રાતના મોડે સુધી બંનેની વાતો ચાલતી રહી. એકબીજાને બાઈ બોલ્યા પછી પણ એકબીજાના વિચારોમાં બંને કયાં સુધી જાગતા રહયા. વિચારોમાં નિંદર કયારે આવીને સવાર કયારે થયું ખબર ના રહી.
આજે રવિવારના કારણે સ્નેહાને ઓફિસ પર રજા હતી. તે થોડી મોડી ઊઠીને ઘર કામમાં લાગી ગઈ. આખા અઠવાડિયાનું ભેગું થયેલું કામ તેને આજે રવિવારે જ પુરુ કરવાનું હોય. આખો દિવસ તે કામમાં એટલી વ્યસ્ત રહેતી કે તેને મોબાઈલ હાથમાં લેવાનો સમય ના રહેતો ને તેમાં પણ જો સપના રવિવારે આવી હોય તો પછી બીજું કોઈ કામ ના થાય ને તેની સાથે ફરવામાં સમય નિકળી જતો.
આજે સપના નહોતી આવવાની. બપોર સુધી તે એમ જ તેમનું ઘરકામ ચાલ્યા કર્યું. આજે તેમના પપ્પાને પણ બપોર પછી રજા હોય એટલે તેમના મમ્મી-પપ્પા બહાર બધાના ઘરે બેસવા જાય. કયારેક મન થાય સ્નેહાને તો તેમની સાથે જાય નહીંતર તે એકલી જ આખો દિવસ ઘરે રહે. બપોર પછી તેમના મમ્મી -પપ્પાના બેસવા ગયા પછી તે એકલી જ હતી. આજે આમ કોઈ કામ ના હતું એટલે તેમને શુંભમને મેસેજ કર્યો.
શુંભમને પણ રવિવાર એટલે રજા જ રહેતી. તે સવારનો સમય સુવામા પસાર કરતો ને બપોર પછી દોસ્તો સાથે ફરવામા. આજે કોઈ દોસ્ત ફ્રી નહોતા એટલે તે એમ જ ઘરે બેસી ટીવી જોઈ રહયો હતો. ત્યાં જ સ્નેહાનો મેસેજ આવ્યો ને તેમની સાથે તે વાતો કરવા લાગી ગયો. મેસેજથી શરૂ થયેલી વાતો કોલ સુધી પહોંચી ગઈ. એક કલાકથી વધારે તેમની વાતો બસ કોઈ કારણ વગર એમ જ ચાલ્યા કરી. બધાના ઘરે આવતા સ્નેહાએ ફોન મુક્યોને તેના કામમા લાગી ગઈ. રાતે ફરી તેમને મેસેજ કર્યો ને ફરી વાતો શરૂ થઈ.
બંનેની વાતો રોજ રોજ વધતી જતી હતી. બધું બદલાઈ રહયું હતું ને સ્નેહા અને શુંભમ એકબીજાની થોડા વધું નજીક આવી રહયા હતા. શુંભમ કયારે વાતની શરૂઆત ના કરતો. શરૂઆત હંમેશા સ્નેહા કરતી. સ્નેહા આ વાત પુછતી પણ તેનો જવાબ શુંભમ કંઈ ના આપતો. વાતોનો સિલસિલો એમ જ ચાલતો રહયો.
એક અઠિવાયા સુધી સતત બંનેને એકબીજાને સમજવા જાણવા માટે સમય સમય પર વાતો કરતા. કયારેક રાતે મોડે સુધી તો કયારેક કોલ પર કલાકો સુધી. હવે તે એક આદત જેવું લાગતું હતું. ધણીવાર શુંભમ પુંછી લેતો કે આપણે વાતો શું કામ કરીએ છે..??ત્યારે બંનેમાંથી કોઈ પાસે તેનો જવાબ ના મળતો. ધીરે ધીરે વાતોમાંથી વિડીયો કોલ સુધી બંને પહોંચી ગયા. સમય બસ એમ જ વાતોમાં પુરો થતો ને તે કંઈ વિચાર્યા વગર બધી જ વાતો કરી લેતા.
