Re jindagi - 13 in Gujarati Fiction Stories by Patel Mansi મેહ books and stories PDF | રે જિંદગી !!!! - 13

Featured Books
Categories
Share

રે જિંદગી !!!! - 13



Season 1

ભાગ 12

માનસી પટેલ "મેહ"

ગતાંકથી ચાલુ...


મિશલીની પોતાની સાસરીએ આવીને પોતાનો રૂમ સરખો કરવાં માંડ્યો. અસ્તવ્યસ્ત પડેલો બધો સમાન, કપડાં, ઓફિસના જરૂરી કાગળો એણે સાચવીને સરખાં ગોઠવી દીધાં.સાંજનું જમવાનું બનાવી એ પોતાના રૂમમાં આવીને બાલ્કનીમાં બેઠી. થોડીવાર રહીને એને રેડિયો ચાલુ કર્યો. જૂના ગીતો વાગતા હતા. સાંજના સમયે સંગીત જલ્સામાં ખોવાઈ ગયેલી મિશાલીનીને વિહાન ઓફિસથી આવી ગયો તોય ખબર ના પડી. વિહાને પાછળથી આવીને મિશાને ડરાવી દીધી.

"મમ્મીઇ ઇ ઇ ઇ ઇ ઇ " મિશા એક હાથ એના ગળા પર રાખી ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી.

" કેવી ડરી ગઈ..." વિહાન હસતાં હસતાં બેડ પર પડી ગયો.

"સાંજના ટાઈમએ તમે આમ ડરાવો તો ડરી જ જવાયને યાર" વિહાને તરત ઊભા થઈને મિશાલીનીને પોતાની બાહુપોશમાં સમાવી લીધી. એકબીજાને ભેટીને વાતો કરવા લાગ્યાં.

ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો. સુરજ આથમી રહ્યો હતો. આકાશ વિવિધ રંગોથી ભરાઈ ગયું હતું. વાદળો આમતેમ દોડી રહ્યા હતા. અને સોંગ વાગ્યું...

"ઑ તેરે સંગ યારા , ખુશરંગ બહારા , તું રાત દિવાની , મે જર્દ સિતારા... "

મિશાલીનીના ચેહરાને બુંદ સ્પર્શી , આંસુની... એ તરત પાછળ ફરી, " વિહાન તમે કેમ રડો છો ? "

" અરે આ તો પવનને લીધે. " આંસુ છુપાવતાં વિહાન બોલ્યો.

મિશાએ વિહાનના બંને હાથ પોતાની કમર ફરતે વીંટાળીને પોતાના હાથ સાથે બાંધી દીધાં. મિશાના ખભા અને ગાળા વચ્ચે વિહાનનું માથું હતું. ચારે તરફ અંધારું ના થયું ત્યાં સુધી બંને એમ જ બેસી રહ્યાં. શાંતિના સાનિધ્યમાં એકબીજાના સાથનો આનંદ માણી રહ્યાં હતાં.

જમવાનો સમય થયો ત્યારે બંને ઊભા થયા. વિહાન ફ્રેશ થવાં બાથરૂમમાં ગયો. " મિશા, આજે ખાવાનું ઉપર જ લેતી આવને. " અંદરથી જ ડોકિયું કરતાં કહ્યું.

મિશાલીનીએ ડોકું હલાવ્યું અને સડસડાટ દાદરા ઉતરી ગઈ. હાથમાં થાળી લઈને ઉપર આવી તો એને જોયું કે વિહાનએ બાલ્કનીમાં કાર્પેટ પાથરી દીધી હતી , પાણીનો જગ બહાર મૂકી દીધો હતો , કાર્પેટની વચ્ચે ટેબલ ગોઠવ્યું હતું. ટેબલ પર કેંડલ્સ અને ગુલાબના ફુલ હતાં. કેસરી પ્લેન ટીશર્ટ , ખુલ્લો ટ્રેક , થોડા દિવસની વધી ગયેલી દાઢીમાં વિહાન ખરેખર ખૂબ સુંદર લાગતો હતો. મિશાલીની ઘડીભર એને જોઈ રહી...


" શું ઇરાદો છે સાહેબનો આજે ? " મિશાએ ટેબલ પાસે બેસતાં કહ્યું.

" મારી જાન મારાં ઈરાદા તો રોજ હોય છે પણ તારી સામે મારૂ કઈ ચાલતું જ નથી ને યાર ! " વિહાને મિશાને બાથમાં ભરી લીધી.

