pacemaker in Gujarati Thriller by Avadh upadhyay books and stories PDF | પેસમેકર

Featured Books
  • YoYo प्रसंग!

    YoYo प्रसंग! "चल मैं निकलत हंव! ते लिख के डार दे! नए शहर को...

  • कहानी फ्रेंडशिप की - 3

    Friendship Story in Hindi : ‘‘साहब मैं आपका सामान उठा लूं क्...

  • बैरी पिया.... - 33

    शिविका ने फोन की स्क्रीन को देखा तो फोन उठा लिया । संयम " कौ...

  • Dard...e lotus

    दर्द का रिश्ता तो मेरा बचपन से रहा है और आज भी वही सिलसिला च...

  • You Are My Choice - 23

    जब जय पुलिस स्टेशन से निकल कर बाहर आया तो उसने देखा की आकाश...

Categories
Share

પેસમેકર

“પેસમેકર”

અક્ષય : ચાલ મારી સાથે હું તને યાત્રી સાથે વાત કરાવું તે કમ્યુનિકેશન અને ડેટા એનાલિસિસ ને લગતા પ્રોગ્રામ હેન્ડલ કરે છે , ચલ, ( અને બંને જણા અક્ષય અને વિશાલ યાત્રી પાસે જાય છે) , યાત્રી જો આ વિશાલ પટેલ છે તેને ગઈ કાલે વળી આપડી આઇપી એડ્રૈસ વળી કંડિશન વિષે સમજાવી દે અને પેલા હેકર નું ફાઇનલ લોકેશન મને જલ્દી થી મને ક્યો....

પેસમકેર એક એવું યંત્ર જેને તમે વિજ્ઞાન જગત નું એક સુંદર સંશોધન કહી શકો છો,

જે તમારા હ્રદય ને તંદુરસ્ત રાખે છે.

પણ એ જ પેસમકેર જ્યારે મૌત માટે નું યંત્ર બની જાય ત્યારે તમે શું કરશો !!!!!!!

તે દિવસ અવધ અને તેના મિત્ર અક્ષય માટે બહુ યાદગાર દિવસ હતો..


20 જુલાઈ નો તે દિવસ હતો, અવધ અને તેનો મિત્ર અક્ષય તેના જન્મ દિવસ ની પાર્ટી માંથી જમી અને મોજ મસ્તી કરતા કરતા ઘરે તરફ આવી રહ્યા હતા.( અવધ અને અક્ષય કોલેજ ના સમય થી ખૂબ જ સારા મિત્રો છે, બંને એ એકબીજા ના જીવન ના ઘણાબધા સારા અને ખરાબ સમય માં સાથે રહ્યા છે , એટલા માટે જ એક બીજા નું સારી રીતે સમજી શકતા હતા)


ત્યારે અમદાવાદ શહેર ના બહુ પોશ એરિયા માંથી બંને જણા કાર માંથી પસાર થતા હતા, ત્યારે અવધ કાર ચલાવતો હતો ત્યારે જ અચાનક,


અક્ષય : અવધ જલ્દી થી કાર ઉભી રાખ..
અવધ : પણ થયું તો શું તે તો જણાવ કે મને !
તે ફરી થી બોલ્યો કાર ઉભી રાખ અને આ વખતે થોડા ગુસ્સા સાથે બોલ્યો અક્ષય,
એટલે અવધે તરત જ કાર ને ઉભી રાખી.
કાર ઉભી રહેતા જ અક્ષય દોડી ને રોડ ક્રોસ કરી ને સામેની બાજુ પર ગયો.
અને સાથે સાથે અવધ પણ ઝડપ સીટ બેલ્ટ કાઢી ને તેની પાસે ઝડપ થી ગયો ,

ત્યાં જઈ ને જોયું તો અમદાવાદ પૉલિસ ના બેરીકેટે હતા અને ડૂ નોટ એન્ટર ની ચેતવણી હતી ,
2 પોલીસ ની ગાડી અને એક ખાનગી બસ હતી અને તેના મુસાફરો અને તેના ડ્રાઈવર બધા ઉભા હતા.

પેલા તો તે બંને ને પોલીસ એ રોક્યા પણ જયારે તેમના icard જોયા (CBI) એટલે તેમને જાવા દીધા crime scene પર.
ત્યાં પછી ત્યાં એક ઓફિસર સાથે વાત કરી ને જાણવા મળ્યું કે એક વ્યક્તિ નું બસ માં મૃત્યુ થયું છે.
એટલે તેઓ બંને જણા બસ ની અંદર ગયા અને જોયું કે 12 નંબર ની સીટ પર એક માણસ બેઠો છે, પણ તપાસ કરતા માલુમ પડ્યું કે તે માણસ મરી ગયો છે .
તેઓ એ તેનું નિરીક્ષણ કર્યું પણ કઈ વગવાના ના નિશાન કે એવું કંઈ ના હતું પણ તેનો મોબાઈલ નીચે પડી ગયો હતો બીજું બધું સામાન્ય લાગ્યું.
પછી બંને નીચે આવ્યા અને ,
પછી અક્ષય બોલ્યો, PSI રાજ્યગુરુ , તમે બધા સબૂત ને પોલીસ સ્ટેશન અને લાશ ને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપો. અને કંઈક પણ જરૂર લાગે તો આ અમારા બંને ના કાર્ડ છે ગમે ત્યારે તમે કોલ કરી શકો છો.
એટલું બોલી બંને જણા ત્યાં થઈ નીકળી પોતાની કાર તરફ જાવા લાગ્યા.


અક્ષય : લાવ કાર ની ચાવી હું ડ્રાઇવ કરીશ ,
અવધે તેની સામે આશ્ચર્યજનક રીતે જોઈ ને હસી ને કાર ની ચાવી તેના હાથ માં આપી પોતે પેસેંજર સીટ માં આવીને બેસી ગયો.
અને બંને ત્યાં થઈ નીકળી ગયા.
અને અવધ રસ્તા માં વિચારતો હતો કે આ કુદરતી રીતે મૃત્યુ નથી ,

ત્યાં અક્ષય બોલ્યો ! અવધ ......
તેને કઈ સંભાળ્યું ન હતું એટલે તે ફરી વાર બોલ્યો
અક્ષય ! અવધ ઓ અવધ શુ થયું છે , કેમ કાઈ બોલતો નથી . કાઈ પ્રોબ્લેમ છે,
અવધ થોડો સરખો થયો અને બોલ્યો , ના કાઈ નથી થયું!

