એક નાના લીમડાના ઝાડ ઉપર ખૂબ જ સુંદર ઘર લટકતું હતું. ઉનાળાના સમય માં આ માણસ ના ઘર જેવું જ ઘર , તેમાં બે બારી અને એક દરવાજો હતો. તેના ઘર અગણા માં પાણી પીવા માટે ની સુંદર વ્યવસ્થા અને સાથે તેના ખાવા માટે પણ તેમાંજ ચાર બાજુ દાણા નાખવામાં આવતા (નાના ચબુતરો) હતો.
સમય જતાં ત્યાં પક્ષી આવતા થયાં. કાબર, કબૂતર, ખિસકોલી, આ બધા ત્યાં જ રહે અને ખાય -પી ને મોજ કરે. રોજ એક બીજા સાથે આનંદથી રહે .
ઉનાળા ના ત્રણ માસ પણ વીતી ગયા હતા.
અને ઉનાળામાં સખત ગરમી પડી રહી હતી. ગામ માં પણ પાણી ની તંગી ચાલી રહી હતી. પણ ક્યારે તેમને ત્યાં તંગી ન આવેલી . રોજ પક્ષી ની પાણી ની પરબ સવાર પડતાં
સ્વચ્છ થાય અને સાથે દાણા પણ નાખવાના.
હવે ધીરે - ધીરે ચોમાસા ની શરૂવાત થઈ હતી .નૈઋત્ય દિશામાંથી પવન પણ પાછા વળી રહ્યા હતા. બધા પક્ષી હવે તેમના ઘર સરખા કરતા તો કોઈ નવા બનાવી રહિયા હતા. તો એક બીજા પક્ષી એકબીજા ને ઘર બનવામાં મદદ પણ કરી રહિયા હતા. પેલા માનવ દ્વારા બનવા માં આવેલ ઘરમાં પણ ચકી બેન નાના તણખલાથી અંદર સુદર રેહવાની વ્યવસ્થા કરી હતી.પવન ના કારણ થી લીમડો વજનદાર હોવાથી તેની ડાળ માં પણ અવાજ આવી રહીયો હતો.
એક દિવસ ની વાત છે . લગભગ ચાર સાડા ચાર થયા હતા . ઉગમણી દિશા માંથી કાળા ડીબાંગ વાદળો પણ દેખાય રહિયા હતા. થોડીવાર માં જ વીજળીના ચમકારા અને આકાશ માં પણ અંધારું કરી નાખેલ . વરસાદ ની ગાજવીજ અને પવન સાથે ધમાકેદાર એન્ટ્રી પણ થય ચૂકી હતી.
પવન વધુ હોવાથી લીમડાની ડાળ પણ તૂટી ગઈ છે. જે ડાળ તૂટેલા હતી ત્યાં ખિસકોલી માળો હતો . અને તેમાં તેના બચ્ચા ન હતા . માત્ર એક ખિસકોલી રેહતી હતી. ત્યારે ચકી બેન જોતા ની સાથે બૂમ પાડી ને તેના ઘર ની બાજુમાં બોલાવે છે . પણ કોને પોતાનું ઘર વાલુ ન હોય તે છોડવા ત્યાર ન હતી . પણ ચકી બેનએ ઘણું સમજાવ્યું કે ઘર તો તું જીવતી હસે તો બીજું પણ બનાવી શકીશ. એમ કર તું જ્યાં સુધી વરસાદ ન રહે ત્યાં સુધી તું મારા ઘરે રહી શકે. અને ખિસકોલી બેન તો ધ્રુજતા ધ્રુજતા વરસાદ ના પલળવાથી તે પણ નથી ચડી સકતા પણ ચકી બેન હિંમત આપી ને ત્યાં ઉપર ચડાવે છે . ધીરે ધીરે તે ચકી ના ઘરે પહોંચે છે.
ચકી બેન નો ખૂબ ખૂબ આભાર માને છે.
વરસાદ રેહતા જ આજુ બાજુ ના પક્ષી બધા ત્યાં મિટિંગ બોલાવે છે અને ખિસકોલી બેન ને બધા એક બીજા નો સાથ અને સહકાર આપી ને એમનું ઘર બનવાનું નક્કી કરે છે. અને મિટિંગ માં ચકી બેન નું સન્માન કરવામાં આવે છે . અને બેન નો આભાર માને છે ત્યારે હસતા મુખે ચકી બેન કહે છે કે એમની મદદ કરવી એ મારો ધર્મ છે .ત્યારે બધા જ ખૂબ રાજી થાય છે. અને બધા એક સાથે ભેગા થઈ ખિસકોલી બેન એક સુંદર ઘર બનાવી આપે છે . ત્યારે ખિસકોલી બેન ફરી ફરી ને એક બીજા નો આભાર માને છે.અને ત્યાર બાદ બધા છૂટા પડે છે.
આ વાર્તા પરથી બોધ મળે કે આપડે આપડી ગમે તેવી પરિસ્થિતિ માં કોઈ કોઈ રીતે મદદ તો જરૂર કરવી જોઈએ .