સંગીતાબેન : હા બોવ સારું કર્યું તમે. એક દિવસ તમે મને પણ ભૂલી જશો ! ગુસ્સો ઠાલવતા કહ્યું તેમણે.
હરેશભાઇ : ના ના .... તને તો ક્યારેય નહીં ભૂલું તો મને જમવાનું અને મારું ધ્યાન કોણ રાખશે . હવે બીજી તો મળશે નહીં અને મળશે તો પણ તારા જેવું તો ધ્યાન રાખશે નહીં .ભૂમિ સામે આંખ ઉંચી કરીને કહે છે સંગીતાને કહેતા જાય છે અને સાથે તેને ચીડવે પણ છે .
બધા હસવા લાગે છે. પણ સંગીતા હસતી નથી તેને કૈક ખોટું લાગ્યું હોય તેમ હરેશ સામે જોઈ ને મોઢું બગાડે છે .
ભૂમિ: કોણે કીધું પપ્પા . મમ્મી કરતા પણ બેસ્ટ ગોતી લાવીશું એકવાર પપ્પા હા તો પાડી જોવો મને?
સંગીતા : હા તું ઓણ તારા પપ્પાનો જ પક્ષ લેજે માં ગમે તેટલું કરે તારા માટે પણ તને ક્યાં પડી છે મારી ?
હરેશ: અરે સગું તારી મસ્તી કરે છે .તું ગુસ્સે થાય એટલે કહે છે .
વાત કરતા કરતા બધા જમી લે છે .રાતના નવ વાગ્યા છે બધા સાથે બેસીને હોલમાં ટીવી જોવે છે દસ વાગ્યા સુધી બધા ટીવી જોવે છે અને પછી પોતપોતાના રૂમમાં સુવા માટે જતા રહે છે.
નીચેના ફ્લોર પર બે બેડ રમ રસોડું કિચન અને મોટો હોલ છે ઉપર ત્રણ બેડરૂમ છે . અંદરની સાઈડથી જ ઉપર ના રૂમ તરફ જવા માટે સીડી છે . નીચે કિચનની બાજુમાં ગેસ્ટ રૂમ છે તેની બાજુમાં મંદિર છે. તેની બાજુમાં સીડી અને સીડી પુરી થતા સંગીતા અને હરેશભાઈનો બેડરૂમ છે . સીડી ઉપર ચડતા પહેલા એકબાજુ ગેસ્ટરૂમ છે .સામેની સાઈડ અંશનો રૂમ છે અને સીડી કેબિનમાં ઉપર જતા ત્યાં સીડી પાસે ભૂમિનો રૂમ આવેલો છે તેનો બંગલો પણ બહુ મસ્ત છે કોઈને પણ જોતા જ ગમી જાય તેવો.
ભૂમિ અને અંશ સીડી ચડીને પોતપોતાના રૂમમાં જઈ એસી ચાલુ કરીને લંબાવે છે . આ બાજુ હરેશભાઇ અને સંગીતાબેન પણ ઉનાળાનું વાતાવરણ હોવાથી નાઇટડ્રેસ પહેરી એસી ચાલુ કરીને સુવાની તૈયારી કરે છે આજે રૂમનું વાતાવરણ સંગીતાએ કંઈક અલગ પ્રકારનું કર્યું છે કેમ કે કાલ રાત્રે હરેશ મુંબઇ એક અઠવાડિયા માટે જવાના છે તો તેની સાથે આજે સંગીતા પ્રેમભરી રાત વિતાવવા માટે રૂમનું વાતાવરણ અલગ પ્રકારનું અને હરેશનો મૂડ બનાવી દે તેવું વાતાવરણ ઉભું કરે છે .
હરેશ: સંગીતા શુ વાત છે આજે રૂમ બહુ જ મસ્ત લાગે છે કાઈ નવીનમાં તો નથી ને ?
સંગીતા : ના કેમ ! આતો તમે બહાર જવાના છો એક અઠવાડિયા માટે તો થોડી તમારી સાથે તમને યાદ કરી શકું તેવી પળ માણી ના શકું ?
હરેશ : જરૂર માણી શકે ને .
સંગીતા : તો પછી .
હરેશ : યાદ છે સગું તું અને હું આપના હનીમૂન પર સિમલા ગયેલા ?
સંગીતા : હા બધું યાદ છે તમે તો સીમલામા હું કોઈ સાથે જતી ના રાહુ તે માટે તમે મારો હાથ જ ક્યાં છોડતા હતા .
હરેશ : જા ને જૂઠી એટલા માટે નહીં પણ ત્યારે જિંદગીની સૌથી અમૂલ્ય તક માટે તને હું દૂર કરવા માંગતો ના હતો એટલે .
સંગીતા : હે બીજું કાંઈ તો પેલી સામે કેમ જોતા હતા આપના બાજુના રૂમમાં હતી તેની સાથે તમારે કાઇ નહોતું ને.
સંગીતા તેની બાજુમાં સૂતી હતી તે હવે થોડી નજીક ખસીને હરેશની છાતી પર માથું રાખી સુઈ જાય છે હરેશ પણ સંગુને માથે હાથ ફેરવીને માથા પર કિસ કરે છે હવે સંગીતા પણ થોડી ઉપર ઉઠી હરેશને માથા પર કિસ કરી હરેશના વાળ સાથે રમે છે .હરેશ પણ સંગીતને પોતાની બાહુપાશમાં જકડી લે છે અને ફરી એકબીજાને કિસ કરવા લાગે છે .હવે અત્યારે એકબીજામાં ખોવાઈ જવા માટે હરેશ અને સંગીતા એકબીજાને એકબીજાની બાહોમાં સમાવવાની પુરી કોશિશ કરે છે .હવે બધી મર્યાદા તોડી બેય શરીર એક સાથે ભેગા થવાં લાગે છે .સંગીતા પણ પતિ હરેશને પુરી રીતે કિસ કરી નવડાવી દે છે .