Revange of soul - Reborn - 2 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ - 2 - કાળા જંગલ નો સફર

Featured Books
Categories
Share

પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ - 2 - કાળા જંગલ નો સફર

હું અંકિત ચૌધરી આજે પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ ભાગ 2 પ્રકાશિત કરું છું. આપ સર્વ ના પ્રેમ બદલ આપનો આભાર.

Whatsapp : 9624265491 કોઈપણ મારી સ્ટોરી માટે નું કામ હોય કે અન્ય કામ હોય મને મેસેજ કરી શકો છો.

***** ****** ****** ****** ****** ****** *****

ગયા ભાગ માં આપડે જોયું કે અમન નો જન્મદિવસ ઘર ના સભ્યો માટે દુઃખ નો દિવસ બની જાય છે. રોશની અને અરિહંત ફરીવાર કાળા જંગલ માં જવા માટે તૈયાર થઈ ગયા હતા. હવે આગળ…..

ભાગ :- 2 - કાળા જંગલ નો સફર

અરિહંત અને રોશની ને ચારે બાજુ અંધારપટ છવાઈ ગયો હોય એવું લાગતું હતુ ! કેમકે એમનો બે વર્ષ નો દીકરો અચાનક જ ગાયબ થઈ ગયો હતો. અચાનક જ ગાયબ થયેલો અમન રોશની અને અરિહંત ના મનમાં ઘણા બધા સવાલો ઊભા કરતો હતો. આ બધા સવાલો નો જવાબ ફકત ને ફકત એમને આ કાળા જંગલ માં જ મળી શકે એમ હતા.

ફરી એકવાર અરિહંત અને રોશની માટે કાળા જંગલ માં જવું એ ખતરનાક અને જાનલેવા હતું. નિયતિ કાળા જંગલ ની રાજકુમારી હતી અને આ લોકો એ એને જ કાળા જંગલ માં કેદ કરી દીધી હતી. અરિહંત અને રોશની કાળા જંગલ માં રિસ્ક લઈને જાય તો પણ એવી કોઈ સ્પષ્ટતા નોતી કે અમન ત્યાં હશે ! પણ પોતાના એક ના એક દીકરા અમન માટે બંને ને આ કષ્ટ પણ મંજૂર હતું. ફરી એકવાર કાળા જંગલ માં જવું એ આ વખતે આસન નોતું.

ડર થી અને પોતાના દીકરા ને ખોવાની વાત થી બેહાલ બનેલી રોશની પોતાના દીકરા ને ફરીવાર મેળવવા માટે કોઈપણ કરવા તૈયાર હતી. આસાની થી આ વખતે કાળા જંગલ માં જઈ શકાય એમ પણ ન હતું ! રોશની તો પણ હિંમત કરી ને કાળા જંગલ ની અંદર જવા માટે પ્રયાસ કરે છે પણ જઈ શકતી નથી. રોશની હિંમત હારી ને જોરથી રડવા લાગે છે. “અરિહંત મારા દીકરાને બચાવી લો ! હું જીવન ભર તમારી આભારી રહીશ ! પ્લીઝ અરુ મને મારો દીકરો પાછો આપવી દો પ્લીઝ !” અરિહંત પણ મજબૂર હતો ! કઈ બોલી શકે એવી તેની હાલત જ નોતી કેમકે એ પણ બઉ દુઃખી હતો.

થોડા સમય પછી અવનિ ને કંઇક યાદ આવે છે એટલે તે પોતાના આંસુ લૂછી નાખે છે ને ઉભી થાય છે. કાળા જંગલ ના દરવાજા આગળ મુખ કરીને એ ઉભી રહે છે, અરિહંત પોતાની પત્ની સામે નિર્દોષ નજર થી જોઈ રહ્યો હતો. રોશની ને યાદ આવે છે કે કાળા જંગલ માં જવા માટે આ દરવાજા ને ખૂન આપવું પડશે ! આ પહેલા શિવરાજ કરી ચૂક્યો હતો ! હવે રોશની એ જ રસ્તે જવા જઈ રહી હતી. રોશની એ જટ થી પોતાના ડાભા હાથ ની નસ કાપી નાખી પણ દરવાજો ખુલ્યો નઈ ! કેમકે આ દરવાજો ફકત એક જ વ્યક્તિ ખોલી શકે તેમ હતા ને એ હતા શિવરાજ ! શિવરાજ ના ખૂન નો ભૂખ્યો હતો આ દરવાજો કેમકે શિવરાજ નું કૃત્ય આ દરવાજો ભલી ભાતે જાણતો હતો.

રોશની દોડી ને શિવરાજ પાસે જાય છે કેમકે એ જાણતો હતી કે શિવરાજ જ પહેલાની જેમ આ દરવાજો ખોલી શકે એમ હતા ! રોશની ના હાથ માંથી ખૂન પણ વહેતું હતું પણ રોશની ને એના દીકરા અમન આગળ ખૂન ની પણ પરવાહ નોહતી ! શિવરાજ ને લઈને રોશની નીચે ગુફા ના એ રૂમ માં આવી જાય છે , જયા અરિહંત પહેલેથી હતો.

