☺️ નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૩ ☺️
ભૂમિ ફ્રેશ થવા માટે બાથરૂમમાં જાય છે ત્યારે ચૂંટકી ભૂમિના મોબાઇલમાંથી તુલસીનો મોબાઈલ નંબર લઈ લે છે. પછી ટેરેસ ઉપર જઈને તુલસીને કોલ કરે છે....
ચૂંટકી - હેલો .... કોણ.... તુલસી...??
તુલસી - હા... તમે કોણ.....
ચૂંટકી - હું ભૂમિની નાની બહેન....
તમારા સાથે થોડી વાત કરવી છે...
તુલસી - હા ... બોલો ને.....
ચૂંટકી - મારે બસ એ જાણવું છે કે તમે બનેં હમણાં બહાર ગયા હતા ત્યારે શું થયું હતું ???
તુલસી - અરે કહી નહીં થયું...
ચૂંટકી - જો દીદી મને બધી ખબર છે...
અને વાત જો Drecu ને લગતી હોય તો પ્લીઝ મને કહો.....
તુલસી - અરે પણ એવું કહી નથી....
ચૂંટકી - દીદી મને... મારી બહેન અને Drecu ના રિલેશનની ખબર છે અને સાથે આજ કાલ શુ શુ થયું એ પણ બધી ખબર છે તો પ્લીઝ મારા થી કઈ પણ ના છુપાવો....
તુલસી - યાર કહી નહીં બસ આજે અમે બહાર ગયા હતા .
( રેસ્ટોરન્ટ માં જે થયું એ બધું તુલસી ચૂંટકી ને વાત કરે છે )
ચૂંટકી - શુ.....????????
દીદી એ આવું બધુ કીધું....?????
અને એ પણ Drecu ના વિશે ??????
તુલસી - હા.....
ચૂંટકી - પણ આવું શા માટે કહ્યું દીદી એ.....?
તુલસી - કેમ કે એ Drecu ને ખૂબ જ પ્રેમ કરે છે એટલે ...
ચૂંટકી - અરે.... યાર....
તમે હમણાં એમ કીધું કે દીદી એ Drecu વિશે આવું બધું કહ્યું અને હવે એમ કહો છો કે દીદી Drecu ને પ્રેમ કરે છે..?
મને યાર પુરે પુરી વાત કરો કે ખરેખર શું છે....?
તુલસી - ( બધી જ વાત અને ભૂમિની સચ્ચાઈ કહે છે )
ચૂંટકી - અરે બાપરે.....
આવું બધું છે...!! બોવ કરી યાર.....!!!
તુલસી - એ જ ને યાર..
મને પણ કહી ખબર નથી પડતી કે શું કરવું એ.....
ચૂંટકી - હા યાર.... આ બંને એ બોવ બધું અઘરું કરી નાખ્યું છે..
આ બંને એક બીજા ને પ્રેમ તો કરે છે પણ સાથે એક બીજાની ખુશી પણ જોવે છે..
જો Drecu ની વાત કરીએ ને તો એનો જેવો છોકરો મેં ક્યાંય નથી જોયો કે પોતાના પ્રેમ ને ખુશ જોવા માટે આવડું મોટું બલિદાન આપવા તૈયાર છે , પોતાના પ્રેમ ને ખુશ જોવા પોતે પોતાના દિલ ને દુઃખી કરે છે , પોતે ના ખુશ રહીને એના પ્રેમ ને ખુશ કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે.
તુલસી - હા ... વાત સાચી છે..
પણ શું થઈ શકે...???
તારી દીદી પણ Drecu ને ખૂબ જ પ્રેમ કરે છે પણ
તારી દીદી તારા મમ્મી ની ખુશી જોવે છે , એનું એવું કહેવું છે કે મમ્મી ની ખુશી પહેલા...
એટલે ક્યાંક ને ક્યાંય તારી દીદી પણ તારા મમ્મી ની ખુશી માટે આ બધું કરે છે. ખુશ તો એ પણ નથી...
ચૂંટકી - હા.... પણ
તને શુ લાગે છે ??
શુ કરવું જોઈએ ???
તુલસી - હવે એ તો મને પણ નથી સમજાતું કે શું કરવું જોઈએ...
તારા મમ્મી ને વાત પણ ના કરી શકાય , અને જો વાત ન કરીએ તો તારી દીદીની ખુશી છીનવાઈ જાય..
ચૂંટકી - પણ યાર ..
કઈક તો કરવું પડશે ને...???
તુલસી - હા યાર...
એક કામ કર ને !!
તારા મમ્મી ને આડી અવળી વાત કરીને પુછ ને !!
ચૂંટકી - શુ પૂછું ??
તુલસી - એ જ કે...જે છોકરો જોવા આવ્યો હતો એ દીદી ને ના ગમે તો શું કરીશું?
અને દીદી ના દિલમાં કોઇ છોકરો હોય તો તમેં હા પાડશો કે નહીં...?
બસ આમ આડી અવળી વાત કરીને તારા મમ્મી ના દિલ ની વાત જાણવાની કોશિશ કરતો...