તે ફરી થી બોલ્યો , કઈક તો થયું જ છે બાકી તું એટલો શાંત થઈ ના બેસે.
પછી કીધું કે અક્ષય, યાર આ કેસ લાગે તેટલો સરળ નથી લાગતો , ત્યાં ભલે બધું સરળ ને કોઈ સબૂત નથી પણ લાશ અને તેના ફેસ પરથી જોતાં લાગે છે કે આ કેસ મર્ડર નો છે.
અક્ષય બોલ્યો ! ના આ એક કુદરતી રીતે ડેથ નો કેસ છે , અને તું જોજે કે પોસ્ટમોર્ટમ માં પણ હાર્ટ એટેક નું જ કારણ આવશે.
પછી મે અક્ષય ને ઘરે મૂકી ને હું મારા ઘરે જાવા નીકળી ગયો.



અને બીજા દિવસે સવારે અવધ ઉઠી ને ન્યૂઝ પેપર વાંચતો હતો ત્યારે લગભગ 7:46 થાય ને તેના ફોન ની રિંગ વાગી, અને સામે થઈ અવાજ આવ્યો કે , શુ મારી વાત Mr. અવધ સાથે થાય છે,
હું બોલ્યો હા, હું જ છું અવધ તમે કોને?
સામેથી ફરી બોલ્યા કે સર, હું PSI રાજ્યગુરૂ , પોલીસે સ્ટેશન થી વાત કરું છે, આપડે ગઈ કાલે રાતે crime Scene પણ મળ્યા હતાં ને ,

અવધ : હ..હ..હા ...હ રાજયગુરૂ સાહેબ બોલો , શુ કામ હતું ?
રાજ્યગુરૂ ! સર તમે પોલિસ સ્ટેશન પર આવી શકો છો ?
અવધ ! હા , કેમ નહીં . શુ કઈ અગત્ય નું કામ હતું ?
રાજયુગુરૂ , સર કેસ ના સંદર્ભે વાત કરવાની હતી અને ગઈ કાલ વાળા કેસ નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે તો તમે આવો તો સારું રહેશે.

અવધ : જરૂર થી, હું અને મારો મિત્ર અક્ષય અમે બની સાથે આવી શુ 11 વાગે . આ સમય તમને મળવા માટે યોગ્ય રહેશે?

રાજ્યગુરુ , હા જરૂર થી હું તમારી રાહ જોઇશ. આવજો.

એટલુ બોલી અવધે ફોન મૂકી દીધો, અને તેના મન ના વિચારો આવા લાગ્યા કે શુ હશે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં.

અને પછી અક્ષય ને ફોન કર્યો: હેલો...હેલો...અક્ષય

અક્ષય બોલ્યો: અવધ , કેમ અત્યારે માં ફોન કર્યો ? બધુ બરોબર છે ને ?
અવધ : હા બધું બરોબર છે , અને પોલીસે સ્ટેશન થી PSI રાજ્યગુરુ સાહેબ નો કોલ હતો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે અને આપણે બંને ને 11 વાગે મળવા બોલાવ્યા છે. હું તને 10:45 પર તારા ઘરે લેવા માટે આવીશ , તૈયાર રહેજે !

અક્ષય :સારું, હું તૈયાર રહીશ એટલું બોલી ફોને મૂકી દીધો.

પછી તે નક્કી કરેલા સમય મુજબ તેને સાથે લઈને બંને જણા પોલીસ સ્ટેશન પહોંચી ગયા.

ત્યાં રિસેપ્શનિસ્ટ ના ટેબલ પર રાજ્યગુરુ સાહેબ ની ઓફિસે ની જાણકારી મેળવી ને બંને તેમની ઓફિસે માં પહોચી ગયા.

તેઓ જેવા તેમની ઓફિસ માં ગયા ત્યારે તેઓની ફોન માં તેમની વાત ચાલુ હતી, અમને જોઈ ને તેમને ઈશારા થી અમને અંદર આવનું કીધું અને બેસવા માટે કહ્યું. અને ત્યાં એક મોટી ઉમર ના કાકા અમને પાણી આપી ને ચા માટે પુછ્યું,

મેં ના પાડી પણ અક્ષય, મને તેના પગ વડે મારા પગ ને મારી ચા લાવા માટે નું કહ્યું , અને મેં પણ કાકા ને ચા માટે કહ્યું.

ત્યાં રાજ્યગુરુ સાહેબ ને કોલ પૂરો થયો!

રાજ્યગુરુ : ગુડ મોર્નિંગ ,

અમે બંને પણ ગૂડ મોર્નિંગ બોલી ને તમને જણાવ્યું.

અવધ : સાહેબ તમે અમને અહીંયા બોલાવ્યા છે કેસ માટે એટલે મને તમારી ગૂડ મોર્નિંગ માં કાંઈક દાળ માં કાળું લગે છે, અને મરમર હસ્યો,

રાજ્યગુરુ : વાહ અવધ સર વાહ, શુ તમારો સેન્સ ઓફ હ્યૂમર છે. માની ગયા તમને.

અને પછી અવધે અક્ષય ને પગ માર્યો એટલે તે સમજી ગયો કે તે ગઈ ની વાત કરું છું.

એટલે માં પેલા કાકા ચા લઈ ને આવી અને બધા ને ચા આપી,

રાજ્યગુરૂ સાહેબ એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યો.

અને અવધ વાંચવા લાગ્યો તો તેમાં Reasons of death માં Heart Failure લખ્યું હતું.

