*એ જવાબદારી*. વાર્તા... ૨૮-૩-૨૦૨૦
એવાં લોકો પણ આ દેશમાં છે....જે હાથમાંનું સુખ મૂકી દઈને જે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા દોડે છે, તેને ઘરના રોકે પણ પોતાની ફરજ અને આવડત નો ફાયદો બીજા ને મળે એ માટે પોતાનો જીવ પણ જોખમમાં નાંખે છે અને જવાબદારી પૂર્ણ કરે છે...
એવાં લોકોમાં આવે છે ડોક્ટર્સ, નર્સ,પોલીસ, અને ઈમરજન્સી સેવા વાળા, જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચવા વાળા.....
અમદાવાદમાં રહેતા રાજનના ઘરમાં આજે નોકઝોક ચાલતી હતી... કરણ કે આ કોરાના વાઈરસ નાં લીધે સાવચેતી નાં પગલે સમગ્ર રાજ્યમાં એકવીસ દિવસ નું લોકડાઉન કર્યું હતું પણ ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી...
અને રાજન ટોરેન્ટ પાવર માં ફોલ્ટ ખાતાંમાં જોઈન્ટર હતો...
એટલે લાઈટો જાય એટલે એને જવું જ પડે...
ધંધા, ફેક્ટરી ઓ બંધ હતી પણ સોસાયટીમાં અને ફ્લેટો માં લાઈટ જાય એટલે એને નિકળવું જ પડે...
રાજનને પોતાની ચિંતા હતી ...
પોતાને પણ મન હતું કે એ ઘરમાં થી ના નિકળે...
પણ....
એ માલતી અને બાળકો ને એમ કહીને સમજાવે કે આપણે લાઈટ વગર રહી શકતા નથી...
તો બીજા ને પણ કેટલી અગવડ અને તકલીફ પડે તો આ મારી ફરજ છે ...
આજે સવારથી જ માલતી અને રાજન વચ્ચે આ જ બાબતને લઈને માથાકૂટ ચાલતી હતી...
માલતી બહાર જવાની ના પાડતી હતી
અને રાજન સમજાવતો હતો કે મારી જવાબદારી માં થી હું પીછેહઠ ના કરી શકું...
માલતી કહે તો નોકરી છોડી દો...
રાજન કહે હું એ પણ નહીં કરી શકું... તને યાદ છે ને માલતી આપણાં ખરાબ સમયમાં આ નોકરી નાં મળી હોત તો આપણી શું હાલત થાત....
અને હાલમાં પણ આ પરિસ્થિતિ માં એ પગાર આવશે તો ઘર ચાલશે ને એ સમજ...
ગરીબોને તો બધાય મદદગાર મળે છે.... અમીરો ને તો ચિંતા જ નથી..
પણ આપણા જેવા મધ્યમ વર્ગના માણસો ક્યાં જશે???
આપણે તો ગાલ પર તમાચો મારીને ગાલ લાલ જ રાખવાનો છે....
આપણે તો આપણી જંગ ખુદ જ લડવાની છે કોઈ મદદ કરવા નહીં આવે...
માલતી કહે આપની વાત સાચી છે....
રાજન કહે મને પણ આપણા પરિવાર ની અને મારી ફિકર છે જ પણ...
હું મારી જાતને આ જોખમમાં નાખીને પણ જવાબદારી તો નિભાવીશ...
માલતી તું ચિંતા ના કર...
તમારા બધા ની પ્રાર્થના અને માતાજી ની કૃપા થી હું લાઈટો ચાલુ કરીને પાછો આવી જઈશ....
આખી સોસાયટી ની લાઈટ બંધ છે કેટલાં હેરાન થતાં હશે લોકો એમાં નાનાં નાનાં બાળકો હોય એ કેમ રહી શકે...
લાઈટ વગર હવે કોઈ રહી શકે નહીં....
અને કાલ રાતથી બંધ છે તો વિચારો એ લોકોને કેટલી તકલીફ પડતી હશે....
હું સાવચેતી રાખીને જ કામ કરીશ...
અને સાવચેતી રાખીને જ આવીશ...
આમ કહીને રાજને સેફ્ટી બૂટ પહેર્યા... મોં પર માસ્ક અને ખિસ્સામાં સેનેટાઈઝર ની બોટલ અને ગળામાં ટોરેન્ટ પાવર નું આઈ કાર્ડ ભરાવીને પોતાના સામાનનો થેલો લઈને બધાં ને જય માતાજી કહીને નિકળ્યો....
અને માલતી પૂજા પાઠ કરવા બેસી ગઈ....
રાજન પોતાનું કામ પતાવીને એક કલાક પછી ઘરે આવ્યો...
ઘરમાં હાશ થઈ...
રાજને આવીને સામાનનો થેલો મૂકીને .. બૂટ ઉતારીને...
પહેલાં હાથ મોં ધોયાં અને પછી બાથરૂમમાં જઈને નાહીને બીજા કપડાં પહેર્યા....
રાજન માતાજી ને પગે લાગીને...
પાણી પીધું ... અને કહે
કેટલાં પરેશાન હતાં લોકો...
નાનાં બાળકો તો રડતાં હતાં ...
અને આ લોકડાઉન માં માણસ ટીવી વગર શું કરે???
લાઈટ ચાલુ થઈ એટલે બધાંને હાશ થઈ...
માલતી કહે સાચી વાત છે આપની...
આમ જેને જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી છે એ કોઈ પણ પરિસ્થિતિમાં નિભાવી જાણે છે ...
પણ ઘણા એવા લોકો પણ હોય છે જે સમય આવે જવાબદારી માં થી મોં ફેરવી લે છે....
ભાવના ભટ્ટ અમદાવાદ....