Premam - 16 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | પ્રેમામ - 16

Featured Books
Categories
Share

પ્રેમામ - 16

પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. અને એ ફોનએ અમને હચમચાવી નાખેલાં. અમે ઝડપથી પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યાં. ત્રણ કે ચાર મિનિટ બાદ પોલીસ સ્ટેશન આવ્યો. અમે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કર્યો. ત્યાં બાંકડા પર બેઠેલાં એક કોન્સ્ટેબલએ અમને ત્યાં જ બેસી રાહ જોવાનો ઓર્ડર કર્યો. લઘભઘ પંદર એક મિનિટ બાદ ઇન્સ્પેકટર સાહેબએ અમને અંદર બોલાવ્યા. અમને ત્યાં કુરશી પર બેસવાનું ફરમાન કર્યું. અમે બેઠાં. તેઓ કંઈક કહેવા માંગતા હતાં. પરંતુ, હીચકીચાહટ તેમના મોઢા પર સાફ ઉભરી આવતી હતી. પાણીની એક ઘુંટ લઈ તેમણે બોલવાની શરૂઆત કરી.



"જુઓ સમાચાર સારા નથી.-" તેમનું આ વાક્ય જ અમને સંદેહમાં નાખી દેવા માટે પુરતું હતું. તેમણે વાત આગળ વધારી.


"એક વ્યક્તિની લાશ મળી છે.-" આ વાક્ય તેઓ પૂરું કરે એ પહેલાં જ અમારી આંખે અંધારીયા આવી ગયાં. શરીર શુન્ય થઈ ગયું. ડગી શકવું અશક્ય થઈ પડ્યું હતું. વિચારો સ્થિર થઈ ગયેલાં. અને તેમણે આગળ બોલવાનું ચાલું રાખ્યું.


"આ વ્યક્તિ વિધિ જ છે? એ વિશે અમે જાણતાં નથી. પરંતુ, તેના પાસેથી કેટલાંક પત્રો મળ્યા છે. જે હર્ષના નામે તેણે લખ્યાં હતાં. એના પરથી અમને લાગ્યું કે આ એજ વ્યક્તિ છે જેણે તમે શોધી રહ્યાં છો. અને ચોંકાવનારી વાત એ છે કે, તેણે આત્મહત્યા કરી નથી. આ એક હત્યા છે."


"હત્યા?" અમે બધાં જ મિત્રો એકી સાથે બોલી ઉઠ્યા.


"હા! હત્યા! વિધિને એક ખાઈ પરથી ધક્કો મારવામાં આવ્યો છે. અને તેની હત્યા ચાર દિવસ પહેલાં કરવામાં આવી છે."



"ચાર દિવસ પહેલાં? ચાર દિવસ પહેલાં જ અમારા એક મિત્રનું પણ જીવ ગયું હતું. પરંતુ, આ કઈ રીતે શક્ય હોઈ શકે? બંનેની મોત એક જ દિવસે?" આલોક એ કહ્યું.





"શું? તમારા મિત્ર હર્ષની મોત પણ એજ દિવસે થઈ હતી? જરુર આ બંને કેસનો કોઈ સંબંધ છે ખરો. બાય ધ વે આ ડોક્ટર લીલી કોણ છે?"




"ડોક્ટર લીલી? પરંતુ, એમનાં વિશે તમે કઈ રીતે જાણો છો? અને મેંન મુદ્દો એજ છે કે તેમણે પણ ત્રણ દિવસ પહેલાં આત્મહત્યા કરી છે."




"શું? તેમણે આત્મહત્યા કરી છે? વિધિના બેગમાંથી અમને કેટલાંક પત્રો મળ્યા છે જે આ ડોક્ટર લીલી નામની વ્યક્તિના છે. તે વિધિને કેટલીક વખત મળી પણ હતી. અને ખાસ તે ચાર દિવસ પહેલાં જ વિધીને અહીં મળવા આવી હતી. એનો મતલબ સાફ છે કે, આ ડોક્ટર લીલી એજ વિધિની હત્યા કરી છે. પરંતુ, શા માટે? આ એક મોટો પ્રશ્ન છે. લીલી નામની એક વ્યક્તિ અહીં આવે છે. વિધિને મળે છે. બંને સાઈકલ સાથે લઈ અને અહીં ઉપરની તરફ સાઈકલિંગ કરે છે. પરંતુ, વિધિની લાશ ચાર દિવસ બાદ અમારા હાથે લાગે છે. એનો અર્થ એજ થયો કે, આ લીલીએ વિધિની હત્યા કરી છે. અને મોટો પ્રશ્ન એ છે કે આ હત્યા વિશે કોઈ પણ વ્યક્તિને જાણકારી નથી. ત્યાં તે દિવસે સાઈકલિંગ કરી રહેલાં કેટલાંક વ્યક્તિઓને અહીં બોલાવી અમે પુછતાછ કરી હતી. પરંતુ, કોઈ પણ વ્યક્તિએ આ ઘટના ક્રમ જોયું નથી. પરંતુ, વિધિને જો ધક્કો મારવામાં આવ્યો હોય તો તે નીચે પડતી વખતે ચિખી તો હશે ને? પરંતુ, કોઈએ તેની ચીખો પણ સાંભળી નહોતી."




"સર! આ ડોક્ટર લીલી જેટલી ધારી હતી એનથી વધું ચાલાક નીકળી. અને જ્યાં સુંધી વાત વિધિની હત્યાની છે. આ હત્યા કઈ રીતે થઈ? કદાચ આ પ્રશ્નનો જવાબ દેહરાદુનમાં જ ક્યાંક દફન હશે. આ કહાનીની શરૂઆત જ દેહરાદુનમાં થઈ છે. અને આ કહાનીનો અંત પણ કદાચ દેહરાદુનમાંજ થશે."



જે કથાને પ્રેમત્રિકોણ ગણી આજ સુધીમાં આપણે આગળ વધતા આવ્યા છીએ. એ પ્રેમકથાએ નવો વળાંક લીધો હતો. હવે જોવાનું એ રહ્યું કે, આ હત્યા કોણે? અને શા માટે કરી હતી?


ક્રમશઃ