રૂંધાઈ જાય સ્વરઃ ને નામ ના આવડે.
સામે આવે, ને સાદ પાડતા ભુલી જવુ.
વસંતની ખુશ્બુ મળે દિલ નાં દ્વાર ખોલ.
હું સાગર ની લહેરો ની જેમ,
તું સરિતા ના વહેણ ની જેમ.
હું રવિ ના કિરણો ની સમો,
તું ચાંદ ની શીતળતા ની સમી.
હું લહેરાતા પવનની એક ઝાંખી,
તું ઉડતાં તણખલાની એક રાહી.
હું ઊંચા ચટ્ટાનની અડીખમતા જેમ,
તું ચટ્ટાન માં બનાવેલ રાહની જેમ.
હું તારા વિના નિર્જીવ ની વસ્તુ,
તું તેમાં પ્રાણ સીંચન ની ધડકન.
હું તને ચાહું મારાં જીવન પર્યંત,
તું ચાહે મારા દિલ ની અભિલાષા.
હું કવિતા થી તને ચાહત મોકલું છુ,
તું તે રૂહની અવાજ આજ બનાવ.
(5)
એતો એના પ્રેમમાં ગળાડૂબ છે,
જો જે સાદ પાડુ ના સંભારાય તેને.
ઘેલી થઈ ગઈ છે, રંગાઈ ગઈ છે!
આખી ભીંજાણી ને સુકાઈ ગઈ છે.
મળશ્કે સપના દેખી,સુઈ ગઈ તે,
અરે તે તો જાગતી પણ સુષુપ્ત છે.
તેના માં પ્રેમ ના સપ્તરંગ ખીલ્યા છે,
તે તો સદા પ્રેમ દિવાની બની ગઈ રે!
સદા હસતુ મુશ્કુરાતુ મુખારવિંદ તેનુ,
ના મીલન થતા જો મુરઝાઇ જાય છે.
તેને ક્યાં હવે કઈ ની રાહ જોવી છે,
તેના અંતર માં રેસ ના ઘોડા દોડે છે
અંજાઈ ગઈ છે તે પ્રિતમ ના રંગ થી.
પ્રેમ માં પાંગળતી કળી ખીલી રહી છે.
સદા સાથે રમતી, ખેલતી,લજવાતી,
જૂઓ આજ બીજા ની થઈ બેઠી છે!
(6)
તારા શબ્દો થી અંજાઈ જવુ છુ.
તારી હાજરીથી ખોવાઈ ગયો છુ.
યાદ તારી રહે હુ જીવી જાવું છુ.
રહેલા અનંત સંભારણા યાદ મને,
હરદમ યાદો ને સમજાવી જાવુ છુ.
ભૂલવા મથું ના ભૂલાય,હામ ભરી,
નિષ્ફળતા મળે ને ગુંગળાઈ જવુ છુ.
પળ માં ના સમજ્યો ઈશારા તારા,
દિલે લિધેલા દર્દ જીન્દગી ભર ના થયા,
દવા દુઆ હવે ઠીક છે,આશાવાદ છે!
આજ ના સમજાય તેવી ધટના બની છે.
(7)
સરિતા ના વહેણ સાગર તરફ કેમ દોડે,
જાણ છે, નર્યો ખારો છે, મિલન કેમ ખપે
કોઈ ની તરસ છીપાવા ની દરકાર નથી,
તે વધતા દરેક પાણી જમા કરાવે દરિયે.
શું? મળે તેને જો ને પ્રિતમનુ મિલન કે,
જેવા તેવા રસ્તે દોડે, ક્યાંક ગંદી નાળુ,
ક્યાંક વહેતી મા, ને જેવો દેશ તેવો વેશ,
ના જુવે ઉબડ ખાબડ રસ્તા, દોડાદોડ,
ધરતી તેને છોલીને તરસ છીપાવી લે છત્તા,
એક દોટ, જાણે મળવા સાજન ને સંગ!!
ટેક એક લઈ ને નિકળી જાવું છે, સાગરે,
આ રેવા છે, તે તેના નિરધાર સ્થાને જાય.
આપણે તો ઈશ્વરના હોશિયારી ના વંશજ,
આપણે પણ ટેક લઈ ને વહી શકીએ છે.
સક્ષમ છે, ધારેલા હર કામ પુર્ણૂ કરવા,
સવાલ નિરધાર કરવો, ને ઝડપી લેવાનો.
આજ વહી ગયેલી સરિતાને જોઉં છું,ને,
જાણે મારૂ વહી રહેલુ વ્યર્થ જીવન જાણું
જીજ્ઞેશ શાહ