ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-4
નીલાંગ સવારે વહેલો ઉઠી ગયો હતો એણે એની આઇને કહ્યું આઇ આજે મારે વહેલાં જવાનું છે એક પબ્લીશર્સને ત્યાં ઇન્ટરવ્યુ છે અને આઇ હવે તું ચિંતા ના કરીશ તારો નીલુ ખૂબ મહેનત કરશે અને તને રીટાયર્ડ કરી દેશે.
નીલાંગની માં નીલાંગની સામે જોઇ રહી એણે પોતાનાં ચહેરાની વાસ્તવિકતા સમજવા જાણે પ્રયાસ કર્યો એની આઇં હાવભાવ બદલાયાં થાકેલાં ચહેરાં પર સ્મિત આવ્યું. એમણે કહ્યું નીલુ બેટા હજી આજે ઇન્ટવ્યુ આપવાનો છે નોકરી નથી મળી અને તું મારી ચિંતા ના કર હવે મને આ બધુ કામ કરવાની ટેવ પડી ગઇ છે હવે હું કામ નહીં કરું તો જીવીજ નહીં શકું એટલે મારી ફીકર ના કરીશ.
નીલુ ગણપત્તિબાપાની કૃપાથી કેટલાં સરસ... શું કહેવાય પર્સન્ટેજ થી પાસ થઇ ગયો મારી મહેનત એળે ના ગઇ ના તારાં ભાગ્યની કોઇ રેખા ઝાંખી પડી મને ખબર છે તને સરસ કામ મળી જશે પણ મારા રીટાયર્ટમેન્ટની વાતો ના કરીશ હજી મારે જીવવુ છે તને ખૂબ સેટ થયેલો જોવો છે તારુ ઘર થાય અને તારાં છોકરાં મારાં ખોળામાં રમે એવી બધી આશ છે મને.
નીલુ તને ખબર છે ? હું બધાનાં ઘરે જઊં છું કામ કરવા અહીં તુ કોલેજ કે કામે ગયો હોય કે સ્ટેશન પર રઘુના સ્ટોલ પર ગયો હોય ઘર સાવ ખાલી હું ઘર વાસીને કામે જવા નીકળું બધાનાં ઘરમાં જોઉં દરેક ઘરમાં જુદી જુદી સ્થિતિ હોય પણ એક વાત સમાન હોય બધાને ત્યાં પુરુ કુટુંબ હોય બધાં વાતો કરતાં મજાક મસ્તી પાર્ટી કરે એક ઘર જેવું. લાગે એમની પાર્ટીઓનાં વાસણ હું સાફ કરુ અને એક એક વાસણે હાથ દેતાં દેવાને પ્રાર્થના કરું મારાં નીલુને ખૂબ ભણાવજો સારી નોકરી આપજો એની વહુ આવે અને મારાં ઘરમાં પણ કુટુંબનું સુખ આવે... આવું બોલતાં બોલ્યાં આઇનાં આંખમાં પાણી આવી ગયાં.
નીલાંગે- માં ને સ્પર્શ કરીને આશ્વાસન આપતાં કહ્યું આઇ તારાં બધાં સપનાં પુરાં થશે પણ તું સપના વહેલા વહેલા જોવાનાં ચાલુ ના કરીશ નહીંતર હું હાંફી જઇશ ધીરજ રાખજે પૂરા નક્કી થશેજ પણ સમય લાગશે કારણ કે મારે કામ કરતાં ભણવું છે હજી શીખવું છે જે કામ કરું એમાં નિપુર્ણ થવું છે. અને ગરીબ પણ ચાલવા ટેવાયેલાં હોય છે એને પાંખો નથી હોતી માં.... તું તો સમજે છે ને ? લવ યુ માં હું જઉ તારાં આશીર્વાદ આપ ક્યાંક ને ક્યાંક મારુ કામ ગોઠવાઇ જાય.
આશા આઇએ નીલાંગને આશીર્વાદ આપતાં કહ્યું "દીકરા ગરીબનાં મન પણ હોય છે પણ ખૂબ મજબૂત હોય છે. ખંતીલા મન સાથેની સખ્ત મહેનત હોય છે એ પ્રગતિની પાંખો આવતાં વાર નથી લાગતી મારાં આશીર્વાદ છે તને સફળ થયા.
નીલાંગ માં ને પગે લાગીને ઘરેથી નીકળી ગયો ચાલતો સ્ટેશન પહોચ્યો અને અંધેરી પબ્લીશનને ત્યાં પહોચવાનુ હતું. ત્યાં રઘુનાં સ્ટોલ પર પહોચ્યો.
