ભાગ ૩: પ્રવાસ
મૂષક એ બાપા ને લખનૌ એરપોર્ટ પર ડ્રોપ કર્યો. એણે ક્યારેય બાપા ને આજ થી પેલા એકલા મુસાફરી કરવા દીધી નહોતી એટલે એ થોડીક ચિંતા માં હતો. એનો બાપા પ્રત્યે નો પ્રેમ નિશ્વાર્થ અને નિઃસંદેહ હતો. માતા ની કડક આજ્ઞા મુજબ એને બાપા નો એરપોર્ટ પર સાથ છોડી પાછું કૈલાશ આવાનું હતું.
એ ભારે મન આંખ ના આંશુ છુપાવતો પાછો જવા લાગ્યો.
મૂષક નો આવો પ્રેમ જોઈ બાપા મન માં પોતાને lucky માનવા લાગ્યા. એ જતા મૂષક ને એક મિનટ રોકી એને ભેટી પડ્યા. પેલી વાર આમ એકલા મુસાફરી કરવી અને એ પણ મનુષ્ય રૂપ માં એમના માટે પણ થોડુંક અજુક્તું હતું. જેથી ઉત્સાહ ની સાથે સાથે તેમના મન માં ભય પણ હતો.
બાપા એ એરપોર્ટ ની અંદર પ્રવેશ કર્યો.
અને મૂષક એમને બાય બાય (હાથ વેવ) કરી વિદાય દીધી અને કૈલાશ પાછો જવા નીકળ્યો.
સેક્યુરીટી ઓફિસર: તમારું આધાર બતાડો?
બાપા: મારો આધાર તો માં અંબે છે, હું એમને નથી લાવ્યો, કેમ બતાડું?
સેક્યુરીટી ઓફિસર (ગુસ્સા માં): તમારું આધાર કાર્ડ બતાડો, Identity Proof.
બાપા (થોડુંક મુંજાતા મન માં): આધાર કાર્ડ? મનુષ્યો એ આધાર ને કાર્ડ બનાવી દીધો? આ કલા થી હું કેમ અવગધ છું?
સેક્યુરીટી ઓફિસર: શું થયું? જલ્દી કરો, તમને ખબર નથી ભારત માં બધે આધાર કાર્ડ લાગે છે? બનાવ્યું નથી? ભારત સરકાર તરફ થી મળેલ Identity Proof.
(થોડુંક વિચાર્યા પછી એમને ભક્ત નો Message યાદ આવ્યો જેમાં એણે નોંધ કરી હતી. એટલે મોકલાવેલ DOCUMENTS માં એમણે ચેક કર્યું, જેમાં આધાર કાર્ડ હતું. અને એમાં ફોટો સાવ ફિક્કો હતો. એ જલ્દી થી કાઢી ને ઓફિસર ને બતાડ્યું)
સેક્યુરીટી ઓફિસર: હમમમ ગણેશ કુમાર પાર્વથી શંકર,
(જરીક ફોટા ને જોયો અને બાપા સામે જોયું થોડુંક આષ્ચર્ય પામ્યો પછી પાછળ લાઈન માં ઉભા રહેલા ની બૂમો સાંભળતા બાપા ને આગળ જવાનો ઈશારો આપ્યો)
આગળ હજુ એક ઓફિસર તૈનાત હતો. એણે સામાન એક મશીન માં નાખ્યું અને બાપા ને હાથ થી ચેક કરવા લાગ્યો. ગુદ ગુદી થતાં હસતા ની સાથે બાપા ની સૂંઢ એને જરાક સરખી વાગી ગઈ એટલે એણે વધારે ચેક કરવાનું ટાળ્યું.
એટલા માં મશીન માંથી અવાજ આવ્યો (ત્તન ત્તન ત્તન ત્તન).
આજુ બાજુ બધા એલર્ટ પૉઝિશન માં આવી ગયા. ચેક કરનાર સેક્યુરીટી ઓફિસર પણ બાપા ની સામે બંદૂક તાણી દીધી અને ના હલવાનો હુકુમ આપ્યો.
બે ઘડી માટે માહોલ ગંભીર બન્યો અને બાપા પણ થોડાક ગભરાઈ ગયા. એમને સમજાઈ પણ નહોતું રહ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે.
બીજા બે ઓફિસર દોડતા આવ્યા અને સામાન ફેંદવા લાગ્યા જે માંથી એક સ્ટીલ નો લડ્ડુ નો ડબ્બો નીકળ્યો. જોતા આજુ બાજુ બધાને હાશકારો થયો. ઓફિસર એ પણ બંદૂક નીચે કરી.
સામાન તપાસવા વાળો ઓફિસર (ગુસ્સા માં): શું તમને ખબર નથી વિમાન મુસાફરે માં મેટલ Allow નથી? ખોટે ખોટા બધાને ડરાવ્યા અને અમારો સમય બગડ્યો?
બાપા (અચરજતા થી): આ મીઠડાં લાડવા થી શું પ્રોબ્લેમ છે? મેં શું કર્યું?
ઓફિસર (મન માં સમજતા કે આ પેલી વાર મુસાફરી કરવા વાળા લાગે છે): જુઓ જે કઈ પણ હોય તમે આ સાથે નઈ લઇ જઈ શકો.
બાપા (ચીડાતા): કેમ?
ઓફિસર: Rule છે કોઈ પણ મેટલ વસ્તુ લઇ નઈ જઈ શકો.
બાપા (થોડુંક સમજતા): આ લાડવા ઓ તો લઇ જઈ શકું છું ને?
ઓફિસર (ચીડાતા): હા તમને જેમ કરવું હોય એમ કરો, આ ડબ્બો નઈ મળે. અને જલ્દી કરો already બહુ સમય વેડફાયો છે. અહીં બીજા Passenger ઉભા છે.
બાપા: આ મારી માતા એ આપ્યા છે વગર ડબ્બે હું લાડવા કેમ લઇ જાઉં?
ઓફિસર (ગુસ્સા માં): અમારા પાસે આ બધા માટે ફાલતુ નો સમય નથી. અહીં બીજા important કામ છે.
બાપા (દુઃખી મને): પણ ........
હજુ એ આગળ બોલે એટલા માં એક ભાઈ બાપા ને ધકો મારતા આગળ આવ્યા અને ઓફિસર ને એક Eco Friendly થેલી આપતા કહ્યું.
ભાઈ: આલ્યો ઓફિસર આમાં નાખી દયો, અને સમય ના વેડફો બહુ મોડું થાય છે, ક્યાર સુધી આ લપ લપ સાંભળતા અમે લાઈન માં ઉભા રહેશું?
સાંભળતા બાપા ને સમજાયું નહીં કે ભાઈ મદત કરવા આગળ આવ્યા તા કે અપમાન કરવા.
એમણે પાછળ ફરી ને જોયું તો બધા એમને ગુસ્સા માં જોઈ રહ્યા હતા. પણ લાડવા બચવા ના આનંદે એ બધાને Ignore કરી આગળ ચાલ્યા.
- Riddhi Dharod.