Chalo Thithiya Kadhia - 7 in Gujarati Comedy stories by Shailesh Joshi books and stories PDF | ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 7

Featured Books
Categories
Share

ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 7

ભાગ - 7
મામાએ તેમનાં મિત્રને કહેલ વાક્ય
"તુ જોજે આજની ઘડી અને આજની મુલાકાત"
તારા માટે જીવનભરનું સંભારણું બની રહેશે.
આ વાક્ય સાંભળી,
મામાના મિત્રને કંઈ ખબર નથી પડી રહી,
પરંતુ
હમણાંજ તે મિત્રએ મામાને મોઢે,
ભાણાનો ભૂતકાળ અને વર્તમાનકાળ જાણ્યો હોવાથી તે...
પોતાના ભવિષ્યકાળની ચિંતામાં આવી જાય છે.
એટલેજ તે
મામાએ કહેલ વાક્યનો મર્મ જાણવામાં એ મિત્ર એટલાં મગ્ન થઈ જાય છે કે,
પોતાની ગાડી જયાં ઊભી હતી,
ત્યાંથી પણ વિચારોમાં ને વિચારોમાં ચાલતા-ચાલતા થોડા આગળ નીકળી જાય છે.
એતો સારૂં કે ડ્રાઇવરની નજર પડી, અને તેણે સાહેબને બુમ મારી બોલાવી લીધાં,
પછી તેઓ ગાડીમાં બેસી, ફેક્ટરી જવા નીકળે છે.
ગાડીમાં ચૂપચાપ વિચારોમાં બેઠેલા પોતાના સાહેબને જોઇ ડ્રાઇવર
ઘડીકમાં સાહેબ સામે અને ઘડીકમાં એમનાં નાનાભાઈ સામે જોઇ ગાડી ચલાવી રહ્યો છે.
આ બાજુ મામાએ સ્કૂટરતો પહેલેથીજ બસ-સ્ટેન્ડબાજુ વાળીને રાખ્યું હતુ.
પછી મામા ભાણાને...
મામા : ભાણા, લાવ તારી બેગ મને આપી દે.
હું પાછળ બેસું છું અને તુ સ્કૂટર ચલાવી લે.
ભાણાને સામેથી સ્કૂટર ચલાવવાની મામાએ આપેલી ઓફર સાંભળી ભાણાને...
દાળ મા કંઈક કાળું લાગે છે.
પરંતુ એ દાળ મામાની, કે તેમનાં મિત્રની ?
એ સમજાતું નથી.
પછી ભાણો મનમાંજ
ભલેને મામાની દાળ હોય કે તેમનાં મિત્રની
કે પછી બંનેની...
આપણે ક્યાં ખાવી છે ?
ભાણો સ્કૂટર ચલાવવા તૈયાર થઈ જાય છે.
અત્યારે મામાને સ્કૂટરમાં પાછળ બેસવાના
બે "આશય" હતાં
1 - જો એ જાતે સ્કૂટર ચલાવે તો
સ્કૂટર ચલાવતા-ચલાવતા અત્યારે મળેલ હરખને તેઓ ખુલીને માણી નહીં શકે.
2 - હજી ભાણો તેમની પાછળ છે, એવું ફીલ થશે.
હવે ભાણાને સ્કૂટર ચલાવવા આપી તેઓ પાછળ બેસે એમા પણ મામાને બે ફાયદા દેખાતા હતાં.
1 - એકતો મામાને ધરાઈને
બસ-સ્ટેન્ડ જતા ભાણાને જોવાનો મોકો મળતો હતો.
2 - મામાએ વિચારેલ બીજો ફાયદો જોરદાર લોજીકલ હતો.
મામાને એમ કે એ આગળ બેસશે, એટલે...
"પાછળવાળાથી એ થોડો વહેલો બસ-સ્ટેન્ડ પહોંચશે"
પાર્કિંગમાં સ્કૂટર પાર્ક કરી ભાણો આવી જતા, તેઓ બન્ને બસ-ડેપોમાં આવી રહ્યાં છે.
ભાણાને અત્યારે વડોદરાની બસથી મતલબ છે.
સામે મામાને, ખાલી બસથી મતલબ છે.
