Rakt yagn - 10 in Gujarati Horror Stories by Kinna Akshay Patel books and stories PDF | રકત યજ્ઞ - 10

Featured Books
Categories
Share

રકત યજ્ઞ - 10

બધા વિદ્યાર્થીઓ માયા મહેલમાં આવ્યા.અંદર પ્રવેશતા જ રોહિ ને અજીબ ગભરામણ થવા લાગી.. પણ તેણે કોઈ ને કહ્યું નહી.


પ્રોફેસર-" બધા વિદ્યાર્થીને જૂથમાં સ્થાન ફાળવવામાંં આવ્યા છે અને તે રીતે તમારે જે તે સ્થાન નું નિરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરવાનું છે આપણે સાત દિવસ સુધી તે જગ્યાના વિશે જાણવાનું છે અને રિપોર્ટ પ્રમાણે માર્ક નું વિતરણ કરવામાં આવશે અને તે માર્ક તમારે ફાઇનલ પરીક્ષામાં ગણવામાં આવશે માટે ધ્યાનથી કામ કરવું અને કોઈપણ પૌરાણિક વસ્તુને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું હવે ફટાફટ જે પ્રમાણે ગ્રુપ ડિવાઇડ કરેલા છે તે રીતે કામ કરવાનું શરૂ કરો વિક્રમ અને સારા જે ગ્રુપમાં હતા તે ગ્રુપ ને કોઈ બીજા સભ્ય જોઈતા હોય તો જાણ કરી શકે છે કા તો પછી જો વધુ સાથે ની જરૂર ન હોય તોો પોતાની રીતે કામ શરૂ કરી શકે છે તારાા અને વિક્રમ રાજના ગ્રુપમાં હતા અને રાજને વધારે સાથીની જરૂર ન હોવાથી તેણે ના કહી દરેક ગ્રુપમાં છ હતા અનેે રાજ ના ગ્રુપમાં ચાર હતા રાજ રોહી જૈના અને રીના. રાજના ગ્રુપને નીચેનો ભાગ એટલે કે ભોયરા નો ભાગ સોંપાયો હતો આથીી તે લોકો ભોયરા તરફ જવા લાગ્યા વિદ્યાર્થીઓને સગવડ રહે તે માટે લાઈટ ની સગવડ કરવામાં આવી હતી ભોયરામાં લાઈટ ચાલુ કરતા એક અજીબ ગંધ બધા નાકમાં ઘૂસી ગઈ ભોયરુ બંધ હતું એટલે આવું થયું હશે તેમ વિચારી બધાએ કામ કરવાનું શરૂ કર્યું ભય ની અંદર તરફ નજર જતા બધાની આંખોમાં ડોકાયો ત્યાં હાથમાંં ગળામાં અને પગમાંં બેડીઓ પહેરેલા ત્રણ હાડપિંજર હતા. લાગતુંં હતું જાણે કોઇ એમને અહીં કેેદ કરીી નેે ભુલી જ ગયું હોય... ચારેય બાજુ સુકાયેલા લોહી ના ડાઘ હતા આ જોઈ રાજ બોલ્યો "લાગે છે અહીં નરસંહાર કરવામાંં આવ્યો હશે, આ જોવો અહીં યજ્ઞ કુંડ છે અને જોઇને એવું લાગે છે જાણે અધવચ્ચે જ યજ્ઞ રોકવા માંં આવ્યો હશે અને આ લોકો યજ્ઞની બલીથી હોવા જોઈએ લાગે છે કે માયા બહુ ક્રૂર હશે રોહિ તુ જલ્દી ફોટા લેવાનું શરૂ કરો અનેે જૈનાા તુ રિપોર્ટ લખવાનું શરૂ કરો."



રોહી ફોટા લેવાનું શરૂ કરે છે ફોટો લઈને તે ચેક કરે છે તો તને એવું લાગે છે કે જાણે ફોટામાં એક કાળો પડછાયો જોયો હોય તેને જલ્દીથી રાજ ને બૂમ પાડી ને બોલાવ્યો અને તે બતાવ્યું પણ રાજ ને કઈ ન દેખાતા રોહી એ તેને પોતાનો વહેમ માનીને આગળ કામ કરવાનું શરૂ કર્યું ભોયરા ni અંદર યજ્ઞ ની બાજુમાં જ એક સંદૂક પડયું હતું ચારે જણાએ જોર લગાવીને તેને ખોલવાની કોશિશ કરી જેવું તેમણે સંદુક ખોલવાનુ શરૂ કર્યું વાતાવરણમાં જાણે બદલાવાનું શરૂ થઇ ગયો તે છતાં હિંમત હાર્યા વગર ચાલે જોર લગાવીને સંદુક ખોલી નાખ્યો અને અંદર જોયું તો એક સ્ત્રીની પથ્થરની મૂર્તિ હતી.

