DESTINY (PART-14) in Gujarati Fiction Stories by મુખર books and stories PDF | DESTINY (PART-14)

Featured Books
Categories
Share

DESTINY (PART-14)


હવે તો રોજ મળવાનું અને વાતો કરવાનું વધી ગયું. એક સેકંડ માટે પણ એકબીજા વિના ચાલે નહીં. પહેલાં ચોરી છૂપી મળતાં આ બંને આખી કૉલેજમાં ચર્ચિત થયાં પણ સારી છબીમાં કેમકે પહેલાં જૈમિકની છબી કૉલેજમાં સારા વ્યક્તિત્વમાં તો થતી નહોતી ને..........! પણ ધીરે ધીરે વધતી આ બંનેની નજદીકીએ જૈમિકને એક નવી અને સારી છબી પ્રસ્થાપિત કરવાનો મોકો આપ્યો.

બંનેના વધતાં જતાં સંબંધોથી જૈમિક નેત્રિને એક જીમ્મેદાર વ્યક્તિ બનીને સાચવવા લાગ્યો. નેત્રિના પ્રેમથી એનામાં એટલું પરિવર્તન આવવા લાગ્યું કે એને એ પરિવર્તન ક્યારેય વિચાર્યું જ નહોતું. જૈમિક વગર કામે લોકો સાથે રખડવાનું,ઝઘડવાનું બંદ કરીને બસ એની જિંદગીમાં મસ્ત રહેવા લાગ્યો. એનું લોકો પ્રત્યેનું વર્તન પણ તદ્દન અલગ જ થવા લાગ્યું જ્યાં હમેશાં ગુસ્સો રહેતો હતો ત્યાં મોઢાં પર હાસ્ય નજરે ચડવા લાગ્યું.

જે લોકો એના દુર્વ્યવહાર અને એના ખરાબ રસ્તાઓથી એની અવગણના કરતાં હતાં એજ લોકો આજે એને સારી રીતે બોલાવવા લાગ્યાં અને એની સાથે પ્રેમથી રહેવા લાગ્યાં. જૈમિકને સમજાઈ ગયું કે જીવનમાં જે કાંઈપણ છે તો એ બસ શાંતિથી રહેવામાં અને લોકોને શાંતિથી રહેવા દેવામાં છે એથી વિશેષ કઈ છે જ નઈ. એને આ વાત સમજવામાં ઘણો સમય લાગી ગયો પણ સમજણ આવી એ ખુબજ મોટી વાત છે.

શરૂ થયેલી પ્રેમ કહાનીમાં જોતજોતામાં એક દોઢ વર્ષ નીકળી જાય છે. ધીમે ધીમે જૈમિક અને નેત્રિનો પ્રેમ એટલો અખંડ થઈ જાય છે કે ભૂકંપ,વાવાઝોડું કે પ્રકોપ આવી જાય તો પણ બંનેને અલગ ના કરી શકે. એ સમયગાળામાં જૈમિકના ઘરે ભાઈના લગ્ન હોવાથી જૈમિક નેત્રિને મિત્ર બનીને ઘરે લગ્નમાં હાજરી આપવાનું કહે છે જેથી નેત્રિ જૈમિકના પરિવારને મળી શકે અને સમજી શકે પરિવારના બધા લોકોને.

જૈમિક નેત્રિને લગ્નના આગળના દિવસે ફોન કરે છે અને કહે છે મને માફ કરજે હું તને મિત્ર તરીકે આમંત્રિત કરી રહ્યો છું પણ આ અમારા પરિવારનો પહેલો એવો પ્રસંગ હશે કે જેમાં બહારથી કોઈ છોકરી ઘરના પ્રસંગમાં આવે. સામાન્ય રીતે છોકરાના લગ્નમાં છોકરાના મિત્રો અને છોકરીના લગ્નમાં છોકરીની બહેનપણી આવે એવો આ સભ્યસમાજનો નિયમ માની શકાય એવું કાંઈક છે પણ હું આ સભ્યસમાજના નિયમને માનતો નથી કેમકે હું રહું છું મારા ઘરમાં,ખાઉં છું મારા ઘરનું તો પછી મારા ઘરે મારે કોને બોલાવવા અને કોને નઈ એ પણ મારે જ નક્કી કરવાનું હોય ને માટે તને આમંત્રણ આપ્યું છે અને તારે કાલે આવવું જ પડશે અને બે દિવસ અહીંયા રોકાવું પડશે.

નેત્રિ કહે હા હું સમજી શકું છું આ સ્થિતિ કેમકે હજુ સુધી આપણા ઘરે આપણા વિશે કાંઈ ખબર નથી તો મિત્ર બનીને આવવું વધુ હિતાવહ છે. ને રહી વાત આવવાની તો મારા જેઠના લગ્નમાં હું ના આવું એવું બને ખરું કઈ......? જૈમિક કહે હા મને વિશ્વાસ છે તું આવીશ જ અને મેં તારી ફ્રેન્ડને પણ આમંત્રણ આપ્યું છે તો એ પણ આવશે જ તો તને થોડો સાથ રહેશે એનો માટે બંને સાથે આવજો કાલે હું રાહ જોઈશ. નેત્રિ કહે હા એ સારું કર્યું મારે ત્યાં કોઈની સાથે વાત શું કરવી કોઈને ઓળખું નઈ તો મારે એનો સાથ રહેશે ને અમે આવી જઈશું ચિંતા ના કરો.......!

