mann sambandh mitrata no - 3 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 3

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 3

સેમેસ્ટર 3 ની મિડ એક્ઝામ ને બસ 5 દિવસ બાકી હતા. કોલેજ કોઈ જતું નઈ. રીડિંગ વેકેશન હતું એટલે.

નિયા અને પર્સિસ 10 વાગ્યા તો પણ હજી સૂતા હતા.

થોડી વાર પછી પર્સિસ કોઈ નો ફોન આવ્યો એટલે વાત કરવાં બાર જતી રઈ. નિયા તો એની સપનાંની દુનિયાં માં હતી.

નિયા હોટસ્પોટ કર ને મારા માં નેટવર્ક નઈ આવતું કામ છે.

"આ ફોન પડ્યો છે. જાતે કરી લે. ફોન silent કરી દેજે"

નિયા પછી સૂઈ ગઈ. પર્સિસ વિચાર કરતી હતી આ છોકરી કોઈ દિવસ નઈ કેમ આજે આટલું મસ્ત સૂઈ ગઈ છે.

"રજા હોય તો પણ 8 વાગ્યા પેલા સૂઈ જાય. અને એક્ઝામ હોય તો જલ્દી ઊઠી ને વાંચવા બેસી જાય. આ નિયા જ છે ને? ભગવાન એને જેટલી ખુશી આપી શકાય એટલી બધી જ આપજો. એ બોવ ઓછું બોલે છે. આવી મસ્ત સ્માઈલ મેં આજે પેલી વાર જોઈ છે. કંઇ વધારે બોલતી નથી પણ સમજાવી જાય છે મને લાઈફ."

નિયા કોઈ નો ફોન આવે છે ઉઠ. હું નાહવા જાવ છું.

"અરે યાર ...."

"હા કોણ?" નિયા નીંદ માં બોલી.

"એક્ઝામ છે વાંચવાનું નથી. માનિક બોલું"

"શું કામ છે "

"ખાલી જ કર્યો હતો. કેમ નાં કરાય"

"સારું મૂકું."

"શું મૂકુ . સાંભળતો ખરી. કેટલું વાંચ્યું"

"હજી કંઇ નઈ કર્યું. "

"તમારે શું ચિંતા હોશિયાર ને થોડું ટેન્શન હોય"

"એવું કંઇ નથી.આ બોલવા માટે ફોન કર્યો હતો. "નિયા ને થોડુ ગુસ્સો આવતો કેમકે એ ચોરી કરી ને નઈ જાતે મેહનત કરી ને લાવતી. પછી કોઈ આવું બોલે એટલે એને થોડો ગુસ્સો આવતો.

"શું વાંચવું એ નઈ ખબર પડતી એટલે ફોન કર્યો"

"કેમ. જે પૂછવાનું હોય એ વાંચવાનું એમાં શું નઈ ખબર પડતી"

"ટોપિક બોલ ને "

" પછી મોકલું"

"બોલો બીજું શું ચાલે"

"કંઇ નઈ. સવાર માં ફોન નઈ કરવાનો તો સારું."

"મારી મરજી"

"ઓકે. બાય"

"નિયા તું જ છે ને કેમ આટલું બધું સૂઈ ગઈ. આમ તો 6 વાગે ઊઠી જાય. " પર્સિસ બોલી.

"આવી ગયેલી. "

"શું"

"નીંદ મસ્ત આવેલી. નાલાયક બીજું કંઈ નઈ"

"નીંદ જ આવેલી કે સપનું પણ"

"તને કેમની ખબર🤨" નિયા બોલી

"સપનું આવેલું ને સાચું બોલ. "

"હા પણ તને કેમની ખબર"

"આજે મેડમ બોવ ખુશ છે અને સ્માઈલ તો કંઇ બીજું જ કે છે. ગાલ એક દમ લાલ છે. ટામેટા જેવા😘" પર્સિસ ગાલ ખેચવા જાય છે ત્યાં જ

"ગાલ નઈ ખેંચવાના સમજી ગઈ"

"કેમ? કોનો હક છે" પર્સિસ પણ આજે મૂડ માં જ હતી.

"તું છે ને... લાવ તારા પેલા બાબુ બેબી ને કેવ આ શું કરે છે એ😉" નિયા બોલી.

"નાં એ નઈ. નઈ ખેચીસ તારા ગાલ. પણ બોલ ને તું ખુશ કેમ છે"

"તું ખુશ છે એનું કંઇ નઈ અને મને પૂછે છે."

"આજે સાંજે મૂવી જોવા જાવ છું પેલા સાથે એટલે..."