સાહેબ બોલ્યા કે આમ કારણ હાર્ટ એટેક લખ્યું , પણ લાશ ના ઘર વાળા એ લાશ સ્વીકારવા ની ના પડે છે,
અને તેને વિકટીમ ના હાર્ટ નું ઓપેરશન કારનાર ડૉક્ટર પર કેસ કર્યો છે. કહે છે કે હમણાં જ 2 મહિના પહેલા ઓપેરશન દ્વારા પેસમેકર(આ સાધન હૃદય ના ધબકારા ને અને તેની માસપેશી ને ઇલેકટ્રીક પલ્સ થી રિધમ માં રાખે છે તેથી હૃદય ચાલતું રહે.) મુકાવેલું છે તો પછી કાંઈ રીતે હાર્ટ ફેઇલ થઈ શકે એટલા ઓછા સમય માં.

પછી અમે કીધું કે સાહેબ આ કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંતર્ગત આવે છે , તે થઈ CBI આ કેસ માં કોઈ હસ્તશેપ ના કરી શકીએ . પણ અમારા લાયક જે કામ હોય જેમાં અમે તમારા કેસ માં ન આવી એ તે રીતે નું કામ હોય તો અમને યાદ કરજો.

અને અમે ત્યાં થી નીકળી ગયા.



થોડા દિવસો પછી અવધ ના માં એક અજાણ્યા નંબર માંથી ફોન આવ્યો કે મારી વાત CBI ના ઇનસેપેક્ટર અવધ સાથે થઈ છે.
અવધ : હા , તમે કોણ બોલો છો .

સામે થી અવાજ આવ્યો કે, હું PI પટેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હેડ ઓફીસ માંથી વાત કરું છું. તમને અમદાવાદ ના રહસ્યમય મર્ડર ના કેસ જે અત્યરે રાજ્યગુરુ સાહેબ ના અંતર્ગત છે તે બાબત એ અમારા ચીફ પોલીસ ઇન્સ્પેક્ટર જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હેડ છે તેને તમને અને તમારા સાથી ઇન્સ્પેક્ટર ને હેડ ઓફીસ બોલાવ્યા છે. અને તમારે આવતી કાલે 12 વાગે મિટિંગ છે.

અવધ : જરૂર થી અમે સમયસર પહોંચી જઈશું.

PI પટેલ : આભાર.

થોડીક વાર વિચાર કર્યા પછી , અવધ તેના મિત્ર અક્ષય ને ફોન કરે છે.

અવધ: હેલ્લો અક્ષય તારી સાથે અત્યારે વાત થઈ શકે તેમ છે ?

અક્ષય : હેલો , હા બોલ અવધ શું કામ છે ? અરે દોસ્ત... તારા માટે તો સમય જ સમય છે, બોલ શું કામ હતું.

અવધ: હમણા થોડીક વાર પેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ના ચીફ પોલીસ ઇન્સ્પેક્ટર એ આપણે બંને ને કાલે તેમની ઓફિસ પર મિટિંગ માટે મળવા બોલવ્યા છે . જે કેસ અત્યરે રાજ્યગુરુ સાહેબ ની અંતર્ગત આવે છે તે કેસ બાબત પર, ઍટલે કાલે 12 વાગે આપણે તેમણે મળવા જવાનું છે.

અક્ષય : હ..હ .. તો ઠીક છે કાલે આપણે મળવા જઈશું.

અવધ : સરસ, તો કાલે હું તારા ઘરે 11:30 પર આવીસ , તું તૈયાર રહેજે.

અક્ષય : જી સાહેબ , હું કાલે 11;30 પર તમારી રાહ જોઈશ, તે ને હસતાં હસતાં ફોને ને મૂક્યો.

બીજા દિવસે અવધ 11:30 વાગે નક્કી કરેલા સમય પ્રમાણે અક્ષય ના ઘરે પહોચી જાય છે,

અવધ: યાર અક્ષય , મને લાગે છે આ કેસ બહુ કોમ્પ્લિકેટેડ લાગે છે ?

અક્ષય: હા,તારી વાત મને પણ સાચી લાગે છે, કારણ કે વિકટીમ ના ઘરે વાળા એ ડોક્ટર પર કેસ કર્યો છે ઍટલે કઈક જરૂર છે.

અવધ: ઍટલે જ ને , સારું ચાલ આપડે ઓફિસ જવા માટે નીકળી જાયે ,નહિતર ત્યાં પહોચવા માં મોડુ થશે.

આટલું બોલી ને બંને અક્ષય ના ઘરે થી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જવા માટે નીકળે છે.

તેઓ લગભગ 12 વાગવા માં 10 મિનિટ ની ઓછી હતી ત્યાં પહોચી ગયા હતા.

ત્યાં તેમણે ચીફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચિરાગ ઢગત સાહેબ ને મળવાનું હતું. પછી તેઓ PI પટેલ સાહેબ ને મળ્યા અને તેઓ પછી તેમણે ચિરાગ સાહેબ પાસે તેમની ઓફિસ માં મળવા માટે લઈ ગયા,

તેમની ઓફિસ માં પ્રવેશતા જ ચિરાગ સાહેબ અમને ઓળખી ગયા ,

ચિરાગ સાહેબ : આવો .. આવો , અવધ અને અક્ષય , કેમ છો તમે બંને. તમારા વિષે બહુ જ સંભાળ્યું છે તમારા સીનિયર સાહેબ પાસે થી.

અવધ: ખૂબ ખૂબ આભાર સર, અમને બંને ઠીક છીએ, તમે પણ ઠીક હશો?

ચિરાગ: ક્યાં થી ઠીક હોયે , આ પેલે કેસ માં તો બહુ મથામણ છે , તેઓના ઘર વાળા માનવા માટે તૈયાર જ નથી કે તેમણે હાર્ટ અટૈક આવ્યો છે. આટલા માટે તો તમને બોલાવ્યા છે.

અવધ : કઈ સમજણું નહીં સર, તમે શું કેવા માગો છો?

ચિરાગ: હવે થી આ કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ નહીં પણ CBI ની અંતર્ગત ટ્રાન્સફર કરવા મા આવે છે , આ કેસ બધી વિગત તમને PSI રાજ્યગુરુ પાસે થી મળી જશે , અને હવે તમે બંને આ કેસ ના અધ્યક્ષ બનાવવામાં આવે છે.

