તમને આમ દિવસમાં સૌથી વધારે કયો ટાઈમ ગમે?...સવાર ના 7, સાંજ ના 5 કે રાત ના 9? મને પ્રસ્નલિ રાત ના 8 ને 40 બવ ગેમ. ખબર નઈ એટલે... પણ 8 ને 40 બવ ગમે. હકિકત માં એ સમયે અમે બંને મળીએ રોજ. મારો દિવસ આમ સમજોને તો 8 ને 40 એ શરૂ થાય અને 9 વાગે પતી જાય. અને આ 20 મીનીટ એટલે મારો સમય..મારો પ્રિય સમય. બવ જ મજા આવે આ 20 મિનિટ મા.
(બાય ધ વે એનુ નામ....છોડોને હું એને વિટામિન-ટી કહીને બોલાવું છુ.)
અમે બંને પહેલીવાર ફેસબૂક ઉપર મલ્યા અને ધીમે ધીમે ઓફલાઇન થયા અને પછી દરરોજ મળવાનું શરૂ કર્યુ. અમારી વચ્ચે આમ પ્રેમ જેવું કઈ નઈ, બસ ખાલી મળવાનું, વાતો કરવાની અને કોફી પીવાની...વાતો કરવાની અને કોફી પીવાની. અને અમારી પાસે કોઇ ચોકકસ મુદ્દો ના હોય વાત કરવાનો પણ અમે ચર્ચાઓ કરીએ ; અચ્છે દિન આયેગે યા નહિ, વિરાટ કોહલી સચ્ચિન ને ઓવરટેઇક કરશે કે નહિ, આવા કોઇ પણ મુદ્દા ઉપર અમે વાતો કર્યા જ કરીએ. પણ ક્યારેય પ્રસ્નલ નઈ થવાનુ...કોફી પીવાની, વાતો કરવાની અને છુટુ પડી જવાનુ. બાય ધ વે આજે પણ એ 8 ને 30 એ પહોંચી જ ગઈ હશે અને આજે પણ હું 10 મિનિટ મોડો પડવાનો જ છુ એ પણ આ ટ્રાફિક ને લીધે.
( ચલો પોહંચિ તો ગયા )
હેલ્લો...સોરી
આવો! તો ..તમે સમયસર જ છો એમ ને?
બેય યાર શું કરું ભાગીને આયો પણ સાલું ખબર નઈ ક્યાં રોજ 10 મિનિટ તો બગડી જ જાય છે.
પણ રોજ દસ મિનિટ ક્યાં મોડુ થાય છે! હં?
એ....છે એક જગ્યા શું કહું તને, અરે યાર ટ્રાફિક મા ફસાયો હતો.
પણ તુ રજા નથી પાડતોને એજ મહત્વનુ છે. પણ સાચુ કહુ મને રોજ એક પ્રશ્ન થાય છે કે જ્યારે હું તને કોઇ અંગત પ્રશ્ન પૂછું ત્યારે કાંતો તુ એ વાત ટાળીદે, જવાબ ના આપે અને મને ખાલી સાંભળતો જ રહે છે. તો આવુ કેમ? એ મને કે.
(સ્મિત સાથે મારો જવાબ)
આતો સિમ્પલ છે. આપણે પહેલેથી જ નક્કિ કર્યુ હતુ કે કોફી મારી ને વાતો તારી.
પણ આ મારા પ્રશ્નનો જવાબ નથી. તો આવુ કેમ? એ મને કે.
