Dil ka rishta - a love story - 35 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 35

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 35

ભાગ- 35

રોહન એ તેજલ ને મેસેજ કર્યો "hi"

ત્યાં જ તેજલ ની આઈ ડી માં ગ્રીન સિગ્નલ બતાવે છે મતલબ એ પણ ઓનલાઇન થઈ છે

typing...

આ વાંચી અને રોહન નું દિલ થોડું જોર થી ધડકવા લાગ્યું

ત્યાં મેસેજ આવ્યો

તેજલ - hi

રોહન - શુ કરે છે તે જમ્યુ??

તેજલ - હા અને તમેં???

રોહન - હા મેં પણ જમ્યું અને આ તમે તમે શું છે મને કોઈ વૃદ્ધ જેવી ફીલિંગ આવે છે યાર 🤣🤣🤣

તેજલ - lol ઓકે હવે તું કહીશ

રોહન - કેમ છે આંટી ને તું ક્યાં છે હોસ્પિટલ??

તેજલ - ના હું હોટેલ પર આવી ગઈ છું મોમ ને સારું છે હવે
so કેવો ગયો આજ નો દિવસ અને પૂજા ના લગ્ન ??

રોહન - લગ્ન જોયા છે જ કોને

તેજલ - મતલબ ??કેમ ના જોયા

રોહન - અરે પાગલ તારા ટેન્સન માં કેમ ગયો દિવસ એતો હું જ જાણું છું

તેજલ મનોમન હરખાઈ છે આમ પણ મનગમતા પાત્ર ની તમારા પ્રત્યે ફિકર જેટલી ખુશી ની વાત બીજી કઈ હોઈ શકે

તેજલ - એમ આટલી બધી ચિંતા થતી હતી મારી ??

રોહન - હાસ્તો થાય જ ને

તેજલ - કેમ હમ આપકે હે કોન ???

તેજલ એ એના અનોખા અંદાજ માં ડાયલોગ માર્યો જે સીધો રોહન ના દિલ માં વાગ્યો

રોહન મન માં ( આય હાય આ છોકરી જાન લઈ ને છોડશે )

રોહન - કયું કી હમ દિલ દે ચુકે સનમ 🤣🤣🤣 જસ્ટ જોકિંગ

તેજલ - lol

રોહન - so કહે બીજું તારા વિશે what is your hobby ??

તેજલ - એતો તું જાણે જ છે

રોહન - હા ગરબા રમવા બહુ ગમે છે એ સિવાય ???

તેજલ - એ સિવાય મને વાંચવું બહુ ગમે લખવું પણ ગમે લોન્ગ ડ્રાઈવ , લાઈફ ને એન્જોય કરવી બહુ ગમે અને હા મને દરિયા કિનારો પણ બહુ ગમે મેકઅપ કરી અને ડિઝાઈનર કપડાં પહેરવા ગમે

રોહન મન માં - અને મારા વારંવાર હોશ ઉડાડવા પણ ગમે મારા દિલ માં વસી જવું પણ ગમે મારા દિલ પર એકચક્રી રાજ કરવું ગમે

તેજલ - રોહન ક્યાં ખોવાઈ ગયો

રોહન - અરે કાઈ નહિ અહીંયા જ છું

તેજલ - હમ્મ તને શું ગમે ??

રોહન - મને તો મોરારી બાપુ ની કથા સાંભળવી બહુ ગમે નારાયણ સ્વામી ના ભજન સાંભળવા બહુ ગમે બસ આવા શોખ છે સિમ્પલ વ્યક્તિ છું હું મિત્રો સાથે હસી મજાક કરવી પણ ગમે અને તને ખબર અમે લોકો ફ્રેન્ડ્સ બધા એક બીજા ને

ઇડિયટ

સ્ટુપીડ

નોનસેન્સ

નાલાયક

હરામી કહી ને બોલાવીએ 😂😂

તેજલ - ઓહ વાહ આ તો મને પણ ગમ્યું

રોહન - તો હું પણ તને આ બધું કહી ને બોલાવી શકું ને ?? by the way friends???

તેજલ - યસ ફ્રેન્ડ્સ

ત્યાં તેજલ ની ફ્રેન્ડ નો એને કોલ આવે છે લુડો રમવા માટે કારણ કે એ લોકો નું ગ્રુપ હતું અને એ લોકો રોજ રાત્રે લુડો તો રમે જ તેજલ ને પણ ખૂબ જ પસંદ હતું લુડો રમવું તેજલ ની ઈચ્છા અત્યારે પોતાની મનગમતી ગેમ અને ફ્રેન્ડસ કરતા વધારે રોહન સાથે વાત કરવા ની ઈચ્છા હતી પણ જવું પડે એમ હતું કારણ કે નહીં તો એની ફ્રેન્ડ્સ એને પ્રશ્નો પૂછી ને પરેશાન કરી દેત એટલે તેજલ એ રોહન ને કહ્યું

