( પ્રિય વાચક મિત્રો, નમસ્કાર, અમૃતવાણી- પ્રકરણ-3 માં આપણે જાણીશું કર્મ નો મહિમા. આપનો તથા માતૃભારતીનો ખૂબખૂબ આભાર, ધન્યવાદ.......)
અમૃતવાણી-ભાગ-3
પ્રકરણ-3
કર્મ................
કર્મણ્યે વાધિકારસ્તે,,,,,,,,,,,
તારો કર્મમાં જ અધિકાર છે...............
સંસાર નું ચક્ર કર્મ ની ધરી પર ચાલે છે.
· પ્રસ્તાવના :-
આપણે વાત કરવી છે, કર્મની.કર્મ અને કર્મફળ ઉપર જ આ સંસાર નું નિર્માણ થયેલું છે.કર્મ નાં ફળમાંથી આજ સુધી કોઈ જ બચી શકયું નથી.પછી ભલે તે ખુદ ભગવાન કેમ ન હોય ? એકવાર દેહ ધારણ કર્યો એટલે કર્મો કરવા જ પડે અને કર્મો કરવામાં આવે એટલે એનું કર્મફળ રચાય.કર્મકરવાથી કર્મ બંધન ઊભુ થાય છે.પછે તે કર્મ જેવા પ્રકારનુંહોય તે પ્રકારે કર્મફળ ઊભુ થાય.સારું કર્મ સારું ફળ આપે, ખરાબ કર્મ ખરાબ ફળ ઊભુ કરે.કર્મ કર્યાપછીકોઈ એમ કહે કે હવે મારેફળ જોઈતુંનથી, તો તે શક્ય જ નથી.વહેલું કે મોડુ કર્મ નું ફળ ભોગવવું જ પડે.આ સૂર્યાસ્ત થયા પછી બીજે દિવસે સૂર્યોદય થવા જેટલું જ સત્ય છે.આપણે ઘણીવાર વિચારીએ છીએ કે કોઈ સારો માણસ ભલો હોય, બીજાના દુ:ખે દુ:ખી થતો હોય, હંમેશા બીજાને મદદ રૂપ થતો હોય, છતાંતેના જીવનમાં અપાર દુ:ખ હોય. જ્યારે બીજો માણસ અન્યને છેતરનાર હોય, કાળાબજારીયો હોય, જૂઠ નો વેપાર કરનાર હોય,તો તે સુખી હોય. આ તે કુદરત નો કેવો ન્યાય ? એમ આપણને લાગે છે. પરંતુ હાલ જે સારો હોવા છતાં જે દુ:ખી લાગે છે, તે તેનાં પૂર્વ જન્મનાં કર્મફળ ભોગવતો હોય.દરેક માણસનેતેનાં કર્મ નું ફળ વહેલાં કે મોડા ભોગવવું જ પડે છે.ક્યારેક મનુષ્ય એક જન્મનું ફળ બીજા જન્મમાં પણ ભોગવે તેમ બને છે.તેથી તો કહેવાયું છે કે કર્મણા ગતિ ગહનો.... કર્મની ગતિ ને કોઈ જાણી શક્યું નથી.
તેથી જ આ મારી રચનામાં મે આ પ્રમાણે લખ્યું છે,
કર્મન્ કી ગત ન્યારી, સાધો કર્મન કી ગત ન્યારી...
એક જ ગુરૂનાં બે ચેલાં- ગીતા-
ક્રુષ્ણ ને સુદામા,
એક શોભે ત્રિભુવંનપતિ,
દ્વારકાધીશ ને,
બીજાને ખાવા નહીં મૂઠ્ઠી ધાન... સાધો કર્મન કી ગત ન્યારી...
એક જ ગુરુનાં બે ચેલા-
અર્જુન ને એકલવ્ય,
એક ધનુર્ધર પ્રુથ્વીપતિ,
બીજો વનમાં ફળ વીણી ખાય... સાધો કર્મન કી ગત ન્યારી...
એક જ માતાનાં બે દીકરા,
અર્જુન ને કર્ણ,
એક હસ્તિનાપુર સમ્રાટ,
બીજો સૂતપુત્ર કહેવાય... સાધો કર્મન કી ગત ન્યારી...