કાય નીલુ આજ બહોત સવેરે સવેરે આ ગયા ? ક્યા બાત હૈ ? ઔર નીલુ યાર મુઝે થેંક્સ કહેના ભી હૈ કલ તુને સ્ટોલ સંભાલ લીયા યાર મુઝે અચાનક સે કોલ્હાપુર જાના પડા થા... મુઝે દેવાને બતાયા થા.
"ક્યા રઘુભાઉ આપ ભી ગાલી દેતે હો સુબહ સુબહ નીલાંગે મશ્કરી કરતાં ઠપકો આપ્યો "આપતો મેરે હર રોજ કામમેં આતે હો મૈં આયા એક દીન. કામ નહિ સંભાલ સકતા ? પર મુઝે મજા આ ગયા કલ ધંધા ભી અચ્છા હુઆ રઘુભાઇ ઓર ફોગટમેં ચાય ઓર સામોસે ખાને મિલે એમ કહીને હસવા લાગ્યો.
રઘુએ કહ્યું "ક્યા બોલતાં હૈ નીલુ યે સ્ટોલ તેરા તો હૈ ઓર યે મુંબઇ મેં મેરા દેવા કે બાદ મેરા તૂહી હૈ લેકીન આજ ઇતની સુબહ ક્યુ આયા હૈ ? કહાં જાના હૈ ?
નીલાંગે કહ્યું માટે અંધેરી ઇન્ટરવ્યુ છે બસ હવે જે લોકલ આવે એમાં નીકળવાનું છે. ઇન્ટરવ્યુ દેકે તુંરત વાપસ આ જઊંગાં.
રઘુભાઇએ કહ્યું "ઔર તેરી મેડમ ? ઉસકો નૌકરી મિલ ગઇ ? વો નહીં આને વાલી ? અકેલા જા રહા હૈ ? નીલાંગે કહ્યું "હાં રઘુભાઇ નૌકરી કે લીએ જા રહા હું ધુમને નહી... રઘુએ કહ્યું "અરે મુઝે માલુમ હૈ ફીરભી પૂછા..
એટલામાં લોકલ આવી અને નીલાંગે રઘુ ને કહ્યું મૈં ચલતા હું અને એ ગાડીમાં ચઢી ગયો.
નીલાંગનાં ગયાં પછી રઘુ સ્ટોલમાં ધ્યાન આપી રહેલો ગઇ કાલે કોલ્હાપુર જઇને આવેલો અને નીલાંગને કહેલું કે તું આજનો દિવસ સ્ટોલ જોજો દેબુ આવી જાય પછી ઘરે જજો. અત્યારે હિસાબ મેળવી રહેલો એટલામાં દેબુ પણ આવ્યો અને રઘુએ દેબુ સાથે વાત કરી કાલે કર્યો ધંધો રહેલો ? કેટલી રોકડ આપી ? નીલાંગને કામ ફાવેલુ ? કંઇ તકલીફ નથી પડીને બધી વાત કરી રહેલો.
દેબુએ કહ્યું "દાદા કલ ધંધા બહોત અચ્છા હુઆ નીલાંગભાઇ સબ મેરાં કામ સંભાલા થા ઔર મૈં ગલ્લે પે બેઠા થા મૈં તો દેબુ ભાઇએ કો સમોસે બેચે યે દેખકે ઇતના હસા થા કી.. પર મજા આઇ થી. દેખો દાદા ગલ્લેમેં પૈસે રખે હુએ હૈ હર રોજસે જ્યાદા ધંધા હુઆ હૈ અને રઘુએ કહ્યું "મેં તને એટલે જ પૂછ્યુ કે ગલ્લામાં કેશ આટલી બધી કેમ છે ? પછી કેશ ગણીને દેબુને કહ્યું જા બેંકમાં જઇને ભરી આવ અને વિચારમાં પડી ગયો.
ત્યાંજ સ્ટેશન પર સામેથી નીલાંગી આવી રહી હતી એણે રઘુને જોતાંજ પૂછ્યું રઘુભાઇ નીલાંગ કો દેખા ? મેં ઘર પે જા કે આઇ ઘરપે નહીં હૈ "મુઝે લગા યહાઁ આપકે પાસ હોગા પર વો તો યહાઁ પર ભી નહીં હૈ.
રઘુએ કહ્યું "અરે નીલો તુજે માલુમ નહીં વો તો અંધેરી ગયા હૈ "ઇન્ટરવ્યુ દેને કે લીએ. તેરી બાત નહીં હુઇ ? બોલતા થા દુપહર તક આ જાયેગા.