શું કહું! એવુ કઈ ચોક્કસ નથી યાર જીવનમાં. સાંભળ મને તારી સાથે બેસવું ગેમ છે, વારેઘડીએ આ કોફી પીવી ગેમ છે, મને તારી સાથે વાતો કરવી ગેમ છે. You Won't Believe ( તુ માનીસ નહિ ) પણ મને ટોળાની અંદર ભી [પણ] એકલું જ લાગ્યા કરે છે અને અહીયાં તારી સાથે મહેફિલ જેવું લાગે છે Trust Me ( મારા પર વિશ્વાસ કર ). તુ મને વારેઘડીએ એવું પુછ્યા કરતી હોય છેને કે તારા વિશે કેમ કશું બોલતો નથી, તુ તારા વિશે તો કંઈક બોલ. શું બોલું?..મારી બોરિંગ જીંદગી વિશે? મારી બોરિંગ જોબ વિશે?..જે માત્ર હું કરવા ખાતર કરું છુ, પણ હકિકત મા મને એમા એક રૂપિયાનો પણ રસ નથી. અને Friends ( મિત્રો ) જે મારે છે નથી અને બનાવા પણ નથી. બધે સ્વાર્થનો સંબંધ છે.... અને સાંભળ હું મારા ઘરે પણ એકલો જ બેસી રહું છુ. I Don't...I Don't Talk To Anybody ( હું...હું કોઈની સાથે વાત પણ કરતો નથી ). મને એવું જ લાગ્યા કરે છે કે બધે સ્વાર્થ..સ્વાર્થ અને સ્વાર્થ છે, શીવાય એક આ આપણા બંને ના સંબંધને છોડીને. આ એક જ સંબંધ છે મારી લાઈફમાં જ્યાં મને સ્વાર્થ નથી દેખાતો. 8:40 એ મળવાનું અને 9 - નવ વાગ્યે છુટા પડી જવાનું. બસ એક આટલો જ આનંદાયક સમય છે આપડા જીવનમાં. અને એટલે જ હું 8 ને 40 ની રાહ જોતો હોઉં છુ અને હું જોયા કરીશ.
ઓ..હો..તુ તો બોલ્યો, આજે કોફી મારી તરફથી.
એ નઈ નઈ નઈ, હું કોફી મા સોદો ક્યારેય નઈ કરતો.
પણ સોદો તો થઈ ચુક્યો છે?
કેમનો..?કેવી રીતે?
તે જ હમણા કહ્યુ કોફી મારી અને વાતો તારી.
એ સોદો નઈ પણ સમજુતી હતી.
પ્રેમનો સોદો તો કરીશને? ☺🥰
હં!..... કોફી કો કોફી હી રહેનેદો.
અર્થાત?...
જો, કોફી પીવા મળે છે ને તો માત્ર કોફી જ પી. આ છેને પ્રેમની પ્રેમિકા નથી થવુ. કેમ કે એના પછી તારા સવાલો બદલાઈ જશે.. તને 8:40 સુધી મારી રાહ જોવી નઈ ગેમ.. પાંચ - 5 મિનિટ ભી લેટ ( મોડો ) થઈશ ને તો તને ચાલશે નઈ.. તને હસવું નહિ પણ ગુસ્સો આવશે.. તુ મને કહ્યા કરતી હોય છેને કે તારા વિશે કંઈક બોલ.. તારા વિશે કંઈક બોલ.. કંઈક બોલ... અરે શું બોલું ?..મારા વીશે બોલવાનું ચાલુ કરીશને એટલે મને તુ ઓળખી જઈશ અને પછી હું તને નહિ ગમુ અને આવી જ રીતે મારી સામે બેસીને તુ ત્યારે કહીશ કે "I Think I Don't Know You, Are You The Same Guy?" ( "મને એવું લાગે છે કે હું તને જાણતી નથી, તુ એજ માણસ છે?" ) આ થશે.. જો તુ અને હું પ્રેમી-પ્રેમિકા થઈ જઈશું તો. રહેવાદે, યાર આ પ્રેમી-પ્રેમિકા નથી થવુ.
તો હવે...?
હવે કોફી પીએ અને એક બીજાને ઓળખી જઈએ એ પહેલા છુટા પડી જઈએ. એમ ભી આજની 20 મિનિટ પતી જવા આવી છે.
પુરી થાય ત્યાં સુધી તો રાહ જોઇશ ને?
હં..હા, બસ 20 મિનિટ અને આ કોફી સુધી જ.