શ્રાવણ મહિનો હતો સાતમનો દિવસ હતો અને વરસાદ પણ ધીમે ધીમે વરસી રહ્યો હતો ઝરમર ઝરમર.એમાં ગોવાળિયા પોતાની ગાયો અને ભેંસો લઇ ધીમે ધીમે ચરાવવા માટે જાય છે.
અચાનક સુંદર એવું દ્રશ્ય અદભુત રહસ્ય ઊભું થાય છે જેમાં કુદરતની કળા તો જુઓ સાહેબ કે એક સુંદર મજાનું ઘન ઘોર વૃક્ષ અને તે વૃક્ષ ની આજુબાજુમાં નાના નાના ફુલ ઝાડ અને તેના બીજા સાથી વૃક્ષો અને પક્ષીઓ નું કલરવ વરસાદ પણ વરશી રહ્યો હતો. એટલે વાતાવરણ પણ એટલું બધું સુંદર હતું અને વૃક્ષો પણ ખીલખિલાત એની મસ્તી માં ઝુંમી રહ્યા હતા.
એક સરસ મજા નું ડુંગર હતું અને તે ડુંગરની બરોબર વચ્ચે થી એક ઝરણું વહેતુ હતું.હવે વરસાદ પણ ધીમે ધીમે વધી રહ્યો હતો. ગોવાળિયા પણ તે ડુંગરની ગોદમાં પોતાની ગાયો અને ભેંસો ચરાવતા હતા અને આવી સરસ મજાની મોસમ ની મજા લેતા હતા. ત્યાં તો થોડી વારમાં પવન નો વેગ વધે છે અને વૃક્ષો તેનાથી પણ વધારે ઝૂંમી ઊઠે છે.
ત્યારે જ અચાનક આકાશમાં ગાજવીજ સાથે ફુલ વરસાદ પડે છે. આ વરસાદ પડતાં જ પ્રકૃતિ તેની માઝા મૂકી દે છે. ડુંગર ઉપરથી આવતું ઝરણું પણ જાણે ફૂલ મસ્તી માં હોય એવી રીતે એનો વેગ વધારે છે. અને વાદળાઓ જાણે આકાશ નું ચુંબન કરતા હોય એવી રીતે આકાશમાં પથરાઈ જાય છે અને સુરજ દાદાની જાણે કોઈ માતા તેના બાળક ને વ્હાલ કરે તેવું વ્હાલ કરતા કરતા ઝરમર્ ઝરમર્ વાદડાઓ વરસી રહ્યા છે.
એવામાં એક અદભુત દ્રશ્ય મારી નજરની સામે આવી. એક વાછરડું એની માવડી ગાવડી...(ગાયમાતા)ને ધાવતું હતું.
જાણે કોઈક એવા સારા કાર્ય માટે જતા હોઈએ અને ખૂબ જ સારા શુકન થાય એવું લાગ્યું. એવું પણ કહી શકાય કે ઓલા ઉગતા સૂરજને પણ જાણે સારા શુકન થયા હોય એવું લાગતું હતું. ત્યાં તો મને અચાનક એક મધુર અવાજ માં કોઈ ગાઈ રહ્યું હોય એવું અવાજ સંભળાય છે.
હું તે ઝરણા બાજુ નજર કરું ત્યાં તો ગોવાળીયો પોતાના ખૂબ જ મસ્તીના મુડમાં જાણે ગાંડો તૂર હોય એમ કોઈ ની પણ પરવા કર્યા વગર પોતાની કાલી ઘેલી ભાસા માં પોતા ના મનને આવા પ્રકૃતિના માં ખુબજ મન ભરી ને ખુશ કરે એવું મને લાગ્યું.મને પણ ખૂબ મજા આવતી હતી એટલે મેં પણ મારા દિલ ના તાર ને છેડયો ને મારા દિલ માંથી શબ્દ નીકળી ગયા કે...
"વાદડીયો જાણે મુખ ચુંબે આકાશ નું પ્રકૃતિ ની ગોદમાં...
ગોવાળિયા મધુરા ગાન ગાવે પ્રકૃતિ ની ગોદમાં....
પક્ષી ઓ મીઠું કલરવ કરે પ્રકૃતિ ની ગોદમાં...