બીજા દિવસે સાંજે નેત્રિ જૈમિકને ફોન કરે છે હું અને તમારી બહેન બસ સ્ટોપ પર ઊભા છીએ તમે લેવા આવશો કે નહીં........? જૈમિક કહે અરે આપણા ઘરે તું પહેલીવાર આવી રહી છે અને હું તને લેવા ના આવું એવું બને ખરું કઈ.......? તું ત્યાં ઊભી રે હું આવું છું. ત્યાં પહોંચીને જૈમિક અરે સ્વાગત છે તમારું આપણાં પોતાના ઘરે ચાલો.

ઘરે જતાં જ સભ્યસમાજના દરેક લોકો એ રીતે જોવે છે નેત્રિને અને એની બહેનપણીને જાણે દિવસે ભૂત જોઈ લીધું હોય હા....... હા....... હા........! લગ્નમાં એટલા મહેમાન ભરેલા ઘરમાં બંનેને ઘરમાં લઈ જઈ મમ્મી,પપ્પા અને ભાઈની મુલાકાત કરાવે છે. નેત્રિ જૈમિકના મમ્મીને અને પપ્પાને પગે લાગીને એમના આશીર્વાદ લે છે. જૈમિકની મમ્મી કહે ખુશ રહો બેટા........!

અહીંયા પોતાનું જ ઘર માનીને રહેજો અને ખુબ મજા કરજો. કાંઈપણ જોઈએ તો જરાય શરમ નઈ રાખવાની બેફિકર કહી દેવાનું. એટલું કહી જૈમિકની મમ્મી જૈમિકને કહે આ લોકોને ચા નાસ્તો કરાવ અને બહાર આવ જરાક એક કામ છે. બહાર જતાં જૈમિકને એના મમ્મી કહે જો મેં બોલાવવાની ના નહોતી પાડી તારી મિત્રને પણ તું જાણે જ છે કે આ વાત કોઈને ગમશે નહીં માટે તુ એ છોકરીઓથી દૂર રહેજે જરાક ઠીક છે ને.........!

( તમે વિચારતાં હશો કે કેમ આવું કહ્યું જૈમિકના મમ્મીએ તો જવાબ કાંઇક એવો છે કે આપણા આ સભ્યસમાજમાં દીકરા દીકરીને કોઈ વાતની રજા આપતાં પહેલાં પણ એમને એ સમાજની ઉઠતી આંગળીની ચિંતા હોય છે. શું કહેશે લોકો.......? બસ શું કહેશેથી શરૂ થાય એટલે આપણાં પોતાના ઘરના નિર્ણય પણ આપણે આપણા પરિવાર માટે નઈ પણ બીજાને કેવું લાગશે એની ચિંતામાં કરવા પડે. અમુક અંશે જૈમિકના મમ્મી ખોટા પણ નથી કારણ કે જો કાલે કઈ બનાવ બને તો આજ સમાજ મમ્મી-પપ્પાએ આપેલા સંસ્કાર પર આવી જાય છે.)


જૈમિક કહે ભલે મમ્મી તું કહે એમ........! પછી નેત્રિને કહે આવો મારી સાથે બીજા રૂમમાં તમારો સામાન મુકાવી દઉં. તો બીજા રૂમમાં જતા એ રૂમ તો મહિલામંડળથી ભરેલો હતો. એટલે ફાયરિંગ થવાના ચાન્સ વધારે હોય અહીંયા હા......હા.......હા........! રૂમમાં સામાન રાખીને બંનેને પલંગ પર બેસવાનું કહે છે અને જૈમિક એની કાકાની છોકરીને કહે જા પાણી અને ચા લઈ આવ.

તો બહેન કહે હા લઈ આવું પણ આ કોણ છે મોટાભાઈ..........? આ પ્રશ્ન સાંભળતાં જ મહિલા મંડળનું ધ્યાન આ તરફ બધાની નજર જૈમિક પર ટીક..... ટીક..... ટીક........ ટીક.......!
શું જવાબ આપે છે એ સાંભળવા બધા આતુર. જૈમિક કહે બેટા આ મારી કૉલેજ ફ્રેન્ડ છે. આટલું સાંભળતાં જ રૂમમાં બેસેલા ફોઈ કહે છોકરીઓ તો કઈ ફ્રેન્ડ હોતી હશે કાંઈ.....? બસ આ બધાં નાટક કરવા જ કૉલેજ જવાનું હોય નહીં......?

જૈમિક આમ તો બદલાઈ ગયો હતો પણ એવો નઈ કે ખોટું સહન થાય માટે ધીમેથી ફોઈને કહે ફોઈ ફરક એટલો જ છે કે હું ફ્રેન્ડને ઘરે લાવી શકું છું અને તમારા દીકરા નઈ અને રહી વાત ફ્રેન્ડ છોકરી ના હોય એની તો પહેલા આપણે આપણા દીકરાની દેખરેખ રાખી લઈએ તો વધુ સારું. માટે ઘરે આવેલા મહેમાનની સેવા કરજો બીજી આડી વાતો કર્યાં કરતાં તો વધુ સારો પ્રસંગ રહેશે આપણો.