"અબ સમજ મે આયા. ક્યાં મામલા હે યે😅"

"યાર તું તો ઊંધું નાં સમજ. અહીંયા શું પેરી જવું એ નઈ ખબર પડતી ને..."

"🤦🏻‍♀️🤦🏻‍♀️ આજે કબાટ સાફ થઈ જશે નઈ...?"

"નિયા શું બોલે છે તું." પર્સિસ બોલી.

"શું પેરવું? જીન્સ કે કેપ્રિ? T-Shirt કે ક્રોપ? આ કરું કે નઈ. બસ આમાં ને આમાં તું કપડાં બાર મૂકીશ એટલે કબાટ સાફ થઈ જાય ને.😉"

"નિયા બસ. તું મઝા લે. મને મદદ નઈ કરશે?"

"આપકી સેવા મે હમ હાજીર હે. બોલીયે ક્યાં સેવા કર સકતે હે." નિયા flying કિસ 😘આપતા બોલી.

"😊 ચાલ બોલ હવે સપનાં માં શું થયું" પર્સિસ બીજું કંઈ બોલ્યા વગર સીધી મુદ્દા પર આવી.

"પેલા ચા નાસ્તા નો બંદોબસ્ત કરવો પડશે. મને ભૂખ લાગી છે. પછી કેવ સ્ટોરી મારી"

"હા . તું બ્રશ કરી લે ત્યાં સુધી મારી ચા અને તારી બોર્નવિટા બની જસે"

પર્સિસ રસોડાં માં ચા બનાવતા પણ આજ વિચારતી હતી. નિયા કેટલી ખુશ છે. લાઈફ માં કોઈ દોસ્ત અને બોયફ્રેન્ડ વગર. અને એક હું છું કે જેનિસ સાથે ઝગડો કર્યો. ભૂલ મારી હતી તો પણ.

"પર્સિસ શું વિચારે છે? કંઇ થયું નથી ને? " નિયા આવતા ની સાથે બોલી.

"નાં ચાલ નાસ્તો કરી લઈએ"

નિયા તને કેવું છે પણ કેમનું કેવ વાંક મારો હતો કે ને જેનિસ સાથે ઝગડો કર્યો હતો અને આજે એને વગર વાંકે સોરી કીધું. અને મૂવી જોવા લઇ જવાનો છે એવું કીધું.

સોરી નિયા તને આ નઈ કીધું એટલે.

"ચા કેમ નઈ પીતી તું?" પર્સિસ મોં ચા પીતા પીતા બોલી.

"એમાં મઝા નઈ આવતી. આના જેવી 😉"

"ચાલ તું બોલ જમવાનું ટિફિન માંગવાનું છે કે પછી પાસ્તા?" પર્સિસ બોલી.

"તારી ઈચ્છા" નિયા બોલી.

"માસી ને પૂછી જોવ શું છે ટિફિન માં પછી વિચારીએ."

ત્યાં સુધી તો નિયા એ એની બોર્નવિટા પતાઈ દીધું હતું. અને નાસ્તો પણ.

"નિયા વાસણ ધોઈ નાખત શું કામ આ કર્યું"

"ચાલે હવે 😉"

" માસી એ કીધું ખીચડી કઢી છે. "

"સબ્જી બોલ પેલા. ખીચડી કઢી તો ચાલશે?"

" સેવ કોબીજ "

"ટિફિન ફિક્સ"

"ખબર જ હતી મને"

"😂😂🤣😂"

"ચાલ બોલ હવે સપનાં નું. ત્યાં સુધી કપડાં વિચારું હું"

"🙈🙈"

"કેમ આટલી શરમાય છે બોલ તો હવે"

" તું અને હું vr મોલ પાસે હતા. સુરત" હજી નિયા આટલું બોલી ને ત્યાં જ પર્સિસ વચ્ચે બોલી.

"વાહ , હું શું કરતી હતી ત્યાં"

"પર્સિસ બોલું કે તું જાતે સમજી જઇશ 😉" નિયા બોલી.

"બોલ હવે એવું તો શું થયું હતું કે તું આટલી ખુશ છે?"

"હવે વચ્ચે વચ્ચે બોલતી નઈ. પછી જેટલાં સવાલ કરવા હોય એટલા કરજે."

"હા સારું"

"આપડે બે જતાં હતાં. હંમેશાં ની જેમ તું રોડ પર અંદર ની બાજુ પર ચાલતી હતી અને હું બહાર ની. અચાનક એક Duke પર છોકરો ગયો. હું તને કેહતી હતી પર્સિસ જોરદાર હતો પેલો. એની વોચ ⌚ જોઈ તે કેટલી જોરદાર હતી અને એના ગોગલ્સ 🕶️ કોઈ ફિદા થઈ જાય. અને પછી તે પૂછ્યું, "નિયા કપડાં નાં જોયા"

"હા નિયા તે કપડાં નાં જોયા" પર્સિસ બોલી.

