એકતા :- શું મમ્મી તું પણ અત્યાર અત્યારમાં ઉઠાડવા આવી ગયી?
રસીલાબેન :- અત્યાર વાળી ૯:૦૦ વાગવા આવ્યા છે સાંજે તને જોવા મહેમાન આવવાના છે ભૂલી ગયી?
એકતા :- મમ્મી શું તું પણ દર વખતે આ આમ છોકરો જોવા આવે અને મારે કોઈ શો પીસ ની જેમ એની સામે ઊભું રેહવાનું તને પેલા પણ કીધું હતું અને હજુ પણ કવ છું મને નથી ગમતું આ બધું.તું કેમ સમજતી નથી.
રસીલાબેન :- બેટા હું સમજુ છું તું શું કહે માગે છો એ બધું પણ આ એક રીત રિવાજ બની ગયો છે કે છોકરો અને એના પરિવાર વાળા બધા જોવા આવે પછી જો બંન્ને ને એક બીજા ને ગમે તો વાત આગળ વધે અને આમ જ સંબંધ બંધાય. હજુ આપણા પરિવાર માં પ્રેમ લગ્ન કોઈના થયા નથી અને તારા પપ્પા દાદા પ્રેમ લગ્ન માં અત્યારે કે ભવિષ્ય માં પણ કદાચ નહિ માને એટલે તારે આમ આ બધા રીત રિવાજો માંથી પસાર થઈને પછી જ તારા લગ્ન થઈ શકશે એટલે આ બધું તને ગમે કે નો ગમે તારે કરવું પડશે.
એકતા :- મમ્મી શું હું નથી જાણતી પપ્પા ને કે એ પ્રેમ લગ્ન માટે કદી રાજી નહિ થાય?
રસીલાબેન :- મને ખબર છે તું ખૂબ સમજુ છે. તું કોઈ દિવસ તારા પપ્પા ની વિરુદ્ધ માં કોઈ નિર્ણય નહીં કરે.
એકતા :- મમ્મી મને પહેલેથી જ ખબર છે એટલે મેં મારા મન ને કોઈ દિવસ પ્રેમ લગ્ન માટે વિચારવા જ નથી દીધું.
રસીલાબેન :- બેટા આપણા આખા પરિવાર ને તારા ઉપર ગર્વ છે તું હંમેશા અમે ખુશ થઈ એ એજ કામ કરે છે જેમકે કોઈ છોકરી masters ni degree મેળવ્યા પછી જોબ નો કરે એવું નો બને પણ તને ખબર છે તારા પપ્પા તને નોકરી નહિ જ કરવા દેય એટલે તે કદી પૂછ્યું પણ નહિ અને જો કદાચ તારા પૂછવા થી એમણે હા પાડી હોત તો પણ એ રેહતે એ વિચારી તે કોઈ દિવસ કોઈ એક વાર પણ નથી પૂછ્યું.
એકતા :- મમ્મી હવે મોડું નથી થતું કામ નું?
રસીલા બેન :- બેટા હું તારી માં છું હું બધું સમજુ છું પણ તારી કોઈ મદદ નથી કરી શકતી બસ એક જ આશા રાખું છુ કે તારા લગ્ન જે છોકરા સાથે થાય એ તને બધી આઝાદી આપે જે તને આ ઘરમાં ક્યારેય નથી મળી .
સાંજ થતા મહેમાન આવી ગયા અને એકતા પાણી અને ચા દેવા આવી ત્યારે છોકરા સામુ જોયું તો એવું લાગ્યું કે છોકરો તો સારો છે પછી જ્યારે બંનેને વાત કરવાનો સમય મળ્યો ત્યારે એક બીજા ના શોખ પસંદ વિશે એક બીજા પાસે થી થોડી માહિતી મળતા બંનેને એમ લાગ્યું કે બંને કદાચ એક બીજા માટે પરફેક્ટ છે જો ઘરના વડીલો તરફથી આ સંબંધ ઉપર વિચારણા થાય અને પાક્કું થાય તો બંનેને એક બીજા સાથે સારું બનશે.
જ્યારે બંને વાત કરીને પાછા બેઠક રૂમ માં આવતા હતા ત્યારે બેઠક રૂમ માં બેઠેલા બધા જ લોકો ને એમ લાગ્યું કે એકતા અને આરવ બંને એક બીજા માટે પરફેક્ટ છે જો બંને ની હા હોય તો સંબંધ માં આગળ વધીએ એટલે બંને ના આવતા છોકરા ના પરિવાર વાળા એ પોતાના ઘરે જવા માટે છોકરી ના પરિવાર વાળા પાસે થી રજા લીધી અને કહ્યું કે અમે આરવ સાથે વાત કરીને પછી જવાબ આપશું. આરવ નો પરિવાર ઘરે આવ્યા પછી થકી ગયા હોવાથી બધાએ વિચાર્યું કે કાલ વાત કરશું એમ વિચારી બધા પોત પોતાના રૂમ માં સુવા માટે ગયા .