· કર્મનો શાબ્દિક અર્થ :-
કર્મ(પુલ્લિંગ)==ક્રિયા, કાર્ય,પ્રવ્રુત્તિ,વેપાર, આચરણ.
કરમ==નસીબ,વિધાતા,પૂર્વ જન્મનાં કર્મ, કરમ ફૂટવાં==ખરાબ નસીબ થવું.
કર્મ બાંધવા== જેમાં સારું યા માઠું કર્મફળ ભોગવવું પડે તેવાં કર્મ એકઠાં કરવાં.
કર્મ નાં ભોગ==દૈવયોગ, પ્રારબ્ધકર્મ, કર્મનાં લેખ== નસીબ,કર્મનું પાનું ફરવું=નસીબ ઉઘડવું.
કર્મનિષ્ઠ==કર્મમાં શ્રધ્ધા રાખનાર, કર્મણ્ય==કુશળ, હોશિયાર.
કર્માધર્મી== કર્માનુસાર ભાગ્યને આધીન.
કર્મયોગી== કર્મ ને યોગ માનનાર, યોગ: કર્મષુ કૌશલમ.(ભગવદ્ગીતા) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
· કર્મનો સામાન્ય અર્થ:-
મનુષ્ય જીવનનિર્વાહ કરવા માટે જે પણ સ્વાભાવિક કર્મો કરે,ક્રિયા કરે,વેપાર, પ્રવ્રુત્તિ કરે તે કર્મ કહેવાય.મનુષ્ય શારીરિક તથા માનસિક કર્મો જન્મથી લઈને મ્રુત્યુ પર્યંત કર્મો કરે છે.કેટલાંક કર્મો અનિવાર્ય અને સહજપણે થાય છે.જીવવા માટેનાં અનિવાર્ય કર્મો બંધન કર્તા નથી.....જેમકે શ્વાસોચ્છ્વાસ, ખાવું,પીવું,સૂવું વગેરે સ્વાભાવિક કર્મો બંધન કર્તા નથી.....
· કર્મની વ્યાખ્યા:-
કોઈપણ મનુષ્ય એક ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી.કારણકે પ્રક્રુત્તિના ગુણોથી બંધાયેલા સર્વને પરવશ પણે કર્મો તો કરવા જ પડે છે.સર્વ કર્મો પ્રક્રુત્તિનાં ગુણો વડે કરાય છે. છતાં અહંકારથી મૂઢ થયેલાં ચિતવાળો હું કર્તાં છું એમ માને છે. તેથી તો નરસિંહ મહેતા કહે છે કે-------હું કરું હું કરું એજ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે...
· કર્મણા ગતિ ગહનો.......
કર્મની ગતિ ગહન છે. યોગી પુરુષો પણ આનો પાર પામી શક્યા નથી. મોટા મોટા રાજવીઓને પણ આ કર્મનાં ચક્રને કારણે ઘણાં દુ:ખો ઉઠાવવા પડ્યા છે. જેમકે રાજા દશરથ, રાજારામ, રાજાયુધિષ્ઠિર વગેરે....
· કર્મનો અટલ સિધ્ધાંત:-
આ સ્રુષ્ટિનો અટલ સિધ્ધાંત છે કે જે રીતે કોઈપણ કમ્પની કે સંસ્થા ચલાવવા માટે સિધ્ધાંત કે નિયમોની જરૂર પડે છે.નિયમ હોય તો જ બધુ વ્યવસ્થિત ચાલે, અન્યથા નહીં,તે રીતે ઈશ્વરને આ સ્રુષ્ટિનાં સંચાલન માટે કર્મના સિધ્ધાંતની જરૂર પડે છે.બ્રહ્માંડ્નું સંચાલન કર્વા માટે જેમકે સૂર્ય નિયમિત ઊગે, પ્રુથ્વી, તારા, નક્ષત્ત્રો નિયમિત ગતિ કરે,ઋતુઓ નું નિયમન થાય.આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું વ્યવસ્થિત નિયમન થાય. આ બધા માટે કર્મનો કાયદો છે.ભગવાનને ત્યાં લાગવગ ચાલતી નથી. તેથી તો રામનું ચૌદ વર્ષ વનમાં જવું અને પાછળથી દશરથનું મૃત્યુ થવું, આ ઘટનાને ખુદ ભગવાન રામ પણ રોકી શક્યાં નથી.તો પછી સામાન્ય માણસનું શું કહેવું ?
