Ek lalach thi vruddhashram pravesh - 1 in Gujarati Short Stories by Bipinbhai Bhojani books and stories PDF | એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશ - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

Categories
Share

એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશ - 1

પ્રકરણ:- 1
એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશ

નિરવ શાંતિ ચારે કોર ફેલાયેલી હતી સાંજ નો 5 વાગ્યાનો સમય હતો , દરેક વૃદ્ધો વૃદ્ધાશ્રમ માં ચા પાણી પીને પોત પોતાના ગ્રુપ માં અલગ- અલગ જગ્યાએ બેસવા માટે બેસવાનું ઠેકાણું ગોતતા હતા ! લલીમા લાલચુ તેની વૃદ્ધાશ્રમ ની વૃદ્ધા મિત્ર મૂકીબા મારવાડી જોડે બેઠા હતા ! વાતો માં ને વાતો માં લલીમા લાલચુ ભૂતકાળ માં સારી પડ્યા ...
પતિ શિબુલોભ અઠંગ રાજકારણી હતો , તેના નામ એવા ગુણો હતા એટલે તેના ગ્રુપ સર્કલ માં શિબુલોભ તરીકે જાણીતો હતો . ચમડી છૂટે પણ દમડી ના છૂટે તેવો શિબુલોભ નો સ્વભાવ હતો ! પરંતુ ઇલેક્શન સમયે શિબુલોભ ઇલેક્શન જીતવા છૂટથી પૈસા વાપરતો. ગમે તેટલા પૈસા દેવા પડે પરંતુ અમુક ઓડિયંસ તો થવું જ જોઈએ , તો જ આપણે ઇલેક્શન જીતી શકીએ આવી તે માન્યતા ધરાવતો હતો , છેલ્લી ઇલેક્શન માં તેને અઢળક પૈસો ઇલેક્શન જીતવા માટે, ઓડિયંસ ભેગું કરવા વેર્યો હતો તેમ છતાં તેની ઇલેક્શન માં હાર થઈ હતી ! આથી આઘાત જીરવી ના શકતા હાર્ટ-એટેક માં શિબુલોભ નું અવસાન થયું હતું ! બે છોકરાઓ હતા પરંતુ આ બંને છોકરાઓ શિબુલોભ થી વિપરીત સ્વભાવ ના હતા. પૈસો પાણી ની જેમ વાપરવાનો સ્વભાવ ધરાવતા હતા ! આથી શિબુલોભ અને તેની પત્ની લલીમા લાલચુ ને તેના છોકરાઓ સાથે બહુ મન મેળ આવતો ના હતો. છોકરાઓ ને પોલિટિક્સ માં જાજો રસ ન હતો. એ ભલા ને એના જલ્સા ભલા ! પરંતુ પિતા ના આચાનક અવસાન થી છોકરાઓ પર જવાબદારી આવી પડી હતી ! પેલું કામ તો છોકરાઓ એ પિતા નું શ્રાદ્ધ પિતા ને મોક્ષ મળે તે માટે કરવાનું હતું !
છેલ્લા બે વર્ષથી છોકરાઓ પિતાનું શ્રાદ્ધ સાદાઈ થી કરતાં હતા કારણ કે લલીમા લાલચુ પતિ ની પાસેની સારી એવી મિલકત ના વારસદાર બન્યા હોવા છતાં છોકરાઓ ને શ્રાદ્ધ કે એવા પ્રસંગો એ જાજા રૂપિયા આપતા ના હતા ! છોકરાઓ પૈસા વગર ભારે મુંજવણ અનુભવતા હતા ! માત્ર 11 ભૂદેવો અને 10-15 ઘરના મળી ને 25 માણસો નો જમણવાર લલીમા લાલચુ શ્રાદ્ધ નિમિતે માંડ કરવા દેતા હતા એ થી વધારે પૈસા વાપરવાની છોકરાઓ ને સખત મનાઈ હતી .આ કારણે હાલતા ચાલતા છોકરાઓ ની સાથે લલીમા લાલચુ ને અણબનાવ બનતો હતો અને ખૂબ જ ઝઘડા થતાં હતા.
શિબુલોભ નો એક જ્યોતિષી મિત્ર હતો તે જ્યોતિષી સિવાય ગોરપદુ પણ કરતો હતો. લગ્ન થી માડી ને શ્રાદ્ધ કે કોઈ અન્ય પ્રસંગ હોય શિબુલોભ આ ગોર કમ જ્યોતિષી ને પૂછી ને જ બધુ કરતો હતો.
શિબુલોભ ના ગયા પછી લલીમા લાલચુ એ જે રીતે સાદાઈથી તેમની પાછળ શ્રાદ્ધ ક્રિયા કરી હતી તેના થી આ ગોર કમ જ્યોતિષી અસંતુષ્ઠ હતા ! તેને એક યુક્તિ કરી છોકરાઓ ને બોલાવી પોતાના પક્ષ માં કરી લીધા ! અને પોતાની પાસે બોલાવી ને કહ્યું લલીમા લાલચુ ને આ વખતના શિબુલોભ ના શ્રાદ્ધ નિમિતે સમજાવવાની જવાબદારી મારી આપણે આ વખતે શ્રાદ્ધ નો પ્રસંગ ખૂબ જ મોટા પાયે કરવો છે અને 5000 ગરીબો તથા જરૂરિયાત મંદો ને ભવ્ય દક્ષિણા આપી, જમાડી, તૃપ્ત કરી દરેક ને સંતુષ્ઠ કરવા છે. આ બધી જવાબદારી મારી ! છોકરાઓ સહમત થતાં ગોર મહારાજે પાસા ફેકવાની તૈયારી કરી લીધી ! અને એક દિવસ મોકે લલીમા લાલચુ ને મીટિંગ માં બોલાવ્યા અને કહ્યું – ..


વધુ આવતા અંકે...

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)