ખુબસુરતી
ખુબસુરત એ આંખોમાં,
ઝલક હતી પ્રેમ તણી,
નાજુક એ અદાઓ એની,
ને એ થમી ગઈ દિલમાં મારી,
સ્મિત એના જોકા ભરી,
લહેરી ઉઠી મારા સમી!
વાતોની એની મધુરતા,
કોયલ સમ લયબધ્ધતા,
આંખોમાં એની કહી દેતી,
પ્રેમ તણી બારાક્ષરી!
એક ઝલક એની અપ્સરા શી,
રોજ નવા આકાર તણી,
નિત્ય નિહાળવા બહાના,
રોજ મળી જતા મને!
છતાંય પરિચય શૂન્ય,
અજાણ એ નજાકત જોડે,
કોણ હતી એ ખબર નહીં,
તોય મન લુભાવી જતી!
બસ સૌંદર્ય એનું જોઈ,
ઈશ્વરની એ રચના મહી,
મોહી જતી આભા મારી!
આભાર એ કુદરતનો,
જેનું સર્જન જ અદભુત,
એ કેવો અદ્ભૂત હશે?
...........................................................
પહેલો પ્રેમ!
કઈ અમસ્તું લખવાના ઓરતા,
ને ઉપડી ગઇ કલમ,
ને લખણપટ્ટીની મજા,
એ પહેલો પહેલો પ્રેમ!
શુ લખું અવઢવ,
છતાંય ઉન્માદ ઘણો,
દિલની દશા આલેખવાનો,
એ પહેલો પહેલો પ્રેમ!
કુદરતની કલા આલેખું,
મનમાં ઉમળતી ભાવના સ્પૃરુ,
કે સપનાઓની ભરમાળ ઉમેરું,
એ પહેલો પહેલો પ્રેમ!
કલમની કરામત હતી એ તો,
નજીવી વાતને દિલમાં,
સમાવેલી એ ઉમટી કાગળે,
એ પહેલો પહેલો પ્રેમ!
......................................
માસુમ બાળ
નાનું અમસ્તું એ હાસ્ય,
નિર્દોષ એની મસ્તીઓ,
ક્યાંક કાલીઘેલી બોલી,
ને પા પા પગલી પહેલી!
સ્મિતમાં એના શીતળતા,
લયમાં એની મૃદુતા,
નિત આપતી પ્રેરણા,
જીવવાના નવા નુસખા!
કુતુહલ નિરખતું ભોળપણ,
ને એની ચબરાખ ચેસ્ટા,
મન મોહક એની મસ્તીઓ,
ખુદ બાળ બનાવતી મુજને!
મમતા છલકતી આંખો મારી,
નિહાળતી એની હરેક છટા,
ને આશિષ દેતી આંખોમાં,
હસી એ માસૂમિયતને!
...............................................
મહેફિલ
આંખોની રોજ ભરાતી મહેફિલ,
ને તેમાં ખુલતા રહસ્યો દિલના,
મીટ માંડીને કરે સ્વીકાર કરે!
શરૂઆતી એ ઝાપટા પ્રેમના,
તરબોળ કરીને હૈયાને,
ભીંજવે ક્યાંક કોરા કરે!
સ્પર્શ તણાં એના શ્વાસમાં,
ટાઢક કોઈ દિલના ઝૂરતા,
સ્પંદનન હિંડોળે ચડે!
વાર્તા એ દિલોની છે,
જે કોઈને કહી દેતા પ્રેમથી
એય ખુદ ગુલામ બને!
નાની એની વાતોમાં,
એ અજબસી આત્મીયતા,
દિલને રોજ મજબુર કરે!
...............................................
મારો પણ સમય આવશે!
મારો પણ સમય આવશે!
આજે ભલે કોઈ નથી ગણતું,
કોઈ નથી સમજતું,
સાથ માંગતા અજાણ લોકો,
એની ગાથા અપાર છે,
છતાંય મારો પણ સમય આવશે!
સમયની સાંકળ કાઠી છે,
પકડ મારી હારી છે,
બળવાનની બલિહારી છે,
હિમ્મત બેઠી હેઠી છે,
છતાંય મારો પણ સમય આવશે!
નિરાશાના કિરણો અપાર છે,
આશાના છુપાયેલા અંધકાર છે,
તોય દીપ જ્વલંત દિલમાં છે,
હિંમત હજીય બળવાન છે,
કે મારો પણ સમય આવશે!
હાર તો હજીય અપાર છે,
સફળતાની કેડી ખાડામાં છે,
ન નીકળાય એના ભેંકાર છે,
તોય ઉગારવાના એંધાણ છે,
કે મારો પણ સમય આવશે!
..............................................
ગુલાબ
એ મારી લાગણીઓનુ મોકાણ હતું,
એની સુગંધમાં સ્મિત બહોળું હતું,
એની પાંખડીઓની રતાશમાં ને,
એની સુંદરતાની નજાકતમાં,
કઈ કહેવાપણું ક્યાં હતું?
માત્ર પ્રેમના પ્રતીક બની,
એને તો અર્પણ પોતાને કર્યું,
એને આપવાની ચેષ્ટા મારી,
ભૂલ હતી એમાં મારી,
એને કચડવાની ભૂલમાં,
ગુનેગાર હું બનીશ!
લાગણીઓતો કચડી નાખી,
તારી એ સુંદરતાએ,
તને કહેવું હતું તો મને કહે,
સજા આપવી એ તારે હતી,
હું હાજર હોત એક ઈશારે,
પણ એને ક્યાં દંડયુ પ્રિયે?
એ તો માત્ર એક ગુલાબ હતું,
કંટાળી કેડીએ ઉછરી આવેલ,
તારા નસીબમાં પ્રેમ લઇને,
સુવાસ ફેલાવવાની ઈચ્છાએ,
મારા સ્વાર્થનું સાધન બનીને!
નિસ્વાર્થ એ પુષ્પને,
કચડાઈને ઇનામ પ્રેમનું મળ્યું!
......................................................
નદી
વરસાદના પાણીના બૂંદો,
ને ઝરણાનાં ઝમેલા નીરને,
રસ્તો મળી જ ગયો,
ને વિશાલ શાખા બની!
વેગ આગળ ગયો ને,
એ સૌંદર્ય સૃષ્ટિ બની,
અથડાતી વેગે દોડતી,
કોતરોને ચીરતી એ,
સાગરને મળવા આતુર બની!
ઉછળતી એ ચારેકોર,
જગજનની બની!
પરોપકાર સીંચતી,
તો ક્યાંક વિકરાળ બની,
માહિષ્મતી બની!
એને તટે જીવન વસ્યું,
તો ક્યાંક વન ખીલ્યું,
ને નવજીવન સૃષ્ટિ બની!
માં સ્વરૂપા બની એ,
સાગરના મીલનમાં અધીર,
એ વેગે અવિરત બની!
માટીની એની સોડમમાં,
ને પથ્થરની કેડીમાં,
સુસવાટા ને ગર્જના સંગ,
ડરામણી છતાંય,
કોમળ એની કાયા બની!
શાંત બની ને ક્યાંક મૃદુતા,
ને મમતા સીંચતી,
ને વહાલના વિચારો સંગ,
દરિયાને ભેટી પડી!