ey, sambhad ne..! - 13 in Gujarati Fiction Stories by Akshay Mulchandani books and stories PDF | એય, સાંભળ ને..! - 13 - ટ્રુથ કે ડેર ?

Featured Books
Categories
Share

એય, સાંભળ ને..! - 13 - ટ્રુથ કે ડેર ?

ભાગ 13 : Truth or Dare ?


હેલોજી , કી હાલચાલ..! ઓકેય ઓકેય, સો ગયા ભાગમાં આપે વાંચ્યું કે તળાવે ફરતા ફરતા આવેલા બગીચામાં ટ્રુથ એન્ડ ડેર રમવાની વાત વિચારમાં હતી. પણ કોણ બટકાયું આ રમતમાં ? ચલો, આગે દેખતે હૈ..! ઓર ક્યા ?

હવે આગળ..!

"ચલો ટ્રુથ એન્ડ ડેર..!" દિપાલી હરખાતા હરખાતા બોલી.

"તંબુરો ટ્રુથ એન્ડ ડેર..!" હું ટોકતા બોલ્યો.

"લે કેમ ?" નિધિ બોલી.

"શું કેમ ? જાણે આપણે ટ્રુથ ને ડેરમાં ડેર આવે તો સાચે જ જઈને ડેર પૂરું કરવાના, ને ટ્રુથ આવે તો કાંટોળો આપણે સવાલોના જવાબ ય સાચા દેવાના ?" મેં મારી બાબા વાણી શરૂ કરી.

"એમ બોલ ને, સચ બોલને કી ત્રેવડ નહિ હૈ ?" દિપુ બોલી.

"હા..હા..! સચ બોલને કી હિંમત..! એ જ ટાઈપીકલ સવાલો હશે..! પહેલા ક્રશ, પહેલા પ્યાર, અભી કા ક્રશ એન્ડ ઓલ બ્લા બ્લા બ્લા બુલશીટ્સ..!" મારુ એ બાબાજી વાળું સ્વરૂપ ચાલુ રહ્યું.

"સો વૉટ ? એમાં જ તો મજા છે ને ?" દિપુ બોલી.

"Well Not at all..! Even we know as well that no one is going to share their secrets of life..! તો પછી શું આ ફાલતુ રમતો..!" આ વખતે બાબાજીની વાણી અંગ્રેજીમાં નીકળી.

"ઓ મનનજી, આટલો સિરિયસ કેમ થઈ ગયો ?" નિખિલ વચ્ચે પડતા બોલ્યો.

"હા જો તો ખરી..! જાણે અમે ટ્રુથ એન્ડ ડેરમાં એના atm નો પાસવર્ડ માગી લેવાના હોય !" ડિપાલીએ આંગળી કરવાની ચાલુ રાખી.

"બસ યાર, ઝગડો છો કેમ ? આખો દિવસ તમારા બંનેનું કશું ને કશુ ચાલુ જ રહ્યું છે બાય ગોડ..!" નિધિ હસતા હસતા બોલી.

"હા નિધિ, ખરી વાત. આ બન્નેએ તો તૌબા કરી, સાચે..!" મીનુએ પણ સુર પુરાવ્યો.

"હા યાર, પણ ખબર નહિ કેમ..! આ ટ્રુથ એન્ડ ડેર રમતથી નફરત છે મને..! એક તો બીજાના જીવનના રહસ્યો જાણવા સવાલો કરવા ને ઉપરથી કોઈ આપણા રહસ્યોનું પાનું ખોલવા પ્રયત્ન કરે, તો ખબર જ છે, પોતાના પન્ના કોઈ સાચા નથી જ ખોલવાનું..! તો પછી ખોટે ખોટું કોઈનું માન રાખવા રમતમાં જુઠાણું ચલાવવું, એ મને નહિ ગમતું..! thats all..!" મેં સ્પષ્ટતા આપતા બાબાજીની વાણીના અંદાજમાં જ કહ્યું.

"હવે ખબર પડી, તારા એ ઇન્સ્ટાગ્રામના યુઝરનેમ - સો કોલ્ડ 'પંડિત ગંગાધર શાસ્ત્રી' નામ ક્યાંથી આવ્યું. હા..હા..!" દિપાલી જ બોલી હોય ને આવું. એનું આંગળી કરવાનું ચાલુ જ હતું. બસ મોકો મળવો જોઈએ. તૌબા..તૌબા..!

