" મૈત્રી "- વિરહ વેદના ની " (ભાગ-૧) "૧૦.૧૦ ની બસ" આજે પણ રોજ ની જેમ શશાંક ૧૦.૧૦ ની બસ પકડવા ઉતાવળે બસ સ્ટેન્ડ પર પહોંચ્યો... બસ સ્ટેન્ડ પર પેસેન્જરો ની લાંબી લાઈન હતી. શશાંક ને લાગ્યું આજે તો મોડું જ થશે. શશાંક ગ્રેજ્યુએટ થયા પછી એક સગા ની ઓફીસ માં એક મહિના થી શીખવા જતો હતો.. આવવા જવાના ખર્ચા જેટલું આપે..અને એક મહિના પછી સ્ટાઈફન્ડ આપશે એવું એ અંકલે કહ્યું હતું.શશાકે એ દરમિયાન જોબ માટે એપ્લાય કરતો જ હતો. ઓફીસનો અગીયાર વાગ્યા નો સમય. ૧૦.૧૦ ની બસ આવવાની દસ મિનિટ બાકી હતી. શશાંક ની પાછળ પાંચ-છ જણા હતા. એટલામાં એક કોલેજિયન યુવતી આવી ને બસ ની લાઈન માં ઉભી રહી.. શશાંકે એ યુવતી ને જોઈ.. કદાચ..એ યુવતી પણ શશાંક ને..... એ યુવતી એ માંજરી આંખો થી શશાંકને જોયો. એટલામાં બસ આવી. શશાંકે એ દરમિયાન જોબ માટે એપ્લાય કરેલ હતું. નો વારો આવે એ પહેલા બસ ભરાઇ ગઇ. શશાંક દરરોજ આવતો હોવાથી કંડક્ટરે શશાંક ને બસ માં બેસવા જણાવ્યું... પણ શશાંકની નજર એ યુવતી પર હતી... પહેલી શશાંક નું એક યુવતી પર મન આવ્યું હતું.એ સારી અને સરળ લાગી.. એણે એ બસ જવા દીધી.... આમ એક મહિના સુધી શશાંક ૧૦.૧૦ ની બસ જવા દેતો.. હવે...એ યુવતી પણ શશાંક ને જોતી સ્મિત આપતી... નજરો થી નજર મલી,મુખે આવ્યું સ્મિત, ના જુએ એને એ, વિહ્વળ થાય દિલ, એક દિવસ શશાંક ૧૦.૧૦ ની બસ માટે બસ સ્ટેન્ડ પર રાહ જોતો હતો.આજે ભીડ નહોતી.. સહેલાઈથી જગ્યા મલે એમ હતું. બસ આવવાની વાર હતી. એટલામાં ...રામ.. બોલો.. ભાઇ.. રામ... ડાધુઓ એક ઠાઠડી લ ઈ ને નીકળ્યા. બસ સ્ટેન્ડ પાસે એ ડાધુ ઓ થોડી વાર ઉભા રહ્યા.... કદાચ.. કોઈ આવવાનું હોય!!. શશાંકે એ મૃતદેહ તરફ નજર કરી ને નમન કર્યું.. જોયું તો કદાચ કોઈ યુવતી નો મૃતદેહ લાગ્યો. પાછળ બસ આવી ગઈ.. એટલે ડાધુઓ રામ..બોલો..ભાઇ રામ..બોલતા..એ નનામી લ ઈ ને ચાલ્યા.....બસ આવી.. ખાલી બસ હતી..પણ શશાંક નું મન આજે ઉદાસ.. કદાચ..એ માંજરી આંખો...એની આંખ સામે...... શશાંકે બસ ને જવા દીધી..એ માંજરી આંખો વાળી યુવતી દેખાઇ નહીં... એટલામાં એક મોટી ઉંમરના ભાઈ જલદી જલદી બસ સ્ટેન્ડ પર આવ્યા...બસ સ્ટેન્ડ પર શશાંક એકલો હતો એટલે એ ભાઈ એ પુછ્યું...૧૦.૧૦ ની બસ ગઈ?. .....હા......કેમ આજે મોડું થયું? પેલા ભાઈ શશાંક ને દીઠે ઓળખતા.. બોલ્યા... આ હમણાં જે યુવતી ની નનામી ગ ઈ..એ અમારી સોસાયટીમાં રહેતી હતી. સાંભળીને શશાંક ચોંક્યો..ના.. હોય! કોઈ યુવતી ની લાગતી હતી. પેલા ભાઈ બોલ્યા...હા, એ યુવતી ના લગ્ન પણ નહોતા થયા.હજુ એ કોલેજ માં જ અભ્યાસ કરતી હતી. એ છોકરી સવારે બાલ્કની માં કપડાં સુકવતી હતી.. એટલામાં એને ચક્કર આવ્યા..એ ધડામ કરતી ઉપર થી નીચે પડી.. એણે બેલેન્સ ગુમાવી દીધું હતું.. સ્મશાન માં લઇ જાય ત્યાં સુધી ખરખરો કરવા બેઠો હતો.....મારે એટલે મોડું થયું... એ છોકરી આ સમયે બસ માં આવતી.. તેં કદાચ જોઈ હશે.. કોલેજમાં અભ્યાસ કરતી..એની આંખો માંજરી હતી..... નમણી.. નાજુક... આ સાંભળી ને શશાંક નું મન ઉદાસ થયું.. કદાચ...એ..જ....એટલે..આજે ઉદાસ થઈ ગયો.... ઉદાસી આજે છવાઈ ગઈ, ના માને આ દિલ, સમય ના પ્રવાહે ,તુટી ગયું આ દિલ..!!. એટલામાં બસ આવી..પેલા ભાઈ બસ માં બેઠા અને બોલ્યા..બસ માં બેસી જાવ... શશાંકે બસ માં બેસવાની ના પાડી.. બોલ્યો.. તબિયત સારી નથી.. ઘરે જઉ છું... મનમાં ઉચાટ સાથે શશાંક ઘર તરફ ગયો. મનમાં બબડ્યો.... કદાચ ૧૦.૧૦ ની બસ માં બેઠો હોત તો......આ ખબર મને પડતી નહીં..!!! હે, ઈશ્વર પહેલી વાર.. પહેલી નજરે એક યુવતી પર દિલ આવ્યું..ને એ પણ ..એ પણ... ફરીથી શશાંક મનમાં બબડ્યો... સીધો સાદો હું, ના કરી શક્યો દિલ ની વાત, કદાચ એ પણ હશે સરળ!!, ના થઈ શકી રૂબરૂ મુલાકાત, પહેલા મુંગા પ્રેમ ની, વ્યથા હવે કોણ જાણે?. હવે આ દિલ માં કોઈ ના આવે!!! *** હવે શશાંક ની હાલત કેવી? અચાનક એક યુવતી નો પ્રવેશ..." મૈત્રી ". આ ' મૈત્રી ' કોણ છે? આપણે ભાગ-૨ માં જાણીએ... @કૌશિક દવે