Zarmarto sneh in Gujarati Magazine by Arzoo baraiya books and stories PDF | ઝરમરતો સ્નેહ

Featured Books
Categories
Share

ઝરમરતો સ્નેહ

પ્રથમ પ્રયત્ન. 🙏😊


"આ રીતે શરૂઆત કરું છું, મારાં વિચારોની રજુઆત કરું છું, જો પડે પસંદ તો સ્વીકારજો મને; બાકી વંચજો જ એવી હું ક્યાં ફરિયાદ કરું છું."


આરઝૂ.


" ઝરમરતો સ્નેહ "



વર્ષના વરસતા ટીપા, મારાં માટે ઝરમરતા ફોરાં જેવો હતાં.

મને ધોધમાર વરસાદ જોઈતો હતો પણ બહાર તો શ્રાવણના સરવરિયાં વરસતા હતાં. મારું મન બેબાકળું થઇ રહ્યું હતું,એ વરસાદમાં ભીંજાવા.પરંતુ હું રાહ જોતી હતી કે કયાંક થી એ અનરાધાર મેહ વરસે અને હું એમાં મનભરીને મહેકી ઉઠું. બસ આમ ને આમ સતત ઝરમરતો વરસાદ મને મૂંઝવતો હતો અને મારી ધીરજ ખૂટતી હતી. તો પણ આજે મન માનવીને વરસાદમાં નીકળી અને બંને હાથો પ્રસારી સ્નેહથી વર્ષના એ પાણીને પોતાનામાં સમાવવા આંખો બંધ કરી બસ એ ચહેરા ઉપર અને શરીર ઉપર પડતા વરસાદરૂપી જળબિંદુઓનો અનુભવ કરી રહી હતી. મને એવું હતું કે, આ ઝારમારતો વરસાદ મને ભીંજવી પણ નહી શકે પરંતુ જયારે હાથો પ્રસારી આંખો બંધ કરી તો આસપાસની બધી દુનિયા વિલાઈ ગઈ. જાણે હું અને વરસાદ બસ બીજું કોઈ જ નથી.એક અજોડ અનુભવ થયો. મન સ્થિર ને સ્નેહ થી ભરાઈ ગયું એ ઉડતાં પાણીના ટીપા મારાં ગાલ ઉપર થી સરકતાં હતાં. હું એ ટીપાઓને ઝીલતી હતી. એ ઝારમારતો વરસાદ મને પૂર્ણરીતે ભીંજવી ગયો.


થોડીવાર ભીંજાયા પછી આંખો ખોલી તો આજુબાજુ સઘળું કઈંક અલગ જ જોવા મળ્યું. વૃક્ષોના પર્ણો પર બાઝેલા પાણીના બુંદ જાણે સવારે કોઈ ઝાકળમાં દેખાય તેમ જોવા મળ્યા. પત્તા ઉપર થી સરકતાં પાણીના રેલા, જમીન ઉપર પણ અલગ વ્યુ રાચતાં હતા. આખી ધરતી જાણે પ્રકૃતિના પ્રેમ થી લથબથ થઈને નીતરતી હોય એવું ભાસતું હતું. અટકેલા વરસાદ પછીનું એ આહલાદક દ્રશ્ય મારાં હૃદયને પણ સ્પર્શી ગયું. વળી વળીને એજ મેહમાં તરબતર થવા વિહવળ બને છે.


ઈશ્વરનો પ્રેમ પણ આપણા માટે કંઈક આવોજ હોય છે. પરંતુ આપણે જે દેખાય છે એવા પ્રેમની પાછળ વલખાં મારીયે છીએ અને ઈશ્વર આપણને ઝરમરતા વરસાદની જેમજ સતત અને અવિરત વરસતો પ્રેમ આપવા માંગે છે.આપણી દ્રષ્ટિ ટૂંકી છે એવું નથી પરંતુ આપણી પ્રેમની ઝંખના ઝંખવાઈ ગઈ છે. આપણે બસ માંગવા માટે જ આપણો પ્રેમ વ્યક્ત કરીયે છીએ. કંઈક જોઈએ છે તો આપણને તેની ગરજ છે માટે ચાહિયે છીએ પણ વિચારો એ ઈશ્વરને આપણી શું જરૂર હશે કે, એ આપણને આટલું ચાહે છે ! તેના પ્રેમનો તો કોઈ આરો નથી. છતાં એ સતત આપણી સંભાળ રાખે છે, સાચવે છે, ક્યારેક પ્રેમને સમજવામાં પણ આપણે થાપ ખાઈએ છીએ.


ધોધમાર વરસતો વરસાદ એ વરસાદ પોતાની સાથે બધું વહાવી જાય છે,જયારે ઝરમરતો અવિરત વરસાદ ફળદ્રુપતા લાવે છે.છતાં માનવીને મન અનરાધાર વર્ષા જ આકર્ષણરૂપ બને છે પણ એ આકર્ષણ તો ક્ષણિક હોય છે જે ટકતું નથી. ધોધમાર વર્ષારાણીએ તમને હજારવાર ભીંજવ્યા હશે પરંતુ ક્યારેક ઝરમરતી બુંદોનો અનુભવ કરશો તો પલળશો નહિ પણ ભીંજાશો ચોક્કસ.

એ ઈશ્વરને અને તેના પ્રેમને સમજવા ઝરમરતા વરસાદમાં ભીંજાવા બહાર આવવું પડશે. કે જેથી એ અવિરત સ્નેહ વરસાવતા વિભુ આપણાં જીવનમાં સ્નેહની સરવાણીને કદી સુકાવા ન દે.👍


આરઝૂ.

તમારું મંતવ્ય ગમશે જો હૃદયથી હશે. પસંદ કરો ના કરો કાંઈજ નહિ બસ જણાવજો કે આગળ વધુ કે નહીં. પ્રેમ વિશેનું પ્રથમ આર્ટિકલ લખુ છું. જોડણીમાં કે વાક્ય રચનામાંઅથવા ક્યાંય પણ જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઇ હોય તો દરગુજર કરી ક્ષમા કરશો.

આભાર આભાર અને આભારસહ.🙏