Ajany in Gujarati Short Stories by jaan books and stories PDF | અજાણ્ય

The Author
Featured Books
Categories
Share

અજાણ્ય


દિલ્લી સિટી મા માધવી અને તેનો પતી નિકુંજ રહેતા. બંને નાં અરેન્જ મેરેજ હતા.નિકુંજ ઍક બિઝનેસમેન હતો. તે પોતાના કામ ને વધુ મહત્વ આપતો. એવું નાં હતું કે માધવી માટે તેની પાસે સમય નતો. તે માધવી ને ખુશ રાખવાની પુરી કોશિશ કરતો પરંતુ તેનું કામ હંમેશા વચ્ચે આવી જતું. છતાં માધવી નિકુંજનાં થોડા સમય થી જ ખુશ થઈ જતી. તેમના લગ્નને બે વર્ષ થઈ ગયા હતા. બંને સાથે હોવા છતાં સાથે ન હતા. માધવી પોતાનું એકલાપણુ દૂર કરવા ઘર થી બહાર જવાનું પસંદ કરતી. માધવીની ની ખુશી સામે હંમેશા નિકુંજ નું કામ તેના માટે વધારે જરૂરી બનતું અને તેના લીધે માધવી ઉદાસ થઈ જતી.
ઍક દિવસ માધવી નિકુંજ ને પોતાના માતાપીતા નાં ઘરે જવાની ઈચ્છા વિશે જણાવે છે. નિકુંજ તેની માંગ ને માન્ય રાખે છે. નિકુંજની હા સાંભળી માધવી નું મન ખુશી થી ભરાઈ જાય છે. છતાં, તેને ઍક વાત ખલતી હોઈ છે. આજ સુધી નિકુંજ તેના ઘરે આવ્યો નાં હતો જયારે પણ ત્યાં જવાનું થાય કે નિકુંજ ને કંઈક કામ આવી પડતું જેથી તે નાં જઈ શકતો.
માધવી પોતાના ઘરે જવાની તૈયારી કરે છે. નિકુંજ પાસે તો એટલો પણ સમય નથી કે તે માધવીને સ્ટેશન મુકવા જાય.
માધવી તૈયાર થઈ ગઈ તારી ટ્રેન નો સમય થઈ ગયો છે, નિકુંજ પૂછે છે. માધવીને લાગે છે કે નિકુંજ તેને મુકવા આવશે પણ થૉડી વાર મા મોબાઈલ ની ઘંટડી વાગે છે.
સર કેપ ડ્રાઈવર, તમારી કેપ રેડી છે.
માધવી તારી કેપ આવી ગઈ જલ્દી કર, માધવી આ સાંભળી ઉદાસ થઈ જાય છે. તે વિચારે છે નિકુંજને મારી ચિંતા જ નથી તેને એમ પણ નાં થયું કે મુકવા આવે એવું બબડતી કેપ મા બેસી સ્ટેશન માટે નીકળે છે.
સ્ટેશન પર પોંહચી ગયા પછી પણ માધવી નિકુંજ ને અને પોતાના ભાગ્ય ને કોસતી હોઈ છે તે નાની હતી ત્યારે પોતાની દાદીમા પાસે રાજકુમાર અને રાજકુમારી ની વાર્તા સાંભળતી અને પોતે ને પણ એવો રાજકુમાર મળશે એવી આશા હતી પરંતુ કદાચ ભગવાનને પણ એ મંજુર નાં હતું એટલે નિકુંજ માધવી ની ઈચ્છા ઓથી અલગ જ હતો.
સ્ટેશન પર તે જે બાંકડા પર બેઠી હતી તે બાંકડા પર ઍક યુવક આવીને બેસે છે. માધવી પોતાના મનોમંથન મા કંઈક એવી રીતે ગુંચવાઈ ગઈ હોઈ છે કે તેની બાજુમાં કોઈક આવી બેઠું છે એ વાત નો પણ ભાસ થતો નથી.