વાદળાં ઓ જાણે ઝૂમી રહ્યા આકાશ ની ઓથમાં..."
મારા અંદર થી આ શબ્દ નીકળતા જ મેં ફરી એક દ્રશ્ય મારી નજર માં આવ્યું અને મને એક અવાજ સંભળાયો ત્યાં જઈ મેં જોયું તો બે હાથી ઓ ઝરણાં ની ગોદમાં ખુબજ મન ભરી ને મસ્તી કરી રહ્યા હતા મને એવું લાગ્યું જાણે એ હાથી પોતાની સફર ની બે ગાઢ મિત્ર હોય તેમ મસ્તી ભરેલા મન થી એક બીજા ને કહેતા હતા.
હું પ્રકૃતિ ને નિહાડી રહ્યો હતો પણ ત્યાં જેટલી મજા આવે એટલાજ જાનવરો પણ હોય છે. એટલે આપણી સુરક્ષા રાખવી પણ આત્યંત જરૂર છે.
હવે બન્યું એવું મિત્ર કે આ ઝરણાં ની નજીક બીજા ઘણા જાનવરો પણ હતા. એ જાનવરો પણ પોતા ની મસ્તી માં રમતા હતા જેવા કે વાંદરા-કૂતરા-હરણ આવા અનેક જાનવરો પણ પોતાની મસ્તીમાં હતા.
હવે અચાનક એક ભયંકર અવાજ આવે છે. મને એવું લાગ્યું કે કોઈ પ્રાણીએ મસ્તી માં અવાજ કરે છે. પણ ત્યાં તો અચાનક બધા પ્રાણીઓ આમ તેમ દોડવા લાગ્યા અને કોઈએ કહ્યું કે સાવજ(સિંહ) આવ્યો. મેં પણ ક્યારે સિંહને નજીકથી જોયો નો હતો એટલે મને પણ ઘણી ઈચ્છા હતી કે મારે સાવજ ને નજીક થી જોવો છે.
મને પણ અંદરથી તો થોડી બીક લાગતી હતી પણ હું મારી સુરક્ષા હારે લઈને આવ્યો હતો એટલે કાંઈ ઉપાદી જેવું નહોતું.
અને ત્યાં તો થોડી ક્ષણોમાં સિંહ ગર્જના કરતો કરતો ઝરણાની પાસે આવે છે અને હવે હું તેની સામે ઊભી ને મન ભરી ને નિહાડી રહ્યો હતો.મને થોડીક ક્ષણ તો એમ લાગ્યું કે હું જાણે સ્વપ્નું જોઈ રહ્યો છું. પણ ખરેખર એ સપનું ન હતું. થોડી જ વારમાં સિંહ તો ત્યાંથી પાણી પી અને ફરી જંગલમાં જતો રહે છે. મારે પણ લગભગ દિવસના ચાર વાગી ગયા હતા અને ફરી પાછું જવાનો સમય થઈ ગયો હતો. મને આવી સુંદર અને અદભુત પ્રકૃતિ છોડવાનું તો જરા પણ મન નહોતું પણ રાતના સમયે ત્યાં રોકાવાની પણ મનાઈ હતી એટલે અમે પાછા ઘર તરફ પડીએ છીએ.
મિત્રો આવી મજા તો ખરેખર કોઈ ભાગ્યશાળી વ્યક્તી હોય તો જ માણી શકે. પ્રકૃતિ ને માણવુ એ ખરેખર આપણા જીવનનો એક લ્હાવો છે. તમે પણ મારી જેમ ક્યારે પ્રકૃતિની અને કુદરતી વાતાવરણમાં રહીને તમારા મનને આનંદ કરાવજો. પ્રકૃતિની ગોદમાં પક્ષીઓનું કલરવ વાતાવરણમાં શુદ્ધતા પહાડો ઝરણાઓ અને હરિયાળી માણસને કાંઈક અલગ જ અનુભવ કરાવે છે.
મિત્રો હું આશા રાખું છું કે આ મારું પ્રકૃત્તિ પ્રત્યે નો પ્રેમ તમને પણ ગમ્યો હશે.આ મારી કાલ્પનિક વાર્તા તમને પણ સારી લાગે તો પ્રત્યુત્તર જરૂર આપજો ધન્યવાદ...🙏🙏