અવધ: ઠીક છે સર, હવે આ કેસ ની તપાસ સીબીઆઇ કરશે .

ચિરાગ: ઓક , તો તમે બંને ને કેસ માટે ની શુભ કામના ઑ અને જલધિ થી કામે લાગી જાવ.

આટલી વાત કર્યા પછી બંન્ને ત્યાં થી નીકળીને રાજ્યગુરુ સાહેબ ને મળવા માટે પોલિસ સ્ટેશન ગયા ,

રાજ્યગુરુ : આવો, મને ખબર હતી કે આવા નાના કેસ માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની અંતર્ગત ના આવે ( અહી રાજ્યગુરુ સાહેબ કટાક્ષ માં બોલે છે)

અક્ષય: તે વાત પણ સાચી છે રાજ્યગુરુ સાહેબ (અક્ષય પણ મજાક કરે છે)

અવધ: હા સાહેબ, એ તો અમને પણ ખબર હતી કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આવા નાના કેસ માં હાથ ના નાખે .

અને આ કેસ ની બધી માહિતી મારે જોઈએ છે .

રાજ્યગુરુ: જરૂર થી, મે ફાઇલ તૈયાર જ રાખી છે. આ રહી ફાઇલ.

અવધ: ફાઇલ હાથ માં લેતા, મારનાર ફોટો , નામ:યશદીપ જાડેજા , ઉમર:43, રહેવાનુ : જામનગર. વગેરે .....

અને સાહેબ બીજા બસ માં બેઠેલા ની યાદી ક્યાં છે. અને બીજા જે સબૂત જે તમને બસ માથી મેળવેલા છે તે બધા પણ જોઈશે .

રાજ્યગુરુ : એક મિનિટ ,,, આ રહી ફાઇલ ,અને સાથે તેમના ઘરે વાળા ના નામ કૉન્ટૅક્ટ નંબર પર છે. અને બધા સબૂત ને તમારા સીબીઆઇ ના હેડ ઓફિસ માં મોકલી આપવા માં આવ્યા છે.

અવધ : સરસ, થેન્ક યૂ રાજ્યગુરુ સાહેબ હવે અમે કામ પર લાગી જાયે.

પછી અવધ અને અક્ષય તેમની હેડ ઓફિસ પર આવે છે .

અને અવધ યશદીપ જાડેજા જે મારનાર વ્યકતી જે તેની ઇન્ફોર્મેશન વચવા લાગે છે, તે કોણ છે? શું કામ કરે ? અને અમદાવાદ માં શા માટે આવ્યો હતો વગેરે.

અને જે બધા સબૂત હતા તેને સીબીઆઇ ના ડેટા એનાલિસિસ બ્રાન્ચ માં એનાલિસિસ માટે મોકલી આપે છે.

અક્ષય : અવધ તને એવું નથી લાગતું કે આ બાબત પર આપડે યશદીપ નાં ઘર વાળા ને મળવું જોઈએ?

અવધ: હા , મને પણ એવું લાગે છે કે આપણે એક વાર જામનગર જઈએ અને ત્યાં તપાસ હાથ ચાલુ કરીએ .

અને આ વાતચીત પછી તો જામનગર જવા માટે નીકળી ગયા ,

પછી ફાઇલ એડ્રૈસ લઈને અમે યશદીપ નાં ઘરે ગયા:

અવધ: ઘર જોતાં પર થી અક્ષય લાગે છે આ માણસ બહુ પૈસા વાળો છે , અને પૈસા વાળા નાં દુશ્મન પણ ઘણા હોય છે.

પછી તેઓ તેમાં ઘર નો બેલ વગાડે છે,

એક આધેડ ઉમર ની મહિલા દરવાજો ખોલે છે,

મહિલા: કોનું કામ છે?

અક્ષય: મેડમ , અમે બંને સીબીઆઇ ઓફિસર છીયે , અને યશદીપ ભાઈ નાં કેસ પર કામ કરીયે છીએ , તે બાબત પર અમે અમદાવાદ થી તપાસ માટે આવ્યા છીએ .

મહિલા: હું યશદીપ ની વાઇફ છું , રીના ,શું હું તમારું icard જોઈ શકું છે?

અવધ: હા , જરૂર થી એમ કહી અવધ એ પોતાનું icard બતાવ્યુ .

રીના: ઠીક છે તમે અંદર આવી શકો છો,

અવધ : તમારા પતિ શું કામ કરે છે?

રીના : તે જામનગર ની પ્રખ્યાત કંપની નાં માલિક છે.

અવધ: તમારી કંપની શું કામ કરે છે:

રીના : અમારી કંપની ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ નું કામ કરે છે.

(અક્ષય સાથે સાથે બધુ બૂક માં નોટ કરતો જાય છે)

અવધ: અમને રિપોર્ટ માથી જાણવા મળ્યું છે કે તમારા પતિ ને હ્રદય ની તકલીફ હતી , એના વિષે કઈક અમને ઇન્ફોર્મેશન આપી શકો .

રીના: મારા પતિ છેલ્લા દોઢ વરસ થી હાર્ટ માં પ્રોબ્લેમ હતો,તેમના હાર્ટ પલ્સ બરોબર સ્થિર નોતા રહેતા તેથી અમને હાર્ટ ડોક્ટર ને મળ્યા અને તેમણે કીધું કે તેમણે પેસમેકર મૂકવું પડશે જેના થી તેમની આ તકલીફ દૂર થશે ,તે થી અમે ડોક્ટર ની સલાહ માની ને ઓપરેશન દ્વારા પેસમેકર પેકેમકર મુકાવ્યું ,

જેનાથી તેમણે પણ ફાયદો થયો નોર્મલ લાઇફ જીવા માટે . અને ડોક્ટર પણ કીધું કે તેમણે વીસ વરસ સુધી કઈક હાર્ટ ને લગતા પ્રોબ્લેમ નહી આવે, પણ આવી રીતે અચાનક ....

અને તે રડવા લાગી....

પછી મે અક્ષય ને કીધું કે કિચન માથી પાણી લઈ આવ ,, અને થોડીક વાર પછી તો સામાન્ય થઈ ગયા.

