paheli mukalat - jindagi khubsurat chhe - 10 in Gujarati Love Stories by Shanti Khant books and stories PDF | પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 10

Featured Books
Categories
Share

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 10

"બેટા આજે કેમ આટલી ઉતાવળ કરે છે.. ક્યાં જવાનું છે."
"એક પાર્ટીમાં જવાનું છે "
"આ ચેકસ વાળું શર્ટ પહેર તારી પર ખુબ સરસ લાગશે.. લાંબા સમય પછી તને ખુશ જોઈને હું ખૂબ એક્સાઇટેડ છું.
"ચિંતા ન કર હું ખુશ છું મમ્મી"
કોણ છે એ ખૂબ ખુશ નસીબ જે તારી જિંદગીમાં આવેલ છે"
"વૈભવી એનું નામ છે.
નીરવ જોડે એરપોર્ટ થી ઘરે આવતા તેની એકટીવા સાથે એકસીડન થયું હતું ત્યારથી તે ફ્રેન્ડ છે બસ બીજું કશું નહીં"

"નસીબમાં લખેલું બદલી નથી શકાતું વૈભવી તારી જિંદગીમાં એક ઉમ્મીદ લઈને આવી છે તું એને એક ચાન્સ તો આપ"

जिंदगी के कई इम्तिहान अभी बाकी है ।
अभी तो नापी है मुट्ठी भर जमीन हमने ,
अभी तो सारा आसमान बाकी है ।
अभी तो देखे हैं आदमी हमने ,
अलग-अलग इंसान देखने अभी बाकी है।

"આર યુ ઓકે વૈભવી"
"આજે વૈભવ આવાવાનો હતો પણ હજુ નથી આવ્યો."
" તને ખબર છે કે એ વ્યક્તિ તને પ્રેમ નથી કરતો છોડી દે યાર આ રિલેશનશિપમાં કઈ જ નહીં મળે"

" ના હું એવું નહીં કરી શકું ...હું વચ્ચે છોડીને ન જઈ શકું ...પછી ભલેને એમાં સક્સેસ જવાય કે ન જવાય હાર મળે કે જીત ...જે પણ થાય આ થોડી રમત છે આતો છે પ્રેમ "
"એવું ન થાય કે એના ભૂતકાળમાં તને ભૂલી જાય અને કાયમ માટે તું પછતાયા કરે."
"અરે !જો સલોની આવી ગયો વૈભવ"
"ક્યાંરનીય રાહ જોવાય છે વૈભવ તારા વગર વૈભવી પ્રોગ્રામ ચાલુ જ નહોતી કરતી."
"બેસ વૈભવ
"સારું ચલો શાયરી થી ચાર્મીગ સિસ્ટમની શરૂઆત કરું પછી વૈભવી નો પ્રોગ્રામ ચાલુ થશે"
તમારા બે જન ને મારા તરફથી.

किसी को भी अपना बनाने से पहले।
परख लीजिएगा निभाने से पहले ।
खुदा उस मोहब्बत को आबाद रखना ,
वो रोए बहुत हैं मुस्कुराने से पहले ।
गरीबा अपना झांक लेना किसी को
अपना बनाने से पहले ।
किसी पर उंगली उठाने से पहले बह्क जाएगा। एजाज
देखो जरा सोच लेना किसी को अपना बनाने से पहले।
-एजाज
"ખૂબ જ મજા આવી ગઈ તમારો ચાર્મિંગ સિસ્ટમ પ્રોગ્રામ જોઇને"
"આતો પ્રેક્ટિસ પ્રોગ્રામ છે"
"મને એમ કે તું નહિ આવે"
"હું તારાથી નારાજ નથી"
"તું મને એક એક ચાન્સ તો આપ
મેં તો તને તારી શ્રદ્ધા ની યાદ સાથે જ પસંદ કર્યો છે"

" હું તો પહેલા જ સમજી ગયો હતો પણ આ દિલ જ નહીં નહોતું માનતું.
હું વિચારતો હતો કે મારો જ પ્રેમ સાચો છે .
પણ તારા પ્રેમની સામે મારા પ્રેમ કંઈ નથી."

" તું તારી જાતને આટલું બધો દોષ ના આપ .

કોઈને પ્રેમ કરતા રોકી નથી શકાતું કે નથી એને ટોકી શકાતું.. આ ઇશ્કની આશિકી તો.."

"હું એક વાત કહું મને એટલી જલ્દી નથી માટે તું તારી જાતે જ પૂરી રીતે કેપેબલ થાય પછી વિચારીને મને કહે જે.
કારણ કે..
એક સાથે જીવતા બે માણસની જિંદગી પણ જુદી જુદી હોય છે... મેઘ ધનુષ પણ એટલે જ ગમે છે કે તે અલગ અલગ રંગોથી ભરેલુ છે... જીંદગી પણ એવી જ છે..‌ જિંદગીમાં કોઈ થ્રિલ જ ન હોય તો ગમે ખરું... જિંદગીમાં તો રંગો બદલાતા રહે છે ... એટલે તો આટલી ઉમંગ છે... આટલો પ્રેમ છે ...થોડા થોડા સમય રંગ ઊડી જાય છે ...અને એક નવા રંગ થી જિંદગી રંગાઈ જાય છે...‌ સમયના બદલાવ સાથે બદલાવ કે એડજસ્ટ થવું એ પણ જિંદગીનું એક રહસ્ય છે...‌ વાંક તારો કે મારો એ મહત્વનું નથી મહત્વનું છે કે આપણે બેઉ બદલાવને અનુકૂળ થઈ શકીયે ...‌ જિંદગી એટલી સગવડ આપે છે ....કે તમારી અત્યારની જિંદગીમાં રંગ પુરી શકો.... જૂની યાદો ફરી યાદ તારી ઇચ્છા ના પાસવર્ડ વગર બહાર જ ના આવે..‌"