સ્ક્યુઝમી મેમ, યુવક માધવી ને બોલાવે છે.
થૉડી વાર થતા પેલો યુવક માધવીને અડકીને બોલે છે.
સ્ક્યુઝમી મેમ, ટ્રેન ઉપાડવાનો સમય થઈ રહ્યો છે. માધવી પોતાના વિચારો માંથી જાગી બહાર આવે છે.
અરે હા મારી ટ્રેન, માધવી જલ્દીથી પોતાનું લગેજ લય ટ્રેન તરફ જાય છે. પોતાની ટિકેટ જોઈ સીટ ગોતી બેસી જાય છે. એકાએક તેને યાદ આવે છે પેલો યુવક ? તેના મનમાં સવાલ થાય છે યુવક ક્યાં, તેને કેમ ખબર પડી કે આ મારી જ ટ્રેન છે ? માધવી માટે હવે આ મોટો સવાલ હતો. ટ્રેન ઉપાડવાની ફાઇનલ એનાઉન્સમેન્ટ થાય છે અને પેલો યુવક ઝડપથી દોડી ટ્રેન મા ચડે છે અને તે માધવીના કમ્પાર્ટમેન્ટ મા આવે છે.
તમે ?,પેલા યુવક ને જોઈ માધવી બોલે છે.
હા હું, કેમ નાં અવાય. હસતા મુખે પેલો યુવક કહે છે તે યુવક ખુબ ખુશમીજાજ વાળો હોઈ છે.
માધવી નાં મનના વાદળો બીજી દિશા મા દોડી જાય છે તેના મનમાં હવે નવા સવાલ પેદા થવા લાગે છે.
આ યુવક મારા કમ્પાર્ટમેન્ટમા, સ્ટેશન પર મળવું કોઈક કોઈન્સીડેંન્સ હોઈ શકે પણ એમને ખબર હતી કે હું આજ કમ્પાર્ટમેન્ટમા છું ક્યાંક આ કોઈ ચોર....... કે પછી કોઈક ડાકુ..........
માધવી જે ગામમાં રહેતી ત્યાં આજુબાજુ મા ડાકુ વધારે રહેતા એટલે તેના ગામ મા બહારનું કોઈ મુસાફર નાં મળતું અને કોઈ મુસાફર હોઈ તો એ પેલા ડાકુ ન પરિવાર માંથી કોઈ હોઈ, પેલો યુવક દેખાવમાં પણ કોઈ ડાકુ જ લાગતો મોટી બધી દાઢી મૂછ વાળો હતો. માધવી પોતાનો સમાન સીટ નીચે ગોઠવી બેગ માંથી ઍક ચાકુ અને ચાદર લય સુવાનું નાટક કરે છે. માધવી જયારે પણ પોતાના ઘરે જતી ત્યારે ચાકુ સાથે જ રાખતી.
થોડા સમય પછી પેલો યુવક કમ્પાર્ટમેન્ટ ની લાઈટ બંધ કરે છે ત્યાં માધવી તેને રોકે છે.
ઍક મિનિટ, માધવી બોલે છે. પોતાને લાઈટ વિના રહેવાની આદત નથી જેથી લાઈટ બંધ નઈ થાય તમને તકલીફ હોઈ તો બીજે જઈ શકો છો એવું બોલે છે. માધવી થૉડી ગભરાયેલા સ્વર મા બોલે છે જે પેલો યુવક ભાપી જાય છે. પણ તે માધવીને કઈ પૂછવું સારું નાં કેવાઈ એવું વિચારી ચૂપ રહે છે પોતાના બેગ માંથી ઍક બુક કાઢે છે અને વાંચવા લાગે છે.
માધવીનું દિલ ની ધડકન ટ્રેન નાં એન્જીન ની જેમ ઝડપ થી ધડકવા લાગે છે જેમ જેમ ટ્રેન આગળ જાય છે તેમ માધવી નું ડર પણ વધતો જાય છે કારણ કે તેના ગામ સુધી પહોંચતા પેસિન્જર સાવ ઓછા થવા લાગે અને એમાં પણ રાત્રી...........