· કર્મનાં પ્રકાર :-
· સંચિતકર્મ :-
સંચિતકર્મ મનુષ્યનાં કાર્મિક એકાઉંટમાં જમા થાય છે. તે કર્મ કરતાની સાથે જ ફળ આપતાં નથી.તેનાં ફળને પાકતાં વાર લાગે છે. આ કર્મ વ્યક્તિનાં ફિક્સ ડીપોજીટ જેવુંછે. તે જ્યારે પાકે ત્યારે ફળ આપે છે.દા.ત.કોઈ પાંચા વર્ષનો બાળક સારો પિયાનો વગાડે છે.અને ગાય છે.તો આ તેનું આ જન્મનું ફળ નથી.ગયા જન્મનું સંચિતકર્મ હતું ગયા જન્મમાં તેણે સંગીત વિદ્યા શીખી હશે.જેના પરિણામે તેને આ જન્મમાં પાંચ વર્ષની ઉંમરે આ સિધ્ધિ પ્રાપ્ત થઈ.
રાજા દશરથે જ્યારે શ્રવણનો વધ કર્યો અને તેનાં માતા-પિતાએ દશરથ રાજાને શાપ આપ્યો.આ કર્મ દશરથ રાજાનાં ખાતામાં સંચિત થયું.આશ્ચ્રર્યની વાત એછે કે રાજા દશરથને જ્યારે શાપ મળ્યો કે જે રીતે અમે પુત્ર વિયોગમાં ઝૂરીને મરીએ છીએ તે રીતે તારું પણ પુત્ર વિયોગે મૃત્યુ થશે.ત્યારે દશરથ રાજાને એક્પણ પુત્ર ન હતો.ત્યાર પછી તો સમયની એક અવધિ વિતિ ગઈ. રાજા દશરથે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. અને તેમને ચાર પુત્રો થયા. તેમનાં લગ્ના પણ થયા, ત્યારબાદ દશરથ રાજા વૃધ્ધ થતાં તેમણે રામનો રાજ્યાભિષેક કરવાની તૈયારી કરી.અને શાપની અવધિપૂરી થઈ.મંથરા અને કૈકેયીનાં માધ્યમથી દશરથ રાજાને પુત્ર વિયોગ થયો. કારણકે તેનું સંચિત કર્મએ પાકીને ફળ આપ્યું. આ છે કર્મનો પ્રભાવ........
· પ્રારબ્ધકર્મ :-
જ્યારે સંચિતકર્મ પાકીને ફળ આપે ત્યારે તેને પ્રારબ્ધકર્મ કહેવાય.મનુષ્યને પ્રારબ્ધા કર્મ ભોગવવા માટે જ માનવદેહ પ્રાપ્ત થાય છે. દરેક દેહને પોતના પ્રારબ્ધકર્મો ભોગવવા જ પડે છે. જ્યાં સુધી પ્રારબ્ધ કર્મો પૂરા ન થાય ત્યાં સુધી મુક્તિ થતી નથી.કેટલીક વખત આપણે જોઈએ છીએ કે માણસ પથારીમાં રીબાય છે,પણ તેનો જીવ જતો નથી, તો આ પ્રારબ્ધા કર્મ છે.પ્રારબ્ધ કર્મ પ્રમાણે મનુષ્યને પિતા, પુત્ર, પુત્રાદિ વગેરે પરિવાર મળે છે.તેથી તો જગદગુરૂ શંકરાચાર્ય પોતાના નિર્વાણાઅષ્ટ્કકમાં લખે છે ,કે---
પુનર્પિ જનન્ં , પુનર્પિ મરણં, પુનર્પિ જનની જઠરે શયનમ,
ઈહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહિ મુરારે...............
