be laghukatha in Gujarati Short Stories by ભરત મકવાણા books and stories PDF | બે લઘુકથા

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

Categories
Share

બે લઘુકથા

મોબાઈલ....( લઘુકથા ) - ભરત મકવાણા


“ગમે તે થાય પપ્પા મારે સ્માર્ટફોન તો જોઇશે જ” મયંકે કહ્યું.

મયંકનાં પપ્પાની સ્થિતી બહુ સારી ન હતી. રોજ મજૂરીએ જાય ને ગુજરાન ચલાવે. ક્યારેક ઘરમાં અણધારી આફત આવી પડે તો એને પહોંચી વળવા પણ સમર્થ ન હતાં.પૈસે ટકે ખૂબ જ ગરીબ. દેવું પણ ખૂબ જ ચડી ગયું હતું. હવે એમને કોઈ રૂપિયા આપવા પણ રાજી નહતું.પણ મયંક એમનો એકનો એક દિકરો હતો.

આવા વિચારોમાં ખોવાયેલ ગૌતમને એમની પત્ની રમીલાએ કહ્યું : “ શું વિચારો છો ? કેમ નિરાશ લાગો છો ? બોલો શું પ્રશ્ન છે?

“આપણાં લાડલા પુત્ર મયંકને સ્માર્ટફોન જોઈએ છે” ગૌતમે ગંભીરતાથી કહ્યું.

“હા, પણ....એટલાં બધાં પૈસા તો ક્યાંથી.........”

“સાચી વાત પણ....ગમે તે થાય રમીલા એને મોબાઈલ તો લાવી જ આપવો પડશે. નહીંતર આજકાલનાં છોકરાઓ શું કરી બેસે એની કૈ ખબર નહીં. અને તે અને મે એનાં માટે શું - શું નહીં કર્યું. થોડી વધારે મહેનત કરીશું, બીજું શુ??? ” રમીલાને અધવચ્ચેથી અટકાવતા ગૌતમ બોલ્યા.

“સાચી વાત છે તો લાવી આપો. બીજુ શું....” રમીલાએ નિરાશ વદને કહ્યું.

“લાવ તારું મંગળસૂત્ર...એ વેચીને એને સરસ મોબાઇલ લાવી આપું. છોકરાથી વધારે શું? દેવું તો આજ નહીં કાલ ભરાઈ જશે પણ છોકરો......” ગૌતમે કહ્યું.

જયાં રમીલા તિજોરીનો દરવાજો ખોલવા જાય છે ત્યાં જ એમનો દિકરો મયંક ઊભો હોય છે અને એની મમ્મીને જોઈને રડવા જેવો થૈ જાય છે. “ના, મમ્મી નથી જોઈતો મારે મોબાઈલ, નથી વેંચવું તારે મંગળસૂત્ર...મેં તમારી બધી જ વાત સાંભળી છે.હું કૈ અવળું પગલું નહીં ભરું બસ......” આટલું કહીને મયંક ધ્રુસકે...ધ્રુસકે...રડી પડ્યો.

ઘરનાં વડીલ ગૌતમ આ બધું સાંભળીને એકના એક દિકરા પર ઓળઘોળ થૈ ગયાં. આંખોમાં હરખનાં આંસુ આવી ગયા અને મિત્રની માફક મયકને ભેટી પડ્યાં અને બોલ્યા : “ શાબાશ દિકરા શાબાશ...દિકરા હોય તો આવા. જયારે આપણી પરિસ્થિતિ સારી થૈ જશે ત્યારે હું જ તને મસ્ત મોબાઈલ લાવી આપીશ હો બેટા” આટલું બોલતાં બોલતાં તો ગૌતમની આંખમાંથી આંસુ નીકળી પડ્યા અને પરિવારને ભેટી પડ્યા.

- ભરત મકવાણા

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


'લોકડાઉન' (લઘુકથા) - ભરત મકવાણા

'ક્યારે ખુલશે આ 'લોકડાઉન'!! હું તો જબ્બર કંટાળી ગયો છું પૂજા' અણગમા સાથે ધવલે એની પત્નીને કહ્યું.

'હાલ તો ઘરમાં જ રહેવું અને લોકડાઉનનું પાલન કરવું એ જ આપણી નૈતિક ફરજ છે. 'ઘેર રહો,સુરક્ષિત રહો' પૂજાએ પ્રત્યુત્તર આપતાં કહ્યું.

ત્યાં જ એમનાં નાના દિકરા રોહને કહ્યું: 'પપ્પા, આ 'લોકડાઉન' એટ્લે શુ?'

'જો બેટા,અત્યારે 'કોરોના' નામનો વાઇરસ દેશ અને દુનિયામાં ચાલી રહ્યો છે.એને અટકાવવા માટે શહેરો તથા ગામડાઓ લોકડાઉન કર્યા છે.એટ્લે કે ઘરની બહાર નીકળવું નહીં, કામ વગર બહાર ફરવું નહીં અને ખોટી ભીડ કરવી નહીં' સમજ્યો બેટા?? રોહને હકારમાં માથું ધુણાવ્યું.

'તો આ કોણ કોણ બહાર ન નીકળી શકે પપ્પા? આ પક્ષીઓ અને પ્રાણીઓ તો ગમે તેમ વિહરે છે?' રોહને બીજો પ્રશ્ન પૂછતાં કહ્યું.

માત્ર માણસ જ દિકરા! બીજા જીવો તો ગમે તેમ હરીફરી શકે છે. પશુ-પક્ષીઓને તો કેવું હોય લોકડાઉન? એ તો 'લોકડાઉન'થી મુક્ત છે બેટા!

આટલું સાંભળી રોહન દોડતો - દોડતો પોપટના પિંજરા પાસે ગયો અને પિંજરાનો દરવાજો ખોલી રોહન બે હાથ ઊંચા કરી હસતા મોઢે બોલ્યો : " પોપટભાઈ, આજથી તમારું લોકડાઉન સમાપ્ત "
અને પોપટ પાંખો ફેલાવીને મુક્ત ગગનમાં ઊડી ગયો.

પછી રોહન એના મમ્મી - પપ્પા સામે જોઈને બોલ્યો: 'બરાબરને?' પપ્પા બોલ્યા: 'શાબાશ દિકરા શાબાશ!'

ભરત મકવાણા