ટિકેટ ટિકેટ... થોડે દૂર થી અવાજ આવે છે પેલો યુવક કમ્પાર્ટમેન્ટ માંથી બાર ડોકું કાઢી જોવે છે.
સ્ક્યુઝમી મેમ, પેલો યુવક "ટી.સી "આવે છે એમ કેવા માટે પોતાના હાથ વડે ચાદર હલાવે છે.
માધવી ફટાફટ ઉઠી પેલા યુવક પર ચાકુ બતાવે છે.
લુક મિસ્ટર તમારી આ ચાલાકી મારી પર નઈ ચાલે... કઈ પણ કરતા પહેલાં જોઈ લેજો કે મારા હાથમાં ચાકુ છે. ...
આ જોઈ પેલો યુવક ખીલખીલાટ હસવા લાગે છે. માધવી તેને જોઈ અચંબિત થઈ જાય છે. પેલા યુવક નું હસવું તેને સમજાતું નથી. ત્યાં જ ત્યાં ટિકિટ માસ્ટર આવે છે પેલા યુવક ને હસતો જોઈ ટિકેટ માસ્ટર પણ તેની સામે સ્મિત આપે છે. પેલો યુવક ટી. સી સાથે વાતો કરવામાં લાગી જાય છે. વાતો વાતો મા તે પેલી ઘટના વિશે જણાવે છે અને બંને એ વાત યાદ કરી હસી પડે છે.
બંને ની વાતો સાંભળી માધવી હવે થૉડી શાંત થાય છે. અને તે પણ હસી પડે છે. માધવીએ કરેલ કામ માટે તે પેલા યુવક પાસે માફી માંગે છે. હવે માધવી પણ પેલા યુવક અને ટી.સી સાથે વાતો મા જોડાઈ છે થૉડી વાર પછી ટી.સી ત્યાંથી ઉભો થઈ બીજી તરફ રવાના થાય છે. માધવી હવે પેલાથી થૉડી પ્રફુલ્લિત લગતી હતી તેના ચેહરા પર ની ડર ની રેખા દૂર ખસી ગઈ હોઈ એવું લાગતું હતું. છતાં, તેના મનના પેલા સવાલો હજુ સ્થગિત હતા.
તમને મારી ટ્રેન વિશે કઈ રીતે ખબર પડી .. માધવીના ધીરજ નો અંત આવતા તેને પેલા યુવક ને પૂછ્યું.
ઓહ, મતલબ પેલું ચાકુ પાછળ નું મૂળ કારણ આ હતું. તમને લાગતું હતું કે હું તમારો પીછો કરું છું. હસતા હસતા યુવક બોલ્યો.
તમે જયારે સ્ટેશન નાં બાંકડા પર પોતાના વિચારોમાં ખોવાયેલા હતા ત્યારે મારી નઝર તમારા હાથ પર ની ટિકિટ પર પડી અને ત્યારેજ મને ખબર પડી કે અપડે બંને ઍક જ ગામ જવાનું છે. "ગોરખપુર" બરાબર પ્રશ્ન કરતા પેલો યુવક બોલ્યો.
ગોરખપુર તમે પણ ત્યાંના છો ? માધવી એ પૂછયુ.
હા, મારુ ગામ પણ ગોરખપુર જ છે. હું દિલ્લી મા નોકરી કરું છું. મારી મા ગામડે રહે છે એટલે દર મહિને મારે ગામડે તેમને મળવા જવાનું હોઈ પેલા યુવકે પોતાના વિશે કહ્યું. તમે ચિંતા ના કરશો હું તમને તમારા ઘરે સુરક્ષિત પોહચાડી દઈશ.
માધવી હવે થોડો વિશ્વાશ કરવા સજ્જ હતી. થૉડી વારમાં બીજું સ્ટેશન આવ્યું માધવી પોતાનો સમાન પેલા યુવક નાં રક્ષણ મા મૂકી નીચે ઉતરે છે. ઘણો ખરો સમય વીતી જાય છે અને ટ્રેન ચાલુ થઈ જાય છે પણ માધવી હજુ આવી નહોતી.