" જૂઠું બોલતાં તો કોઈ તમારી જોડેથી શીખે. " મિશા વિહાનના ગાલ ખેંચીને બોલી.

" ચલ છોડ એ બધુ , તું ફ્રેશ થઈ જા. હું ડિશ ને બધુ ગોઠવું છું. "

મિશા ઝીવામેનો નાઇટ સૂટ પહેરીને બહાર આવી. એકબીજને ખવડાવીને ડિનર પૂરું કર્યું. મિશા બધુ સરખું ગોઠવવા લાગી. ત્યારે વિહાનએ એના ફોનમાં સોંગ વગાડ્યું "તેરા જીક્ર જિસમે હુઆ ના હો..મેરે પાસ એસા લમહા ના હો..." અને એ પોતે ઘૂટણિયે બેઠો અને મિશાનો હાથ માંગ્યો. મિશાએ પણ પોતાનો હાથ વિહાનના હાથમાં આપ્યો.

" સો.. "

"સો ! " મિશાએ વિહાનની નકલ ઉતારી.

" માય સ્વીટહાર્ટ , માય ડિયર વાઇફ મે આઈ ડાન્સ વિથ યૂ ? " પ્રેમથી તરબોળ અવાજે વિહાન બોલ્યો.

" યસ , માય ડાર્લીંગ " મિશાએ થોડું શરમાઇને કહ્યું.

બે ધડક્તા હૈયા નાચવા લાગ્યાં હતાં. ભલે તાલ સાથે એમનાં પગ નોહતાં મળતા , લય સાથે એમનો અવાજ કે , શબ્દો સાથે એમનો રાગ પણ " પ્રેમ " બંને તરફથી મળતો હતો. સ્નેહથી ભીજયેલાં બે શરીર એકબીજામાં ખોવાય ગયાં. મિશાલીનીના શબ્દોને વિહાનના અધરોએ જકડી દીધાં , થોડાક સમય માટે...

" વિહાન , આટલી બધી ખુશી મે કદાચ અનુભવી જ નથી ! અને મીરા દીના ગયાં પછી તો...તમે સાચું નહીં માનો પણ આ મારું બસ એક સપનું જ હતું. આવી રીતે સાથે ગાવું , નાચવું , ખાવું , એકબીજાની બાહોમાં સમાઈને બેસી રહેવું... બધું જ.. " મિશાલીનીએ ધીમા સ્વરે કહ્યું.

" મિશા..હું..મારે..." અવાજ લથડ્યો અને થોડીક ક્ષણના મૌન પછી એ બોલ્યો," હું તને ખરેખર બહુ જ પ્રેમ કરવા લાગ્યો છું. એટલો બધો કે તું મારી સાથે પરણીને આવીને ત્યારે પણ નોહ્તો કરતો હતો. આટલા સમયથી જે થતું હતું એ બધું મને ધીરે રહીને સમજાયું છે. હું તારા વિના એક પળ પણ પસાર કરવા નથી માંગતો. " વિહાનની જીભ ઉપડી તો કઈક બીજું કહેવા હતી. પણ એણે મિશાલીનીને આટલી બધી ખુશ જોઈને કહેવાનું માંડી વાડ્યું.

વિહાન અને મિશાલીની બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં.

વિહાન ઉઠ્યો ત્યારે એણે જોયું મિશાલીની પોતાની કોલેજનું બેગ ભરી રહી હતી. ત્યારે એને યાદ આવ્યું આજે મિશાલીનીના કોલેજનો ફર્સ્ટ ડે છે. મિશાલીની હજી ઘરના કામમાં પડી હતી એને તૈયાર થવાનું બાકી હતું. વિહાન ફટાફટ રેડી થયો અને મિશાલીની અને મિલીની કારમાં નીચે રાહ જોવા લાગ્યો.

મિશાલીનીએ ડાબી સાઇડ અડધી ખજુરી હેર-સ્ટાઈલ વાળી હતી અને બાકીના બધા વાળનો મેસ્સી બન વાળ્યો હતો. જેને લીધે જમણીબાજુ ત્રણ-ચાર લટો ડોકાચીયા કરતી હતી. કાનમાં લાલ મોતીના ત્રણ ઝુમખાં ક્રીમ કલરની ચેનથી બંધાયેલા હતાં. એ લાંબી બુટી એના કાનને નવો જ ઊભાર આપતી હતી.