તેજલ - રોહન સોરી મારે મારી ફ્રેન્ડ નો કોલ આવ્યો છે લુડો માટે તો જવું પડશે કારણ કે અમે 2 વર્ષ થી રોજ રમીએ છે આતો પૂજા ના મેરેજ હતા એટલે મારી ફ્રેન્ડ્સ ને ખબર કે આજ લગ્ન પુરા થઈ ગયા અને મમ્મી ની તબિયત સારી છે ને હું હોટલ એ છું એ મારા થી કહેવાય ગયું છે એને એટલે નહિ જાવ તો પ્રશ્નો પૂછી પૂછી મને હેરાન કરી દેશે તો મારે જવું પડશે

રોહન ને આ વાત ખટકી એની ઈચ્છા તો તેજલ સાથે વાતો કરવાની હતી

રોહન - અરે છોડ ને યાર લુડો વાતો કર ને થોડીવાર

જોકે તેજલ ની ઈચ્છા પણ રોહન સાથે વાત કરવા ની જ હતી

એટલે એને કહ્યું ઠીક છે હું ગમે એમ સમજાવી દઉં છું એને હું થોડીવાર માં આવું

રોહન - હા જલ્દી આવજે હું રાહ જોવ છું

રાહ જોવ છું શબ્દ પર રોહન એ ભાર મુક્યો

તેજલ ના દિલ માં કઈક અલગ લાગણી અનુભવે છે પણ એને હજી ખબર નહોતી કે એ લાગણી શુ છે એ જાણતી નહોતી કે એ પણ રોહન તરફ આકર્ષાઈ રહી છે અને એ અજીબ લાગણી રોહન ને મળી અને રોહન એ પ્રોપોસ કર્યું ત્યારે થી અનુભવી રહી છે એ જાણતી નહોતી કે શું છે એ બસ કઈક અલગ જ થઈ રહ્યું છે જે અત્યાર સુધી ક્યારેય નહોતું થયું

એ પોતાની ફ્રેન્ડ્સ ને સમજાવી અને ફરી ઓન થાય છે

એ રોહન ને મેસેજ કરે છે hi

તરત જ મેસેજ રિસીવ થાય છે અને જવાબ આવે છે hi

તેજલ - ઓહ સાચે જ રાહ જોતો હતો

રોહન - હાસ્તો

તેજલ - થેન્ક્સ ઇડિયટ

રોહન - ઓહ વેલકમ ઇડિયટ

તેજલ ઓનલાઈન છે પણ શું વાત કરવી એ એને સમજાઈ નહોતું રહ્યું એ હજી અસમંજસ માં હતી પોતાની બેકાબુ થઈ રહેલી લાગણી ઓ બાબતે.

રોહન - હેલ્લો તેજલ ?? ક્યાં ખોવાઈ ગઈ શુ વિચારે છે ???

તેજલ - કઈ નહિ

રોહન - અરે તું મારી સાથે શેર કરી શકે

તેજલ - હમ્મ..બસ કઈ જ નહીં થોડું મોમ નું ટેન્સન છે અને રોહન ખબર નહિ શુ થયું છે પણ 4 5 દિવસ થી કઈક અલગ જ ફિલ થઈ રહ્યું છે શું એ ખબર નથી પણ બસ જે અત્યાર સુધી ક્યારેય નથી થયું એવું ફિલ થઈ રહ્યું છે

રોહન - અરે કઈ ના હોઈ એ તું ટેન્સન માં છે અને થાકેલી હોઈશ એટલે ચલ આપણે કંઈક ગેમ રમીએ તારો માઈન્ડ ફ્રેશ કરવા માટે

તેજલ - ઓકે લુડો ?????

રોહન - ના કંઈક બીજી...hmmm.... truth and dare

તેજલ - હાહા એ કેવી રીતે રમસું એના માટે તું સામે જોઈએ અને કંઈક બોટલ સ્પિન કરીયે પછી રમાય ને

રોહન - એમ તો બધા રમે આપણે કૈક ન્યુ ટ્રાઈ કરીયે

તેજલ- હમ્મ.... ઓકે તો શું કરશુ ???

રોહન - વારાફરતી એકબીજા ને પૂછવાનું એન્ડ choose કરવાનું કે truth or dare???

તેજલ- ઓકે તો પેલા કોણ???

રોહન - લેડીઝ ફર્સ્ટ

તેજલ - ઓકે truth or dare??

રોહન - હમ્મ... truth

તેજલ એ થોડું વિચારી અને હિંમત કરી પૂછી લીધું

તેજલ - કોઈ ગર્લ ફ્રેન્ડ ???

