abhagi daakan in Gujarati Horror Stories by Jeet Gajjar books and stories PDF | અભાગી ડાકણ

Featured Books
Categories
Share

અભાગી ડાકણ

જંગલ ના છેવાડે એક ગામ તે ગામ ઘણું નાનું હતું ખેતી સિવાઈ કોઈ રોજગારી હતી નહિ. તે ગામ માં કુંદન કરી એક મહિલા રહે. તે મહિલા પછાત વર્ગ ની હોવાથી ખેત મજૂરી સિવાઈ તેને કોઈ આવક નું સાધન હતું નહિ. તેનો પતિ થોડો ભણેલો ગણેલો એટલે શહેર તરફ નોકરી કરવા જતો રહ્યો હતો. જેથી ઘર સારી રીતે ચાલી શકે. અને કુંદન એકલી ઘરે બેસી ને દિવસો પસાર કરે. અને ક્યારેક ખેતર માં કામ હોય તો મજૂરી કરવા જાય નહિ તો ઘરે બેસી રહે.

કુંદન નો પતિ મહિના માં એક વાર ઘરે આવતો ને બે ચાર દિવસ રહી ને પાછો નોકરી કરવા નીકળી જતો. લગ્ન ને દસ વર્ષ થઈ ગયા હતા તો પણ ને કોઈ સંતાન હતું નહિ. કુંદન ને સંતાન ન હોવાનું બહુ દુઃખ હતું. પણ પ્રેમાળ એટલી કે બાળકો જોઇને પ્રેમાળ બની જતી.

ગામના બાળકો તેની ઘરે આવી જતા ત્યારે કુંદન તેના માટે થોડું ખાવાનું આપતી ને બાળકો આનંદ માં આવી જતા. બાળકો માટે માટીના રમકડાં બનાવી આપતી. કુંદન નો આટલો પ્રેમ મેળવીને બાળકો પણ તેને વ્હાલ કરતા ને બા બા કહી બોલાવતા. કુંદન બા શબ્દ સાંભળી કલેજા માં ઠંડક પ્રસરી જતી. ધીરે ધીરે બાળકો અને કુંદન વચ્ચે પ્રેમ વધતો ગયો.

ગામ લોકો ને જાણ થઈ કે અભાગી અને વાંઝણી એવી કુંદન ગામ લોકો ના બાળકો ને ફોવલાવી ને કંઇક ખવડાવી પીવડાવી દે છે. જેના કારણે બાળકો તેનો પાસે જ પડયા રહે છે. તેના ઘરે પણ જતા નથી. a જોઇને ગામ લોકો ભેગા થયા ને કુંદન ની ઘરે જઈ કહ્યું અમારા બાળકો ને તું તારી પાસે બોલાવીશ નહિ, નહિ તો સારું નહિ થાશે.

પણ બાળકો ક્યાં આવું ખબર હોય છે એ તો જ્યાં પ્રેમ મળે ત્યાં જઈ ચડે. બાળકો સામે થી ઘરે ઘરે આવે એટલે મમતા થી ભરેલી કુંદન તેના પર વ્હાલ વરસાવવા લાગે.

આ ગામ ની એક મહિલા જે કુંદન ની જેમ નિસંતાન હતી તે કુંદન આણે બાળકો નો પ્રેમ જોઈ શકતી ન હતી. તે કુંદન થી જલી રહી હતી. આ જલન એટલી વધી ગઈ કે તેણે એક ઝેરી ખોરાક બનાવ્યો ને બાળકો કુંદન ના ઘર ની બહાર રમી રહ્યા હતા ત્યાં ખોરાક લઈ પહોંચી ગઈ. કુંદન ત્યારે રસોઈ બનાવી રહી હતી. અસલ માં તે કુંદન બાળકોને કહી ને ગઈ હતી કે હું તમારા માટે કઈક ખાવાનું બનાવી આપું. તે સમયે તે મહિલા બાળકો પાસે આવી ને કહે છે કે કુંદન બા એ તમારા માટે જમવાનું મને આપવા કહ્યું છે તમે તે જમી લો ત્યાં તો તે અહી આવી જાશે.

બાળકો તો રમત રમી ને ભૂખ્યા થયા હતા. જમવાનું જોઈ બધા એકસાથે બેસી ને જમવા લાગ્યા. બાળકો ને જમવાનું આપીને તે મહિલા ત્યાં થી નીકળી ગઈ. બાળકો જમીને પાણી પીધું ત્યાં એક પછી એક બાળકો મરવા લાગ્યા. તે સમયે કુંદન બહાર આવી બાળકો ને મરતા જોઈ રડવા લાગે છે ને વિચાર કરવા લાગી કે આને કોણે માર્યા હશે ત્યારે તેની નજર જમવાની થાળી પર પડે છે ને તેમાં થોડું ભોજન પણ પડ્યું હોય છે ત્યારે કુંદન સમજી જાય છે નક્કી કોઈનું કામ હશે. જેણે જમવામાં ઝેર મેળવ્યું હશે.