રીના : મને માફ કર જો હું મારી પર કંટ્રોલ નાં કરી શકી.

અવધ : નાં , અમે તમારી પરિસ્થિતી સમજી શકીએ છીએ .તમને કોઈક નાં પર સંદેહ છે , અને શા માટે પેલા ડોક્ટર પર કેસ કર્યો તેના વિષે જણાવી શકો?

રીના: મને સંદેહ તો પેલા ડોક્ટર પર જ છે કારણકે તેને ઓપરેશન બરોબાર નહીં કર્યું હોય અને મારા પતિ નું અવસાન થઈ ગયું.

અવધ: તમારી ફૅમિલી માં બીજું કોઈ છે ? અને તમારા સંતાન છે કે નહીં ?

રીના: મારા ફૅમિલી માં યશદીપ નાં મમ્મી અને પાપા છે. અને અમારે કોઈ સંતાન નથી, અને હા યશદીપ નાં નાનો ભાઈ છે કે જે અમારી સાથે નથી રહેતો ,એ અમદાવાદ માં રહે છે , અને તેને યશદીપ ની સંપતિ માં રસ છે. ઍટલે યશદીપ તેના વર્તન ને લઈ ને ચિંતા માં રહેતા હતા.

( આટલા માં અવધ નાં મોબાઇલ ની રિંગ વાગે છે અને સામે થી એક મહિલા બોલે છે)

લેડી: હેલ્લો .. સર હું યાત્રી બોલું છું ( યાત્રી સીબીઆઇ ના ડેટા એનાલિસિસ વિભાગ મા કામ કરતી હતી)

અવધ: હા , યાત્રી બોલ , પેલા સબૂત નાં ડેટા રિપોર્ટ આવી ગયો છે ?

યાત્રી: હા સર , બધા સબૂત સામાન્ય લાગ્યા પણ , જે બોડી માથી પેકેમકર લાગેલું છે તેના રિપોર્ટ માં કઈ ગડબડ લાગે છે,

અવધ: ઍટલે કે શું ગડબડ લાગે છે જરાક ડિટેલ્સ માં બતાવ:

યાત્રી: સર. આ પેસમેકર માં કોઈક છેડખાની કરી છે , તે બરોબર કામ કરતું નથી . તેના મેકેનિઝમ માં ડેમેજ કરેલું છે લાગે છે.

અવધ : શું વાત કરે છે યાત્રી! આવું કઈ રીતે શક્ય બને કે કોઈ માણસ નાં પેસમેકર માં તે વ્યક્તિ ને ખબર નાં પડે તે રીતે છેડખાની કઈ રીતે શક્ય છે, જરૂર આમ કોઈ લોચા છે.

ઠીક છે , થેન્ક યૂ , ઇન્ફોર્મેશન આપવા બદલ , આવજે

યાત્રી: ઓક સર, આવજો , એમ કહી ફોન કાપ્યો .

પછી મે અક્ષય ને કીધું થોડી વાર માટે બાર ચલ ને તેને મારે એક અગત્યની વાત કરવી છે.

પછી અવધે મિસ રીના ની પરવાનગી લઈ ને ઘરે નાં બગીચા માં વાત કરવા માટે ગયા .

અને અક્ષય ને યાત્રી સાથે નાં ફોને ની બધી વિગત આપી ,

અક્ષય: આવું શક્ય જ નાં બને કે કોઈ માણસ નાં પેસમેકર માં તેની ખબર વિના કોઈ ફેરફાર થઈ શકે.

આપડે હવે ડોક્ટર ને મળવા તો જવું જ પડસે ,

અવધ: હા મને પણ એવું જ લાગે છે.

તેઓ ફરી થી રીના પાસે ઘર માં ગયા અને ડોક્ટર નું એડ્રૈસ લીધું .

રીના : શું થયું ઇન્સ્પેક્ટર કઈ ?

અવધ: અમારે ડોક્ટર ની સાથે વાત કરવી છે, અને થોડુક મર્મર હસ્યો॰

અને અવધ ફરી યાત્રી ને કોલ કરો અને કીધું કે પેસમેકર નાં બધા ડેટા નું અને મોબાઇલ નાં બધા ડેટા નું એનાલિસિસ કરી ને જલધિ થી મને રિપોર્ટ મોકલ.

અને એટલી વાર માં ડોક્ટર નાં ક્લિનિક પર અવધ અને અક્ષય પોહચી ગયા.

અક્ષય: રિસેપ્શનિસ્ટ ને પૂછ્યું કે ડોક્ટર ને મળવું છે ,

રિસેપ્શનિસ્ટ: તમારું એપ્પોઇંટમેંટ છે ?

અક્ષય: પોતાનું icard દેખાડ્યું અને બોલ્યો હવે એપ્પોઇંટમેંટ ની જરૂર પડશે મેડમ ?

રિસેપ્શનિસ્ટ: તેને ડોક્ટર ને કોલ કર્યો અને કીધું કે સીબીઆઇ માથી બે ઓફિસર આવ્યા છે,

અને થોડાક વાતચીત પછી બંને મળવાની પરમિશન આપી દીધી.

અવધ; હું અવધ સીબીઆઇ માથી અને આ મારો સાથી મિત્ર અક્ષય . એક કેસ બાબત માં તમારી સાથે વાત કરવી છે.

ડોક્ટર: હા જરૂર થી, હું તમારી શું સહાયતા કરી શકું ?

અવધ: ડોક્ટર , તમારા એક પેશંટ યશદીપ નું ડૈથ થયું છે અમદાવાદ માં જે તમને તો ખબર જ હશે ?

ડોક્ટર : હા મને ખબરે છે,

અવધ: જ્યારે અમે બોડી નું એનાલિસિસ કરતાં હતા ત્યરે એક વાત ની ખબર થઈ કે તેનું પેસમેકર માં કઈક ગડબડ થઈ જેવા મળી છે . શું એવું શક્ય છે?

ડોક્ટર : હા 100 માથી 1 કેસ માં શક્ય છે , અને અત્યરે સુધી મારા બધા ઓપરેશન સફળ છે અને કોઈ પણ પેશંટ ને હજુ સુધી પ્રોબ્લેમ આવ્યો નથી.