સ્કુલ સમયની, કોલેજ સમયની, કેટલી ગર્લફેન્ડ હતી કેટલા બોયફ્રેન્ડ બધી જ વાતો એકબીજા સાથે શેર કરી રહયા હતા. કંઇ કોની હકીકત હતી ખબર નહીં પણ બંને ખોટી વાતો નહોતા કરતા તે હકિકત હતું.
સ્નેહાના અઢળક મેસેજો પછી શુંભમ એક કે બે મેસેજનો જવાબ આપી દેતો. પણ સ્નેહાને એ ખ્યાલ હતો કે તે કામમા વ્યસ્ત હોય અને બીજી એ વાત હતી કે કોઈ પણ માણસ એકવાર તુટી જાય પછી કોઈ બીજા પર વિશ્વાસ નથી કરી શકતો. શુંભમની આ વાત સ્નેહા સારી રીતે સમજી શકતી એટલે હંમેશા તે વાતોની પહેલ કરી લેતી.
કેટલા દિવસો એમ જ વાતો ચાલ્યા પછી સ્નેહાએ શુંભમને મેસેજમા એક સવાલ પુછ્યો. " તમે મને શું કામ ઠુકરાવી. તેના પાછળનું કોઈ તો કારણ હશે ને....??"
"ખબર નહીં." ખરેખર શુંભમ પાસે તેનું કારણ નહોતું જ પણ સ્નેહાને એવું લાગ્યું કે કોઈ માણસ બીજાને ઠુકરાવે તો તેમનું કારણ તો હોવું જોઈએ. તેને ફરી જીદ કરી પુછ્યું.
"કોઈ તો એવું કારણ હોવું જ જોઈએ. એમ કોઈ કોઈને ના તો ના જ કહી શકે..!!" શુંભમને શાયદ આ વાત ના ગમી. પણ સ્નેહાને જાણવું જ હતું એટલે એક નો એક સવાલ કેટલીવાર પુછી ગઈ.
"આવી વાતો કરવી હોય તો મને લાગે છે આપણે વાતો જ ના કરવી જોઈએ. " શુંભમનો આવો રુખડ જવાબ સ્નેહાના વિચારોને પળમાં ફગોળી ગયો. તેને નહોતી ખબર કે શુંભમને તેની વાતનું આટલું ખરાબ લાગશે.
"ઓકે. તમને ના ગમતું હોય તો હું નહીં પુછું." ચહેરા પર ખામોશી હોવા છતા પણ તેમને સોરી કહી વાતોને એમ જ શરૂ રાખી.
વાતો પુરી થઈ ગયા પછી સ્નેહા કયાં સુધી શુંભમ સાથેની વાતોને યાદ કરતી રહી. તેમના વિચારો બસ એક જ વાત પર હતા કે તેમની પાસે મારા કોઈ સવાલનો જવાબ કેમ નથી હોતો. શું કામ તે મારી સાથે આવું બિહેયવ કરે છે..?? ના તેનો કયારે સામેથી મેસેજ આવવો. ના કંઈ પુછવું. બસ તેમને ખાલી તેની વાતો સાથે મતલબ. શું હું એક એવા વ્યકિત સાથે આખી જિંદગી જીવવાના સપના કેવી રીતે સજાવી શકું જેમની પાસે મારા માટે સમય જ ના હોય ક્યારે. આખિર કયાં સુધી હું તેમને સમજવાની કોશિશ કરું..?? જાણું છું તેમનું દિલ એકવાર તુટી ગયું છે એટલે બીજીવાર કોઈ પર વિશ્વાસ કરતા ડરતો હશે તો શું આખી જિંદગી મારે તેને.... નહીં આ વાતનો એન્ડ અહીં જ થઈ જવો જોઈએ જેની સાથે કોઈ મતલબ જ નથી તે વાતને આગળ વધારીને શું કરવાનું.