"નાં એટલું બધું યાદ નથી પણ ડાર્ક બ્લુ શર્ટ પેર્યું હતું. પછી આપડે બે વાત કરતાં હતાં. અને અચાનક પાછળ થી કોઈ આવ્યું અને તું બોલી. નિયા આ બાજુ જો. "

"નિયા કોણ હતું ત્યાં" પર્સિસ બોલી.

"પેલો છોકરો જ હતો. એને મને એક બોક્સ આપ્યું અને એ જતો રહ્યો. પછી તે મને ચિમટી ખની. અને બોક્સ માં શું છે એ જોવા કીધું" હજી નિયા બોલી રહી હતી ત્યાં પર્સિસ બોલી.

"શું હતું બોક્સ માં " પૂછતા પૂછતા પર્સિસ એ નિયા ને ચિમટી ખની.

"ઓય નાલાયક આ શું કરે છે?" નિયા બોલી જોર થી.

"જોતી હતી હજી પેલા ની યાદ માં નથી ને એમ"

"નાં હવે. એ બોક્સ માં વોચ ⌚ હતી વ્હાઈટ કલર ની. અને એમાં I love you લખેલું હતું. બાજુ માં બે નાના હાર્ટ 💕 હતા. પણ બીજું કઈ નાં મળ્યું બોક્સ માં. મતલબ એનો નંબર કે નામ કઈ નઈ. "

" અરે પાગલ બીજું સરપ્રાઈઝ આપશે ત્યારે ખબર પડી જસે. અત્યારે ખુશ થા ને 😉"

"હા છું 1 વાગ્યો છે જમી લઈએ પછી તારે જવાનું છે ડેટ પર😉" નિયા બોલી.


થોડી વાર પછી...


"આમ શું જોવે છે?નિયા🤨" પર્સિસ બોલી.

"દોઢ કલાક થી તું તૈયાર થાય છે અને હજુ નક્કી નઈ કપડાં પાછા બદલે તો 😉" નિયા એની મસ્તી માં બોલી.

"આ છેલ્લું. "

"બિચારા કપડાં એવું વિચારતાં હસે આ શું મારું મર્ડર થાય છે🤣😅"

"નિયા... મે એને ફાડી નઈ નાખ્યા કે તું મર્ડર કહે એને"

"બિચારા પર દયા કર. ફેંકી દે છે એટલે કીધું😉"

"ચાલ બાય નિયા. ધ્યાન રાખજે તારું. "

"મારી આટલી બધી ચિંતા તું ક્યારથી કરવા લાગી?" નિયા એ પૂછ્યું.

"કરવી પડે યાર "

"સારું જા પેલો રાહ જોતો હસે"

"હા, જમવાનું શું કરશે. ટિફિન કે લઇ આવું બહાર થી?"

"ભાજી પુલાવ લઇ આવજે મલે તો નહિ તો છેલ્લે મેગી તો પડી જ છે."

"તું કહે અને હું નાં લાવું એવું બને જ નઈ" પર્સિસ બોલી.

"જાને હવે. ચાપલી"

"આ દરવાજો બંધ કરવા તો આવવું પડશે ને?"

"હા"


પર્સિસ ગઈ પછી નિયા એનું વાંચવા બેઠી. 1 કલાક જેટલું વાંચ્યું હસે. ત્યાં એનાં ફોન માં એક સાથે બોવ બધા મેસેજ ની notification આવી.

નિયા મન માં વિચારતી હતી કોણ હસે આ?

અરે આ ક્યું ગ્રુપ છે. Wait જોવ ઓપન કરી ને.
હજી તો જોવે એ પેલા ફોન આવ્યો.

"હા બોલ"

"આદિત્ય કોન્ફરન્સ માં છે" માનિક બોલ્યો.

"ઓકે બોલ."

"હાઈ" આદિ બોલ્યો.

"કેટલું પત્યું. તારે તો પતી ગયું હસે. રેંકેર લોકો. Tfws વાળા" માનિક બોલ્યો.

"તારે પણ લાવવા હતા ને 12 માં. સારું results. તો તને પણ tfws માં લાગત. " નિયા થોડો 😡 માં હોય એમ બોલી.

"એમજ મસ્તી કરું છું. કેટલું પત્યું વાંચવાનું બોલ તો"
માનિક બોલ્યો.

