આપણે ચોથા ભાગના અંતમાં જોયું કે ચંદુ મુંઝવણમાં મુકાઈ ગયો છે. એક બાજુ ભાઈને સમજાવીને જીવનના ઘડતર ની શરૂઆત કરવાની છે તો બીજી બાજુ એક ભાઈ સમાન મિત્રના પ્રેમ અને વિશ્વાસ ને પાછો મેળવવાનો છે. ચાલો હવે આગળ વાત કરીએ.
ચંદુ બીજા દિવસે સવારે તૈયાર થઈ ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે કે હે ભગવાન આજે મને મારા કોઈપણ મિત્ર કે સબંધી પાસેથી પૈસા મળી રહે અને હું અજયભાઇ ને આપી સબંધ સાચવી લઉં અને મારા ભાઈ માટે પણ ક્યાંક સારી નોકરી શોધી લઉં. ભગવાનને પ્રાર્થના કરી ચંદુ ઘરે થી નીકળે છે. બપોર નો સમય થઈ જાય છે પરંતુ ક્યાય પૈસા નો મેળ નથી આવતો. છેવટે મનમાં એમ વિચારે છે કે નોકરી પર જઈ શેઠ પાસે બધી વાત કરુ અને એ એની નોકરી ના સ્થાને જવા નીકળે છે પરંતુ રસ્તા માં જ અજયભાઇની બેન્ક ના એક સહકર્મી મિત્ર ચંદુ ને મળે છે. જે ચંદુ ને અજયભાઇ ના કારણે ઓળખતા હોય છે. ચંદુ ને એ ભાઈ દ્વારા જાણવા મળે છે કે આજ સવારે જ સુરેશ બેન્કમાં આવ્યો હતો અને અજયભાઇ ને પૈસા આપી ગયો. આ વાત સાંભળી ચંદુના ચહેરા પર થોડુ સ્મિત આવે છે. આ બધી વાત થયા પછી ત્યાંથી બંને છુટા પડે છે.
ચંદુ નોકરી પર જવાને બદલે હવે ઘર તરફ જાય છે ઘરે જઈ એની પત્ની અને બાળક સાથે બેસી બધી વાત કરે છે કે આજે અજયભાઇ ને સુરેશે પૈસા આપી દીધા. ચંદુ ની પત્ની કહે છે ચાલો સારું થયું હવે ચિંતા ઓછી થઈ ચાલો હવે જમી લો. ચંદુ પણ એની પત્નીની હા માં હા મિલાવી હા ચાલો હવે આજે થોડુંક શાંતિથી જમાશે. બધા જમી કરી ઉભા થાય છે. ચંદુ એની પત્નીને કહે છે હવે હું અજયભાઇ અને મહેન્દ્રભાઈ ને ત્યાં જઈ મળીને આવુ જેથી મનદુઃખ હળવા થઈ જાય એમ કહી ઘરે થી નીકળે છે.
ચંદુ અજયભાઇ ને ત્યાં બેન્કમાં પહોંચે પણ અજયભાઇ ચંદુ ને જોઈ ને પણ જાણે ના જોયો હોય એમ અજાણ બને છે. ચંદુ અજયભાઇ ની નજીક પહોંચે ને તરત અજયભાઇ કહી દે છે કે સુરેશ મને સવારે પૈસા આપી ગયો છે અને હવે તમે અહીં મળવા ના આવો તો સારુ આપણો સબંધ આટલે સુધી હતો હવે પતી ગયો તમે તમારે ઘરે ખુશ હું મારા ઘરે. આવા શબ્દો સાંભળી ચંદુ ને આંચકો લાગી જાય છે ચંદુ અજયભાઇ ને સમજાવવા પ્રયત્ન કરે છે પણ અજયભાઇ ગુસ્સે થી કહી દે છે કે પ્લીઝ તમે જાવ નઈ તો મારે સેક્યુરીટી બોલાવી પડશે મને ગુસ્સો તમારી પર એ વાતનો છે