એવું નહોતું બે વર્ષ પહેલા અમારુ બૅકઅપ થયું હતું ત્યારે મને કોઈએ સમજાવાની કોશિશ નહોતી કરી મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી એ મને ઘણી રીતે સપોર્ટ કરવાની કોશિશ કરી હતી ..પણ હું જ હતો કે એ બ્રેકઅપ ના દર્દ ને મારા દિલમાં ભરીને બેસી ગયો હતો.
મારી કહાની પ્રપોઝ સુધી પહોંચી ગઈ અને આના માટે તો હું અજાણ્યો છુ ...આમ જ અજાણ્યો હતો... અજાણ્યો મારાથી હુ ક્યાં ખોવાઈ ગયો ?
મને ખબર જ ના રહી."
"તું જ્યારે ઘરે બોર થાય છે ત્યારે હંમેશા ચાની કાફેમાં આવીને માઈન્ડ ફ્રેશ કરી લે છે. "
"હા "
"આ કાફે ની બહાર પણ ઘણી મોટી દુનિયા છે.. પણ તને એવું લાગે છે કે આટલી મોટી દુનિયામાં ઘોંઘાટ અને પોલ્યુશન સિવાય કંઈ જ નથી.. અને ખાસ કરીને આ શહેરમાં તો બીજું કાંઈ જોવા મળતું નથી તો તમે સંબંધ થી અજાણ્યા છો આ દુનિયાની અને ખાસ કરીને શહેરની ચલો આજે એક નવી જ મુલાકાત કરાવું. "
"વૈભવ ચાલતો થયો વૈભવી ના અંદાજ થી ઈમ્પ્રેસ થઈને તેની પાછળ ચાલતી પકડી પણ આપણને જઈએ છીએ ક્યાં "
"કેમ મારા ઉપર વિશ્વાસ નથી કે શું "
સાંજ ઢળતી હતી...આખુ આસમાન જાને કે સંધ્યા ના વધામણાં રંગમાં રંગાયું હતું ...ખુલ્લા મેદાનમાં થોડું ચાલ્યા બાદ વૈભવી ઉભી રહી અને વૈભવને આ તરફ જોવા ઈશારો કર્યો પક્ષીઓના ટોળા ઉડતા હતા તેના ઘર તરફ જતા હતા.‌‌... આછો કેસરીયા આભમાં થોડાક કાળા વાદળો હતા ...સાથે પવનની લહેરખીઓ વાતાવરણમાં ઠંડક પસરાવતી હતી અને ત્યાં જ વૈભવી એ પાછળ જોવાનું કહ્યું કે આ તરફ બિલ્ડિંગો વાહનો ઇમારતોની પાછળ ડૂબતો સૂરજ આપની અલવિદા કરી રહ્યો હતો ..‌પણ આભ ને તો સૂરજના ડૂબવાના દુઃખ કરતા સંધ્યાના આગમનની ખુશી વધુ હતી... આમ પણ સાચેજ છે આખો દિવસ સુરજની કિરણો મા તપયા બાદ આ સંધ્યા સાથેનું મિલન પણ એ તપતા સુરજ ની દેન છે .
દરરોજની જેમ જ આભ અને સંધ્યા નું મિલન થોડી ક્ષણો પૂરતી જ હતું ત્યારબાદ સુરજ પણ ચાલ્યો ગયો અને સંધ્યા પણ ઢળવા લાગી તું કહેતો હતો ને કે આ દુનિયા અને ખાસ કરીને આ શહેરમા ઘોંઘાટ અને પોલ્યુશન સિવાય કશું જ નથી આ જ શહેર કુદરતને પોતાની અંદર સમાવી ને બેઠુ છે ..એક વખત એનું નામ સાંભળીને એનું નામ સાથે પ્રેમ થઈ ગયો અમદાવાદ જેવા મોટા શહેરમાં એક સુખી સમૃદ્ધ પરિવારની છોકરી સ્વતંત્ર ખૂબ સહજ અને સરળ ખૂબ મિલનસાર સ્વભાવ એના પરિવારને પ્રેમ કરતી દરેકની ઇચ્છાને માન આપતી શહેરમાં રહેતી પણ શહેરની હવા લાગી નહોતી. જાન્યુઆરી મહિનો આથમવા જઈ રહ્યો હતો.... ધીમે ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું હતું ..અને ફેબ્રુઆરી શરૂઆત થઈ રહી હતી.
"बहुत ही खूबसूरत है, तेरे एहसास की खुशबू
जितना भी सोचते हैं ,उतना ही महक जाते हैं ।"

"बेहद खूबसूरत इस जग के सारे नजारे हो गए ।
जिस पल से सनम हम तुम्हारे हो गए।"

"जाने कब कौन जिंदगी का हिस्सा बन जाता है।
कुछ लोग ऐसे भी मिलते हैं जिंदगी में
जिससे कभी न टूटने वाला रिश्ता बन जाता है।"

गवा मत ए खूबसूरत पल ,
ये लौट कर वापिस नहीं आते।
continue......