રોહન - હા અને ના

તેજલ - આ શું જવાબ થયો યાર

રોહન - હા એટલા માટે કે ઘણી ગર્લ્સ મારી ફ્રેન્ડ છે પણ ગર્લ ફ્રેન્ડ કોઈ નથી😀😀😀

તેજલ - ઓહ કેમ એવું ???

રોહન - કારણ કે હું નિખાલસ છું બધા સાથે નિખાલસતા થી વાત કરું તો બધા ને એમ જ થતું હશે કે આની તો ગર્લ ફ્રેન્ડ હશે જ ને જેમ તને પણ લાગ્યું રાઈટ ??

તેજલ - હમ્મ...ઓહ...ના ના મને એવું કંઈ નથી મેં તો ખાલી... એમ જ ....

રોહન હસવા લાગે છે - અચ્છા સાચે જ એમ જ પૂછ્યું ???

તેજલ પણ હસવા લાગે છે - ના મને પણ એમ હતું કે કોઈ હશે જ .. સાચે જ કોઈ નથી મતલબ તું દેખાવ એ સારો છે નિખાલસ છે તો બધી છોકરીઓ ની ચોઇસ મુજબ નો જ છે તો કેમ નથી કોઈ એ તો ક્યારેક પ્રોપોસ કર્યું જ હશે ????

રોહન - અચ્છા હું સામે થી નથી કહેતો પણ તે પૂછ્યું તો કહું છું કે હા ઘણી છોકરીઓ એ મને સામે થી પ્રોપોઝ કરેલ છે ઓફીસ એન્ડ ફ્રેન્ડ્સ માંથી પણ...

તેજલ - પણ શું ????

રોહન - પણ મને એમા થી કોઈ એવું ના લાગ્યું કે જેને જોઈ અને એમ થાય કે બસ જોયા કરું કે આ એજ છે જેની સાથે હું જિંદગી ભર રહી શકું એ પણ કંટાળ્યા વિના જેની સાથે હું 80 વરસ ની ઉંમર એ પણ રોમાન્સ કરી શકું એવું કોઈ જ ન હતું એમાં થી એટલે ....

તેજલ - ઓહ વાહ તો તો નસીબદાર હશે જે તારી લાઈફ માં આવશે એ ..

રોહન - hahaha thnx ચાલ હવે તારો વારો ઓકે

તેજલ - હમ્મ ઓકે

રોહન - truth or dare???

તેજલ - હમ્મ..... truth

રોહન એ વિચાર્યું આ સારો મોકો છે પૂછવાનો

રોહન - એકદમ સાચો જ જવાબ આપજે હો

તેજલ - હા યાર

રોહન - તને કોઈ સાથે પ્રેમ થયો છે ક્યારેય ????

આટલું લખી સેન્ડ કર્યું ત્યાં તો રોહન નું દિલ એટલું જોર થી ધડકવા લાગ્યું કે હમણાં બહાર આવી જશે એને આખો બંધ કરી લીધી અને એક આંખ ખોલી જવાબ જોવાની કોશિશ કરે છે

typing.... થઈ રહ્યું છે રોહન ના મન માં હજારો પ્રશ્નો દોડવા લાગ્યા કે તેજલ નો જવાબ શુ હશે એ બહાર નીકળી ગયો અને એના જવાબ ની રાહ જોવા લાગ્યો કારણ કે એ સરપ્રાઈઝલી જોવા માંગતો હતો ત્યાં જ તેજલ નો મેસેજ આવ્યો

એકદમ ધડકતા હૈયે એ તેજલ નો unread મેસેજ જોવે છે શુ હશે શુ નહી પણ એને હિંમત કરી અને મેસેજ ઓપન કરી જ લીધો તેજલ નો મેસેજ હતો

હા

આટલું વાંચી રોહન પર જાણે આભ તૂટી પડ્યું ???? શુ તેજલ કોઈ બીજા ને પ્રેમ કરે છે એના હાથ માંથી ફોન પડતા પડતા રહી ગયો એ ફરી પાછું વાંચે છે કે એની કોઈ ભૂલ તો નથી થઈ ને

એને મેસેજ કર્યો તેજલ ને

રોહન - શુ તને કોઈ સાથે પ્રેમ થયો હતો

ફરી તેજલ નો એજ જવાબ આવ્યો ???

તેજલ - હા

રોહન ફસડાઈ પડ્યો.......

TO BE CONTINUE.....

( અરે આ શું નવું ટ્વિસ્ટ આવ્યું ???? તેજલ કોઈ બીજા ને પ્રેમ કરેછે ???? કોણ હતું એ ???? એ કોણ છે એ જાણી રોહન ની હાલત શુ થશે ???? કોણ હતું એ જે રોહન ની પેલા જ તેજલ ની જિંદગી માં મોજુદ હતું ?????

શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા

મારી સાથે ઇન્સ્ટાગ્રામ માં જોડાવા માટે મને ફોલો કરો

@tejal_rabari.singer_official