અવધ: શું એવું શક્ય બને કે પેશંટ નું જાણ બહાર કોઈ તેની બોડી નાં પેસમકેર માં છેડખાની કરી શકે?

ડોક્ટર : નાં, સામાન્ય રીતે એમ તો શક્ય નથી પણ. પણ જો કોઈ તેની માઇક્રો ચિપ નું ઓનલાઇન એક્સૈસ કરી શકે તો શક્ય બને કે પેસમકેર તેનું કામ કરતું બંધ થઈ જાય.

અવધ: ઍટલે કે તમે કેવા માગો છો કે પેસમકેર ને હેક કરવું શક્ય છે?

ડોક્ટર:હા, પણ એવા બહુ જ ઓછા માણસો છે જેને આના વિષે ખબર છે.

અવધ : ઠીક છે સાહેબ તમારી જાણકારી બદલ આભાર.

અને તેઓ બંને ડોક્ટર ના ક્લિનિક થી નીકળે છે,

અને ત્યી યાત્રી નો કોલ આવે છે અવધ માં.

અવધ: હેલ્લો ,

યાત્રી : હેલ્લો સર, એક ક્લૂ મળ્યો છે આ પેસમેકર નાં અને યશદીપ ના મોબાઇલ ફોન એનાલિસિસ બંને માથી એક એક્સટરનલ માં આઇપી એડ્રૈસ મળ્યું છે. અને તેનું લોકેશન અત્યારે ઓડીસા માં એક સંબલપુર ગામ નું આવે છે. હું તમને લોકેશન મોકલું છું, અને આઇપી એડ્રૈસ રજિસ્ટર નથી.

અવધ: હા મને લોકેશન મળી ગયું છે , હું તાપસ કરવું છે, કઈ નવી માહિતી હોય તો કોલ કરજે,

યાત્રી: ઠીક છે સર તમે કીધું તેમ જ કરીશ .

અવધ: અક્ષય , તું આપણી હેડ ઓફિસ માં કોલ કાર અને હું તને જે લોકેશન મોકલું તે ગામ સંબલપુર માં ચેક કરાવ લોકેશન, શું છે તેનું મારે એકદમ ચોક્કસ માહિતી જોઈએ.

અક્ષય: સમજી ગયો , તમે મને લોકેશન મોકલો બાકી નું મારી રીતે જોઈ માહિતી કન્ફર્મ કરાવીને તમે કહું છે.

અવધ: ખૂબ જ સરસ.

આટલું પછી અક્ષય સીબીઆઇ હેડ ઓફિસ માં કોલ કરે છે અને ત્યાં તેના કમાંડ સેંટર માં પાર્થ ત્રિવેદી ફોન ઉપાડે અને વાત થઈ છે , હું અક્ષય સીબીઆઇ અમદાવાદ અને પોતાનો ગુપ્ત કોડ બોલે છે અને કહે છે મારે મારે ઓડીસા ના એજેંટ સાથે વાત કરવી છે, અને પાર્થ તેનો કોલ એક પ્રાઇવેટ લાઇન ને મારફત ઓડીસા ના એજેંટ સાથે વાત કરે છે, અને સામે ઓડીસા ના એજેંટ રાહુલ મિશ્રા સાથે વાત કરે છે અને બધી ડિટેલ્સ આપે છે અને કહે છે કે આ લોકેશન પર ની બધી માહિતી મારે જોવે છે . અને કોલ ને કટ કરી નાખે છે.

આ બાજુ ફરી વાર અવધ માં યાત્રી નો કોલ આવે છે,

યાત્રી : સર હજુ એક બીજું આઇપી એડ્રૈસ ટ્રેસ થયું છે તેનું લોકેશન બેંગાલુરુ માં બતાવે છે.

અવધ: શું વાત કરે છે યાર તું , હમણાં તું કહેતી હતી કે આઇપી એડ્રૈસ ઓડીસા માં છે ને હવે તું જ કહે છે કે હવે એડ્રૈસ બેંગાલુરુ માં છે,

યાત્રી: હા સર પણ અત્યારે બંને લોકેશન ઓડીસા નું અને બેંગલુરુ એક્ટિવ બતાવે છે.

અવધ: ઠીક છે હું તપાસ કરવું છે.

આટલું પછી આ વખતે અવધ સીબીઆઇ હેડ ઓફિસ માં કોલ કરે છે અને ત્યાં તેના કમાંડ સેંટર માં શેખર સિંઘ ફોન ઉપાડે અને વાત થઈ છે , હું અવધ સીબીઆઇ અમદાવાદ અને પોતાનો ગુપ્ત કોડ બોલે છે અને કહે છે મારે મારે બેગલુરુ ના એજેંટ સાથે વાત કરવી છે, અને શેખર તેનો કોલ એક પ્રાઇવેટ લાઇન ને મારફત બેંગલુરુ ના એજેંટ સાથે વાત કરે છે, અને સામે બેંગલુરુ ના એજેંટ કૃશનન રેડ્ડી સાથે વાત કરે છે અને બધી ડિટેલ્સ આપે છે અને કહે છે કે આ લોકેશન પર ની બધી માહિતી મારે જોવે છે . રેડ્ડી કીધું ઓકે સર તમને બધી ડિટેલ્સ મળી જસે અને કોલ ને કટ કરી નાખે છે.

અને હવે અક્ષય માં ઓડીસા ના એજેંટ રાહુલ મિશ્રા સાથે વાત થઈ ને તે જણાવે છે અક્ષય સર તમે જે લોકેશન શેર કર્યું છે તે લોકેશન પર એક કંપની છે અને મે જ્યરે અંદર ગયો અને કમ્પ્યુટર ચેક કર્યું તો તેનું આઇપી એડ્રૈસ મેચ થાય છે પણ તે કમ્પ્યુટર આ કંપની ની માલિકી નું છે, નક્કી તમારી સાથે કોઈ એ મજાક કર્યો છે .