મિશાએ લાલ રંગની કુર્તી પહેરી હતી , જેની બોર્ડરમાં સિલ્કની ડિઝાઈન હતી. નીચે લાઇટ ક્રીમ કલરનું સિમ્પલ પેન્ટ પહેર્યુ હતું. કુર્તીની ઉપર આભલા જડેલી કોટી હતી. એના પગમાં મેચિંગ આભલા જડેલી મોજડી હતી. કપાળ પર લાલ બિંદી , આંખો ઉપર આઈલાઇનર અને હોઠ પર મીઠું હાસ્ય હતું. વિહાન તો એને જોઈને હમેશાની જેમ આભો બની ગયો.

" બેસો , મેડમ " અદાથી કારનો દરવાજો ખોલતાં વિહાન બોલ્યો. મિશાલીની હસીને બેસી ગઈ. વિહાન આગળ બેઠો , મિશાલીની એની જોડે. પાછળ નિશિત બેસવા જ જતો હતો કે એણે
મીલીને ઉભેલી જોઈ.

" ઓય મેડમ , કોલેજ નથી આવવાનું કે શું તારે ? " નિશિતે પૂછ્યું.

" અરે 2 મિનિટ ભાઈ જરા શાંતિ રાખને. નિશાને લેતી જવાની છે આજે મારે એ આવતી જ હશે આપણાં ઘરે. " મીલી થોડું અકળાઇને બોલી.

થોડીવારમાં જ મીલીની ખાસ બહેનપણી નિશા આવી અને બધાં કોલેજ પોહચ્યાં. નિહાર બધાંની રાહ જોતો કેમ્પસની બહાર ઊભો રહ્યો હતો. બધાં એકબીજાને મળ્યાં અને પોતાનો
ક્લાસ તરફ ગયાં. નિશિત અને નિહાર તો કોલેજના માનીતા સ્ટુડન્ટ હતાં ભણવામાં તો ખરા સાથે જ મસ્તીખોર પણ હતાં. એ બંનેએ મિશાલીની , મીલી અને નિશાએ એ લોકોનો ક્લાસ
શોધી આપ્યો. મીલી અને મિશાલીનીને રેગિંગનો જરાય ડર નોહતો નિશિત અને નિહારના ગ્રુપને લીધે. પણ મિશાલીનીને તો કાંડ કર્યા વિના ચેન ના પડે ને.

" યાર નિશિત ચલને કોઈ બીજાનું રેગિંગ તો કરીએ ? મજા આવશે " મિશાલીની પોતાનાં હાથ મસળીને બોલી.

" રેગિંગ કરવું છે તારે એમ ? " નિશિત થોડો ચોંકી ગયો.

" અરે હાસ્તો. બાકી કોલેજ લાઇફનો મેઇન જલસો જ મે ના અનુભવ્યો હોય તો શું કરવાનું યાર. થોડું થ્રિલ તો જોઈએ ને"

" સારું ચલ " નિશિતે મિશાને આંખ મારી . અને કોઈ બલીના બકરાંને શોધવાં લાગ્યો.

" મિશા તને હું ડેર આપું તો રેગિંગ કરવાનું ? એટલે કે હું કહું એનું રેગિંગ તારે કરવાનું. બોલ મંજૂર ? "

" મંજૂર ચલ " મિશાના અવાજમાં આત્મવિશ્વાસ ઝળકતો હતો.

" જો દૂર જે પેલી છોકરી આવે છે ને ? "



પ્રિયંકા સ્નેહા સાથે વાત કરીને થોડીવાર ટહેલવા ઘરની બહાર નીકળી. ઝરમર વરસાદ પડતો હતો. માટીની ભીની સુગંધ ફેલાય ગઈ હતી. એ જોગીંગ કરી રહી હતી. અને એ રિવરફ્રંટ
સુધી પોહચી ગઈ. રિવરફ્રંટની અંદર જવાની એની ઈચ્છા જરાય નોહતી થતી. મોહિતથી છૂટા પડ્યાં પછી એ આ જગ્યા એ આવી છે જ ક્યાં ?