"બોલો પંડિત ધર્મ ધુરંધર મનનેશ્વર સ્વામીની જય..!" દિપાલી બોલતી રહી ને બીજા સથીદારો સુર પણ પુરાવતા ગયા. હાહ..અજીબ છે રે આ દુનિયા.

"તો તું બોલ ચલ શુ રમીએ ? થપ્પો દાવ, પકળમ પટ્ટી કે પછી લંગડી ?" ડિપાલીએ બોલવાનું શરૂ રહ્યું.

"આ મનનભાઈ મોટા માણસો, થપ્પો દાવ નહિ, આઇસી સ્પાઇસી બોલ..!" નિખિલ વચ્ચે બોલ્યો.

"ભાઈ, એ આઇસી સ્પાઇસી નહિ, આઈ સ્પાઈ હોય, શું ? અંગ્રેજીમાં I એટલે હું, ને spy એટલે જાસૂસી કરવી કે શોધવું." નિધિ પણ આજે મસ્ત મજાના મૂડમાં જ હતી.

"હા મારી M.A. B.Ed in Hindi with Distinction વાળી અમ્મા..!" નિખિલ બોલી પડ્યો ને અમે હસતા રહ્યા.

"લ્યો, આવી ગયા બધા..!" મીનું મેઈન ગેટ તરફ નજર કરતા બોલી.

"આ મન્યા જોડે ટ્રુથ એન્ડ ડેર તો એક વાર રમવું જ છે, એવા સવાલો પૂછીશ ને એવા ડેર આપીશ ને, તું જો ખાલી..!" દિપાલી બોલી પડી.

હજુ અમારા મલકાતાં ઠહાકા ચાલુ જ હતા, ત્યાં બગીચાના મુખ્ય દરવાજા પાસેથી મમ્મી, પાપા ને અંકલ આંટી આવતા દેખાયા. અંદર પ્રવેશીને એમણે અમને ફોન કર્યો, પણ મેં ઉપાડ્યો નહિ. લોલ 🤦🏻‍♂️

હવે બરોબર જ છે ને, એ ફોન કરે, હું ઉપાડું, એ પૂછે કઈ બાજુ છે, હું ફરી દિશા નિર્દેશન આપું ને એ સમજે અથવા ન પણ સમજે, તો છેલ્લે મારે જ તેમને શોધી અમારી જગ્યાએ લઈ જવા પડે. આવો બધો ઝફ્ફો ને માથાકૂટ કરવા કરતાં હું જ જાતે ગેટ પાસે ચાલ્યો ગયો, ને એમને લઈ આવ્યો. આપ ક્રોનોલોજી સમજીએ. 😂😂

બસ પછી શું ? બેઠા, નાસ્તો કર્યો , થોડી વાતો કરી ને ફરી ચાલતા ચાલતા ઘરે.

આપણે તારક મહેતાના નવા એપિસોડ્સની જેમ આ લાખોટામાં જ 4-5 એપિસોડ્સ નથી કાઢવાના રે ! હા, કાઢવા હોય તો નીકળી જાય હો. એમ કઈ નહિ..! મારી અન્ય વાર્તાઓમાં પણ હું તળાવનો એક ચક્કર લગાવડાવું જ છું વાંચક મિત્રોને.

પણ યાર, હવે તો ટૂંકમાં જ પટાવીએ ને. કેમ કે મૂળ વાત તો મારી ને દિપાલિની જ છે ને. તો એમાં જ ફોકસ મારીએ ને ભીડું.

રાત્રીના 10:00 કલાકે..

"હાશ, ફાઇનલી ઘરે પહોંચ્યા..!" આંટી બોલ્યા.

(હા, જમીને આવ્યા હતા બહારથી જ. હા મતલબ નાસ્તો જ. એ ય હળવો. વળી હેવી બહારનું જમાઈ જાય ને કાલ તો પ્રસંગ ને ! કાંડ થઈ જાય તો ક્યાં જવાનું ? એમાંય રવિવારનું ખાવાનું એટલે ! પણ હળવો નાસ્તો તો હાલે. (પણ માપમાં))

"હા હો, થાકી ગયા..! સાચે..!" મમ્મી બોલ્યા.