થોડીક વાર પછી અવધ ના ફોને માં બેગલુરુ ના એજેંટ નો કોલ આવે છે અને તે પણ આવું જણાવે છે આ ઇન્ફોર્મેશન ખોટી છે અને આ આઇપી એડ્રૈસ કોઈ સાઇબર કાફે વાળા નું છે .

અને અવધ ને હવે ગુસ્સો આવે છે અને અક્ષય ને કહે કે ભાઈ હવે એક કડક ચા પીવી પડસે અને થોડોક આરામ પણ કરવો પડસે. ધાર્યું નોતું કે આટલો સમય લાગસે એક માણસ ને શોધવાં માટે , ચલ હવે ચા પીવી પડસે.

અક્ષય: હા યાર ! અવધ બહુ થાકી ગયા હો હવે ,ચલ મારે પણ ચા પીવી પડસે .

આટલા માં ફરી વાર યાત્રી નો કોલ આવે છે અવધ માં.

અવધ: હા .. બોલ યાત્રી . આ વખતે ક્યાં નું લોકેશન આવે છે તારા કમ્પ્યુટર માં ,

યાત્રી: થોડાક આશ્ર્ચર્ય સાથે!!! તમને કેમ ખબર પડી ગઈ કે સર હું તમને લોકેશન આપવા માટે કોલ કર્યો હસે.

અવધ : પેલા તો હસ્યો :

યાત્રી: કેમ સર, શું થયું ? કેમ હસો છો તમે ?

અવધ : કેમ કે યાત્રી આ હેકર છે ને બહુ ચાલક છે , હજુ તે એક વાર લોકેશન ટ્રેસ કરિશ ને ફરી વાર કઈક અલગ જ લોકેશન આવસે માટે તું હવે કોશિશ કરવાનું મૂકી ડે અને ઘરે જય ને શાંતિ થી આરામ કાર કાલે કઈક નવું વિચરવું પડસશે.

યાત્રી: ઓક સર, તમે ક્યો તેમ , ગૂડ બાય સર.

અવધ અને અક્ષય એક કાફે માં ચા અને નાસ્તો કર્યો અને વાત કરતાં કે અક્ષય આ કેસ હવે થોડોક અઘરો બનતો જાય છે. અને હવે આપડે આપના સીનિયર સાહેબ સાથે વાત કરવી પડસે અને આ હેકર ની માહતી મેળવા માટે કઈક નવી ટેક્નિક આપનાવી પડસે. અક્ષય કહે છે , હા મને પણ એવું લાગે છે કે આ હેકર બહુ હોશિયાર છે અને દર વખતે આપણે ને તેના થી નબળા સાબિત કરે છે આટલે કઈ નવું તો વિચારવું જ પડસે . અને પછી ત્યાં થી બંને પોતાના ઘરે જવા નીકળે છે.

ત્યાર બાદ બીજા દિવસે સવારે , અવધ અને અક્ષય એ પોતાના સીનિયર ઓફિસર ની સાથે બનેલી ઘટના નું વર્ણન કરતાં તેમના સાહેબે , એક યંગ અને આઇટી માં એક્પેર્ટ એક છોકરા ની વાત કરી તેનું નામ વિશાલ પટેલ છે, હું તેને આવતી કાલે તમારી ઓફિસ માં મોકલીશ જે તમારી જરૂર મદદ કરી આપસે . અને હા તે થોડો સેન્સેટિવ છે તો તેની સાથે શાંતિ થી કામ કરજો નહીંતર રડવા લાગસે .

અવધ અને અક્ષય , ઠીક છે સર અમે તેની સાથે શાંતિ થી વાતચીત કરીશું .(અને બંને પછી મરમર હસવા લાગે છે.)

બીજા દિવસે પેલો આઇટી માં એક્પેર્ટ એક છોકરો હેડ ઓફિસ માં આવે છે , તેને જોતાં જ બંને અવધ અને અક્ષય જોર જોર થી હસી પડે છે . તે આઇટી વાળો છોકરો વિશાલ પટેલ ઓફિસ સાઇકલ લઈ ને આવ્યો અને તેમાં પાછો મોટરસાઇકલ નું હેલ્મેટ પહેરીને આવ્યો અને આ જોતાં અવધ અને અક્ષય હસી પડે છે.

પછી તે લોકો વિશાલ ને મળે છે અને હજુ હસતાં જ હોય છે ,

અવધ : આવ ... વિશાલ ..આવ રસ્તામાં માં કોઈ પોલિસ વાળા તને ઊભો તો નથી રખયો ને,

વિશાલ : ના કેમ શું થયું?

અક્ષય: કઈ નહીં તું એની વાત માં ધ્યાન ના દે ચલ ઓફિસ માં બહુ બધુ કામ છે તારા માટે .

વિશાળ: ઠીક છે સર,

અક્ષય : ચલ મારી સાથે હું તને યાત્રી સાથે વાત કરાવું તે કમ્યુનિકેશન નું હેન્ડલ કરે છે , ચલ, ( અને બંને જણા અક્ષય અને વિશાલ યાત્રી પાસે જાય છે) , યાત્રી જો આ વિશાલ પટેલ છે તેને ગઈ કાલે વળી આપડી આઇપી એડ્રૈસ વળી કંડિશન વિશે સમજાવી દે અને પેલા હેકર નું ફાઇનલ લોકેશન મને જલ્દી થી મને ક્યો .

યાત્રી: ઓક્ સર, અમે લોકેશન વિષે માહિતી મેળવીને તમને કઈએ.

અક્ષય: ખૂબ સરસ , પણ થોડીક કામ માં ઝડપ રાખો .

પછી વિશાલ અને યાત્રી કામ પર લાગી જાય છે , અને વિશાલ કહે છે કે આ કામ માં ટીમે લાગે તેવું છે , અને બધા ડેટા ને એનાલિસિસ કરવા માં ઓન સમય લાગસે . 2 કલાક પછી વિશાળ અવધ અને અક્ષય ને કહે છે સર એક લોકેશન મળ્યું છે , જે રાજસ્થાન ના બાડમેર નું ટ્રેસ થયું છે એક વાર ત્યાં ના લોકેશન પર એક વાર તપાસ કરવી જોવો

અને આ સમયે અવધ અને અક્ષય ફરી વાર ની લોકલ પોલિસ સાથે વાત કરીને તપાસ કરી પણ ફરી વાર લોકેશન ખોટું છે આવું જાણવા મળ્યું.

