Kalindi in Gujarati Moral Stories by Naresh Gajjar books and stories PDF | કાલિંદી...(એક અનેરો નંદ જન્મોત્સવ)

Featured Books
Categories
Share

કાલિંદી...(એક અનેરો નંદ જન્મોત્સવ)

A social story.....

કાલિંદી...
(એક અનેરો નંદ જન્મોત્સવ).❤️❤️

સથવારો શ્યામ નો,
ક્યાં મળ્યો હતો,રાધા ને પણ ..!!

જીવી જઈશું જીવતર,
અમેય, આ, મોરપિચ્છ ની હુંફ માં.

જ્યારથી અનાથ આશ્રમ માંથી બાળક દત્તક લેવાની વાત નક્કી થઈ હતી ત્યારથી જ,

નેહા,તમે તો તો મન માં વિચારી ને જ રાખેલું કે, દત્તક સંતાન તરીકે તો દીકરી પર જ પસંદગી ઊતારીશ જ,કારણકે તમારી જેમ જ વિશ્વાસ ને પણ દીકરીઓ વધારે વહાલી હતી..

છતાંય

તમારો પતિ વિશ્વાસે તો, જાણે કે તમારી અંદર રહેલી પુત્ર કે પુત્રી અંગે ની ઈચ્છા જાણવા માંગતો હોય એ રીતે બે થી ત્રણ વાર તમને સમજાવતા કહ્યું પણ ખરું કે...

"નેહા, ભલે દતક સંતાન તરીકે દીકરી આપણ ને વધુ પસંદ હોય છતાં પણ હજુ એક વાર વિચાર કરી લેજે"
"કારણ કે સંતાન સુખ થી વંચિત મોટા ભાગ ના યુગલો ભવિષ્ય માં સહારો કે ઘડપણ ની લાકડી બની રહે એ કારણસર દતક સંતાન તરીકે દીકરી કરતા દીકરા પર જ પસંદગી ઢોળતા હોય છે. છોકરાનો આગ્રહ વધુ રાખતા હોય છે"...

એટલે આડકતરી રીતે નેહા તમે જે નિર્ણય લેશો એ વિશ્વાસ ને પણ મંજૂર હશે એવો સપસ્ત નિર્ણય એણે તમને જણાવી દીધી હતો...નેહા

પરંતુ તમે તો દીકરી ને જ દતક લેવાની તરફેણ માં હતા..જે નિર્ણય ને વિશ્વાસે પણ સહર્ષ વધાવી લીધો હતો.

આમતો ,નેહા,તમારી અને વિશ્વાસ ની વાત કરીએ,

તો તમારા લગ્ન જીવન ને આઠ વર્ષ પૂરા થવા આવ્યા છતાં પણ કોઈ કારણસર તમારા ઘેર પારણું બંધાયું નહોતું,

માતૃત્વ ના સુખ થી તમે હજુ પણ વંચિત હતા નેહા,

જોકે લગ્ન જીવન નાં આટલા વર્ષોમાં પણ આ બાબત ને લઈને ક્યારેય તમારી અને વિશ્વાસ ની વચ્ચે મન ઊંચું થાય એવું ક્યારેય બન્યું નહોતું..

નેહા તમે અને વિશ્વાસ,

દામ્પત્ય જીવનના એકમેક પર ના અતૂટ વિશ્વાસ ને કારણ એક બીજા.પર દોષારોપણ કરવાને બદલે ઉપરવાળા ને આ જ મંજૂર હશે.એમ માની ને એટલો સમય રાહ જોઈ
અને અંતે અનાથ આશ્રમ માંથી કોઈ સંતાન દતક લેવાનો વિચાર કર્યો હતો..

અને એ માટે અનાથાશ્રમ જવા માટે એક દિવસ નક્કી કર્યો.. નેહા

નિયત કરેલ સમયે શહેર ના એ જાણીતા અનાથ
આશ્રમ ને દરવાજે તમારી ગાડી ઉભી રહી,તમે બંને નીચે ઉતરીને..આશ્રમ ની ઓફીસ તરફ જઈ રહ્યા હતા. નેહા.

આશરે દસેક એકર માં ફેલાયેલા જગ્યા અને ચારે તરફ વૃક્ષ આચ્છાદિત આશ્રમ નું નીરવ વાતાવરણ, આશ્રમ ની ઓફિસ ની બિલકુલ અડીને આવેલા અંદર ના નાના અમથા પ્લે ગ્રાઉન્ડ માં રમતા અનાથ બાળકો ના કિલકિલાટ થી ગુંજી રહયું હતું

નેહા, આશ્રમની અંદર રમતા બાળકો ના એ કિલકિલાટે તો જાણે કે સંતાન સુખ થી વંચિત તમારી અંદર રહેલા માતૃત્વ ને ઢંઢોળી નાખ્યું હોય એમ એ ભૂલકાઓ ને જોઈ રહેલી નજરે તમારી સંતાન વાંછુક આંખો ના ખૂણા ભીના કરી નાખ્યાં હતાં.

એ વાત નો ખ્યાલ તમારો હાથ પકડીને તમને સંસ્થા ની ઓફીસ તરફ દોરી રહેલા તમારા પતિ વિશ્વાસ ને પણ નહોતો આવ્યો...નેહા

ઓફિસ ની બાજુમાં આવેલા નાનકડા પ્લે ગાર્ડન માં બાળકો ઉછળકૂદ કરી રહ્યા હતા..

ગાર્ડન ના હીંચકા પર સામે જ સફેદ સાડી પહેરેલ પ્રૌઢ વય ની એક વિધવા જેવી લાગતી સ્ત્રી બાળકો નું ધ્યાન રાખતી હોય એ રીતે બેઠી હતી..નેહા

થોડે દૂર થી તમારી નજર એમના પર ગઈ..

કદાચ એ ચેહરો તમને જાણીતો લાગ્યો..એક સમયે
તમે એને ઓળખતા હોય એવું પણ તમને લાગ્યું.. નેહા.

પરંતુ,
નેહા એ વાત ને નજર અંદાજ કરી ને
તમારી નજર તો બગીચા માં રમતા બાળકો પર સ્થિર થઈ ગઈ હતી...

કેટલા ખુશ હતા એ સૌ નિર્દોષ ભૂલકાઓ....!!

આ સ્વાર્થી દુનિયા થી બિલકુલ અજાણ હતા,આશ્રમ ના એ બધા અનાથ બાળકો ..

મસ્ત હતા સૌ પોતાની આ દુનિયા માં....

એ, ભૂલકાંઓને ક્યાં ખબર હતી કે,એમને અહી તરછોડી ને જનારા તો, એમના જ પોતાના હતા..

હજુ તો, નેહા તમે અને વિશ્વાસ બંને જણા આશ્રમ ની ઓફીસ ના પગથીયા તરફ જઈ રહ્યા હતા..

ત્યાં તો પાછળથી એક નાનકડો હાથ આવીને કોઈ તમારો દુપ્પટ્ટો ખેંચી ને તમને રોકી રહ્યું હોય એવું તમને લાગ્યું...નેહા

કાલી ઘેલી છતાંય સ્પસ્ટ ઉચ્ચારણો સાથે બોલાયેલ એ વાક્ય.

"આંટી,તમારો હાથ રૂમાલ"...!!

એટલું
સાંભળતા ની સાથે જ,
નેહા તમે પાછળ વળી જોયું તો રમતા રમતા દોડી આવેલી એક બાળકી એ બિલકુલ નિર્દોષ અને બાળ સહજ અદા થી તમારા તરફ ઈશારો કરીને રસ્તા માં પડી ગયેલ તમારો હાથ રૂમાલ આપતી હોય એ રીતે એનો નાનકડો હાથ લંબાવીને સસ્મિત તમને રોકી રાખ્યા . નેહા

આશરે ચાર પાંચ વર્ષ ની ભીનેવાન બાળકી ની નિર્દોષ આંખો અને કાલી ઘેલી ભાષા માં ગજબ નું ખેંચાણ હતું..એવું તમને લાગ્યું. નેહા

કોણ.જાણે કેમ તમે એ બાળકી ના મોહપાશમાં ઝકડાઈ ગઈ હોય એ રીતે અમી ભરી નજરે અવાચક થઈ ને એની સામે જોઈ જ રહયા..

એના કાલા ઘેલા શબ્દો એ તો તમારા હદય માં ઉછળી રહેલા માતૃત્વ ના સાગર માં ભરતી લાવી દીધી, નેહા...

ત્યાં તો, ઓફિસ માંથી ઊભા થઈ ને તમને આવકારવા બહાર આવેલા સંચાલિકા બહેને... તમારી તંદ્રા તોડતા હોય એ રીતે કહ્યું...

"મેડમ ,એ અમારા આશ્રમ ની કાલિંદી છે.. ,હજુ ગયા મહિને પાંચમુ વર્ષ બેઠું"..

"જન્મતાંની સાથે. જ માંબાપ ના પ્રેમ થી વંચિત કાલિંદી ખૂબ જ રમતિયાળ અને આખાય આશ્રમ માં સૌની લાડકી છે"
".આમ જોવા જાવ તો બધાને પરાણે વ્હાલી લાગે એવી છે અમારી આ કાલિંદી" ..

પોતાના નાના નાના હાથ થી તમારો રૂમાલ તમને આપીને કાલિંદી ત્યાંથી રમવા માટે દોડી ગઈ.

આશ્રમ ની સંચાલિકા બેન દ્વારા બોલાયેલા એ શબ્દો એ તમને તંદ્રા માંથી જગાડી દીધા હોય એવું તમને લાગ્યું, નેહા..

છતાં હજુ પણ એ માસૂમ કાલિંદી નો ચેહરો કેમેય કરીને તમારી આંખો સામેથી ખસવાનું નામ લેતો નહોતો..
ઓફિસ ની અંદર બેઠા પછી સંચાલિકા બેને બાળક દતક લેવાની વિધિ ના ભાગ રૂપે એક પછી એક બાળકો ના ફોટો ગ્રાફ તમને બતાવતા હતા...વિશ્વાસ ખૂબ જ ધ્યાન પૂર્વક એ જોતો હતો..પરંતુ તમારા હદય.માં તો કોણ જાણે કેમ નિર્દોષ અને શ્યામ વર્ણ એવી કાલિંદીનો ચેહરો અંકિત થઈ ગયો હતો..નેહા

થોડી વાર બાદ સંચાલિકા બાજુ ના ટેબલ પર ના ક્લાર્ક ને દતક લેવા માટે ની પ્રાથમિક દસ્તાવેજો ને લગતા ફોર્મ ભરવાની સૂચના આપી બહાર આવ્યા..
વિશ્વાસ એ બધા ફોર્મ ને ધ્યાન પૂર્વ તપાસીને વાંચી રહ્યો હતો..
પરંતુ નેહા,
તમારી નજર તો ઓફિસ ની બારી માંથી બાજુ માં આવેલા પ્લે ગાર્ડન માં રમી રહેલા બાળકો ની વચ્ચે પણ કાલિંદીને શોધી રહી હતી..એટલે તમે પણ સંચાલિકા ની સાથે સાથે ઓફિસ ની બહાર આવ્યા...
તમારા બહાર આવતા ની સાથે જ સંચાલિકા બહેને જાણે કે નેહા, તમારા મન ને વાંચી લીધું હોય એમ બોલતાં કહ્યું..

"મેડમ લાગે છે કે,તમારી નજર હજુ પણ કાલિંદી ને શોધી રહી હોય એવું લાગે છે મે કહ્યું હતું ને કે પરાણે વહાલી લાગે એવી છે અમારી એ કાલિંદી
ભલે શ્યામ વર્ણી છે પણ જોતા વેત જ ગમી જાય એવી છે એ માસૂમ,"

"પણ એ ખરું કે બીજા બાળકો જેમ એ, સાવ કમનસીબ કે અનાથ નથી".

"જુવો, સામે પેલા હીંચકા પર બેઠેલા છે એ સરલાબેન,અહી નોકરી કરે છે આશ્રમમાં બાળકો ની સાર સંભાળ માટે એમને રાખેલા છે".

"કાલિંદી એમની એકની એક પૌત્રી.છે..એમના જીવતર ની એક માત્ર આશા અને સહારો"..

"કાલિંદીના મમ્મી પપ્પા અને દાદા એક ગમખ્વાર માર્ગ અકસ્માત માં.મૃત્યુ પામ્યા હતા..કાલિંદી એમની એક માત્ર પૌત્રી છે. એટલે એક રીતે જોવા જાવ તો કાલિંદી ને અનાથ ન કહેવાય,પરંતુ પોતાનું સર્વસ્વ એ માર્ગ અકસ્માત માં ગુમાવ્યા પછી જીવન ની બાજી સાવ હારી ગયા છે, સરલાબેન.

"પોતે નહી હોય.ત્યારે માસૂમ નું શું થશે..? એ વિચારે અહી કાલિંદી પોતાની નજર સામે રહે એ માટે આશ્રમ માં નોકરી કરે છે.અને પોતાની હયાતી બાદ કાલિંદી ને માબાપ નો પ્રેમ મળી રહે એ માટે એને યોગ્ય હાથો માં સોંપવાની કે દતક આપવાની પણ ઈચ્છા રાખે છે"...

આશ્રમ ના સંચાલિકા નાં મોઢે જાણીતું એવું સરલાબેન નામ સાંભળીને, નેહા તમે દિગ્મૂઢ થઈ ગયા.

થોડી વાર પછી આશ્રમ ના સંચાલિકા બેન ના ત્યાં થી ચાલ્યા ગયા બાદ,

હવે તમને એ સમજતા વાર ન લાગી કે આશ્રમ માં પ્રવેશતી વખતે હીંચકા પર બેઠેલા અને તમે જેને ઓળખી નહિ શકેલા એ પરિચિત લાગતી વ્યક્તિ બીજુ કોઈ નહિ પણ સરલાબેન જ હતા..

એટલે કાલિંદી જરૂર આદિત્ય ની જ દીકરી હોવી જોઈએ..

અને નેહા, આટલી વાત સમજતા ની સાથે જ થોડીક જ મિનિટોમાં તમારી આંખો માં તમારો ભૂતકાળ તરી આવ્યો...

યુવાન કાળમાં,
નેહા તમે અને આદિત્ય એકબીજા ના ભરપૂર પ્રેમ માં હતા,પરંતુ સરલાબેન ની એ એક જ જીદ ને કારણે તમે તમારા પ્રેમ ને મંઝિલ સુધી પહોંચાડી શક્યા નહિ..

નાનપણ થી જ માતા પિતા ની છત્ર છાયા ગુમાવી ચૂકેલી અને નિસંતાન મામા મામી ને ત્યાં રહી ને ઉછરેલી માં બાપ વિના ના છોકરી નેહા સાથે પોતાના પુત્ર ને નહિ પરણાવવાની એક વિચિત્ર જીદ નો સામનો કે અનાદર નહિ કરી શકવાને કારણે નેહા તમે અને આદિત્ય એક બીજા થી છૂટાં પડ્યાં.

પછી તો આદિત્ય પોતાની જીંદગી માં ગોઠવાઈ ગયો અને નેહા, તમે પણ આદિત્ય ને ખુબ ચાહતા હોવા નિયતિ ના નિર્ણય ને સ્વીકારી ને વિશ્વાસ સાથે પરણી જઇ તમારા ભૂતકાળ ને લગભગ ભૂલી ચૂક્યા હતા..નેહા

ભૂતકાળ ને ભૂલી જવાનો તમારો એ નિર્ણય સાચો જ હતો નેહા,

કારણ કે અતીત ગમે તેવો રૂપાળો હોય,કે વગોળવો ગમતો હોય પરંતુ અંતે તો એ કઈક અંશે પીડાદાયક જ હોય છે..

અને હા નેહા,એવું પણ નથી,
કે તમારો પતિ વિશ્વાસ, તમારા આ ભૂતકાળ થી અજાણ હોય, તમારા જીવન ની આ સમગ્ર ઘટના તમે તમારા પ્રેમાળ પતી વિશ્વાસ ને લગ્ન સમયે જણાવી ચૂક્યા છો..નેહા

પણ આજે ફરી એક વાર સરલાબેન નું નામ સાંભળી ને તમે ભૂતકાળ ની ગર્તા માં ધકેલાઈ ચૂક્યા છો,નેહા

એટલા માં તો વિશ્વાસ ઓફિસ માંથી બહાર આવ્યો અને બોલ્યો..

"અરે નેહા,કેમ બહાર આવી ગઈ..!! કેટલાક દસ્તાવેજો પર તારે પણ સહી કરવાની છે...ચાલ અંદર"..

પરંતુ,નેહા,

વિશ્વાસે તમારા ચેહરા પર ની ગડમથલ ને વાંચી લીધી હોય એમ તમને પૂછ્યું..

"નેહા શું થયું,આશ્રમ માં પ્રવેશતી વખતે તો,તું બહુ ઉત્સાહિત હતી,તો પછી આમ અચાનક તારા ચેહરા પર ચિંતાની લકિરો કેમ ઉપસી આવી.!!

"કોઈ મુંજવણ હોય તો મને કહે"... !!
તને જે ગમશે એ જ બાળક ને આપણે દતક લઈશું,બસ..!!

આટલું સાંભળતા ની સાથે નેહા,તમે આશ્રમ ની ઓફિસ ની બહાર વિશ્વાસ ને ખભે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

હજુ તો વિશ્વાસ કઈ સમજે એ પહેલાં તમે ગાર્ડન માં રમતા બાળકો માં કાલિંદી તરફ ઈશારો કરીને કંઇક કહેવાની કોશિશ કરતા હોય એવું વિશ્વાસ ને લાગ્યું...
ગળે ડૂમો ભરાયેલા આવજે તને ફક્ત કાલિંદી એમ જ બોલી શક્યા નેહા....

આખી પરિસ્થિતિ ને સમજતા હવે વિશ્વાસ ને વાર ન લાગી..
તમને સાંત્વના આપીને વિશ્વાસ તમને ઓફિસ ની અંદર લઈ ગયો...
થોડી વાર માં દતક લેવા અંગે ના તમામ દસ્તાવેજો ચકાસીને તૈયાર થઈ ગયા...હવે ફક્ત આશ્રમ દ્વારા તમામ કાર્યવાહી ને આખરી ઓપ આપીને અંતે નિયત કરેલ સમયે દતક લીધેલ બાળક ને લેવા જવાની વિધિ જ બાકી રહી હતી..

નેહા,આશ્રમ માંથી બહાર નીકળતી વખતે તમારી અને વિશ્વાસ ની ખુશીઓ નો પાર નહોતો...

અને એકાદ અઠવાડિયા પછી આશ્રમ માંથી ફોન આવ્યો અને દતક લેવા માટે નો શુભ દિવસ નક્કી થયો ..નેહા

આજે જન્માષ્ટમી હતી,આજે તમારે આશ્રમ જવાનું હતું...નેહા આગલા દિવસે ભયંકર તાવ અને સખત નબળાઈ હોવા છતાં પણ ,તમે વિશ્વાસ સાથે આશ્રમ આવવાની વાત કરી..
પરંતુ
તમારી શારીરિક અશક્તિ જોતા વિશ્વાસે કરેલી પ્રેમ પૂર્વક ની સ્પસ્ટતા સામે તમારી આશ્રમ જવાની જીદ ને અંતે ઝૂકવું પડ્યું.નેહા

અને અંતે વિશ્વાસ એકલો જ આશ્રમ જઈ ને દતક બાળક ને લઇ આવશે એવુ નક્કી થયુ..

વિશ્વાસ ના આશ્રમ ચાલ્યા ગયા પછી,
નેહા તમારા
લગ્ન જીવન ના આટલા વર્ષો પછી ઘર માં કોઈ કાલી ઘેલી ભાષા માં તમને મમ્મી કહેવાનું હતું એ વિચારે હૈયે આજે તમારો આનંદ સમાતો નહોતો

તાવ ને કારણે અશક્તિ હોવા છતાં જેમ તેમ કરી ને કિચન માં જઈ ને તમે લાપસી નું આંધણ મૂક્યું..નેહા

."કારણ કે,તમે જાણતા હતા કે, આજે તમારા ઘેર લક્ષ્મી પધારવાના હતા..

૧૦૨ જેવો ધગધગતો તાવ હોવા છતાં પણ તમે વિશ્વાસ ની આવાવની રાહ જોતા સોફા પર બેસી રહ્યા હતા.નેહા

તમારી એક આંખ માં તમારો ભૂતકાળ તરવરતો હતો,અને બીજી આંખ માં ભવિષ્યનું સોનેરી સપનું હતું..નેહા
અને આ બધું શક્ય બન્યું હતું,વિશ્વાસ ને કારણે.

બપોર નો એક થવા આવ્યો..કેમ આટલી વાર થઈ હશે ,તમે એ વિચારતા હતી ત્યાં તો ડોર બેલ વાગી.

નેહા, તમારી આંખો માં ચમક આવી ગઈ.

દરવાજો ખુલતા ની સામે જ કાલિંદી ને તેડી ને વિશ્વાસ ઊભો હતો..
કાલિંદી ને જોતા જ તમે હરખભેર એને વિશ્વાસ ના હાથ માંથી લઈ ને એના પર ચૂમીઓ નો વરસાદ વરસાવી દીધો..
પણ ત્યાં અચાનક જ,નેહા તમારી નજર સરલાબેન પર પડી ,
તમે જોયુંકે વિશ્વાસ ની સાથે સરલાબેન પણ હતા,

તમે હજુ કઈ વિચારો એ પહેલાં તો વિશ્વાસ બોલી ઉઠ્યો...

"અરે, નેહા,બધું દરવાજા પર ઊભા રહીને જ વિચારીશ કે શું..??
"એક વાર અંદર તો આવવા દે, હું તને માંડી ને બધી વાત કરું છું"
સરલાબેન અને વિશ્વાસ ના અંદર આવતા ની સાથે જ તમે સરલાબેન ને આવકાર્યા.

તે બંને સોફા પર બેઠાં,
તમે પણ કાલિંદી ને તેડી ને સોફા પર ગોઠવાઈ ગયા

અંતે,નેહા, સરલાબેન ને લઈને તમારા મનમાં ઉઠેલા સવાલો ના જવાબ આપતો હોય એ રીતે વિશ્વાસ બોલ્યો...
"નેહા, આપણે બન્ને તે દિવસે આશ્રમ ગયા હતા,ત્યારે તે કાલિંદી ને જોતા વેત જ, એ તને ગમી ગઈ હતી એ હું જાણું છું,
અને આશ્રમ ના સંચાલિકા બહેને પણ વિસ્તાર પૂર્વક સરલાબેન વિશે બધી જ માહિતી આપી,

કાલિંદી, એ આદિત્ય નું સંતાન છે. એ વાત પણ એમણે મને કરી.

તે દિવસે આશ્રમ માં તને ધ્રુસકે ધ્રુસકે રડતી જોઈને મને થોડી ઘણી આશંકા તો થઈ હતી જ,એટલે જ આશ્રમ માં જઈને કાલિંદી વિશે માહિતી મેળવી ,

આપણે કાલિંદી ને દત્તક લઇએ એમાં પણ મને કોઈ વાંધો નહોતો,પરંતુ,
કાલિંદી ના ગયા પછી સરલાબેન કેવી રીતે જીવી શકશે, એ વિચારે મને વિહવળ કરી મૂક્યો હતો.

નેહા,
ઉછીનું અજવાળું લઈને આપણે આપણા ઘર માં દિવાળી નથી કરવી.
અને એટલે જ સરલાબેન ને સમજાવી ને હું આપણા ઘેર લઈ આવ્યો છું..તને જો વાંધો ન હોય તો સરલાબેન હવેથી આપણી સાથે જ રહેશે..

ડ્રોઈંગ રૂમ ની દીવાલ પર સુખડ નો હાર ચડેલી તસવીર ની સામે જોતા જોતા વિશ્વાસે ઉમેર્યું..

"આમ પણ મારા મમ્મી.પપ્પા હવે હયાત નથી રહ્યા...કાલિંદી ના આગમન થી તને તારી દીકરી મળી જશે,સાથે સાથે સરલાબેન ના સ્વરૂપ માં મને એક મા પણ મળી જશે"...

વિશ્વાસ ની આ વાતો નો શું જવાબ આપવો એની નેહા,તમને કે સરલાબેન ને ખબર જ ન પડી
આ બધું સમજવા માટે અસમર્થ એવી નાનકડી કાલિંદી તો તમારા ખભે માથું નાખી ને સુઈ ગઈ.

કાલિંદી માટે લાવી રાખેલા પારણા માં એને સુવડવતી વખતે તમારી આંખો માં ઘસી આવેલા આંસુ ઓને તમે રોકી શક્યા નહોતા...નેહા

સામે સોફા પર બેઠેલા,સરલાબેન ની ભીની થયેલી પાંપણો પણ એ વાત ની સાબિત આપતી હતી..કે એમને પણ આજે વિશ્વાસ ના સ્વરૂપ માં અકસ્માતમાં મૃત્યુ પામેલા પોતાનો દીકરો આદિત્ય પરત મળી ગયો હતો

દીકરી ના આગમન ને વધાવવા માટે ભેગા થયેલા પાડોશીઓને પણ આજે,પારણા માં ઝૂલતી કાલિંદી ને જોઇને બોલી ઉઠ્યા, કે

"નેહા બેન,આજે ખરા અર્થ માં તમારા ઘરમાં નંદ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે...
"પરંતુ પારણા માં આજે નંદલાલા નહીં પણ દીકરી કાલિંદી ઝૂલે છે"..

નરેશ ગજ્જર