" બહુ મોડેથી ફોલો કરવા લાગી , વહેલું કર્યું હોત તો સારું થાત. " પ્રિયંકા ગુસ્સા સાથે બોલી.
" પ્રિયા , આપણે હવે સાથે નથી. યાદ છે ને !? ઇટ્સ ઓવર નાવ " એણે પ્રિયંકાના ચહેરાને પકડીને ઉમેર્યું ," મારી ગર્લફ્રેન્ડ જોઈ જશે તો પ્રોબ્લેમ થશે. સો ગો હોમ. "
"નો માહી ઇટ્સ નોટ. ઇટ્સ નોટ ઓવર યેટ. જો તારે બીજી હોય જ તો તું મને હજી પ્રિયા કેમ કહે છે ? વ્હાય યૂ ટચ મી ? જવાબ આપ માહિ " પ્રિયંકાએ પોતાના ચહેરાને પકડેલા
મોહિતના હાથને કસીને પકડી લેતાં પૂછ્યું.
" પ્રિ...આ ખાલી...ફ.. ફોર્માલિટી છે. " એક એક શબ્દ છૂટા પડીને મોહિત બોલ્યો.
" ઓહ... ફોર્માલિટી ! નાઇસ " પ્રિયંકાએ તાળી પાડી , " તો હજી કોઈ ફોર્માલિટી બાકી ખરી મોહિત શાહ ? મને કઈ જ કહ્યા વિના મારી સાથે બ્રેક અપ કરી દીધું , હું વધારે ગુસ્સે થઈ
એટલે અહિયાં આ જ જગ્યાએ આવીને મને પ્રેમના નામનું ભાષણ આપીને જતું રહેવું , મને રોજ તડપતા જોતું રહેવું , મને વારંવાર પરેશાન કરવી , મને હર્ટ કરવી , કેટલીય છોકરીઓ સાથે લફરાં કરવાં , પોતાની જાનથી વ્હાલાં ભાઈ સાથે અબોલા લઈ લેવા , પોતાના જ પરિવાર સામે પોતે એકદમ ખરાબ થઈ ગયો છે એવું સાબિત કરવું , અમર સાથે ખોટેખોટો
ઝગડો કરી દેવામાં , મિશાલીનીના એની મરજી વિના લગ્ન કરાવી દેવામાં , અને હા.. મીરાને મારી નાખવામાં કોઈ ફોર્માલિટી બાકી તો નથી રહી ને...! "
" પ્રિયા..... " મોહિતનો જમણો હાથ ગુસ્સામાં ઊંચો થઈ ગયો. એ લાફો મારી જ દેત જો સામે પ્રિયંકા સિવાય બીજું કોઈ હોત તો. થોડીવાર રહીને એ ધીમેથી બોલ્યો," મીરા મારી મોટી બહેન હતી. મને મારી જાનથી પણ વ્હાલી હતી. એને જે દુખ થતું હતું એ જોઈને મારું હદય ઉકળી જતું હતું પણ પ્રિયા ટ્રસ્ટ મી , હું મજબૂર હતો. મે બહુ કોશિશ કરી હતી આ બધું ફરી
જેવુ કરવાની . અફસોસ પ્રિયા તારો માહી હારી ગયો. " પોતાની આંખોના આંસુ લૂછી મોહિતે ઉમેર્યું," મીરાને મે નથી મારી પણ જેણે આવું કર્યું છે ને એને હું જરૂર મારી નાખીશ
ભલે ને અમરભાઈના હાથે જેલ થઈ મને. મારી બેનના મૌતનો બદલો જરૂરથી લઇશ. "
" અને માહી મારું ? મારું શું થશે ? તું આવી જ રીતે મારી આંખોની સામે બીજા જોડે રહીશ ? માહિ હજી કેટલું તડપાવીશ મને. " પ્રિયંકાએ રડતા રડતાં કહ્યું.
મોહિતે પ્રિયંકાને બાથમાં લઈ લીધી. લાંબી જુદાઇ પછી એકબીજાને કસીને ભેટી પડ્યાં. " પ્રિયા , તારો માહી તારો હતો , તારો છે , અને તારો જ રહેશે. " મોહિત પ્રિયંકાના વાળ
સાથે રમતાં બોલ્યો.
" તું ગમે તે કર. બસ મારી પાસે પાછો આવી જા. "
" તને ખબર છે PC તું હજીય તું ડોમિનેટિંગ છે. મારા પર હજીય એટલો જ હક કરે છે તું હોકે. "
" હા તો ? તું મારો જ છે બીજા કોઈ નો નહીં. "
મોહિત પ્રિયંકાની નજીક આવ્યો. બંને વચ્ચે માત્ર 3-4 ઇંચનું જ અંતર હતું. બેવ એકમેકના શ્વાસને અનુભવી શકતા હતાં. બંને એ પોતાના માથા એકબીજાને ટેકવ્યા.
મોહિતે પ્રિયંકાનો ચહેરો પકડ્યો, " પ્રિયંકા "
પ્રિયંકાએ પણ મોહિતનો ચહેરો પકડ્યો," મોહિત "
બંને થોડીવાર સુધી એમ જ ઊભા રહ્યાં, રિવરફ્રંટની બહાર , ઝરમર વરસાદ વચ્ચે...
" હંમેશા તારો જ રહીશ. બસ હમણાં તારી સાથે નહીં રહી શકું. તારી ચિંતા મને વધારે પ્રિયા " મોહિતે પ્રિયંકાના કપાળ પર ચુંબન કર્યું અને ત્યાંથી ચાલવા લાગ્યો.
" ના... માહી પ્લીઝ. ડોન્ટ લીવ મી. મોહિત... " પ્રિયંકા રિવરફ્રંટ આગળ ચીસો પાડતી રહી. ધૂંધળી નજરે મોહિતને જતાં જોતી રહી.
પ્રિયંકા સ્વસ્થ થઈ. આંસુ હજી અટક્યાં નોહતાં. અને પોતાનાં ઘરે જવાં નિકળી જાય છે.