કે તમે સુરેશ ના બે મોટાભાઈ હોવા છતાં જવાબદારી ના લઈ શક્યા ચાલ્યા જાવ અહીંથી. ચંદુ મનમાં સમજી જાય છે કે અજયભાઇ અત્યારે એની કોઈ વાત નઈ સાંભળે એટલે એ ત્યાંથી ઉદાસ મને નીકળી જાય છે. ચંદુ ત્યાંથી નીકળી મહેન્દ્રભાઈ ની દુકાને જાય છે ત્યાં જઈ એ આ જે કાંઈ ઘટના ઘટી એ કે છે અને એમને કે છે મોટાભાઈ આ જે કાંઈ બન્યું એ તમે જાણો છો તો તમે જ હવે સુરેશ ને બધી વાત કરો અને અજયભાઇ ને પણ મળી એક વાર વાત કરો જેથી કરી આપણા ઘરની માન મર્યાદા અને સબંધ જળવાઈ રહે. મહેન્દ્રભાઈ જવાબ આપતા કહે છે છોડ ને હવે આ બધી વાતો જે થવાનું હતું એ થઈ ગયું અને હવે અજયભાઇ ને પણ સુરેશે પૈસા આપી જ દીધા છે ને અને હું સુરેશ ને કાંઈ નહી કહું નઈ તો તારી જેમ એ મારા જોડે થી પણ બોલવાનું બંધ કરી જતો રહશે અને મારે આવી વાતોથી કાંઈ મતલબ નથી અને અજયભાઇ સાથે પણ મારે કાંઈ ખાસ સબન્ધ નહોતો એટલે હવે આ વાત અહીં બંધ કર બીજું કાંઈ કામ હોય તો બોલ આ વાત સિવાય નું. આવુ મોટાભાઈ નું વર્તન જોઈ ચંદુના પગ તળિયે થી જાણે જમીન ખસી ગઈ ચંદુ અશ્રુભીની આંખે ત્યાંથી બોલ્યા વગર ચાલવા લાગ્યો રસ્તામાં જતા વિચારે છે કે હે ભગવાન આતે કેવું હું નિર્દોષ હોવા છતાં મારે સહન કરવું પડે છે અને પછી વિચારે છે કે એક વાર ફરી સુરેશ ને મળી આવુ કદાચ હવે વાત સાંભળે એમ વિચારી એ મહેન્દ્રભાઈ ના ઘરે પહોંચે પરંતુ સુરેશ ચંદુ ને જોતા જ ઘરમાંથી બહાર નીકળે છે ચંદુ રોકે છે અને કે છે વાત શુ બની છે એ સાંભળી લે પછી જા પરંતુ સુરેશ માનતો નથી અને કે છે હવે કાંઈ નથી સાંભળવું તમારું ભાષણ અને જે થઈ ગયું એ થઈ ગયું મેં અજયભાઇ ને પણ પૈસા આપી દીધા છે આટલું બોલી સુરેશ નીકળી જાય છે ચંદુ મનથી ભાગી પડે છે ને એ સુરેશ ને રોકી શકતો નથી. ચંદુ સાવ ઢીલો થઈ જાય છે અને એ એના ઘરે પાછો ફરે છે.
ઘરે પહોંચતા એની પત્ની ચંદુ નો ચહેરો જોઈ સમજી જાય છે કે કંઈક ફરી ખરાબ વાત બની છે એ રસોડામાંથી ચંદુ માટે પાણી લઈ આવે છે અને પુછે છે શુ થયું કેમ ઉદાસ છો? ચંદુ કાંઈ બોલ્યા વગર આંખમાં આશું આવી જાય છે આ જોઈ ચંદુ નો છોકરો રોહન જોડે આવે છે અને બોલે છે પપ્પા તમે રડો નહી. ચંદુ એને ગળે લગાવી લે છે અને પછી એની પત્ની ને બધી વાત કરે છે. વાત સાંભળી એની પત્ની અને બાળક ની આંખમાં પણ આશું આવી જાય છે.