કેટલી મજા આવતી હતી. સ્કૂલ બંક કરીને મોહિતના બાઇક પાછળ બેસીને અહિયાં સુધી આવવાની , હાથમાં હાથ નાખીને બેસી રહેવાની , ક્યારેક રસ્તામાંથી ચીઝવાળી મકાઇભેળ
લેતા આવીને અહિયાં ખાવાની. જો ભૂલેચૂલે ચીઝ ઓછી આવે તો મોહિત બરાબરનો ગુસ્સે થતો. મોહિત સાથે હોય ત્યારે પ્રિયંકાને જીવતી હોય એવું લાગતું બાકી તો ચાવી ભરેલું પૂતળું
ફરે એમ લાગતા. પ્રિયંકા આ બધું વિચારી રહી હતી ત્યારે એને ભાન થયું એ રિવરફ્રંટમાં પ્રવેશી ચૂકી હતી. એ આગળ વધીને ચાલવા લાગી.

"આજથી ત્રણ દિવસ પછી 22 ઓગસ્ટ છે. એ દિવસ જ્યારે મોહિતે અને મે એકબીજા સામે પ્રેમનો ઈઝહાર કર્યો હતો. કેટલાય વર્ષોથી હું એકલી જ સેલિબ્રેટ કરું છું. ખબર નહીં
મોહિતને યાદ પણ હશે કે નહીં..! ગુસ્સો જ એટલો બધો ભરેલો હતો મારા માં કે મને એ જગ્યાએ જવાની ઈચ્છા જ નોહતી થઈ આજ સુધી... આ વખતે તો જઈશ. " અને પ્રિયંકા
એક બેન્ચ પર બેસી ગઈ. ત્યાં કોઈક બેઠું જ હતું પણ ઉંધા મોઢે. પણ એ વ્યક્તિને પાછળથી જોઈને એણે એમ લાગ્યું કે એ ઓળખે છે. અને પેલા વ્યક્તિને પણ બરાબર એવું જ લાગ્યું.


એટલે બંને એકસાથે એકબીજાની તરફ ફર્યા. એ વ્યક્તિ મોહિત હતો. બંને ઘડીભર એકબીજાને તાકી રહ્યાં. અને પછી એકબીજાથી ઊંધી દિશામાં ચાલવા લાગ્યાં.

પ્રિયંકાથી ના રેહવાયું. એને એના સવાલના જવાબ જોઈતા હતાં. એણે મોહિતની પાછળ ચાલવા માંડ્યુ. બે મિનિટ સુધી આમ રહ્યું. મોહિત શરૂમાં નજરઅંદાજ કર્યું પણ પછી અકળાઈ
ગયો.

" પ્રિયા , ડોન્ટ ફોલો મી. " મોહિતે એકદમ શાંત સ્વરે પ્રિયંકા સામે ફરીને કહ્યું.

" બહુ મોડેથી ફોલો કરવા લાગી , વહેલું કર્યું હોત તો સારું થાત. " પ્રિયંકા ગુસ્સા સાથે બોલી.

" પ્રિયા , આપણે હવે સાથે નથી. યાદ છે ને !? ઇટ્સ ઓવર નાવ " એણે પ્રિયંકાના ચહેરાને પકડીને ઉમેર્યું ," મારી ગર્લફ્રેન્ડ જોઈ જશે તો પ્રોબ્લેમ થશે. સો ગો હોમ. "

"નો માહી ઇટ્સ નોટ. ઇટ્સ નોટ ઓવર યેટ. જો તારે બીજી હોય જ તો તું મને હજી પ્રિયા કેમ કહે છે ? વ્હાય યૂ ટચ મી ? જવાબ આપ માહિ " પ્રિયંકાએ પોતાના ચહેરાને પકડેલા
મોહિતના હાથને કસીને પકડી લેતાં પૂછ્યું.

" પ્રિ...આ ખાલી...ફ.. ફોર્માલિટી છે. " એક એક શબ્દ છૂટા પડીને મોહિત બોલ્યો.