ચૂંટકી - હા... યાર... આ આઈડિયા સારો છે.
એ બહાને મમ્મી ના મન ની વાત ખબર તો પડશે ...
ચાલ હું ટ્રાય કરું છુ.. મ
તુલસી - હા.. તું તારી રીતે પ્રયત્ન કર..
અને પછી જે કઈ થાય એ મને કહેજે..
તુલસી - હા...
બંને આવી વાતચીત કરીને ફોન મૂકે છે. ચૂંટકી ટેરેસ પરથી નીચે આવતી હોય છે ત્યાં ભૂમી એને જોઈ જાય છે.
ભૂમિ - કેમ... અત્યારે ટેરેસ પર ગઈ હતી ??
શુ કરતી હતી ??
ચૂંટકી - અરે કઈ નહીં બસ.
તાજી હવા ખાવા ગઈ હતી..
ભૂમિ - જો....
મને ખબર છે કે તું અત્યારે ખોટું બોલે છે..
અને પ્લીઝ મહેરબાની કરીને મારી અને drecu ની વચ્ચે ના આવતી .. it means... જે કાંઈ હતું એ બધું જવા દે.....
અમારી વચ્ચે કઈ પણ સરખું કરવાની જરૂર નથી..
જે વસ્તુ જેમ છે એમ એને ચાલવા દે....
અમારે હવે મળવું પણ નથી , અને ભેગું થવું પણ નથી..
હવે હું મારી લાઈફમાં આગળ વધુ છુ તો મને આગળ વધવા દે ,
Drecu એની લાઈફમાં આગળ વધે છે તો એને એની લાઈફમાં આગળ વધવા દે..
તું જે કઈ પણ કરવાની કોશિશ કરતી હોય એ બધું રેવા દે ,
તારે કઈ પણ કરવાની જરૂર નથી...
સો પ્લીઝ અમારા બનેં માટે કઈ પણ કરવાની જરૂર નથી..
ચૂંટકી - અરે પણ....!!
દીદી એટલી બધી ગુસ્સે શા માટે થાય છે ,
હું એવું કંઈ કરતી નથી..
તું બસ શાંત થઈ જા !! અને ખોટી ચિંતા ઓ ના કર...
ભૂમિ ત્યાંથી પોતાના રૂમમાં જતી રહે છે અને દરવાજાની સ્ટોપર મારી દે છે. ચૂંટકી વિચારે છે કે આ એક સારો મોકો છે મમ્મી ને પૂછવાનો.. એટલે એ એના મમ્મી પાસે જાય છે અને વાત કરવાની ચાલુ કરે છે.
ચૂંટકી - મમ્મી મમ્મી... શુ પેલા લોકો નો કાઈ કોલ આવ્યો કે નહીં ? કઈ સમાચાર આવ્યા કે નહી...?
( ચૂંટકી અને ભૂમિના મમ્મી એક જ છે એટલે હું ખાલી મમ્મી જ શબ્દનો પ્રયોગ કરીશ.)
મમ્મી - ના ... હજુ તો એમનો કોઈ કોલ કે સમાચાર આવ્યા નથી.. પણ તું કેમ આવું પૂછે છે ??
ચૂંટકી - અરે કહી નહીં... બસ એમ જ..
બસ એક વિચાર આવતો હતો કે જે આ બધું થઈ રહ્યું છે એ બધું ઠીક તો છે ને એમ??
મમ્મી - એટલે ??
ચૂંટકી - એટલે એમ કે... આ બધા માં દીદી ની ખુશી છે કે નહીં એમ...
મમ્મી - એમાં શુ ? એને ગમ્યું હોય તો જ એને હા પાડી હોય ને !!?
ચૂંટકી - મમ્મી કદાચ એવું પણ બની શકે કે તમને ગમ્યું એટલે પણ કદાચ દીદીએ હા પાડી હોય...
મમ્મી - એવું થોડી હોય બેટા ?
જો એવું કંઈ હોય તો તારી બહેન મને તો વાત કરે જ ને....
ચૂંટકી - પણ એવું પણ બંને ને કે તમને ના કહી શકતી હોય....
મમ્મી - હા પણ હવે શું કરીશું બેટા......??
ચૂંટકી - એક વાર દીદી સાથે વાત તો કરી જુઓ ને.....
મમ્મી - હા... એ પણ છે... સારું હું વાત કરી લઈશ... બસ....
ચૂંટકી - કરી લઈશ એમ નહીં...! અત્યારે જ બોલાવો અને અત્યારે જ વાત કરો.....
મમ્મી - પણ અત્યારે ???
ચૂંટકી - હા......
( ચૂંટકી ભૂમિને બોલાવે છે - એ દીદી નીચે આવતો... તને મમ્મી બોલાવે છે અને એમને કામ છે તારું)
ભૂમિ - હા આવું છુ..
હવે ભૂમિ અને એમના મમ્મી વચ્ચે શુ વાત થાય છે એ આપણે આગળ ના ભાગ માં જોઈશું....
ક્રમશઃ
Big Sorry For Late Publishing...
More Updates nd More Poetry Follow Me On Instagram..
@ dhaval_limbani_official