તે બાળકો પાસે રડી રહી હતી ત્યાં તે મહિલા એ આખા ગામ માં જાણ કરી કે કુંદને બાળકો ને ઝેરી ભોજન ખવડાવી મારી નાખ્યાં. આ સાંભળી ગામ ના લોકો કુંદન ના ઘરે આવી પહોંચ્યા.

ગામ ના બધા લોકો મૃત બાળકો ને જોઇને ગુસ્સે થયા. તેમાં એક બાળકનો પિતા તેના બાળકને ગુમાવવાનું દુઃખ રોકી શક્યો નહિ. તે વધુ ગુસ્સે ભરાયો ને તે બાળકના પિતાએ કુંદન ને લાકડી વડે માથા પર એક વાર કર્યો. આ જોઇને બધા લોકો લાકડી વડે તુટી પડયા.
ત્યારે કુંદન આજીજી કરી રહી હતી કે મારો કોઈ વાંક નથી મે કઈ કર્યું નથી. પણ ગામ ના લોકો તેની એક વાત પણ સાંભળવા તૈયાર હતા નહિ. આખરે બધા ના લાકડી ના માર થી કુંદન નું મૃત્યુ થાય છે.

મરેલી કુંદન ને ગામ લોકો તેની કોઈ સંભાળ પણ લેતું નથી ને તેનો મૃતદેહ ત્રણ દિવસ પડેલો રહે છે. આખરે મૃતદેહ વાસ મારવા લાગી ત્યારે તેને ગામ લોકો એ જંગલ માં ઢસડી ને ફેંકી દે છે. અને તે મહિલાની અંતિમ વિધિ પણ કરવામાં આવતી નથી.

કુંદન નો મૃતદેહ જંગલમાં પડ્યો પડ્યો સડી જાય છે ને જંગલ ના પ્રાણીઓ દ્વારા ઉઠાવી ને તેને ખાઈ જાય છે. ગામ લોકોએ કુંદન ના કોઈ ગુના વગર માર માર્યો હતો અને ક્રૂરતા પૂર્વક તેને મોત ને ઘાત ઉતારી હતી. જેના કારણે તેની આત્મા ભટકવા લાગી હતી અને તેની મૃત્યુનો બદલો લેવા માટે તે ડાકણ બની ગઈ.

તે ડાકણ હવે બદલો લેવાની ફિરાક માં આવી ગઈ હતી. હવે જંગલ માં કોઈ પણ આવતું તેને મોત ને ઘાત ઉતારી દેતી. ગામ લોકો ને ખબર ન હતી કે જંગલ માં ભૂત થાય છે. ગામ લોકો એમ સમજતા કે જંગલી જાનવર ને કારણે આવું થતું હશે. એટલે થોડા દિવસ જંગલ તરફ કોઈ ગયું નહિ એટલે કોઈનું મૃત્યુ પણ થતું હતું નહિ ને બધું વ્યવસ્થિત થઈ ગયું .

જંગલ માં ગામ લોકો નું આવવાનું બધ થતાં તે ડાકણ વધુ ગુસ્સે થઈ અને જંગલ છોડીને રાતના અંધારામાં ગામ તરફ આવી. ને ત્યાં ગામ ની બહાર રહેવા લાગી. એક રાત્રે બે માણસ ગામ ની બહાર અડધી રાત્રે નીકળ્યા. એક પાછળ હતો ને એક આગળ ચાલી રહ્યો હતો. આગળ ચાલતા માણસ ને તે ડાકણ જોઈ જાય છે ને ત્યાં જ તેને મારી નાખે છે. પેલો પાછળ ચાલી રહેલો માણસ આ જોઈ જાય છે. તે ગભરાય જાય છે ને દોડતો દોડતો ઘરે આવી સૂઈ જાય છે.

સવારે તે માણસે ગામ લોકો ને તે ડાકણ વિશે જાણ કરી. ગામ લોકો ને પહેલે થી થોડી ખબર હતી પણ જાણકારી વગર તે અજાણ હતા. હવે ગામ લોકો ને તે ડાકણ ની ચિંતા માં વધારો થયો. ઘરે રહેવું કે બહાર નીકળવું. કે ગામ છોડી ને જતું રહેવું. ગામ તો છોડી શકાય તેમ હતું નહિ કારણ કે આખું ગામ ખેતી થી નિર્ભર હતું.