મામા આજે જે બસ પહેલી દેખાય,
એમા ભાણાને બેસાડી દેવા તત્પર છે.
અને સાચેજ થાય છે પણ એવુંજ કંઇક...
સામેથી એક બસ
એસટીડેપોમાંથી બહાર નીકળતી જોતાં મામા રીતસર ભાણાનો હાથ પકડીને દોડે છે.
બસની નજીક પહોંચતા ભાણો, તે એસટીનું બોર્ડ વાંચતાં મામાને...
ભાણો : મામા આ બસ તો રાજકોટ જાય છે.
મામા : કંઈ વાંધો નહીં,
"રાજકોટથી તને વડોદરાની બસ મળી જશે"
ભાણો નહીં માનતા, અને બસ નીકળી જતા તેઓ ડેપોમાં જાય છે.
મામા અને ફ્રુટવાળો બન્ને એકબીજાથી નજર ફેરવી લે છે. પરંતુ ભાણાની નજર ફ્રુટવાળા પર ગઈ છે, એવું જોતાં મામા ભાણાને લઇને ફટાફટ ડેપોમાં પહોચી જાય છે.
ત્યાં ઉભેલી 2/3 બસમાંથી એક પણ બસ વડોદરાની નહીં હોવાથી
મામા ભાણાને ઉભો રાખી ઇન્કવાયરી વિન્ડો પર જાય છે.
ઇન્કવાયરી વિન્ડો પરથી મામાને જાણવા મળે છે કે,
વડોદરા માટે એક્સપ્રેસ બસ
3 નંબરનાં પ્લેટફોમ પર આવવાની તૈયારી છે.
તેમજ પ્લેટફોમ નંબર 8 પરથી
30 મીનીટ પછી વડોદરાની લોકલ બસ ઉપડશે.
મામાને અત્યારે 30 મીનીટ સમયનાં ઈંનવેસ્ટમેન્ટ સામે લોકલ બસમાં આગળ મળતું 120 મિનીટનું બેનીફિટ દેખાતાં,
મામા ચૂપચાપ ભાણાને લઇને પ્લેટફોમ નંબર 8 પર જઇને બેસી જાય છે.
આ લોકલ બસની રાહ જોવામાં જે 30 મીનીટ કાઢવાની હતી
તે 30 મીનીટમાં ભાણાને મામાનું અલગજ રૂપ જોવા મળે છે.
મામા જાણે ભાણો વિદેશ જતો હોય અને તેને એરપોર્ટ મુકવા આવ્યાં હોય
તે રીતનુ હાલ મામા ભાણા સાથે વર્તી રહ્યાં છે.
ભાણાએ એકવાર મામાને કહ્યુ પણ ખરાં કે
ભાણો : મામા તમે જાવ,
હું મારી રીતે જતો રહીશ.
પરંતુ મામાનેતો ભાણાને એમની રીતે મોકલવો હતો,
એટલે ભાણો બસમાં બેસે,મામા દરવાજો વાખે અને બસ ડેપોમાંથી બહાર નીકળે ત્યાં સુધીનો મામાનો પોગ્રામ પહેલેથી ફિક્સ હતો.

30 મીનીટ થઈ જતા,
વડોદરા જવાવાળી લોકલ બસ પ્લેટફોમ નંબર 8 પર આવે છે.
મામા ભાણાને બસમાં બેસાડી બસ ઉપડે તેની રાહ જોતા ત્યાંજ ઉભા રહે છે.
સમય થતા બસ ઉપડે છે, ત્યારે મામાને હાશ થાય છે.
પછી તેઓ પાર્કિંગમાં પોતાનુ સ્કૂટર લેવા જાય છે.
પાર્કિંગમાં પહોંચતાજ મામાને ફાડ પડે છે.
"સ્કૂટરની ચાવી તો ભાણા પાસે રહી ગઈ છે"
આ બાજુ ભાણો
મામાના મિત્રએ આપેલ એડ્રેસ પ્રમાણે વડોદરાવાળી કંપની પર પહોંચે છે.
કંપની પર પહોચી
રીસેપ્સન પર જઈ પોતાની ઓળખાણ આપી કામની વીગત જણાવે છે.