નીલાંગીએ કહ્યું "નહીં ભૈયા હમલોગ તીન દીન સે મિલે નહીં હૈ ઔર ફોન તો હૈ નહીં બાત કૈસે કરતે ? ઠીક હૈ વો આ જાયે તો બોલના મૈં આયી થી ઔર...
રઘુએ પૂછ્યુ "અરે વો તો મૈં બતા દૂંગા પર કોઇ ખાસ કામ થા ? નીલાંગી એ કહ્યું "રધુ ભૈયા મુઝે નૌકરી મિલ ગઇ હૈ વો હી બોલના થા ઉનકો બોલના મુઝે આજ હી મીલે મૈં ઘર પે જાતી હૂં ઘર પર હી હૂં.
રઘુએ કહ્યું અરે વાહ યે તો બહોત અચ્છી ખબર હૈ બધાઇ હૈ આપકો ઔર આપ કોફી પી કર જોઇએ. નીલાંગીએ કહ્યું "નહીં ભૈયા નીલાંગ કે સાથ આઉંગી તબ અભી મુઝે ઘર જાના હૈ થેંક્સ એમ કરીને નીકળી ગઇ.
નીલાંગી ઘરમાં સાફ સૂફી કરતી હતી અને બારણે નોક કર્યું નીલાંગે અને નીલાંગી દોડતી આવી અને બારણું ખોલ્યુ નીલાંગને જોઇને ખુશ થઇ ગઇ નીલાંગે એનો ખુશ ખુશાલ ચહેરો જોઇને પુછ્યુ ? ક્યા બાત હૈ ? નીલો કોન્ગ્રેચ્યુલેસન્સ તને ક્યાં જોબ મળી છે ? કઇ કંપની ?
નીલાંગીએ પૂછ્યુ "તું પણ ઇન્ટરવ્યુ આપવા ગયેલો શું થયું ? કોણ છે એ લોકો ? ક્યાં જવાનું ? મને રઘુભાઇએ કહેલુ તું ઇન્ટવ્યુ આપવા ગયેલો.
નીલાંગે કહ્યું "નીલો મારું કન્ફર્મજ છે પણ કાલે ખબર પડશે પાકો વિશ્વાસ છે નક્કી થઇ જશે એ લોકોની ઓફીસ અંધેરીમાં છે પણ પ્રેસ કાફર્ડમાર્કેટની પાછળ છે મારે ત્યાં જવાનું છે હજી કામ સમજાવ્યું નથી પણ જે હશે એ એકવાર કામ લઇ લઇશ. એ લોકો સાંજનું પેપર કાઢે છે બહુ ફેમસ નથી પણ ચાલે શરૂઆત માટે. પેપરનું નામ ઇવનીંગ સ્પોટ છે... જોઇએ મારે ફોન કરવાનો છે સવારે એ લોકોએ 4-5 છોકરાં બોલાવેલાં પણ મારું સીલેક્શન થશે મને ભરોસો છે.
નીલાંગી શાંતિની ખુશ થતી સાંભળી રહેલી એણે કહ્યું વેરીગુડ નીલુ તારુ જ નક્કી થશે મને ખબર જ છે. મને પણ અત્યારે એક CA ને ત્યાં જોબ મળી છે મારાં પાપાનાં ફેન્ડ છે એમનાં રેફરન્સથી એમની ઓફીસ ગ્રાંટ રોડ છે રોજ સવારે 10 વાગે જવાનુ સાંજે 6 વાગ્યા સુધી મારે એ બતાવે એ કામ કરવાનાં જોઇએ શું થાય છે ? શરૂઆતમાં આઠ હજાર આપશે પછી 6 મહીના જોશે અને ફાઇનલ એમાઉન્ટ નક્કી થશે.
નીલાંગે કહ્યું બહુ સારુ કહેવાય મને સેલેરી પહેલા કંઇ કીધોજ નહીં એવુ કહ્યું અમે ટ્રેઇનીંગ આપીએ પછી કહીશું પણ મેં સ્ટાફમાંથી જાણકારી મેળવી છે 12 થી ઓછા નહીં આપે. પછી કામ પર જાય છે. ત્યાંજ નીલાંગીની મંમી કામ પરથી આવ્યાં નીલાંગને જોઇને થોડાં અકળાયા હોય એવું લાગ્યુ નીલાંગને એમનાં હાવભાવ જોઇ સમજાઇ ગયું. એણે કહ્યું "હેલો આંટી કેમ છો ? એની મંમીએ જવાબજ ના આપ્યો નીલાંગ ભોંઠો પડ્યો એ ઘરની બહાર નીકળી ગયો.
વધુ આવતા અંકે ---પ્રકરણ-5