Grahan ane Masum in Gujarati Children Stories by jayshree Satote books and stories PDF | ગ્રહણ અને માસુમ

Featured Books
Categories
Share

ગ્રહણ અને માસુમ

ગ્રહણ એટલે શું????

આ સવાલ નાનપણમાં દરેકના મનમાં આવ્યો જ હશે.

તો ભઈ મારા મનમાં પણ આ રહસ્ય જાણવા માટે ધણી ઉત્સુકતા હતી હો....મારા મનમાં ધણા વિચારો ચાલતા....કે....આ ગ્રહણ એટલે છે શું???કેવુ હશે આ ગ્રહણ વળી????કંઈ થાય તો નહી ને???ઓહ....મને કંઈક થઈ ગયુ તો???

આવા અવનવા વિચારો સાથે ગ્રહણ વિશે વાતો કરતા મારા પરિવાર જનોની દરેક વાત હું ચુપકેથી કાન લગાય ને સાંભળતી.ગ્રહણ વિશે હર એક વાત સાંભળતા સાંભળતા મને એમ લાગતું કે જાણે કોઈ ખજાનો છુપાવ્યા હોય તેનુ રહસ્ય જાણી રહી હોવ....એટલી બધી આતુરતાથી ગ્રહણ વિશે વાતો સાંભળતી હોવ....કે વાત જ નઈ પુછો.

આપણે જાણીએ જ છીએ...કે ગ્રહણ એટલે સૂર્ય અને ચંદ્ર વચ્ચે ની એક અદભૂત પ્રક્રિયા...તથા એમ કહી શકાય કે અવકાશના કોઈક ગ્રહો વચ્ચેની અદભૂત પ્રક્રિયા.....પણ નાનપણ માં મારા માટે એ સમઝવુ...કોઈ રહસ્ય થી ઓછુ ન હતું....

ગ્રહણ આવવાનું હોય એટલે આખ્ખા ધર માં બસ એ જ વાતો....ગ્રહણ....ગ્રહણ....ગ્રહણ....ન્યૂઝ જોતા પરિવાર જનો પણ હર એક ચેનલ પર બસ એક જ ન્યૂઝ જોતા... ગ્રહણ... ગ્રહણ... ગ્રહણ....અરે ભઈ પણ ગ્રહણ એટલે છે શું???નાની વયમાં એ સમઝવુ મારી માટે પણ જરા મૂશ્કેલ જ હતું.

પરિવાર જનો ની વાતોને માંડ માંડ અધુરી જ સમજી હોવ કે એટલી વાર માં....ત્યા તો તેમની વાતો પર તો પૂર્ણ વિરામ પણ લાગી ગયુ હોય.

તેમની વાતોમાં બીજુ કંઈ સમજી હોવ કે ન હોવ...પણ ત્યા તો મારા નાનકડા મગજ માં અંધ શ્રધ્ધા જેવુ એટલુ તો બેસી જ ગયેલુ....કે....

"ગ્રહણ થાય એટલે આકાશ માં જોવાનું નઈ હો....જો જોવાય ગયું ન ભઈ....તો ધણી મોટી સમસ્યા આવી શકે....હાઆ....હો....."

તેમા તો પાછું આજે ગ્રહણ જ હતું.સ્કુલે તો જવુ જ પડશે....કંઈ રીતે જાવ કે આકાશમાં ના જોવ....હે વરી???....એવુ તો કંઈ રીતે કરુ હે???...આ મુંઝવણ સાથે મેં ખભા પર બેગ લીધુ ને નાનકડા પગે પગલાં માંડવાનુ ચાલુ કર્યુ.

હજી તો બિલ્ડીંગ નીચે જ ઊતરી કે તરત જ મેં નીચે મોં કરી દિધું....એ વિચાર સાથે કે આકાશ માં જોવાય જશે તો....શું થશે માંરુ હે???

મારુ મન થયું કે જાવ નઈ ને...પાછી ધરે જ જતી રવ ને....મને કંઈક થય ગયુ તો...નઈ નઈ....ચાલો ચાલો...ઘરે જયે બાપ્પા...??

તરત જ મેં ધર તરફ પગલા ભર્યા જ હતા...કે અચાનક....મમ્મી નો ગુસ્સો યાદ આવી ગ્યો ને ભઈ....એટલે ચૂપ ચાપ સ્કુલે જ જવાનો નિર્ણય કર્યો પછી.