સ્નેહાના વિચારો બસ અવિચલ વહેતા હતા. એકપળની નફરત આગ બની વરસી જતી હતી તો એકપળ તેની સાથે થયેલી વાતો યાદ બની તકલીફ દ્ઈ રહી હતી. કેટલા વિચારો પછી મોડી રાતે નિંદર તો આવી પણ સવારે ઉઠતાની સાથે શુંભમની યાદ આવી ગઈ.
શુંભમ પાસે ખરેખર તે વાતનો જવાબ નહોતો. તે દર્શનાને છોડયા પછી બીજા કોઈ સાથે વાતો કરવા જ નહોતો માગતો. લોકો વાતો કરે તો કરવાની, કંઈ પુછે તો જવાબ આપવાના તે પણ યોગ્ય લાગે તો. તે આ બધી જ લાગણીઓથી દુર થઈ ગયો હતો. એટલે તેમને હવે કોઈ કંઈ પણ કહે કંઈ ફરક ના પડતો. પોતાની જિંદગીની એકલતામા તે ખૂશ રહેતા શીખી ગયો હતો.
રાતે વિચારી ને તે સુતી તો હતી કે હવે હું કોઈ મેસેજ નહીં કરું પણ સવાર ઉઠી મોબાઈલ હાથમાં લેતા સીધું તેનું જ નામ યાદ આવ્યું. રાતના વિચારો એક બાજું રહી ગયા ને તેમને સવારે ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો.
આખો દિવસ નિકળી ગયો શુંભમનો કોઈ મેસેજ ના હતો. તે જાણી જોઈને દુર થવાની કોશિશ કરી રહયો હતો. સ્નેહા કેટલા મેસેજ કરી ગઈ છતાં પણ જયારે શુંભમનો રાતે પણ કોઈ જવાબના આવ્યો તો સ્નેહાને ખરેખર બહું જ ખરાબ લાગી રહયું હતું. દિલની હાલત થોડી ભારી થવા લાગી હતી. તે ખુદ આ રસ્તેથે દુર પોતાની આઝાદ જિંદગીમાં રહેવા માગતી હતી પણ શુંભમની આદત તેમને વધારે પરેશાન કરી રહી હતી.
જેટલો શુંભમ તેને ઇગનોર કરવાની કોશિશ કરતો તેટલી જ તે વધારે મેસેજ કરતી. તે તેની સાથે વાતો કરવાની કોશિશ કરતી. આખરે થાકીને શુંભમ પણ વાતો કરી લેતો ને બંનેની વાતો ફરી એમ જ શરૂ ગઈ.
આ લાગણીનો એવો અહેસાસ હતો જયાં એક દુર જવાની કોશિશ કરી રહયો હતો. ને બીજી તેને અવાજ દ્ઇ નજીક લાવવાની કોશિશ કરી રહી હતી. સ્નેહા જાણતી હતી અહીં તેમને વારંવાર જલીલ થવું પડે છે છતાં પણ શુંભમની સાથે જોડાયેલી લાગણી તેને તેનાથી દુર થવા નહોતી દેતી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમની વાતો તો અકબંધ છે પણ શુંભમનું વચ્ચે વચ્ચે બદલતું બિહેયવના કારણે શું સ્નેહા આ સંબધને આગળ વધારવાની કોશિશ કરી શકશે...??શુંભમનું આમ ઇગનોર કરવું સ્નેહાને હદથી વધારે લાગી આવશે ત્યારે શું તે તેમની સાથે વાતો બંધ કરી દેશે કે બધું જ કબુલ કરી શુંભમને સમજવાની કોશિશ કરશે..?? શું બંનેનો સંબધ જોડાઈ શકશે કે જોડાયા પહેલાં જ અલગ થઇ જશે....??શું થશે આ કહાનીમાં આગળ તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"