"લે, આવું બધું શુ કર્યું તી થકી ગયા મમ્મી તમે ?" નિખિલ બોલ્યો.

'અલા, તમારા જેવા જુવાનિયા નહિ ને યાર..!" અંકલ મશ્કરી કરતા બોલ્યા.

"ચલો હો હવે વહેલા સુઈ જજો, કાલે સવારે વહેલું ઉઠવાનું છે બધાને..!" પાપા બધાને સૂચના આપતા બોલ્યા.

"સાહેબ, આપણે સમય કેટલા વાગ્યાનો રાખેલ છે ? તો એ પ્રમાણે ગોઠવણ કરીએ." પપ્પાએ અંકલને પૂછ્યું.

"મમમ...સમય તો આપણે 11 વાગ્યાનો રાખેલ છે. એટલે વાંધો તો ન આવવો જોઈએ." અંકલ બોલ્યા.

(સાહેબ એટલા માટે બોલ્યો, કારણ કે આ અંકલ, આંટી, મમ્મી, પપ્પા આ બધા પાત્રોના નામ મેં વાર્તાના શરૂઆતના ભાગમાં જ વાપરેલા, ને to be honest મને આમાંના એકેય કેરેક્ટરના નામ યાદ નથી, સિવાય અમે ચાર..! એટલે હવે એ શોધવા જઈને લખવા કરતા સાહેબ લખીને પતાવો, બીજું શું !)

"જી આપણે સુવાનું હવે કઈ રીતે ગોઠવવું છે ? આઠ લોકો છીએ. કહો એ રીતે ગોઠવાઈ જઈએ..!" મમ્મી બોલ્યા.

"અરે ભાગ્યવાન..! આઠ જ છીએ ને..! ત્રણ રૂમ છે. બધામાં બે - બે..! ને આપણે બન્ને અહીં હોલમાં આવી જઈશું. હોલમાં પણ પલંગ જેવો જ સોફા છે જ ને..!" પપ્પા બોલ્યા.

"ના હો..! અમારે લેડીઝ લેડીઝ ને વાતો કરવી હોય રાત્રે. પંચાત વગર ઊંઘ ન આવે. હોલમાં રહેવા દો. બધા રૂમમાં જ ગોઠવાઈ જશું..!" આંટી બોલ્યા.

"આખી બપોર તો પંચાત કરી રે હવે ! પણ ઠીક છે, હું ને મોટા ભાઈ બહાર હોલમાં સુઈ જઈએ છીએ. અંદર આરામથી સુઓ, ગૂંગણામણ કરવી એના કરતાં..!" પપ્પા બોલ્યા.


ચલો હવે, સુઈ જાઓ..!
વધુ આવતા અંકે..


આ નામ ભુલાઈ ગયા પાત્રોમાં એમાં તકલીફ પડી ગઈ, નહિ ? કઈ નહિ, ઠીક છે..! હા, સુવામાં ય અમારા તો કાંડ થયા જ હતા. એ હવે આવતા વખતે ઈચ્છા પડી તો જોઈશુ, બાકી જલની વિધિ પણ પતાવવી છે ને. ને હવે વાર્તા તમને ય ખોટે ખોટી લંબાતી હોય એવું લાગશે. એટલે ઘણી વાતો ટૂંકમાં કહી દઉં. આશા છે, 15 ભાગમાં પતી જાય.

બાકી બોલો..! તમારી દિપાલી ક્યાં પહોંચી ?

યસ, વાર્તા કેવી લાગી રહી છે એના વિશે તમારા પ્રતિભાવો (સારા-નરસા બધા જ હો) કોમેન્ટમાં જણાવી શકો છો કે મેઈલ પણ કરી શકો છો. હવે તો પ્રતિલીપીમાં મેસેજ ય થાય છે , નહિ ? એ પણ ચાલશે રે.

બાકી મળીએ આવતા શનિવારે. મૂહર્તના સમયે પહોંચી જજો. મોડું મ કરતા. ત્યાં લગી હસતા રહો, મોજમાં રહો ને ખાસ સ્વસ્થ રહો. નમસ્કાર

email : akki61195@gmail.com