકડીને,મારી સાથે ધીમે ધીમે ચાલે એ મને ખુબજ આનંદ પ્રીય લાગે છે,એટલેજ મે તને જાણી જોયને તે હાઇ હિલનુ સરપ્રાઈઝ આપ્યુ "મોહિતે માધવીને તેના બન્ને હાથથી વીંટળાતા કહ્યુ.
"મને તમારુ આ સરપ્રાઈઝ ગમ્યુ "માધવીએ મોહીત સામે આંખ મીચકારતા કહ્યુ.
"તે મને મરુન શટઁ કેમ ગીફ્ટમાં આપ્યો "મોહિતે માધવીની અડધી ખુલ્લી ગોરી સાથળ પર તેનો હાથ મુકતા પુછ્યુ.
"કેમ કે મરુન મને ગમતો મારી પસંદગીનો કલર છે એટલે "માધવીએ તેના નાકથી મોહિતના નાકને સ્પશઁતા કહ્યુ.મોહિત માધવીના આ શબ્દો સાંભળીને માધવીની આંખોમા આંખ પરોવીને સ્મિત કરી રહ્યો હતો.માધવી પણ તેની સામે સ્મિત કરી રહી હતી.
"આજે તમે મને,આપણી મેરેજ એનીવર્સરી પર નાના મોટા સરપ્રાઈઝ આપ્યા તે મને ગમ્યુ,પરંતુ તમે મારા માટે કોઇ ગીફ્ટ ના લાવ્યા "માધવીએ મોહીતની સામે તેના હોઠ મરડતા કહ્યુ.
" મને ગીફ્ટ આપવા કરતા નાના મોટા સરપ્રાઈઝ આપવા વધુ ગમે છે "મોહિતે માધવીના અડધા ખુલ્લા ગોરા સાથળ પર હાથ સરકાવતા કહ્યુ.
"ઓહ...એવુ,તો હવે તમારે મને કોઇ સરપ્રાઈઝ આપવાનુ બાકી છે "માધવીએ તેના સાથળ પર મોહીતના સરકી રહેલા હાથને પકડતા કહ્યુ.
"એક સરપ્રાઈઝ આપવાનુ બાકી છે "મોહિતે તેની સામે જોઇ રહેલી માધવીને કહ્યુ.
"ઓહ...તો આ બાકી રહી ગયેલુ સરપ્રાઈઝ મને જલ્દી આપો "માધવીએ મોહીતને કહ્યુ.
"સારુ...તુ તારી આંખો બંધ કર પહેલા,પછી તને હુ બાકી રહેલુ સરપ્રાઈઝ આપુ "મોહિતે માધવીની કમરને પકડીને કહ્યુ.
મોહિતની વાત સાંભળી ને માધવીએ તેની આંખો બંધ કરી.તરત જ મોહિતે તેના બેડરૂમની લાઇટ ઓફ કરી અને નાઇટ લેમ્પ ઓન કરો.નાઇટ લેમ્પનુ ઓછુ અંજવાળુ બેડરુમના અંધારાની આબેહુબતા વધારી રહ્યુ હતુ.માધવીની આંખો હજુ બંધ હતી.મોહિતે તેના પેન્ટના ખિસ્સામા હાથ નાખ્યો અને એક નાનુ બોક્સ,તે ખીસ્સા માથી કાઢયું.
મોહિતે તે બોક્સ ઓપન કરુ અને તેમા રહેલી ડાયમંડ રીંગ માધવીની આંગળીમા પહેરાવી.મોહિતે માધવીને તેની આંખો ખોલવા કહ્યુ.માધવીએ તેની આંખો ખોલી તો તેની આંગળીમાં રહેલી રીંગનો ડાયમંડ ચમકી રહ્યો હતો.મોહિત માધવીની સામે જોયને હળવુ હસ્યો.
"આઇ લવ યુ...."માધવીએ મોહિતના હોઠ સામે તેના હોઠ રાખતા કહ્યુ.
"આઇ લવ યુ ટુ..."મોહિતે માધવીના ટોપ નીચે દબાયેલા સાથળ પર તેનો હાથ સરકાવતા કહ્યુ.મોહિતના હળવા નરમ હાથના ગરમ સ્પર્શથી તરતજ માધવીના શરીરમા આવેગોની ઝણઝણાટી પેદા થઇ,જેના હિસાબે માધવીના મરુન નેઇલપોલીશથી રંગાયેલા નખ મોહિતની પીઠ પાછળ વાગી રહ્યા હતા અને બીજી બાજુ મોહિત અને માધવી એકબીજાના હોઠને ચાખી રહ્યા હતા.મોહિત અને માધવીના દિલના ધબકારા એકબીજા સાથે અથડાઇ રહ્યા હતા.
* * * * * * * * * * * *
લેખક:-ખોડીફાડ મેહુલ (ગુરુ)