Baani-Ek Shooter - 19 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 19

Featured Books
Categories
Share

“બાની”- એક શૂટર - 19

“બાની”- એક શૂટર

ભાગ : ૧૯


"શભૂં કાકા તારા છોકરાને લાવી છું જો." બાનીએ દરવાજો ખોલતાં કહ્યું.

"મરવા દે એને." શભૂં કાકાએ ખાસ્તા ગુસ્સો ઠાલવ્યો.

"આજે મારા પકડમાં આવેલો છે. જો એનો હુલિયો કેવો બદલું છું." બાનીએ સાંત્વના આપતાં કહ્યું.

"એ ચાલ રે ઊભો શું છે. તારા બાપને ઉંચકી લે. દવાખાને લઈ જવાનું છે." બાનીએ હુકમ આપ્યો હોય તેમ કહ્યું. કેદાર બાનીથી ડરતો. કેદાર સાલો મજબૂત આદમી હતો. પણ અત્યાર સુધીનું જીવન દારૂ પત્તા રમવામાં કાઢી નાખ્યું. થોડી અક્કલ પણ કમી.

"બસ્તીનાં બહાર કાર પાર્ક કરી છે." બાનીએ કહ્યું. કમને કેદારે એના બાપા શભૂં કાકાને ઉંચકી લીધો. એ ગલીમાંથી નીકળવા લાગ્યો ત્યાં જ બસ્તીના લોકો પણ ઊભા રહીને શભૂંકાકા ભણી જોવા લાગ્યો. બસ્તીવાળા પણ પરિચીત હતાં બેટા બાપના સંબંધ વ્યવહાર વિષે..!! બધા અવાચક થઈને આ દ્રશ્ય જોવા લાગ્યા જાણે જિંદગીમાં ફરી આવો સીન જોવા જ ન મળે તેમ..!!

"શભૂં કાકા શું થયું..?" કોઈક વાર જમવાનું કે કામ કરી આપતી નંન્દૂ કાકીએ પૂછ્યું. ટૂંટિયુંવાળીને શભૂં કાકા એવા લપાઈને પોતાનાં દીકરાનાં છાતીએ વળગી બેસ્યા હતાં જાણે વર્ષોનો દિકરાનો પ્રેમ એકસાથે આ ઉંમરમાં મળી ગયો હોય તેમ..!!

ઘરડા થયેલા માબાપ સંપત્તિ પૈસાના થોડી ભૂખ્યા હોય. તેઓ તો આ ઉંમરે ફક્ત સંતાનો તરફથી પ્રેમ જ ઝંખતાં હોય..!! એવી જ ખુશીની લાગણી શભૂંકાકા અત્યારે મહેસૂસ કરી રહ્યાં હતાં. આ બધો જ પ્રતાપ બાનીના લીધે થયો હતો.

"તબિયત ખરાબ છે કાકી." બાનીએ શભૂં કાકાની ખોલીના દરવાજા પર કડી લગાડતાં કહ્યું. અને એ ઝડપથી પગલાં ભરવા લાગી. સાથે ઈવાન જાસ્મીન પણ હતાં.

"ઈવાન તું જાસ્મીનને છોડી દેશે..??" બાનીનાં સ્વરમાં રિકવેસ્ટ સાથે ધમકી હતી કે કેમ!! એ ઈવાનને સમજાયું નહિ.

"હા.." ઈવાને કહ્યું. પણ આ તો 'સોને પર સુહાગા' જેવું ઈવાન માટે બની ગયું.

"જાસ્મીન, તું એની સાથે આગળની સીટ પર બેસતી નહીં. પાછળ બેસજે સમજી. મને એના પર ભરોસો નથી." ઈવાન તરફ જોતાં કહ્યું પણ જાસ્મીનને હસવું આવી રહ્યું હતું. તેઓ બધા કારને ત્યાં પહોંચી ગયા. બાનીએ કારનો દરવાજો ખોલ્યો તે સાથે જ ધીમેથી કેદારે શભૂં કાકાને સીટ પર બેસાડ્યા અને પોતે પણ અંદર બેઠો.

"હું નીકળું." ઈવાને કહ્યું. બાની ખીજમાં જ ડોળા કાઢીને ઈવાનને જોયું. જાસ્મીનને મજા પડી રહી હતી.

જાસ્મીન બાનીને હગ કરીને નીકળવા લાગી. પરંતુ જતી જાસ્મીનને કહ્યું, " જો હા સંભાળીને...!!"

ઈવાન ભાગતો પોતાની કારનો પાછળનો દરવાજો ખોલ્યો," પ્લીઝ" જાસ્મીનને ઉદ્દેશતાં કહ્યું. જાસ્મીન અંદર બેસી ગઈ. બાની ઈવાનનાં ગેલને જ્યાં સુધી ઈવાન કારને લઈ ના ગયો ત્યાં સુધી જોતી રહી. ઈવાનની કાર ગઈ ત્યારે જ એણે ગોગલ્સ પહેર્યો અને કારની અંદર પેઠી. કાર પૂરપાટ વેગે ભાગવા લાગી.