"થોડુક કર્યું છે" નિયા બોલી.

આદિત્ય હસતો હતો હજી સુધી કંઇ બોલતો નથી.

"હું એમ કેતો હતો આપડે જોડે વાંચીએ તો જલ્દી વંચાઈ જાય અને યાદ પણ રેહ." માનિક બોલ્યો.

"તો" નિયા બોલી.

"તો સાથે વાંચીએ. એટલે આદિ નું પણ વંચાઈ જાય. " માનિક બોલ્યો.

નિયા ને સમજ માં નાં આવ્યું"આદિ નું પણ વંચાઇ જાય એટલે" પણ એ કંઇ નાં બોલી.

"ઓકે" નિયા એ કીધું.

"તું ક્યારે ફ્રી થશે ત્યારે આપડે શરૂ કરીએ." માનિક બોલ્યો.

"હા અત્યારે ફ્રી જ છું." નિયા બોલી.

આમ એ લોકો ની કોન્ફરન્સ ફોન પર સ્ટડી ચાલી. થોડી વાર પછી આદિત્ય બોલ્યો.

"બીજું પછી હવે. આટલું બરાબર છે આજ માટે."

"તો બોલો બીજું શું ચાલે" માનિક બોલ્યો.

"કંઇ નઈ"નિયા બોલી.

થોડી વાર સુધી આમ જ ફોન શરૂ રહ્યો. પછી નિયા એ બાય કંઇ ને મૂકી દીધો.

નિયા વિચારતી હતી ભૂખ લાગી છે. પર્સિસ ને ફોન કરું કે નાં કરું. ત્યાં સુધી માં તો પર્સિસ આવી ગઈ.

"લે તારો ચીઝ ભાજી પુલાવ" પર્સિસ બોલી.

"ચીઝ કેમ લાવી 🤨" નિયા બોલી.

"અરે આટલી પાતળી થઈ ગઈ છે. કોઈ જોવે તો એમ થાય કે ખાવાનું નઈ મળતું હોય." પર્સિસ બોલી.

"બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ લાગે છે." નિયા ધીમે રહી ને બોલી.

"શું બોલી તું બોલ તો." પર્સિસ બોલી.

"ન.. નાં હું કંઇ નઈ બોલી."

"સારું. બોવ મઝા આવી મસ્ત મૂવી હતું." પર્સિસ બોલી.

"મઝા તો આવે જ ને 😉 "

"કેમ"

"જીજુ જોડે હતા એટલે..." હજી નિયા આગળ કંઇ બોલ એ પેલા પર્સિસ બોલી.

"તું જમી લે ત્યા સુધી હું ફ્રેશ થઈ ને આવું"

"હા."

થોડી વાર પછી

"નિયા ખાઈ લીધું. અરે આ છોકરી હજી ખાય જ છે. નિયા આટલી બધી વાર થી શું કરતી હતી." પર્સિસ બોલી.

"માણસ શું એટલે શાંતિ થી ખાવ છું. તારી જેમ નઈ" નિયા બોલી.

"એટલે કેહવા શું માંગે છે? હું માણસ..." ત્યાં જ નિયા બોલી.

"તું માણસ જ છે પણ શું છે ખબર તને...???🤨"

"શું બોલ તો નિયા?"પર્સિસ બોલી.

"ભગવાન જ્યારે મને બનાવતાં હતાં ને ત્યારે ગળા માં પાઈપ ની જગ્યા એ નાની ભૂંગળી મૂકી દીધી એટલે મને વાર લાગે ખાતા. સમજી 🤨 અને તારા માં મોટો પાઈપ છે એટલે જલ્દી ખવાય જાય." નિયા બોલી.

"હા વાત તો બરાબર પણ ભગવાન આંખ પણ નાની બનાઈ છે એનું શું? " પર્સિસ બોલી.

"🙄"

"હા આમ નાં જો. સવાર માં પણ આવી હોય અત્યારે પણ આવી. ખબર ના પડે અમુક વાર રડે છે કે હસે?" પર્સિસ બોલી.

"બીજું કંઈ. કંઇ ભૂલ ભગવાન ની હોય તો બોલ હમણાં મેસેજ કરી ને કેવ એમને." નિયા બોલી.

"નાં આમ તો કંઇ નઈ પણ. થોડી હાઇટ વધારે આપી હોત તો સારું." પર્સિસ એ કહ્યું.

"હા. બસ આટલું જ ને."

"હા. ચાલો તે ખાઈ તો લીધું." પર્સિસ બોલી.

"હા "

"ચાલ આવ પછી કેવ શું કર્યું આજે એ " પર્સિસ
બોલી.