રાજ-"યાર શું મુર્તિ છે,ખરેખર એમ જ લાગે છે કે જાણે હમણા બોલી ઊઠશે, ખુબ ઉમદા કારીગરી છે"
તે લોકો આ વિશે વાત જ કરતા હતા કે ન જાણે ક્યાંથી કાગડો આવ્યો અને રો હીને આંગળી પર ચાંચ મારે રોહીના હાથમાંથી લોહી નીકળવા માંડે છે હજુ લોહી નીકળવાનું શરૂ થયો હોય છે અને રાજે રોહિની આંગળી પોતાના મોમાં લઇ ને ચૂસવા માંડી અને રીનાએ તે કાગડાને ભગાવ્યો..


" ચાલો ચાલો આજનું બસ આટલું જ કામ છે ફટાફટ બધા બસમાં બેસવા લાગો"પ્રોફેસર બધા ને બોલાવતા હોવાથી આ ચારેય ત્યાંથી નીકળી બસ મા બેઠા.. આ બાજુ પેલી મૂર્તિ ના ચહેરાના ભાવ બદલાઈ ગયા જાણે તે ગુસ્સામાં આવી ગઇ હોય તેનું કોઈ કામ અધૂરું રહી ગયું..


રાત્રે બધા જમવા માટે ભેગા થયા ટેબલ પાસે બેઠેલા ચાર જણા વાતો કરતા હોય છે ટેબલ પર પડેલું ચપ્પુ રોહી હાથમાં લે છે ડુંગળી સમારવા માટે પણ પાછળથી ધક્કો લાગતા તેની આંગળી પર વાગે છે અને લોહી દદડવા લાગે છે બાજુમાં બેઠેલી રીનાએ પોતાનો રૂમાલ rohini આંગળી પર મૂકી દીધો

રીના-"શું તુ પણ હવે કેટલી વાર વગાડીશ ચાલ રૂમ માં ડ્રેસિંગ કરી દઉ.."

બંને ઉભા થઈને રૂમ તરફ જવા લાગે છે ત્યારે રીના નો રૂમાલ નીચે પડી જાય છે રીના તેને છોડીને રૂમ તરફ જાય છે ઝાડ પર બેઠેલો કાગડો આ દ્રશ્ય જોઈને મલકાય છે અને ઝડપથી પેલો રૂમાલ ચાચ રાખીને ઉડી જાય છે પેલા બિલાડા એ આ દ્રશ્ય જોયું અને તે કાગડાનો પીછો કરવા લાગે છે દોડતા દોડતા જ બિલાડા એબાજ નું રૂપ લઈને તે કાગડાનો પીછો કરવાનું શરૂ કર્યું બંનેની ઝપાઝપીમાં તે રૂમાલ નીચે પડી જાય છે બાજ નું ધ્યાન તે રૂમાલ પર જતાં તે રૂમાલ લેવા નીચે જ હોય છે કે કાગડાએ તેની પર જોરથી હુમલો કરી દીધો તે કાગડો કોઈ સામાન્ય ન હતો પરંતુ શેતાની કાગડો હતો માટે તેનો કરેલો હુમલો જબરજસ્ત હતો બાજની સહેજ નજર ચૂકી અને કાગડો રૂમાલ લઈને ફરાર લઇને ફરાર થઇ ગયો બાજ ને કાગડો ક્યાંય નજરે ન પડતા તે બાજ ગુરુ શંકર ના આશ્રમ તરફ જવા લાગ્યો

" અનર્થ થઈ ગયો ગુરુજી અનર્થ થઈ ગયો રોહિનુ લોહી માયાના હાથ લાગી ચૂક્યું છે હવે તેને જાગવાથી કોઈ નહી રોકી શકે" હાફતા હાફતા સોમદેવ બોલ્યો, તેના ડાબા હાથ માં ઊડો ઘા હતો..
" શાંત થઈ જા સોમ દેવ તે જાગશે નહીં તો તેનો અંત કેવી રીતે થશે વિધિના વિધાન ને કોઈ બદલી શકતું નહીં સોમદેવ જા અંદર જઇને પોતાનો ઉપચાર કરાવી લે" આંખો બંધ રાખીને જ ગુરુ શંકરનાથ બોલ્યા
તેમની વાતો ત્યાં ઉભેલી રેહા સાંભળી ગઈ અને ભાગતી ભાગતી લાવણ્યા ની કુટીર તરફ જવા લાગી. આ તરફ ગુરુજી આંખો બંધ કરીને મંદ મંદ હસે છે કેમકે ગુરુજી થી કઈ છૂપાયેલુ નથી..