"છોટી મેડમ. હોહા થઈ ગઈ બસ્તીમાં તો..હું ક્યાં મરવા માટે ખાટલે પડ્યો હતો??" શભૂં કાકા ધીમા સ્વરે બોલ્યો. કેદાર ને કંટાળો આવતો હતો.

"શોર તો બસ્તીમાં થવાનો જ ને. કેદાર જેવો દીકરો બાપાને ઉંચકીને દવાખાને લઈ જાય એટલે...!!" બાનીએ કેદારને શાનમાં સમજાય એવી રીતે કહ્યું. પરંતુ શભૂંકાકા આજે માંદગીમાં પણ ઘણા ખૂશ હતાં. કાર ડૉ. ત્રિવેદીનાં હોસ્પિટલને ત્યાં આવીને ઉભી રહી.

****

કારમાં બેસતાં જ ઈવાન જાસ્મીન વચ્ચે હજું એક પણ શબ્દથી વાતનો દોર ચાલુ થયો ન હતો. ઈવાન..!! જેનામાં સ્થિરતા નામની ચીજ હતી જ નહિ. એ અત્યારે જાસ્મીન સામે ઠંડો થઈ ગયો હતો.

પરંતુ જાસ્મીનનું ધ્યાન નીચે ડોકું કરી ટેંશનમાં જ મોબાઈલમાં પડ્યું હતું.

"ક્યાં છોડું?" ઈવાને કારમાં ક્યારની શાંતિને ભંગ કરતાં પૂછ્યું.

જાસ્મીનની તંદ્રા તૂટી હોય તેમ એને ગળું ખંખેરતા એડ્રેસ કહ્યું.

ઈવાને 'હા' એમ પણ ન કહ્યું. કાર જાસ્મીનની બિલ્ડીંગ નીચે ઉભી રહી. ઈવાન ઝડપથી દોડતો આવી પહોંચ્યો, કારનો દરવાજો ખોલ્યો. જાસ્મીન બહાર આવી પરંતુ ત્યાં જ એને ચક્કર આવ્યાં અને એ ઈવાનનાં ખબા પર ઢળી પડી. ઈવાનને સમજણ જ ન પડી કે શું થયું.

"ઓહ જાસ્મીન..!! આર યુ ઓલરાઇટ..!!" એ જ કારના દરવાજેથી જાસ્મીનને અંદર બેસાડતાં ઈવાને કહ્યું. એ પણ અંદર જઈને બેસ્યો. એના પર પાણીના છાંટા ફેંક્યા.

"હં " જાસ્મીને બંધ આંખથી જ કહ્યું.

"કદાચ તડકામાં ફર્યા હશે એટલે..!!" ઈવાનને જે સુજ્યું એ બોલ્યો. દસેક મિનીટનો આરામ લીધા બાદ જાસ્મીને આંખ ઉઘડી અને પાણી પી લીધું. એ ફરી બહાર નીકળી. પણ ઈવાન એના ઘરે મુકવા લીફટ સુધી પહોંચી ગયો. ઈવાને જ જાસ્મીનનો ફ્લેટનો દરવાજો ચાવીથી ખોલી દીધો. જાસ્મીન બેડરૂમમાં જઈને સીધી સૂઈ જ ગઈ.

ઈવાને હોલમાંથી જ બાનીને કોલ લગાવ્યો. બાનીએ અડધો કલાકમાં પહોંચું છું કહીને ફોન મુક્યો.

જાસ્મીનનો બેડરૂમનો દરવાજો ખુલ્લો જ હતો. ઈવાને દરવાજા પર ટકોરા મારતાં કહ્યું, " બાનીને કોલ કર્યો છે. અડધો કલાકમાં પહોંચશે. તમને કશું જોઈતું હોય તો મને કહી દો." ઈવાનને જરા પણ સમજાતું ન હતું કે શું કરવું જોઈએ..!!

"હું થોડું રેસ્ટ લઉં એટલે સારું થશે." ઓશિકામાં મોઢું દબાવીને જાસ્મીને કહ્યું. બાનીની રાહ જોતો બેચેન મને આમતેમ આંટા મારતો ઈવાન હોલમાં જ ફર્યા કર્યું.

અડધો કલાક બાદ બાની આવી. કેદારને પણ સાથે જ લાવી હતી. કેમ કે કેદાર જેમતેમ હાથમાં આવ્યો હતો. એટલે એને એ છોડવા માંગતી ન હતી. શભૂંકાકાને ડોક્ટરને દેખાડી દવા લીધા બાદ બસ્તીમાં છોડીને આવી હતી. બસ્તીમાં જ બાજુમાં રહેતી નંન્દુકાકીને કહીને પણ આવી હતી કે એ પોતે આવે ત્યાં સુધી શભૂંકાકાનું ભોજનનું બંદોબસ્ત કરે..!

બાની સીધી બેડરૂમમાં જ પહોંચી ગઈ.

"શું થયું ચક્કર શેની આવી??" અવિનાશથી પ્રેગ્નેન્ટ તો નથી ને એવી આંશકાથી બાનીએ ઉતાવળા સ્વરે પ્રશ્ન પૂછ્યો.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)