આકાશમાં નઈ જોવાઈ જાય એટલે બેઉ નાનકડા હાથો થી જોરથી આંખો મીચી ને....એક નાનકડા કાણામાંથી....કાણી આંખે રસ્તો જોતી જોતી સહી સલામત મેં સ્કુલે પોહચી...સ્કુલે પહોચતા જ જરા હાશ થયુ મન માં.

ક્લાસના દરવાજા સુધી પોહચી જ કે એટલામાં તો બબ્બે બારી દેખાય ગઈ...હો....મેં તરત જ નીચે મોં કરી દિધુ...ત્યાં બેન્ચ પર તો બેસી ગઈ....પણ ત્યા તો...મારુ મન કંઈક બેસતુ નોતુ...ગ્રહણ....ગ્રહણ....ગ્રહણ.....મારા મનમાં બસ આ જ ચાલતુ હતુ.

થોડી જ વારમાં મારી ફ્રેન્ડે મને અવાજ આપ્યો.....એ જયશ્રી....

મેં ફટાકથી એના તરફ જોયુ લીધુ...."શું કેય છે લી???"

એટલુ બોલતા જ મારાથી બારી બહાર આકાશ તરફ....ધ્યાનથી જોવાય જ ગયુ....ને મારા નાનકડા મગજ માં ડર જે બેસી ગયો હતો.....હવે...???....શું થશે મારુ???જો...જો...મને કઈ થાય છે લાગે....હે...હેને.....???

આવા વિચારો સાથે ભોલી ભાલી મેં મનમાં ગોડજી ને સોરી હે સોરી કેહવા લાગી....ને પાછુ મસ્કાઓ પણ મારુ કે....."સવાર નું એક જ આટી જોયુ છે હે...નઈ એ બી જોવાય ગયુ એટલે...બાકી મેં તો નીજ જોતે....હાચ્ચુ....મને કઈ નઈ કરતા હે....હેને....સોરી હે ગોડજી....."

આટલુ વિચારતા જ મેં અનુભવ્યુ કે હા મેં બચી ગય લાગે...."થેન્ક્યુ હે ગોડજી"....કહી ફરીથી મારા આકાશમાં ન જોવાય જાય તેના પ્રયત્નો ચાલુ થઈ ગયા.

માંડ માંડ સ્કુલમાં આખો દિવસ પસાર કર્યો જ હતો કે ત્યા તો છૂટ્ટી પણ મળી ગઈ...
સ્કુલ નીચે ઊતરતા જ ફરીથી બેવ હાથો વડે આંખો મીચીને એક નાનકડા કાણામાંથી.....કાણી આંખે રસ્તો જોતી જોતી મેં ઘરે પહોચી....

ઘરે પહોચતા જ મેં પહેલે મમ્મીને એ વાત જણાવા લાગી...."મમ્મી...મમ્મી....મારાથી છેને એક જ આટી આકાશમાં ધ્યાનથી જોવાય ગયલુ....હવે...???પણ નઈ હે....મેં....ગોડજી ને તરત જ સોરી સોરી કહી દિધુ છે હે....મેં બચી ગઈ.....હાશ..."

મમ્મી મારો ભોલો પન જોઈ ને ખડખડાટ હસી પડ્યા....અને મારા ભોલાપન માં તડકો આપતા કહેવા લાગ્યા કે......

"કઈ નઈ હે દિકરા.....બસ એક જ વખત જોયુ છે ને....સોરી કિધુ ને તે તારા ગોડજી ને બસ......હવે કઈ નઈ થાય હે......ચલ જમવાનુ પિરસુ છું તું જમી લે હો પહેલા...."

એ સમયે તો મારા મનમાં વિચાર આવવા લાગ્યો કે મમ્મી કેમ હસ્યા હશે વરી.....???

ત્યાર બાદ મારા મનની એ શંકા કે...ગ્રહણ થાય તો આકાશમાં નઈ જોવાનું...એ મારા ટીન એજમાં આવ્યા બાદ મને જાતે જ સમજાય ગઈ કે....આવું તો કાઈ હોતું જ નથી....એ તો ફક્ત મારા પરિવાર જનો નુ હાસ્ય જ હતું...કે જેના માટે મને આવી મૂઝવણમાં રાખવામાં આવી હતી...
Moral of the story : બાળકો ને બુધ્ધુ ના બનાવોશો😅મોટા થઈ ને....તેમને પોતાના કર્યા પર જ હસી આવશે પછી....એટલે હો...😄😄

સમાપ્ત:

આભાર....

By jayshree_Satote