રીસેપ્સનીસ્ટ અડવીતરાને કંપનીના મેનેજરથી મળાવે છે. મેનેજરને મળતાં ભાણો
ભાણો : સર, હું HK કંપની અમદાવાદથી આવું છું.
પેલા નવા મશીનનું બિલ લઇને આવ્યો છું.
મેનેજર બિલ લેતા...
મેનેજર : ભાઈ ખરા સમયે આવ્યા તમે,
જુઓ મશીનની પૂજા શુભમુહર્તમાં થઈ રહી છે.
એટલામાં મહારાજ પ્રસાદ લઈને આવે છે.
પ્રસાદ લીધાં પછી...
મેનેજર : જુઓ ભાઈ
પૂજા તો શુભમુહૂર્તમાં થઈ ગઈ,
પરંતુ
તમે જો ખાલી બે મિનિટ મશીન ચાલુ કરાવી દો, તો મશીનનું પણ શુભમુહૂર્ત થઈ જાય.
ભાણો : સર, હું હજી આ કંપનીમાં નવો છું, એટલે મને મશીન ઓપરેટ કરતા નહીં ફાવે.
મેનેજર : તો એક કામ કરો,
તમારી કંપનીમાં ફોન કરીને અમારા એન્જિનિયર ને વાત કરાવી દો.
અત્યારે ખાલી 2 મીનીટ મશીન ચાલુ થઈ જાય તો મુહૂર્ત સચવાઈ જાય.
ભાણો બોસે આપેલ વિઝીટીગ કાર્ડ કાઢી,
બોસને પોતાના મોબાઇલથી ફોન લગાવે છે.
બોસ મોબાઈલમાં અજાણ્યો નંબર જોતાં,
તેમજ અત્યારે તેઓ બીજા એક કામમાં થોડા બીઝી હોવાથી ફોન ઉઠાવતા નથી.
ભાણો વિઝીટીગકાર્ડમાં લખેલ બીજો નંબર ડાયલ કરે છે.
હવે થાય છે એવું કે...
વીઝીટીગકાર્ડમાં જે બીજો નંબર હતો તે,
"આજે આઉટઓફ ઓર્ડર , દુનિયાદારીથી અને પોતાની જાતથી"
કનેક્શન કાપીને બેઠેલા, બોસના નાના ભાઈનો હતો.
બોસના નાનાભાઈ પહેલી રીંગમાંજ ફોન ઉઠાવતા...
ભાણો : સર, હું વડોદરા કંપની પર પહોચી ગયો છું.
અહી મેનેજરનું કહેવું એમ થાય છે કે,
અત્યારે મુહૂર્ત સારૂં છે અને એ લોકોએ મશીનની પૂજા પણ કરી લીધી છે.
એટલે તમે ખાલી ફોનથી એમને મશીન ઓપરેટ કરવાનું સમજાવો તો
એ લોકોને મશીનનું મુહૂર્ત પણ સચવાઈ જાય.
હુ ફોન તેમના એન્જિનિયરને આપુ છું.
આટલુ કહી ભાણો...
ફોન મશીનની બાજુમાં ઊભેલા તે કંપનીના એન્જિનિયરને આપે છે.
હવે મામાના મિત્રનો ભાઈ
જે અત્યારે ભાંગના નશામાં છે
તે એન્જિનીયરને આખા જગથી નિરાળી રીતે મશીન ચાલુ કરતા શીખવાડે છે, તે આપણે માણીએ...
બોસ 2 : હલો
એન્જિ. : હા સાહેબ
બોસ 2 : હાલ તમે ક્યાં છો ?
એન્જી : સાહેબ, મશીનની સામે જ ઉભા છીએ.
બોસ 2 : કેટલા વ્યક્તી છો ?
એન્જિ : સાહેબ, મારી સાથે કુલ સાત વ્યક્તિ.
બોસ 2 : હા તો હવે એક કામ કરો,
તમારા સિવાયના 6 વ્યક્તીઓને
ત્રણ-ત્રણના ગ્રુપમાં મશીનની લેફ્ટ અને રાઈટ સાઈડ પર ઉભા રાખો, અને તમે મશીનની બિલકુલ સામે ઊભા રહો.