"શું કર્યું એટલે 🤨🤨😅 હું માસી તો બનવાની નથી ને?" નિયા બોલી.

"નાલાયક ગઈ તું"

બંને વચ્ચે પિલ્લો ફાઇટ ચાલે છે થોડી વાર પછી.

"નાં હવે એવું કંઇ નઈ થયું." પર્સિસ બોલી.

"ઓહ. તો શું થયું હગ કે પછી..." નિયા બોલી.

"નિયા આવું બધું તારા માઈન્ડ માં ક્યાંથી આવે. " પર્સિસ થોડી ચિડાઈ ને બોલી.

"મસ્તી કરું છું યાર શું તું પણ."

"નિયું " પર્સિસ બોલી.

"હા બોલ ને શું કામ છે" નિયા બોલી.

"તને કેમની ખબર મને કંઇ કામ હસે એ" પર્સિસ એ પૂછ્યું.

" કંઇ કામ હોય ત્યારે તું નિયું બોલે બાકી તો નાલાયક, હરમખોર એવું જ બોલે."

"અરે આવું નથી"

"ચાલ બોલ શું કામ છે?"

"માથા માં તેલ નાખીને માલિશ કરી આપ ને"

"કેમ થાકી ગઈ આજે😉" નિયા બોલી.

"નાં એમજ. "

નિયા તેલ માલિશ કરતી હોય છે અને પર્સિસ નિયા ને શું થયું, શું કર્યુ, શું ખાધું એ ની સ્ટોરી કે છે.

"નિયા કોઈ નો ફોન આવે છે તારા માં " પર્સિસ બોલી.

"હા આવી"

"નિયા હાથ ધોવા ગઈ કે પછી નાહવા. એક રિંગ પતી ગઈ" પર્સિસ બોલી.

"આવું મારી માં."

"હેલ્લો . કોણ?" નિયા બોલી.

ત્યાં જ પર્સિસ ને એના મમ્મી નો વિડિયો કૉલ આયો એટલે નિયા ફોન લઈ ને બહાર જતી રઈ.

નિયા થોડી વાર પછી રૂમ માં આવી. બોવ ખુશ હોય એવું લાગતું હતું. પણ નિયા થોડી ઇન્ટ્રોવર્ત ટાઈપ ની છોકરી હતી. હતી નઈ પણ થઈ ગઈ હતી. એની ખુશી ને બોવ જલ્દી નજર લાગી જતી. એટલે એ જલ્દી કોઈ ને પણ કેહતી નઈ. અમુક વાર એને કેતા બોવ બીક લાગતી કેમકે એની સ્ટોરી, એનો ભૂતકાળ, એના સપનાં કોઈ મૂવી સ્ટોરી થી ઓછા નઈ હતા. અમુક વાર બધા ને એવું લાગે એ જૂથ બોલે છે એટલે એ કશું કોઈ ને નઈ બોલતી.

"નિયા મમ્મી આવવાના છે આપડી એક્ઝામ પતે એ પછી નાં દિવસે . અમદાવાદ જવાનું છે એટલે." પર્સિસ ખુશ થતાં બોલી.

પણ પર્સિસ એની ખુશી માં એ જ ભૂલી ગઈ કે નિયા ને કોનો ફોન આવ્યો હતો કે એ વાત કરવા બહાર જતી રહી. કેમકે નિયા રૂમ માં જ વાત કરે કોઈ નો પણ ફોન હોય ત્યારે. તો આજે અચાનક બહાર કેમ?

થોડી વાર પછી નિયા એની ડાયરી માં કંઇક લખતી હતી અને પર્સિસ એ પૂછ્યું.

"નિયા શું તું લખે છે? કોના માટે આટલું બધું લખે છે? કાંટાળો નઈ આવતો તને?"

"મારા માટે જ લખું છું. આમાં કેમનો કાંટાળો આવે" નિયા બોલી.

"ખબર નઈ તને ક્યારે સમજીશ?" પર્સિસ બોલી.

"સૂઈ જાને સમજવાં વાલી" નિયા બોલી.

"હા કાલે મને maths શિખવાડજે બાકી છે અમુક ચેપ્ટર"

"હા સૂઈ જા" નિયા બોલી.

પર્સિસ ગુડ 🌃 કંઇ ને સૂઈ ગઈ અને નિયા એના લખવાં માં ખોવાઈ ગઈ.



શું આદિત્ય અને માનિક નિયા નાં bff બનશે?
નિયા ને કોનો ફોન આવ્યો હસે?
કેમ એ ફોન થી નિયા ખુશ થઈ ગઈ હસે?