" ઓહ... ફોર્માલિટી ! નાઇસ " પ્રિયંકાએ તાળી પાડી , " તો હજી કોઈ ફોર્માલિટી બાકી ખરી મોહિત શાહ ? મને કઈ જ કહ્યા વિના મારી સાથે બ્રેક અપ કરી દીધું , હું વધારે ગુસ્સે થઈ
એટલે અહિયાં આ જ જગ્યાએ આવીને મને પ્રેમના નામનું ભાષણ આપીને જતું રહેવું , મને રોજ તડપતા જોતું રહેવું , મને વારંવાર પરેશાન કરવી , મને હર્ટ કરવી , કેટલીય છોકરીઓ સાથે લફરાં કરવાં , પોતાની જાનથી વ્હાલાં ભાઈ સાથે અબોલા લઈ લેવા , પોતાના જ પરિવાર સામે પોતે એકદમ ખરાબ થઈ ગયો છે એવું સાબિત કરવું , અમર સાથે ખોટેખોટો
ઝગડો કરી દેવામાં , મિશાલીનીના એની મરજી વિના લગ્ન કરાવી દેવામાં , અને હા.. મીરાને મારી નાખવામાં કોઈ ફોર્માલિટી બાકી તો નથી રહી ને...! "

" પ્રિયા..... " મોહિતનો જમણો હાથ ગુસ્સામાં ઊંચો થઈ ગયો. એ લાફો મારી જ દેત જો સામે પ્રિયંકા સિવાય બીજું કોઈ હોત તો. થોડીવાર રહીને એ ધીમેથી બોલ્યો," મીરા મારી મોટી બહેન હતી. મને મારી જાનથી પણ વ્હાલી હતી. એને જે દુખ થતું હતું એ જોઈને મારું હદય ઉકળી જતું હતું પણ પ્રિયા ટ્રસ્ટ મી , હું મજબૂર હતો. મે બહુ કોશિશ કરી હતી આ બધું ફરી
જેવુ કરવાની . અફસોસ પ્રિયા તારો માહી હારી ગયો. " પોતાની આંખોના આંસુ લૂછી મોહિતે ઉમેર્યું," મીરાને મે નથી મારી પણ જેણે આવું કર્યું છે ને એને હું જરૂર મારી નાખીશ
ભલે ને અમરભાઈના હાથે જેલ થઈ મને. મારી બેનના મૌતનો બદલો જરૂરથી લઇશ. "

" અને માહી મારું ? મારું શું થશે ? તું આવી જ રીતે મારી આંખોની સામે બીજા જોડે રહીશ ? માહિ હજી કેટલું તડપાવીશ મને. " પ્રિયંકાએ રડતા રડતાં કહ્યું.

મોહિતે પ્રિયંકાને બાથમાં લઈ લીધી. લાંબી જુદાઇ પછી એકબીજાને કસીને ભેટી પડ્યાં. " પ્રિયા , તારો માહી તારો હતો , તારો છે , અને તારો જ રહેશે. " મોહિત પ્રિયંકાના વાળ
સાથે રમતાં બોલ્યો.

" તું ગમે તે કર. બસ મારી પાસે પાછો આવી જા. "

" તને ખબર છે PC તું હજીય તું ડોમિનેટિંગ છે. મારા પર હજીય એટલો જ હક કરે છે તું હોકે. "

" હા તો ? તું મારો જ છે બીજા કોઈ નો નહીં. "

મોહિત પ્રિયંકાની નજીક આવ્યો. બંને વચ્ચે માત્ર 3-4 ઇંચનું જ અંતર હતું. બેવ એકમેકના શ્વાસને અનુભવી શકતા હતાં. બંને એ પોતાના માથા એકબીજાને ટેકવ્યા.
મોહિતે પ્રિયંકાનો ચહેરો પકડ્યો, " પ્રિયંકા "
પ્રિયંકાએ પણ મોહિતનો ચહેરો પકડ્યો," મોહિત "

બંને થોડીવાર સુધી એમ જ ઊભા રહ્યાં, રિવરફ્રંટની બહાર , ઝરમર વરસાદ વચ્ચે...

" હંમેશા તારો જ રહીશ. બસ હમણાં તારી સાથે નહીં રહી શકું. તારી ચિંતા મને વધારે પ્રિયા " મોહિતે પ્રિયંકાના કપાળ પર ચુંબન કર્યું અને ત્યાંથી ચાલવા લાગ્યો.

" ના... માહી પ્લીઝ. ડોન્ટ લીવ મી. મોહિત... " પ્રિયંકા રિવરફ્રંટ આગળ ચીસો પાડતી રહી. ધૂંધળી નજરે મોહિતને જતાં જોતી રહી.

પ્રિયંકા સ્વસ્થ થઈ. આંસુ હજી અટક્યાં નોહતાં. અને પોતાનાં ઘરે જવાં નિકળી જાય છે.