ભવ્યા મિલાપ (ભાગ 22)
(સમજાવટ નું સગપણ)
તમે ગતાંક માં જોયું કે..
ભવ્યા ને યુવરાજ જોવા આવે છે અને એના મનને હવે મિલાપ થી દુર રહેવા મનાવી લે છે પણ યુવરાજ ને સ્વીકારી શક્તિ નથી..છતાં પેરન્ટ્સ ખાતર એ વિચારીને જવાબ આપવા જણાવે છે ને એકવવાર એ વિશે મિલાપ સાથે ચર્ચા કરવા વાત કરે છે પણ મિલાપ પણ ભવ્યાએ બ્લોક કરેલ હોવાથી નારાજ હતો એટલે સરખા જવાબ નથી અપટોમ. અને એક બે છોકરી જોવાની વાત કરતા જ ભવ્યા જલન ને ગુસ્સા માં બોવ બોલે છે અને મિલાપને ખોટું લગે છે અને એ ભવ્યા ને બ્લોક કરી દે છે એટલે મિલાપે પહેલી વાર બ્લોક કરેલી હોવાથી ભવ્યા સમસમી જાય છે .
અને હવે જોઈએ આગળ..
ભવ્યા ને ગુસ્સો આવે છે અને મિલાપ ને ફેસબુક માં બ્લોક કરી દે છે..મિલાપ તું છેલ્લી વાર વાત કરવાનો લાયક નથી તને તારી જ વેદના ની ફિકર હતી મારી નય અને એક નાની સહજ બોલેલી વાત ને તું મમ્મી પર લઈ બેઠો ને મને બ્લોક કરી ચાલ ..કાઈ વાંધો નય..
જો હુઆ અચ્છા હુવા
કુછ લોગ તો પહેચાને ગયે..
અને એ રાતે ઉદાસ મને સુઈ જાયછે
સવારે લાસ્ટ પેપર આપવા જાયછે અને ઘેર આવીને ગુસ્સા માં યુવરાજ ને 'હા ' પાડી દે છે.
એ સાથે જ ઘર નો માહોલ બદલાય જાય છે.. ખુશીઓ એ જાણે દસ્તક દીધી હોય એમ ભવ્યા ના માં બાપ રાજીના રેડ થયી જાય છે અને સામે પક્ષે વાત કરીને મહેમાન ગતિ એ બોલાવે છે..
અઠવાડિયામાં તો બવ્યા ની સાસરી માંથી બધા એને જોવા ને સગુન આપવા આવે છે..
ભવ્યા ને પણ હવે મનમાં સારું લાગ્યું આસપાસ ખુશી અને આનંદકિલ્લોલ કરતા સંબંધીઓ વગેરે એક અલગ જ વાતાવરણ માં ભવ્યા મિલાપ ને ભૂલવા લાગી આ મહિનો એમજ મહેમાન ના આવન જાવન અને ભવ્યા ને ગુડ વિશ કરવા માં ગયો.. મસ્ત માહોલ પણ હજુ ભવ્યા ને યુવરાજ મળ્યા નહોતા કે ના એમની ફોન પર વાત થઈ હતી..એટલે એક સંબંધીની મદદથી યુવરાજ ભવ્યાનો ફોન નંબર લઈને ભવ્યા ને ફોન કરેછે..
બન્ને વચ્ચે નોર્મલ વ્યવહારિક વાતચીત થાય છે ..અને ભવ્યા નો મૂદ હવે ઠીક થાય છે પણ હા હવે ભવ્યા કોઈ આરગ્યુમેન્ટ નહોતી કરતી જેવી એ હકથી મિલાપ પર કરતી . હવે એક સમજૂતીપૂર્વક આ નવા રિલેશન ને અપનાવી રહી હતી..
બન્ને રોજ રાતે ફોન માં વાત કરે. પણ ભવ્યાને ફ્રેડસ વધુ એટલે એ વોટ્સઅપ માં વધુ રહેતી ગ્રુપમાં ને બેસ્ટી જોડે આખો દિવસ ગપ્પા મારતી.. એટલે ધીમે ધીમે યુવરાજ ને આ કનડયું.
ભવ્યાને અવારનવાર ઠપકો મળતો શુ આખો દિવસ વોટ્સઅપ માં ઓનલાઇન હોય છે .. આ બધું સારું ન કહેવાય.. ભવ્યા એ સમજાવવા કોશિશ કરી .. અરે મારી ફ્રેન્ડ્સ ને ગ્રુપ માં મજાક મસ્તી હોય બીજું કાંઈ નહિ.
પણ ભવ્યા ની આ સહજતાથી બોલાયેલ શબ્દોને યુવરાજે ઉલટા અર્થ માં લીધી અને એનો વહેમી કીડો સળવળી ઉઠ્યો.
હવે એ વાત વાતમાં ભવ્યાને ઉતારી પડતો, ગુસ્સો કરતો.. હજુતો સગાઈ કરે અઠવાડિયું પણ નહોતું થયું ને એક વાર એને ભવ્યા સાથે એની એક્સ gf ની વાત કરેલ.. ભવ્યાને એ સમયે ન ગમ્યું પણ એને સમજદારી થી વાત સમેટી લીધી બોવ પૂછપરછ ન કરી.
આખરે યુવરાજ ને. ભવ્યા નો આ સહનશીલ સ્વાભાવ નો લાભ ઉઠાવ્યો ને વાતે વાતે ઝગડા વહેમ ને ગુસ્સો તો એવી કે ઘણીવાર એને ગાળ પણ બોલતો.. ભવ્યા ને હવે અતિશય ગૂંગણામન થવા લાગી પણ એ કઈ કરી શકતી નહોતી.. એને એની માં બાપ ની ઈજ્જત ખાતર બધું એકલા હાથે સહન કર્યું પણ યુવરાજ ની એટલે હિંમત ખુલતી ગયી ને એક દિવસ એને એના સંબંધીની કાનભંભેરણથી ભવ્યા જોડે મોટો ઝગડો કર્યો ભવ્યા વાત સમજવાની કોશિશ કરી પણ ના સમજ્યો ને અંતે એને ભવ્યા સાથે મેસેજ કરવાનું કોલ કરવાનું બંધ કર્યું.. લગભગ 10 દિવસ જેવું..
ખુશીઓ અને ભવ્યાને જાણે આડવેર હોય એમ એને હવે આ સંબંધ બાંધીને પછતાવો થવા લાગ્યો આતો મિલાપ કરતા પણ ગયો ગુજર્યો છે..અને એને રડતા રડતા મિલાપ યાદ આવ્યો..
થોડું વીચારીને એને મિલાપ ને ફેસબુક માંથી અન બ્લોક કરીને hi મેસેજ કર્યો..
હવે મિલાપ ના રીપ્લાય ની રાહ જોવા ની હતી..
જોઈએ મિત્રો શુ મિલાપ માની જશે અને રીપ્લાય આપશે કે
પછી ભવ્યા ના જીવનમાં કાઈ બીજું જ ટ્વીસ્ટ આવશે..?
જોઈએ આવતા અંકમાં
ત્યાં સુધી આવજો.
ગુડનાઈટ
ટેકકેર