માધવી સ્ટેશન પર આવી જોવે છે તો ટ્રેન નીકળી ગઈ હોઈ છે. તે એકદમ ડરી જાય છે પોતાની ટ્રેન, સમાન ઘરે કેમ પહોંચશે ? ઘણા બધા સવાલ ઊઠતાંતા એકાએક તેની નઝર દૂર રહેલા એક બાંકડા પર પડે છે. ત્યાં પડેલી બેગ જોવે છે.
અરે આ તો મારો જ સમાન છે. પેલો યુવક તેના મનમાં સવાલ જાગે છે.
તમે તો થોડું વધુ મોડું કરી દીધું. પેલો યુવક બોલે છે.
માધવી કુતુહલવશ પાછળ ફરી જોવે છે. તમે અહીંયા ?માધવી આશ્ચર્ય ચકિત થઈ જાય છે.
હા, હવે તમને સુરક્ષિત તમારા ઘરે પહોંચાડવા નું વચન આપ્યું હતું ને વળી તમે જ કહ્યું તું, હું આવું ત્યાં સુધી સમાન નું ધ્યાન રાખજો તો એ કામ પૂરું કરવા મારે અહીં રહેવું પડ્યું.
માધવી મન થી ખુશ થતી હતી. આજ સુધી તેની કહેલ વાત નું આવી રીતે ધ્યાન તો નિકુંજે પણ નહીં રાખેલ. આ બધું જોઈ માધવીના મનના એક ખૂણા માં વિશ્વાસ નો દિપક ઉગ્યો હતો.
ચાલો આપડે અત્યારે જ અહીં થી નીકળવું પડશે. પેલો યુવક ધીમેથી બોલે છે.
પણ અત્યારે આટલી રાતે કેમ અને ક્યાં જઈશું ?માધવી પેલા યુવક પર સવાલ નો વરસાદ વરસાવે છે.
તમે સ્ટેશન પર ઉતારતા પેહલા સામે રાખેલ બોર્ડ નથી વાંચ્યું, અત્યારે વાંચી લ્યો તમે વળી કંઈક........
માધવી સ્ટેશન ના બોર્ડ સામે જોઈ ચોકી જાય છે.
"ખત્રીવાળ " અરે મને તો ખબર જ ના રહી. હવે ઘરે કય રીતે પોંહચીશું માધવી ના માથા પર ચિંતા ની રેખા ઘસી આવે છે. આ કોઈ ગામ નહીં પણ ડાકુ ઓનો અડ્ડો કહે તો પણ ઠીક લાગે. આ ગામ માં કોઈ બીજું આવી જ ના શકતું અને સાથે આ સ્ટેશન પર પણ ક્યારેય કોઈ પેસિન્જર ના ઉતારતા.
પેલો યુવક માધવીને છાની રીતે સ્ટેશન ની બીજી બાજુ થી ચાલવા માંડે માંડે છે. તે વધુ વખત આવતો હોવાથી અહીંના બધા રસ્તા તેના ઓળખેલા હતા. તેથી એ ગામ માંથી નીકળવું સહેલું હતું.
થોડું ચાલતા જ કમોસમી વરસાદ આવી ચડે છે. થોડે દૂર દેખાતા એક ખંઢેર માં બંને રાતવાસો કરે છે. માધવી તો થાકેલી હોવાથી ત્યાં સુઈ જાય છે પણ પેલો યુવક માધવીની અને તેના સમાન ની ધ્યાન રાખવા બાકી ની રાતના સમય માં જાગે છે.
ધીમે ધીમે સુરજ દાદા બહાર આવે છે અને સવાર થાય છે. માધવી રાતે વધુ થાકેલ અને ચિંતાતુર દેખાતી હોવાથી પેલા યુવકે તેને જગાડી નિંદ્રા ખરાબ કરવાનું ઠીક ના સમજ્યું. સુરજ ઉગતા ની સાથે પેલો યુવક માધવીના નાસ્તા માટે કંઈક શોધવા નીકળે છે. માધવી જાગે છે પેલા યુવક ને ના જોઈ તેને કોઈ આશ્ચર્ય નથી થતું.