· નિષ્કામકર્મો:-
આમા બે પ્રકારનાં કર્મોનો સમાવેશ થાય છે. 1. સકામકર્મ 2. નિષ્કામકર્મ. સકામકર્મ એ છે કે જેમાં ફળની અપેક્ષા રાખીને કરવામાં આવે છે. જ્યારે મનુષ્ય અપેક્ષા રાખીને કર્મ કરે છે. અને તેની અપેક્ષા પ્રમાણે ફળ મળતું નથી ત્યારેમનુષ્ય દુ:ખી થાય છે. વળી ફળની આશાથી કરતું કર્મ મનુષ્યને જન્મ મરણનાં ચકરાવામાં નાખે છે. તેથી નિષ્કામ કર્મ કરવામાં આવે અને ફળ ઈશ્વર ઉપર છોડી દેવામાંઆવે તો તે શ્રેષ્ઠ છે.ફળની આશા વિના ઈશ્વર પ્રિતિ અર્થે કરવામાં આવેલાં કર્મો મનુષ્યને સંસારરૂપી ભવસાગર તરવામાં મદદરૂપ થાય છે..તેથી જતો ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તું આ ક્ષત્રિયો માટે કલ્યાણકારી અને તારા ઉપર કર્તવ્ય તરીકે જે નિયત્ત થયેલું છે. તે યુધ્ધ કર , પરિણામ ની ચિંતા તું ન કર , આ યુધ્ધ માત્ર કર્મયુધ્ધ જ નથી , ધર્મયુધ્ધ પણ છે. આ યુધ્ધ તારા એકલાંનુ નથી સમગ્ર ભારતનાં કલ્યાણ માટે છે. બીજાના કલ્યાણ માટે આચરવામાં આવેલ કર્મો થી પાપ લાગતું નથી. અથવા એવા કર્મો બંધનકર્તાં નથી.આ ઉપરાંત તું જે કર્મો કરે તે મને અર્પણ કર આમ કરવાથી પણ તું પાપથી મુક્ત થઈશ.તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં નહીં. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન..... એટ્લે કે ભગવાન અર્જુનને કહે છે. કે તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં કદાપિ નહીં, તારી કર્મફળઁમાં આસક્તિ ન થાઓ.નિ:સ્પૃહ અને નિરાસક્ત ભાવે કરેલા કર્મો મનુષ્ય ને મોક્ષના દ્વારે લઈ જાય છે.તેથી તો ઉમાશંકર જોષી એ કહ્યુંછેકે......................................
પંકથી પાંગરે પદ્મોને પાણાયે પ્રભું થતાં,
માટીનાં માનવીમાંથી કાં હું ન બનું મહાં.
કર્મથી જ મનુષ્ય મહાન બને છે નહીં કે જન્મથી. ઉ.દા. તરીકે,,,,
કર્મયોગી યોગેશ્વર કૃષ્ણ, દાનવીર કર્ણ, ડો.બાબાસહેબ આંબેડકર....
· કર્મ અંગે કેટલાંક વિધાનો:-
કરેલાં કર્મ મનુષ્યને ભોગવવા જ પડે.
કર્મ ફળ આપીને જ શાંત થાય.
મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર, ફળ ભોગવવામાં નહીં.
જેવું કરો તેવું પામો, વાવો તેવું લણો.
· કેવા પ્રકારનાં કર્મો મનુષ્યને માટે બંધનકર્તા નથી. :-
· કર્તાપણાં ના અભિમાનથી રહિત કરેલાં કર્મો.
· સમષ્ટિનાં કે લોકકલ્યાણ માટે કરેલાંકર્મો.
· આસક્તિરહિત- નિષ્કામ કર્મો.
· ઈશ્વરપ્રીત્યર્થે – સેવાર્થે કરેલાં કર્મો..
· સમર્પિત કર્મો... એટ્લે કે જે કંઈ કર્મો કરવામાં આવે તે કૃષ્ણાર્પણ કરી દેવામાં આવે તે.........[ (c) DR.BHATT DAMAYANTI H. ]...............................................