બીજા દિવસે આરવ સાથે ભરતભાઈ અને નયના બેને વાત કરી અને એકતા અને આરવ ના સંબંધ ને આગળ વધારવા કમલેશભાઈ અને રસીલાબેન સાથે વાત કરી અને ત્યાંથી પણ જવાબ મા હા આવતા બંને પરિવાર વાળા એ જલ્દી સગાઈ અને લગ્નનું મુહૂર્ત કઢાવવા નું વિચાર્યું.
થોડા દિવસો પછી લગ્ન નું મુહુર્ત હતું બંને ખૂબ ખુશ હતા જીત જોતામાં બંનેના લગ્ન થઈ ગયા એ વાત ને છ મહિના થઈ ગયા. જેમ બંન્ને એ વિચાર્યું હતું એમજ બંને ને એક બીજા સાથે ખૂબ સારું બને છે બને એક બીજા ની બધી વાત સમજે છે જે ક્યારેક શબ્દો દ્વારા નથી રજૂ થતી એ વાત પણ સારી રીતે સમજે છે એકતા ને એના સાસરા માં ઘણું સુખ મળે છે એકતા અને એના સાસુ વચ્ચે પણ સારું બેન છે બંન્ને હંમેશા એક બીજા ને પૂછીને બધું કાર્ય કરે બંન્ને ને જોતા બહાર નાં લોકો એમજ કહેતા કે બને માં દીકરી છે એવું નોતું કે એકતા ની મરજી જ ચાલતી ઘરમાં અથવા એના સાસુ કે એમજ કરવાનું પણ બંને એક બીજા ની ખુશી ને ધ્યાન માં રાખીને બધું કાર્ય કરતા એટલે બંન્ને ને એકબીજા સાથે સારું બનતું . એક વખત એકતા ને બહાર જવાની બિલકુલ ઈચ્છા નો હતી છતાં પણ જ્યારે નયના બેને કીધું એકતા શોપિંગ કરવા જવું છે તો તૈયાર થઈ જજે એકતા શોપિંગ કરવા જવા તૈયાર થઈ ને આવી ગયી પણ એના સાસુ સમજી ગયા કે એકતા નો આજ મૂડ નથી બહાર જવાનો કેમકે આજ એકતા શોપિંગ કરવા જવા ની વાત થઈ ત્યારથી એક પણ વાર એણે શોપિંગ વિશે કઈજ નથી પૂછ્યું કે નથી જાણવામાં રસ દાખવ્યો નહિ તો શોપિંગ નું નામ આવતા એકતા એક સાથે ઘણા બધા સવાલો કરતી સૂચનો કરતી પણ એમાંથી કઇ એવું બન્યું નહિ અને એ મૌન બની ઊભી રહી આ મૌન સંવાદ એના સાસુ સમજી ગયા એટલેજ એમણે એકતા ને ના પાડી કે આજ શોપિંગ કરવા નથી જવું જો આ સંવાદ દુનિયામાં દરેક વ્યક્તિ એક બીજાનો સમજી શકે ને સાહેબ તો ક્યારેય કોઈ સંબંધ માં તિરાડ નહિ પડે.ખાસ કરીને સાસુ વહુ વચ્ચે આવો સંવાદ અગત્યનો છે આ તો મે ખાલી નયના બેન તરફ થી જણાવ્યું આમજ એકતા પણ એના સાસુ નો મૌન સંવાદ તુરંત સમજી લેતી. એકવાર નયના બેન નાં મિત્રો ઘરે બેસવા આવ્યા હતા અને નયના બેન ની તબિયત સારી નોતી એની બિલકુલ ઈચ્છા નો હતી એના મિત્રો સાથે બેસવાની એમાં એકતા બધા માટે જ્યારે પાણી લઈને આવી અને એના સાસુ સામે જોતા જ ખબર પડી ગયી કે એમના સાસુ ને અત્યારે અહી બેસવાની બિલકુલ ઈચ્છા નથી એટલે તરત જ એકતા એ નયના બહેનના મિત્રો ને કહ્યું કે તમે મમ્મી સાથે રોજ વાતો કરી છો આજ થોડો સમય મારી સાથે વાતો કરો એટલે નયના બહેનના મિત્રો ને એકતા ની વાત ગમી તેથી નયના બેનને કહ્યું કે આજ તું અમારા માટે નાસ્તો બનાવ એટલે નયના બેન રસોડા માં જાય છે ત્યાજ એકતા પણ એની પાછળ પાછળ રસોડા માં જાય છે અને નયના બેનને જણાવે છે કે તમે રૂમ માં જઈને આરામ કરો નાસ્તો બની ગયો છે હું તો ફક્ત તમે આરામ કરી શકો એટલે મે સા બહાનું બનાવ્યું. નયના બેન કીધા વગર એકતા કેટલું સમજી ગયી એ વાત જાણી નયના બેનને એકતા ઉપર ખૂબ માન થયું અને ખૂબ આશીર્વાદ આપ્યા.
આમજ જો મૌન સંવાદ સમજી બધા કાર્ય કરવામાં આવે તો જીવન માં ક્યારેય કોઈ પણ વ્યક્તિ પોતાના કોઈ સંબંધ તૂટવા નહિ દેય અને વધુ માં વધુ સાચવી ને રાખશે .