માહીએ પોતાના વાળની લટઠીક કરી. પ્લેટફોમૅ પરની ભીડમાંથી રસ્તો કાઢી આગળ વધી. કેટલા યે અવાજો સંભળાઈરહ્યા હતા. ફેરિયાઓના, બાળકોના, સામાનના...ટેૄન સ્ટેશન પર આવી ગઇ હતી. ભાગાભાગ થઇ રહી હતી. માહી પોતાના હિલ્સવાળા સૅન્ડલથી પગલા ભરતી ફસ્ટૅ કલાસના ડબ્બાના દરવાજા પાસે પહોંચી.
એક હાથે હૅન્ડલ અને બીજા હાથે સામાન પકડી એ ડબ્બામાં પ઼વેશી. હવે પોતાની સીટ શોધવાની હતી. સીટનો નંબર વાંચ્યો, પોતાનો સામાન ગોઠવવા લાગી. અચાનક એને અવાજ સંભળાયો.
માહી...
એ જ રેશમી અવાજ...જાણે અવાજના સ્પૅશથી એ ઓગળવા લાગી. રંગબેરંગી ફૂલોના કોઇ સુગંધિત દરબારમાં એઊભી હોય એવો મીઠડો અહેસાસ એને થયો.
આચંકા સાથે ટે્ન ચાલુ થઇ. માહીની નજર અવાજની દિશામાં ગઇ. એના હોઠ ફફડ્યા.
વીરેન....
હૢદય અચાનક જોરથી ધબકવા લાગ્યું. બંનેની ટકરાઇ અને એક અજીબ સી ચમક છલકાઇ ઉઠી.માહીના હોઠો પર એક ખૂબસૂરત સ્મિત ખીલી ઉઠયું. માહી વિચારવા લાગી...વષોઁ પછી...આવી રીતે...
એણે વીરેન સામે જોયું. પીચ શટૅ અને આછી બ્લુ રંગની પેન્ટમાં એ શોભી રહ્યો હતો. એનું વ્યકિતત્વ મોહિત કરે એવું હતું. ત્યારે પણ...અત્યારે પણ...
વીરેનની નજર માહીપર હતી. ગુલાબી રંગના ડેૂસમાં માહી વરદાન આપનારી પરી જેવી દેખાઇ રહી હતી. હા, વીરેનને કયારે ય વરદાન ન મળ્યું.
કેમ છે તું ?
બસ જો ...તારી સામે છું.
બંને આમનેસામને હતા. છતાં ય કયાં ય ખોવાઇ ગયા હતાં. એ દિવસો... જયારે એક દિવસ એવો નહોતો કે બંને એકબીજાને ન મળ્યા હોય.. કોલેજના દિવસો..માહી વીરેન વચ્ચો પાકી દોસ્તી હતી. કોઇ પણ કાયઁક઼મ કોલેજમાં હોય, માહી-વીરેનનું નામ સાથે હોય. ગીત, નૄત્ય, નાટક બધામાં બંને સાથે હોય. બંનેને એકબીજાનો સાથ ગમતો. બંને સાથે હોય તો સમય કયાં નીકળી જાય ખબર પણ ન પડતી. માહી વિચારવા લાગી...કેવા સુંદર હતા એ દિવસો...વીરેન યાદોમાં હજી ખોવાયેલો હતો. એને સમજાઇ નહોતું રહ્યું કે એની યાદોની માહી વધારે સુંદર હતી કે એની સામે બેઠેલી...સામે બેઠેલી માહીને જુએ કે પછી પોતાની યાદોમાં સચવાયેલી માહીને મમળાવે...માહીની યાદો આગળ સામે બેઠેલી માહી ભૂંસાવા લાગી.
માહી અને એના વચ્ચે એક જબરદસ્ત ખેંચાણ હતું. કોલેજમાં હંમેશા સાથે રહેતા. એક સંબંધ જે કહેવા માટે તો દોસ્તી હતી...પણ...શું દરેક સંબંધનું નામ હોવુ જરૂરી છે?