એન્જી. : સાહેબ, ગોઠવાઈ ગયા. હવે બોલો
બોસ 2 : હા, હવે મશીનનો મેઇન પાવર ચાલુ કરો.
એન્જી. : પાવર ચાલુ કર્યો સાહેબ
બોસ 2 : મશીનનાં ડિસ્પ્લે પર શું દેખાય છે ?
એન્જી. : સાહેબ ચાર બટન દેખાય છે.
લાલ લીલું પીળું અને કાળુ.
પહેલા કયુ બટન દબાવવાનું ?
બોસ 2 : તમારે કયુ બટન દબાવવું છે ?
આ સવાલથી એન્જિનિયર વિચારમાં પડી જાય છે,
પછી એને એમ થાય છે કે,
સાહેબ મજાક કરતા હશે.
ત્યાર બાદ...
એન્જી. : હું કંઈ સમજ્યો નહીં સાહેબ.
બોસ 2 : હુંય ક્યાં સમજ્યો છું, એટલે તો અહીંયાં છું.
એન્જીનીયર થોડું હસીને...
એન્જી. : હવે શું કરીએ સાહેબ ?
બોસ 2 : બે હાથ જોડીને 2 મીનીટ ભગવાનને યાદ કરો.
એન્જિનિયર અને પૂરો સ્ટાફ બે મીનીટ હાથ જોડે છે.
બે મિનીટ રહીને...
એન્જી. : હા બોલો સર
બોસ 2 : થઈ ગઈ બે મિનીટ ?
એન્જી. : હા સાહેબ, હવે કયુ બટન દબાવું ?
બોસ 2 : તમને કયું બટન ગમે છે ?
એન્જી. : સાહેબ પીળું બટન.
બોસ 2 : દબાવો ત્યારે...
એન્જી. પીળું બટન દબાવતા, થોડીવાર પછી...
એન્જિ. : સાહેબ, મશીનમાંથી જબરદસ્ત અવાજ આવે છે.
બોસ 2 : બધા બે હાથેથી પોત-પોતાના કાન બંધ કરી દો,
ને મશીનના ટેકે ઊભા થઈ જાઓ.
એન્જિનિયર ચોકીને...
એન્જી. : હે..સાહેબ,
હાલત બહુ ખરાબ થઇ રહી છે.
બોસ 2 : મેં કહ્યું હતું તમને નવું મશીન લેવાનું ?
તમે લેવા આવ્યાં હતાં.
એટલીવારમાં મશીનમાં મોટો ધડાકો થાય છે.
પેલા છ વ્યક્તી જે મશીનની બિલકુલ નજીક ઉભા હતા, તેમનાં પહેરેલા કપડા ફાટી ચીથરેહાલ થઈ જાય છે.
વાળ વિખરાઈ જાય છે, અને દરેકનાં મોઢા પણ કાળા થઈ ગયા છે.
સાથે-સાથે કાનમાં બહેરાશ પણ આવી જાય છે.
એન્જી. ફોનમાં...
એન્જી. : સાહેબ...
એન્જીનીયરની વાત કાપતાં વચમાં જ
બોસ 2 : હા, હવે કાળુ બટન દબાવો.
એન્જી. : અરે શું કાળુ બટન કાળુ બટન કરો છો ?
મશીનના ડૂચા નીકળી ગયા.
બોસ 2 : હા તો, એક કામ કરો નવું મશીન મંગાવો અને એમાં કાળુ બટન દબાવો.
એટલામાં ભાણો અને પેલા મેનેજર
જે ચેક લેવા ઓફિસમાં ગયા હતા,
તે આ ધડાકાના અવાજથી દોડીને આવે છે.
પાછળ ને પાછળ, કંપનીના શેઠ પણ આવી ગયા છે.
મેનેજર અને એન્જી.ની પુરી વાત સાંભળ્યા પછી...
શેઠ, મેનેજર અને એન્જિનિયરને પોતાની કેબીનમાં બોલાવે છે, અને અડવીતરાને રિસેપ્શનમાં બેસવા ક્હે છે.
વધુ ભાગ 8 માં