અને આ વાત વિશાલ ને ગુસ્સા સાથે કીધું અવધે , યાર સરખું તપાસ કર ને કેમ દર વખતે લોકેશન ખોટું આવે છે ,અને આ બોલવાની સાથે પોતાની પાણી ની બોટલ ની દીવાલ પર ગુસ્સા થી ઘા કરે છે . અને વિશાલ ડરી ગયો અને ઓફિસ માથી ભાગી ગયો , અને અક્ષય દોડી ને તેને પકડ્યો અને સ્મજવ્યો કે જો અવધ જાણી જોઈ ને તારા પર ગુસ્સો નથી કર્યો પણ , થોડાક દિવસો થી આવુજ થયા કરે છે કે લોકેશન નથી મળતું અટલે તે ગુસ્સો થાય છે, તેને બદલે હું તારી માફી માગું છે , પ્લીઝ હવે પાછો કામ પર લાગી જ.

આ જોતાં અવધ ને પોતાની ભૂલ નો અહેસાસ થાય છે અને વિશાલ ની માફી માગી ઓફિસ ની બહાર જતો રહે છે.

અને વિશાલ પાછો આવીને પોતાની જગ્યા પર બેસીને કામ કરવા લાગે છે , આને આ વખતે મુંબઈ નું લોકેશન આપે છે અને કહે છે,

વિશાલ: સર આ રહ્યું સાચું લોકેશન , મુંબઈ નું છે અને અને સાચું લોકેશન છે .

અક્ષય: તને કઈ રીતે ખબર પડી ?

વિશાલ: જ્યારે કોઈ પોતાનું આઇપી એડ્રૈસ બદલાવે છે ત્યારે થોડીક મિલિસેકિંડ માટે તેનું સાચુ આઇપી એડ્રૈસ બ્લિંક થાય થાય ને બીજા આઇપી માં ચેંજ થાય છે, તો મે એક સિસ્ટમ મારફત તે સમય ને ડીલે કરી આઇપી એડ્રૈસ નું લોકેશન નો જાણી લીધું છે .

અક્ષય: વાહ ખૂબ જ સરસ વિશાલ. તેનું લોકેશન શેર કર મને .

વિશાલ: સર પહલેથી જ તમારા મોબાઇલ માં મોકલી આપ્યું છે .

અક્ષય : આભાર.

અને પછી અક્ષય બહાર આવીને અવધ ને વાત કરે છે ,અને સાથે સાથે મુંબઈ ને પોલિસ ની સાથે વાત કરે છે અને તે લોકેશન પર જાય ને તે વ્યકતી ને પકડવા માટે કહે છે. થોડાક સમય પછી તે લોકેશન પર થી તે હેકર ને રંગે હાથ પકડવામાં આવે છે અને પૂછતાછ દરમિયાન પોતાના ગુનહા કાબુલ કરે છે અને સાથે સાથે એ પણ જાણવા મળે કે તે હેકર મુંબઈ ની આઇઆઇટી કોલેજ નો સ્ટુડન્ટ છે ,પણ પૈસા કમાવાની લાલચ માં પોતાની અને પોતાના પરિવાર ને લાઇફ બરબાદ કરી નાખે છે. અને પછી મુંબઇ પોલિસ ગાડી મારફત તેને અમદાબાદ સીબીઆઇ ની ઓફિસ પર મોકલી આપે છે.

અને આ વખતે અવધ ને અક્ષય ને તપાસ કરતા માલૂમ પડે છે કે , યશદીપ ના નાના ભાઈ એ આ હેકર ને 10 લાખ આપની ને આ ખૂન કરવા માટે બધી મદદ કરી હતી , જેથી તેનું નામે પણ ના આવે અને આ ખૂન એક કુદરતી મોત લાગે. અને અવધ પેલા હેકર ને જયદીપ નું લોકેશન કેવા માટે કહ્યું , પણ પેલો હેકર કહે છે મને ખબર નથી,અવધ ફરી વાર પૂછું પણ ના પડે છે પેલો હેકર. હવે અવધ ને ગુસ્સો આવ્યો અને એક જ લાફા ભેગા પેલા હેકર ના દાંત બહાર કાઢી નાખ્યા , અને પેલો હેકર પોપટ ની જેમ બોલવા લાગ્યો ,અને કીધું કે છેલ્લે તેને મને અંજાર જાવ છું એવું જયદીપ એ કીધું હતું. પછી હજુ સુધી મારી સાથે વાત થઈ થઈ એવું પેલો હેકર બોલ્યો.

અને પછી અવધે અંજાર પોલિસ સાથે વાત કરી ને જયદીપ ની કુંડળી આપી અને તેને શોધવા માટે કહ્યું, અને ગણતરી ની કલાકો મા અંજાર પોલિસ ને જયદીપ ને અંજાર પાસે ની હોટેલ માથી પકડ્યો અને તેને અમદાવાદ સીબીઆઇ ની ઓફિસ માં લાવા માં આવ્યો . અને પછી તેને અવધ અને અક્ષય એ તાપસ કરી ને બધા ગુનહા કાબુલ કર્યા કે મે મારા ભાઈ ની સંપતિ હાસલ કરવા માટે આ આખી યુક્તિ બનાવી હતી. અને એક મુંબઈ નાં હેકર ને પૈસા આપીને પેસમકેર ને કઈ રીતે હેક થાય અને બધી ડિટેલ્સ આપની ને મારા ભાઈ ને મારવાનો પ્લાન બનવ્યો હતો.બંને ને કોર્ટ સમક્ષ રજૂ કરી ને જયદીપ ને 21 વરસ ની અને પેલા હેકર ને હત્યા કરવામાં મદદ કરવાના ગુનહા 11 વરસ ની સજા કરવા માં આવી.

સમાપ્ત .

For More Updates follow me on

Instagram id: i_mmortal11

Facebook id: Avadh Upadhyay