"જરૂર કંઈક કામ માટે બાર હશે ". એવું વિચારી માધવી બાર નીકળે છે ત્યાં સામે પેલો યુવક હાથમાં કેળાંની છાલમાં કંઈક લાવતો દેખાઈ છે. માધવીના ચેહરા પર શાંતિ વાળી રેખા જોઈ પેલો યુવક પણ સંતુષ્ટિ અનુભવે છે.
"તમારા માટે ",કેળાં ની છાલ ખોલી માધવીને આપવા પોતાના હાથ આગળ કરે છે.
માધવીને ખુબ ભૂખ લાગી હોવાથી તે ઝડપ થી ફળો ભરેલ કેળાં ની છાલ લઇ ખાવા માંડે છે. માધવી પેલા યુવક ને ખાવા નું પૂછવાનું ભૂલી જ જાય છે. હજુ તો એને પેલા યુવક નું નામ પણ ખબર નથી હોતી. માધવી આ અજાણ્ય વ્યક્તિ સાથે એવો સંબંધ અને એમ ક્વ કે વિશ્વાસ નો સંબંધ સ્થપાઈ ગયો હતો. માધવીને આ અજાણ્ય પથ અને અજાણ્ય વ્યક્તિ થી કોઈ ડર ના હતો એ તો આ પથ ને પૂરો જ થવા દેવા નતી માંગતી, ઘણા સમય પછી તે મનથી આટલી પ્રફુલ્લિત હતી અને એ પણ કોઈ અજાણ્ય વ્યક્તિ થી........
પોતે પાછલી આખી રાત થી કોઈ અજાણ્ય વ્યક્તિ સાથે હતી એવું પોતાને યાદ આવે છે. એકાએક તે ફળો થી ભરેલ કેળાં ની છાલ નીચે મૂકે છે અને પેલા યુવક ને અવાજ કરે છે.
"સ્ક્યુઝમી મિસ્ટર"
" સોરી"
સોરી, સેના માટે પેલા યુવક નાનું સ્મિત આપતા પૂછ્યું.
તમે પાછલા દિવસ થી મારી સાથે છો, મારુ આટલું ધ્યાન રાખો છો, અને મને તો તમારું નામ પણ ખબર નથી. થોડા અચકાટ સાથે માધવી બોલી.....
અરે એટલું જ,
મારુ નામ નયન છે. બસ હવે ખુશ.
ચાલો અપડે નીકળવું પડશે થોડી વારમાં આ ગામ માંથી એક રીક્ષા નીકળશે જે આપડા ગામ સુધી જશે. ચાલો જલ્દી થી તૈયાર થઈ જાવ.
માધવી થોડી વાર નયન સામે જોઈ જ રહી. આ અજાણ્ય વ્યક્તિ એના માટે કેટલું કર્યું અને એની સામે નિકુંજ જે પોતે પોચી કે નય એ પૂછવા એક પણ મેસેજ કે ફોન પણ નથી કર્યો. થોડા સમય માં જ બંને પોતાના ગામ જવા રવાના થાય છે. નયન માધવીને તેના ઘરે પહોંચાડી પોતે પણ ઘરે ચાલ્યો જાય છે. છતાં, માધવીના મનમાં તે ઘર કરી જાય છે.
ઘણી વાર અપડે સારા વ્યક્તિ ને પણ અજાણ્ય છે એવું માની શક ના દોર માં બેસાડી દઈએ છીએ. દરેક વ્યક્તિ નું આપડા જીવન માં આવવું એ ભગવાન ની ઈચ્છા જ હોઈ છે. તે કોઈ ખાસ કાર્ય માટે જ આપડા જીવન માં જ આવતા હોઈ છે..





*Thank you*