આ જવાબ સાંભળીને ફોઈની દીકરી જૈમિક પાસે આવી અને ધીમેથી કહે ભાઈ તમે પણ શું મારા મમ્મી સાથે લમણા લો છો એતો બોલ્યા કરે તમે છોડો એ. પણ સાચું કહું તો ભાભી સરસ લાવ્યા છો હા.......! જૈમિક કહે હા સારા છે ને તો બે દિવસ તું જ સાચવી લેજે તો હું ઘરના બીજા કામમાં મદદ કરી શકું.

આટલું બધું સાંભળીને નેત્રિ કહે મને લાગ્યું જ હતું કે આટલું ભારે રહેશે લગ્નમાં જાઉં અને એવું જ છે હા. જૈમિક કહે ના તું બીજા શું કહે છે એના પર ધ્યાન ના આપીશ બસ તને જેમ ગમે એમ કર આપણું જ ઘર છે. હવે થોડીકવારમાં જમણવાર શરૂ થઈ જશે પછી જમીને દાંડિયારાસ શરૂ થશે તો તૈયાર થઈને આવી જજે અને મારી આ ફોઈની છોકરી હવે તારી સાથેજ હશે તો ચિંતા ના કરતી અને હું પણ અહીંયા જ છું બસ બધા મહેમાન આવે છે ને કામ પણ છે ઘણાં તો સીધા ગરબામાં મળીયે.

જમણવાર પતી ગયા પછી દાંડિયારાસ શરૂ થઈ અને જૈમિક નેત્રિને ફોન કરે છે ક્યાં છે નેત્રિ હજુ સુધી આવી કેમ નથી જલ્દી આવી જા હું તારી રાહ જોઉં છું. નેત્રિ કહે હા હું આવું જ છું. જૈમિક ગરબા રમતાં રમતાં એક બાજુ નજર કરે છે તો એ અચાનક સ્તબ્ધ થઈ જાય છે જાણે કોઈ ચમત્કાર જોઈ લીધો હોય. પણ આ ચમત્કાર આજે નેત્રિએ કર્યો હતો.

લીલાં રંગની ચોલીમાં, ખુલ્લાં વાળ, આંખોમાં કાજળ, કાનમાં પહેરેલી મોટી મોટી કડીઓએ જૈમિકનું મન મોહી લીધું ત્યાજ એ મમ્મીની દુર રહેવાવાળી વાત ભૂલી ગયો. સાનભાન ભૂલીને નેત્રિને હાથ પકડીને ગરબામાં લઈ આવે છે અને મન મૂકીને બંને એક સાથે ગરબા કરે છે જાણે કૃષ્ણ અને રાધા રાસ રમી રહ્યાં હોય સાક્ષાત એવું નજરાણું.

બંનેને સાથે ગરબા રમતાં જોઈને સભ્યસમાજને તો આ ક્યાંથી સારું લાગે.......? લગ્નમાં ચર્ચાનો વિષય બની ગયો આજે તો આ ગરબારાસમાં રમતાં પ્રેમીપંખીડા. પણ પ્રેમમાં કોને પડી હોય છે કોઈ વાતની જેને જેમ કહેવું હોય કહે પ્રેમી તો બસ પ્રેમ જ કરે. પ્રેમની તાકાત જ એ છે કે ભીડમાં પણ એને બસ એકજ માણસ દેખાય જેને એ પ્રેમ કરે છે એના સિવાય એને કઈ ધ્યાન ના રહે.


જૈમિક ગરબા રમતાં રમતાં નેત્રિને કહે આજે તો મારી ઢીંગલી મને મારી જ નાખશે એવું લાગે છે હા........! નેત્રિ કહે મરવાનું નથી તમારે તો મારી સાથે જીવવાનું છે અને આ બધો શણગાર તમારી માટે જ તો છે તમને કઈ થઈ જાય તો શું કામનો આ શણગાર. જૈમિક કહે હા એ પણ ખરું જો તું રોજ આવી રીતે શણગાર કરે તો હું રોજ કોઈના લગ્ન કરાવી દઉં હા.... હા...... હા........!


બીજા દિવસે લગ્નની ચોરીમાં જૈમિક કહે હું તો તને દુલ્હનના જોડાંમાં વિચારી રહ્યો છું તું કેટલી સુંદર લાગીશ. નેત્રિ કહે એ સમય પણ જલ્દી આવશે કે હું દુલ્હનના જોડાંમાં હોઈશ અને એ મારી જિંદગીમાં ખુશીનો સૌથી મોટો દિવસ હશે. લગ્ન પતાવીને નેત્રિ અને એની બહેનપણી ભાઈ અને ભાભીને લગ્નના અભિનંદન પાઠવે છે અને પરિવારમાં બધાને મળીને પાછા કૉલેજ જવા રવાના થઈ જાય છે.