ગામ લોકોએ નિર્ણય કર્યો કે રાત્રે ઘરે રહેવું અને બહાર બતી કે લાઈટ ચાલુ રાખવી જેથી ડાકણ ઘર માં પ્રવેશી ન શકે. આમ થોડા દિવસ થયા ડાકણ ને કોઈ ખોરાક મળ્યો નહિ ને તે બેબાકળી બની ચીસો પાડતી. હવે આ ચીસો થી ગામ લોકો કંટાળી ગયા તેમની રાત ની ઊંઘ પણ હરામ થઈ ગઈ.

ડાકણ ના ઉકેલ માટે ગામ લોકોએ દિવસે એક મિટિંગ બોલાવી ને બધા પાસે થી મારદર્શન લેવામાં આવ્યું ત્યારે કોઈ એક માણસે કહ્યું કે બાજુ ના ગામ માં એક તાંત્રિક રહે છે જો તેને કહેશું તો તે આ સમસ્યા હલ કરી દેશે ને આપણે કાયમ માટે આ ડાકણ થી મુક્ત થઈશું.

બીજે દિવસે પેલા બાજુના ગામ ના તાંત્રિક ને બોલાવવામાં આવે છે ને બનેલી ઘટના વિશે તેને માહિતગાર કરવામાં આવે છે. ત્યારે તે તાંત્રિક વિધિ માટે થોડો સામાન લઈ આવવા કહે છે. બધો સામાન એક કરી રાત્રિ ની બધા રાહ જોવા લાગ્યા.

રાત્રિ ના બાર થયા એટલે ગામ ના લોકો અને તાંત્રિક ગામ ની બહાર આવી પેલી ડાકણ ની રાહ જોવા લાગ્યા. ને તે તાંત્રિકે તેની વિધિ શરૂ કરી. થોડો સમય થયો એટલે પેલી ડાકણ ત્યાં આવી પહોંચી. આટલા બધા લોકો ને જોઈ ડાકણ ખુશ થઈ ગઈ. આજે તો શિકાર મળી ગયો એમ માની ચહેરા પર ખુશી આવી. પણ જ્યારે તેને તાંત્રિક પર નજર કરી તો તેની ખુશી ગમ માં ફેરવાઈ ગઈ.

તાંત્રિકે હાથ માં પાણી લીધું ને એક મંત્ર બોલ્યો એટલે તે ડાકણ ત્યાં નીચે ચૂપચાપ બેસી ગઈ. તાંત્રિકે તને પૂછે છે "તું કેમ ગામ લોકો નો જીવ લે છે"
ત્યારે તે ડાકણ કહે છે.
હું તમારા ગામ ની કુંદન છું. તમે બધાએ મને વગર વાંક માં મારી નાખી, મારી તો નાખી પણ મારા અગ્નિસંસ્કાર પણ કર્યા નહિ એટલે હું ડાકણ બની ગઈ. ડાકણ બન્યા પછી મને બદલો લેવાની ઈચ્છા થઈ એટલે હું ગામ લોકો ના જીવ લેવા લાગી.

તારી આખરી ઈચ્છા કઈ છે જે પછી તું આ ગામ છોડી ને જતી રહીશ એમ તાંત્રિક તે ડાકણ ને પૂછે છે.

મારી છેલ્લી ઈચ્છા છે કે હું એક બાળક ને થોડી વાર પ્રેમ થી તેને વ્હાલ કરું. અને પછી હું અહીંથી દૂર જતી રહી.

આ સાંભળી ને ગામ લોકો કોઈ બાળક ને ત્યાં મોકલવા તૈયાર થયા નહિ ત્યારે તાંત્રિક બધા ને સમજાવે છે હું છું કહી નહિ થાય તમે એક બાળક ને ત્યાં મોકલો.

આખરે એક પછાત જાતિનો એક ગરીબ અને અપંગ બાળક ને તે ડાકણ પાસે મોકલે છે. તે બાળક અપંગ ને કારણે ચાલી પણ શકતો ન હતો. તો પણ તે ડર નો માર્યો તેની પાસે જાય છે. પાસે જઈ ને ડાકણ નો પ્રેમ મેળવી ખુશ થાય છે. વ્હાલ કરતી વખતે તે ડાકણ તેના પગ પર હાથ ફેરવે છે. તરત તે બાળક નો પગ સાજો થઈ જાય છે. પછી તે બાળક ને ડાકણ તેના માં બાપ પાસે જવા કહે છે. માંડ માંડ ચાલી શકતો છોકરો દોડતો દોડતો તેની માં પાસે પહોંચી જાય છે. ત્યારે બધા ગામ લોકો તે ડાકણ ના પ્રેમ ને સમજી તેને વંદન કરે છે. ત્યારે તે ડાકણ બધા ને આશીર્વાદ આપી ત્યાં થી બહુ દૂર નીકળી જાય છે.

જીત ગજ્જર