સમય જતા એક વખત લગ્ન પ્રસંગમાં મહેન્દ્રભાઈ, સુરેશ ને ચંદુ બધા ભેગા થાય છે પરંતુ સુરેશ ચંદુ સાથે બોલતો નથી પરંતુ એ ચંદુ ની પત્ની અને એના બાળક રોહન ને બોલાવે છે. રોહન કહે છે સુરેશકાકા મારે તમારું કામ છે ચલો ને આપણે બીજે બેસીએ સુરેશ હસતા હસતા કહે છે હા ચાલ આમે અહીં વડીલો નું કામ છે અને બંને થોડે દુર જઈ બેસે છે રોહન સુરેશ ને કહે છે કાકા એક વાત કહું ખોટું ના લગાડો અને પૂરું સાંભળો તો સુરેશ હસતા હસતા ખભા પર હાથ મુકી કહે છે હા બોલ બેટા શુ કહેવું છે કે પછી રોહન સુરેશ ને અજયભાઇ સાથે લઈ જે કાંઈ ઘટના બની હતી એ કહે છે. વાત સાંભળી સુરેશ ની આંખમાંથી આસું રોકાતા નથી મનમાં "પસ્તાવો" થઈ જાય છે કે મારી બહુ મોટી ભુલ થઈ ગઈ મેં મારા મોટાભાઈ ને એ વખતે ના સાંભળ્યા અને મારા કારણે થઈ એમનો અજયભાઇ સાથે સબન્ધ બગડ્યો. એ તરત ત્યાંથી ઉભો થઈ ચંદુ પાસે જાય છે અને રડી પડે છે ચંદુ શાંત પાડે છે અને સમજાવે છે કે ફરી ગમે ત્યાં ગમે તે ની જોડે પુરી વાત સાંભળ્યા વગર ડિસિઝન ના લેતો. સુરેશ મહેન્દ્રભાઈ સામું જોઈ કહે છે મોટાભાઈ તમારી પણ ભુલ છે મહેન્દ્રભાઈ ને પણ ભુલ સમજાય છે અને બધા ફરી એક થઈ જાય છે. સુરેશ બીજા દિવસે અજયભાઇ ને બેંકમાં જઈ બધી વાત કરી સમજાવે છે અને અજયભાઇ પણ ખુશ થઈ ચંદુ ને મળવા એના ઘરે જાય છે અને ફરી બંને ચા ની ચુસ્કી લગાવે પણ આ વખતે ચા સુરેશ જાતે બનાવી પીવડાવે છે. ચા ની ચુસ્કી લગાવતા જ અજયભાઇ બોલી પડે છે કે વાહ બેટા રોહન તું તારા માતા પિતા એ આપેલા સંસ્કારો પર ખરો ઉતર્યો.
મિત્રો આપણા જીવનમાં પણ ક્યાક આપણે સુરેશ ના બની જઈએ અને આપણા કારણે કોઈ નિર્દોષ ચંદુ ને દુઃખ ના થાય એનું ધ્યાન રાખીએ.
---------------- સમાપ્ત ------------
તમે બધાએ પેલું ગુજરાતી ગીત સાંભળેલું હશે અમે કાકા બાપા ના પોરીયા રે અમે ટીમલીમાં રમીએ હા બસ આ જ રાગ પ્રમાણે આપણે નીચેનું ગીત ગાઈએ ચલો...
અમે ઉબુન્ટુ કુટુમ્બુ થી પ્રેરાયેલા અમે હંમેશા સાથે રહીએ,
અમે નાના મોટા ને માન આપનારા અમે હંમેશા સાથે રહીએ,
અમે વડીલોના સંસ્કારો થી સિંચાયેલા અમે હંમેશા સાથે રહીએ,
અમે હંમેશા સાથે રહીએ, અમે હંમેશા સાથે રહીએ,
અમે ઉબુન્ટુ કુટુમ્બુ થી પ્રેરાયેલા અમે હંમેશા સાથે રહીએ,
અમે પરોપકારી શિખવાડનારા અમે હંમેશા સાથે રહીએ,
અમે લાગણીને મહત્વ આપનારા અમે હંમેશા સાથે રહીએ,
અમે તારું મારું નઈ પણ આપણું કહેનારા અમે હંમેશા સાથે રહીએ,
અમે હંમેશા સાથે રહીએ, અમે હંમેશા સાથે રહીએ,
અમે ઉબુન્ટુ કુટુમ્બુ થી પ્રેરાયેલા અમે હંમેશા સાથે રહીએ.
ધન્યવાદ મિત્રો ફરી મળીશુ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો...
"Stay safe, Stay healthy".