એક દીકરા ના પ્રેમ એ આખા પરિવાર દુઃખ ના દરિયા માં ધકેલી ને મૂકી દીધો હતો , શિવરાજ પણ હવે કાળા જંગલ ના દરવાજા આગળ હતા ! પણ હજુ એક પ્રશ્ન તેમને ડરાવી રહ્યો હતો કે શિવરાજ થી આ દરવાજો નઈ ખુલે તો શું થશે ! રોશની નું ઘણું બધું લોહી વહી ગયું હતું ને એની તબિયત પણ બગડી રહી હતી. રોશની ને કઈ થાય એમ હતું નઈ કેમકે રોશની એક આયના હતી અને તેના ઘાવ પણ જલ્દી ભરાઈ જતા હતા. થોડી જ વાર માં રોશની ના ઘાવ પણ ભરાઈ ગયા પણ દિલ ના ઘાવ ક્યારે ભરાશે ! એ અમન ના મળવા પર આધાર રાખતા હતા.

થોડી જ વાર માં શિવરાજ એ દરવાજા પાસે જઈને પોતાના જમણા હાથ ની આંગળી ઉપર ઘા કર્યો ને કાળા જંગલ નો દરવાજો ખુલી ગયો ! અરિહંત અને રોશની દરવાજો ક્રોસ કરતા જ હતા કે શિવરાજ તેમને રોકી દીધા ! “ અરિહંત તારી અને રોશની ની સાથે હું પણ કાળા જંગલ માં આવીશ ! “ પણ અરિહંત અને રોશની એ તેમને સમજાવીને ત્યાં હવેલી માં જ રોકી દીધા !

અરિહંત અને રોશની એક બીજાનો હાથ પકડી લે છે કેમકે હવે એ લોકો એ જગ્યા એ જવાના હતા જ્યાં તેમણે પોતાનો જીવ બચાવવા માટે જંગ લડવાની હતી. અરિહંત અને રોશની જેવો જ કાળા જંગલ માં પગ મૂકે છે કે તરત જ અરિહંત અને રોશની એક દલદલ માં જઈને પડે છે. બંને અંદર અંદર ડૂબ્યા જ જતા હોય છે. થોડી વાર પછી રોશની ના મનમાં એક વિચાર આવે છે કેમકે તે આયના હતી ! ને તે પોતાની અને અરિહંત ની આંખો બંધ કરાવી દે છે. અને અરિહંત ને કહે છે “ ખોલો હવે આંખો “ ને જેવી જ અરિહંત પોતાની આંખો ખોલે છે તો એને સમજાય છે કે એ દલદલ માંથી બહાર છે. આ જગ્યા માયાવી હોવાથી રોશની પણ એક માયાવી ખેલ રમી નાખે છે; કેમકે એ જાણતો હતી કે જો એ અરિહંત ના મનમાં ભ્રમ પેદા કરી શકે છે તો એ આ દલદલ માંથી પણ બહાર નીકળી શકે છે.

અરિહંત ને ભ્રમ હોય છે કે એ દલદલ ની બહાર છે પણ હકીકત માં એ પણ રોશની ના સાથે દલદલ માં જ હોય છે. રોશની ને દલદલ માંથી બહાર કાઢે છે અરિહંત અને પોતાને દલદલ માં મહેસૂસ કરે છે. પણ ભ્રમ ના લીધે રોશની તો બહાર નીકળી ચૂકી હતી. થોડી વાર માં રોશની એ અરિહંત ને પણ એ દલદલ માંથી બહાર નીકળી દીધો !

રોશની અરિહંત ને લઈને હવે આગળ ચાલે છે , જેમ જેમ બંને આગળ વધતા હોય છે તેમ તેમ ડરવાની અવાજો તેમની તરફ આગળ વધી રહી હોય છે. રોશની થોડી ડરી જાય છે ને પોતાના બંને કાન ને હાથ વડે ઢાંકી દે છે. રોશની થોડી આગળ વધે છે કે એના કાન માં પોતાના દીકરા અમન નો અવાજ પડે છે. “ મમ્મી હું અહી છું , મમ્મી મને આ હેરાન કરે છે. મમ્મી મને બચાવી લો … “ અચાનક જ રોશની ની આંખો બંધ થઈ જાય છે. થોડી વાર પછી એની આંખો ખુલે છે તો એની નજર સામે એનો એકના એક દીકરો અમન હોય છે. દીકરા ને સામે જોઈ રોશની ના ચહેરા પર સ્મિત આવી જાય છે પણ અનાયાસ એની નજર અમન ની પાછળ આવતી મુસીબત ઉપર પડે છે. અમન ની તરફ એક મોટો ડ્રેગન આવી રહ્યો હોય છે. ધીરે ધીરે ડ્રેગન આગળ વધી રહ્યો હોય છે ને સીધું જ અમન નું માથું એના મોં માં લઇ લે છે, આમ ને તેમ અમન ના લોહી ના છાંટા રોશની ના મોં સુધી ઉડે છે ને થોડી જ વાર માં આ ડ્રેગન અમન રોશની ની નજર આગળ ગળી જાય છે ! પણ રોશની કઈ કરી શકતી નથી. જોર થી ચીખ પડે છે “ અમન…”

શું આ અમન ની જિંદગી જો અંત હતો ?
હંમેશા માટે રોશની અને અરિહંત એ પોતાના અમન ને ખોઈ દીધો ?
હજુ આ કાળી જંગલ રોશની અને અરિહંત માટે કેટલી મુસીબતો વધારશે ?
નિયતિ નો સામનો થઈ જશે તો !

આ બધા પ્રશ્નો ના જવાબ આગળ ના અધ્યાય માં… આ નોવેલ નો પ્રથમ ભાગ એટલે કે મારી “ નોવેલ એની હા કે ના ? “ જેમાં આ વાર્તા ની શરૂઆત છે.

આ સ્ટોરી ને લગતી કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary