ek anokhi kahani - Bhoot in Gujarati Children Stories by Savan Patel books and stories PDF | એક અનોખી કહાની - ભુત

Featured Books
Categories
Share

એક અનોખી કહાની - ભુત




ભુત


રમેશભાઈ એક ઈમાનદાર અને ભાલા ખેડુત.

ક્યારે પણ કોઈને હેરાન કરે નહીં, હંમેશા બધાની મદદ કરવામાં આગળ રહે ,ગામમાં બધા સાથે હળીમળીને કામ કરે.

રમેશભાઈને વીસ વિધા જમીન તેમાં બે ઋતુમાં પાક લેવાનો અને ઉનાળામાં ધરતીમાતાને પણ આરામ આપે.

એક સમયની વાત છે.

ઉનાળાનો સમય હતો રમેશભાઈ તેમના ખેતરમાં હળ ચલાવતા હતા. તે સમયે એક નાનકડો છોકરો તેમની પાસે આવ્યો.

તેને હળ પર બેસવાની જીદ કરી.

રમેશભાઈ તો દિલના સાવ ભોળા તેમને તે છોકરાંને હળ પર બેસાડ્યો.

તે છોકરો બધા છોકરા કરતા કઈ વિચિત્ર હતો અને તે રમેશભાઈના ગામનો પણ ન હતો.

રમેશભાઈએ તેમને પૂછ્યું કે તું ક્યાં રહે છે તો તે છોકરાએ રમેશભાઈને જવાબ આપતા કયું કે હું અહીંથી થોડે દુર એક ઝુંપડપટ્ટી છે ત્યાં રહું છું.

થોડા સમય પછી તે છોકરો ત્યાથી જતો રહ્યો.

બીજા દિવસ ફરી તે આવ્યો અને ફરી રમેશભાઈએ તેમને હળ પર બેસાડ્યો.

રમેશભાઈ હળ ચલાવતા જાય અને તેમની સાથે વાતો કરતા જાય સમય કઈ રીતે પસાર થાય તે કઈજ ખબર ન પડે.

હવે તો રમેશભાઈ હળ ચલાવીને ઘરે ન જાય ત્યાં સુધી તે તેમની સાથે રહે અને જેવા રમેશભાઈ ઘરે જાય એટલે તે પણ દુર એક વડના વૃક્ષની પાછળથી તેમના ઘરે જતો રહે.

રમેશભાઈ તેને ભોલો કહીને બોલાવતા.

સમય પસાર થવા લાગ્યો રમેશભાઈને તેમની સાથે દોસ્તી થઈ ગઈ.

એક દિવસની વાત છે બોપરનો સમય હતો સુરજ દાદા પણ માથે આવી ગયા હતા.

રમેશભાઈ અને ભોલો મને હળને છોડાવીને પોતાના ઘર તરફ જતા હતા.

રમેશભાઈને રસ્તામાં થયું કે આજે તો ભોલાને ઘરે લઈ જઈને ઠંડી છાસ પીવડાવુ.

રમેશભાઈ ભોલને બોલાવવા તે વડના વૃક્ષ પાસે આવ્યા પરંતુ ભોલો ત્યાં ન હતો અને દુર દુર કોઈ પણ ન દેખાયું હતું.

રમેશભાઈને નવાઈ લાગી થોડીવારમાં આ ભોલો વાયુવેગ ક્યાં અદ્રશ્ય થઈ ગયો.

ઘર સુધી રમેશભાઈના મનજ આ વાત ચાલતી હતી.

રમેશભાઈને હવે તો ભોલા પર શંક થવા લાગ્યો.

બીજા દિવસ દરરોજની જેમ ભોલો આવી ગયો અને રમેશભાઈએ તેમને હળ પર બેસાડ્યો.

હવે બોપર થવાનો સમય હતો રમેશભાઈ ભોલાને કયું કે આજે મારે ઘરે મહેમાન આવ્યા છે તો મારે આજે વહેલા ઘરે જવું પડશે તો તું બળદને નિણપુરો કરતો જા જે.

ભોલો રમેશભાઈ વાત સાથે સહમત થયો.

રમેશભાઈ ઘરે જવાની જગ્યા પહેલાં વડના વૃક્ષથી થોડે દુર એક જાળીમાં છૂપાઈ ગયા.

ભોલો બળદને નિણપુરો કરી તે વડના વૃક્ષની પાસે આવ્યો.

વુક્ષ પાસે આવી અચાનક તે અદ્રશ્ય થઈ ગયો આ જોઈને રમેશભાઈની આંખો ખુલીને ખુલી રહી ગઈ.

રમેશભાઈ ગભરાતા ગભરાતા ઘરે આવ્યા અને જમ્યા વગરના સુઈ ગયા.

સાંજના પાંચ વાગ્યા તો પણ તે ઉઠ્યા નહિ એટલે તેમના ધર્મપત્ની લીલાબેનને ચિંતા થવા લાગે.

લીલાબેનએ બધી જ વાત તેમના સાસુ કહી કે જ્યારથી તે ખેતરથી આવ્યા છે ત્યારથી તેમનો સ્વભાવ કંઇક અગલ છે.

રમેશભાઈના બા તેમની પાસે ગયા અને તેમને પૂછ્યું કે શું થયું બેટા. રમેશભાઈએ બધી જ વાત તેમના બાને કહી.

બાએ રમેશભાઈને કહ્યું કે કાલે હું તારી સાથે ખેતર આવી.

બીજી દિવસ રમેશભાઈ અને બા ખેતર ગયા. દરરોજની જેમ ભોલો પણ સમય સર આવી ગયો.

રમેશભાઈએ તેમના બાનો પરિચય ભોલેને કર્યો.

ભોલે બાને પગ લાગવા ગયો તારે બા એ ઝડપથી તેમના વાળની ચોડી કાપી લીધી.

જેવી બા એ ચોડી પાકી તેમની સાથે ભોલાને માથું દુઃખવા લાગ્યુ અને તે જમીન પર પડી ગયો.

આ જોઈને રમેશભાઈ બા ને પૂછ્યું કે શું થયું બા.

બાએ તેમને સમજાવતા કહ્યું કે ભોલો કોઈ મનુષ્ય નથી તે એક ભુત છે.

ભૂતનું નામ સાંભળતા રમેશભાઈ ગભરાઈ ગયા.

બા એ તેમને કયું કે રમેશ હવે આપણે ગભરાવાની કોઈ જરૂર નથી કારણે કે હવે તેમની ચોડી આપણી પાસે છે.

રમેશભાઈને કઈ સમજાયું નહીં એટલે બા એ તેમને સમજ્યો કે જો ભૂતની ચોડી કાપી લેવામાં આવે તો બધું ભુલીને આપણો ગુલાબ થઈ જાય છે.

રમેશભાઈને બધું સમજાઈ ગયું.

થોડો સમય પછી ભોલો ઊભો થયો અને બા એ જેમ કયું હતું તેમજ થયુ તે બધું જ ભુલી ગયો હતો.

રમેશભાઈ ભોલને તેમની સાથે ઘરે લઈ ગયા.

રમેશભાઈ કોઈ સંતાન ન હતું એટલે તે ભોલાને તેમના દિકરાની જેમ સાચવતા.

સમય વીતવા લાગ્યો. મહિના પછી વર્ષો વીતવા લાગ્યા.

ભોલો પણ દિવસે દિવસે મોટો થવા લાગ્યો.

હવે તો ખેતરના બધા કામ ભોલો એકતો કરી લેતો અને રમેશભાઈને ખેતર જવું પણ ન પડતું.

થોડા વર્ષો પછી ભોલાના લગ્ન એક સુંદર અને સંસ્કારી કન્યા સાથે કરી દીધા.

ભોલો અને તેમની ધર્મપત્ની રમેશભાઈ અને લીલાબેનની ખુબ સેવા કરતા.

હવે તો રમેશભાઈ રામના નામ લેતા ક્યારે ક્યારે ખેતર જાય.

થોડા વર્ષોમાં લીલાબેન રમેશભાઈને છોડીને દેવને પામી ગયા.

આ પ્રસંગ રમેશભાઈના દિલ અને દિમાગને ખાવા લાગ્યો અને તે પણ હવે ધીમે ધીમે દુઃખ અને એકલું જીવન પસાર કરતા હતા.

થોડા દિવસમાં તેમને એટેક આવ્યો અને જિંદગી ચાર ખાટલાના પાયા આવી ગઈ પરંતુ આજે પણ ભોલો અને તેમને ધર્મપત્ની દિવસરાત તેમની સેવા કરતા.

એક દિવસની વાત છે ભોલો સવારે વહેલા ઊઠીને ખેતર જતો રહ્યો જેવો ખેતર આવ્યો તેવો ભોલોનો દીકરો તેમને બોલાવવા આવ્યો કે તમને દાદાજી બોલાવે છે.

ભોલો પણ વિચારમા પડી ગયો ક્યારે નહીં અને આજે તેમને ખેતરથી તેમને પાછો બોલાવ્યો.

ભોલો ઘરે આવ્યો અને રમેશભાઈ પાસે ગયો.

ભોલા આજે મારે તને એક વાત કહેવી છે કે જે મે તારાથી છૂપાવી છે.

કઈ વાત તમે છૂપાવી છે બાપા.

રમેશભાઈ તેમને જવાબ આપતા કયું કે તારા જીવનનું રહસ્ય.
ભોલોએ નવાઈ સાથે તેમને પૂછ્યું કે ક્યાં રહસ્યની વાત કરો છો બાપા.

પહેલા તો આપણા કોઠાર રૂમમાં જઈને જ્યાં ઘઉંના કડા જે જગ્યાએ છે તે જગ્યા એક ફુટ ખાડો ખોદ.

ભોલાએ રમેશભાઈએ જેમ કયું હતું તેમ ખાડો ખોડ્યો તો ત્યાથી એક જુનો ડબરો મળ્યો. તે ડબરો લઈને તેને રમેશભાઈને આવ્યો.

રમેશભાઈએ તે ડબરો હાથમાં લઈને મને માફ કરી દે બેટા રડતા રડતા તેને ભોલાને કહું.

પરંતુ શું થયું બાપા.

બેટા તું મારો દીકરો નથી.

આ સાંભળીને ભોલાની આંખોમાં પાણી આવી ગયું અને તેમને કહું કેમ બાપા આવી વાતો કરો છો.

બેટા તું એક ભુત છો અને વરસો પહેલાં હું હળ ચલાવતો હતો ત્યારે તું હળ પર બેસવા આવતો પરંતુ એક દિવસ અમે તારી ચોડી કાપીને તને ગુલામ બનાવી દિધો.

પરંતુ સમય જતાં અમારે કોઈ સંતાન ન થવાથી અમે તેને જ અમારું સંતાન સમજવા લાગ્યા. ઘણી વખત મને થયું કે હું તને સાચી હકીકત કહી દેવું પરંતુ મને ડર લાગતો હતો કે તું મને છોડીને જતો રહીશ તો.

ભોલો રડતા રડતા બસ બાપુજી બસ હવે આગળ મારાથી નહીં સાંભળી.

રમેશભાઈએ ડબરો ભોલાને આપના કયું બેટા આ ડબરોમાં તારી ચોટી છે જે તારા હાથમાં લઈ એટલે તું આ ગુલામીમાંથી મુકત થઈ જઈશ.

તો બાપા આ ડબરો મારે ક્યારે નથી ખોલવો.