Friendship with strangers - 12 in Gujarati Fiction Stories by Radhika Kandoriya books and stories PDF | અજાણ્યા સાથે મિત્રતા - 12

Featured Books
Categories
Share

અજાણ્યા સાથે મિત્રતા - 12

ભાગ:12

રાધિકા, રાજ,રિયા આ ત્રણેય MSU( maharaja sayajirao university)માં એડમિશન લેવાનુું નક્કી કરે છેે અને રાજના ફ્રેક્ચરનો પાટો બે દિવસમાં છૂટી જાય પછી ફોર્મ ભરવાનું નકકી કરે છે.. રાહુલ તેનાં રૂમે જાય છે..અને મનમાં તે વીકી સાથે બદલો લેવાનું વિચારે છે.પણ તેેેેને અભયની વાત યાદ આવેે છે.અને તેને વીકી સાથે બદલો લેવાનું કેન્સલ કર્યુ.
બીજા દિવસે સવારે અભય,રાધિકા,રિયા રાજના ઘરે જાય છે..
રાજ: રાધિ તે વિચાર્યું કે રાહુલના બર્થડે પર તેના પપ્પાને કેવી રીતે બોલાવવું..
રાધિ: હા, આપણે બંનેને સરપ્રાઈઝ આપીએ તો..
રિયા: કેવી રીતે??
રાધિકા: એ જ તો વિચારવાનું છે..
અભય: હા, તો વિચારો..
રિયા: રાહુલના પપ્પા શું કામ કરે છે તે કંઈ ખબરતો નથી આપણે..
રાજ: હા, એ ખબર પડી જાય એટલે આપણે એને બંનેને કેમ કરીને ભેગા કરવા તે વિચારવાનું સરળ થઈ જશે..
અભય: એ માટે આપણે રાહુલની જૂની કોલેજમાં જવું પડશે ત્યાં જ તેના પપ્પા વિશે બધી જ માહિતી મળી જશે.
રાધિકા: પણ જશે કોન?
અભય: હું એકલો જઈશ..એમ પણ યાર પેલા પણ રાજ સાથે વીકી નો ઝઘડો થયો છે અને આપણે ફરીથી આ ઝઘડો નહીં કરવો..
રિયા: હા, યાર..
અભય: હું કાલે જઈશ..હવે કાલે જ પ્લાન નક્કી કરશું..
રાજ: હા, અને રાહુલને થોડીક પણ ખબર ન પડવી જોઈએ..
રાધિકા: હા, એને આ પણ ખબર ન પડવી જોઈએ કે આપણે એની જુની કોલેજમાં ગયા હતાં..
રિયા: હા, એને ખબર પડશે તો એના સવાલોના જવાબ આપવા અઘરા પડી જશે..
અભય: હા, તો કાલે સાંજે ભેગા થશું અને રાહુલ અને તેના પપ્પાને કેમ ભેગા કરવા તે વિચારવાનું કરશું..
સવારે 10વાગે અભય રાહુલની જૂની કોલેજ એટલે કે વિકીની કોલેજમાં જાય છે. કોલેજમાં જતાં જ વિકી અભયને ગેટ પાસે જ મળે છે. પણ અભય કંઈ પણ બોલ્યા વગર તેને ઈગ્નોર કરીને પ્રીન્શિપલની ઓફીસમાં જાય છે.
અભય: may i come in sir..??
પ્રીન્શિપલ: yes..હા, બોલો શું કામ છે..
અભય: સર, મારે રાહુલ શાહ જે થોડાક દિવસ પેલા જ કોલેજમાંથી નીકળી ગયા હતા તેના પપ્પાની માહીતી અને તેના ફોન નંબર જોઈએ છે.
પ્રીન્શિપલ: sorry, પણ અમે આમ કોઈને માહીતી આપી ન શકીએ..
અભય: સર, પ્લીઝ....
ઘણી વાર વિનંતી કરવા પછી પ્રીન્શિપલ માની જાય છે. તેનુ સરનામું અને ફોન નંબર, રાહુલના પપ્પાની બધી જ માહિતી આપે છે.. અભયની ખુશીનો પાર જ નથી રહેતો અને તે સાંજ ક્યારે થશે અને ક્યારે ભેગા થશે અને તેને બધી માહીતી મળી ગઈ એવુ કહેશે ત્યારે રાધિકા,રિયા અને રાજની ખુશ કેવા થશે તે મનમાં વિચારતો હોય છે...
સાંજ થતાં જ રિયા,અભય અને રાધિકા રાજના ઘરે જાય છે..
રાજ: આજે તો દીવસ જતો જ ન હતો, ક્યારે આપણે ભેગા થઈએ અને ક્યારે અભય રાહુલના પપ્પાની માહીતી આપે અને આપણે આગળ શું કરવું તે વિચારીયે..
રિયા,રાધિકા: અમારો પણ દીવસ જતો જ ન હતો..
રાજ: અભય તું કેમ ચુપ છે..
અભય: sorry yaar, (ઉદાસ થતાં)...
રિયા: sorry મતલબ તને માહીતી ન મળી..
અભય: હા, યાર મે બોવ જ વિનંતી કરી છતાં મને પ્રીન્શિપલ એ માહીતી ન આપી...
રાધિકા: હવે યાર... કેવી રીતે માહીતી ભેગી કરશું...
રાધિકા,રિયા અને રાજ ઉદાસ થઇને બેસી જાય છે. થોડીકવાર થતાં જ અભય જોર જોરથી હસવા લાગે છે..
અભય: sorry guys, હું મજાક કરતો હતો મને બધી જ માહીતી મળી ગઈ છે..
રાધિકા: ભાઈ તને મજાક સુઝે છે, કેટલા ડરી ગયા હતા અમે કે હવે શું કરશું..
રાજ: હા, હવે કે ચાલ બધુ..
અભય: હા, રાહુલના પપ્પાનું નામ મહેશ શાહ છે, તેને એક મોટી કંપની છે, અને મુંબઈમાં રહે છે..અને હા, તેનું નામ વડોદરામાં ખૂબ જ સારુ નામ છે..
રિયા: વાહ... ઘણી બધી માહીતી મળી ગઈ..
રાધિકા: હા, હવે આગળ શું કરવું તે વિચારીયે...



ક્રમશ:
માફી ચાહું છું. થોડુંક વધારે જ મોડું થઈ ગયું, આ ભાગ મોકલતાં...
આભાર, જય શ્રી કૃષ્ણ 🙏