ઘણા ટાઇમે આપણે મળ્યા? કેવી ચાલે છે લાઇફ?
બસ કામમાં બિઝી હોઉં છું..ને તું...
બહાર વરસાદ વરસવા લાગ્યો હતો. માહી બારીના કાચની આરપાર જોઇ રહી. લીલાછમ પાંદડાઓ વરસાદમાં પલળી રહ્યા હતા. જાણે કેટલા ય યુગોથી તરસ્યા હતા અને આજે...
માહીને વરસાદ બહુ ગમતો. એ વરસતા વરસાદમાં ભીંજાતી અને વરસાદને જોતી રહેતી. અત્યારે પણ વરસાદને જોઇને એવો સુંવાળો અહેસાસ થયો. ને એવી જ લાગણી અત્યારે સામે બેઠેલા વીરેનને જોઇને થઇ રહી હતી. એ પણ વરસાદની જેમ એનો ફેવરીટ હતો. એનો સાથ મીઠો હતો.
વીરેનનો ગોરો ચહેરો, ગોળ નિદોઁષ આંખો, વાંકડિયા વાળ સામે જોઇને એ બોલી.
હું છે ને વીરેન...
અક્ષતનું કામ વધારે હોય છે. એટલે હું ઘરે જ હોઉં છુ.
એની નજર બારીની બહાર ગઇ.
બારીમાંથી દૂર આકાશમાં મેઘધનુષ દેખાઇ રહયું હતું. માહીની આંખોમાં એક અનેરી ચમક છલકાઇ રહી હતી. એના હ્રદયમાં ખુશીનો દરિયો ઉછળી રહ્યો હતો. વરસાદને કારણે ઉભી થયેલી ચિંતા મેઘધનુષથી ભૂંસાઇ ગઇ હતી. જાણે એની આંખો મેઘધનુષી લાગી રહી હતી. માહી પોતાની મસ્તીમાં મસ્ત હતી.
અચાનક માહી અને વીરેનની નજર ટકરાઇ. એક સુંદર ક્ષણ...બધું થંભી ગયું હતું. બંનેની નજર એકસાથે મેઘધનુષ પર ગઇ. આ મેઘધનુષી ક્ષણમાં બધું ઓગળી રહ્યું હતું. જિંદગીમાં મેઘધનુષવાળી ક્ષણો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હોય છે. એક પણ શબ્દ બોલ્યા વગર બંનેના દિલ જોડાઇ ગયા હતા. કોઇક સરસ મજાનો સુંવાળો અહેસાસ થઇ રહ્યો હતો.
ટે્નની ગતિ ઘીમી પડવા લાગી હતી. ઉતરવાનું સ્ટેશન નજીક આવી રહ્યું હતું.
કદાચ હવે પાછા મળે કે ન મળે...શું ફરક પડે છે એનાથી?...માહી ડબ્બાના દરવાજા પર પહોંચી. અક્ષત એને લેવા આવ્યો હતો. અક્ષતનું આખું શરીર રેઇનકોટથી ઢંકાયેલું હતું.એ માહીનો રેઇનકોટ પણ લઈ આવ્યો હતો.
એણે માહી તરફ પોતાનો હાથ લંબાવ્યો, માહી એનો હાથ પકડીને ઉતરી. વીરેન પણ અક્ષતને હાય કહેતો નીચે ઉતયોઁ. અક્ષત એકદમ કંટાળેલો લાગતો હતો...જો ને આ મુંબઇનો વરસાદ...કીચડ...ગંદુ પાણી...માહી..આ લે રેઇનકોટ..
માહીએ ચૂપચાપ રેઇનકોટ લઇ લીધો. ભીંજાયેલી માહી ખાલી આકાશ નીચે ચાલવા લાગી.
.............................