Chamatkar in Gujarati Motivational Stories by Priti Kishorkumar Dubey books and stories PDF | ચમત્કાર

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

Categories
Share

ચમત્કાર

એક સત્ય હકીકત છે. જેને કુદરતનો ખૂબ મોટો ચમત્કાર સમજવું. હું અને મારા પતિ કિશોરકુમાર જી લગભગ છેલ્લા 15 વર્ષથી એક સીધી સાદી અને સરળ જીવન જીવતા હતા. અને કોલેજમાં બાળકોને ભણાવવા તેમજ બે વર્ષથી મોટા બાળકોના મગજના ટેસ્ટ કરવા, જેવી ખુબ સરસ પ્રવૃતિઓ માં રોકાયેલા હતા. જેમાં અમે ભારતીય પરિવારોના બાળકો ને જીવનમાં આગળ વધવા માટે વિજ્ઞાનના સહાયથી મગજના ગૂઢ રહસ્ય ને સમજવા ના તેમજ તેનો ઉપયોગ કરી જીવનમાં ભણતર શિક્ષણ તેમજ કેરિયરમાં કેવી રીતે આગળ વધી શકાય , તેના ઉપર કામ કરતા હતા. આ કામ કરતા કરતા ઘણા બધા પરિવારના જ પરિવારો ના જીવનમાં કંઈક અંશે ખુશીઓ આપવાના હકદાર બન્યા. અને ઘણા બધા પરિવારો ની માનસિક હતાશા તેમજ પારિવારિક મનદુઃખ માંથી બહાર લાવવા તેમજ સ્વસ્થ જીવન તરફ દોરી જવા ના ખૂબ સરસ કામકાજમાં લાગેલા હતા.

લગભગ ૫૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓના રોજનાા સંપર્કમાં રહીને આજના યુવાધનને ડિપ્રેશન અનેક પ્રકારની મૂંઝવણો અને સાચા માર્ગે લઈ જવાના હકારાત્મક કામમાં રહેતા હતા. આ કામકાજ કરતા કરતા એક બીજી વાત સામે આવી કે આજકાલ વિચારો દૂષિત થવાનું કારણ માણસનો ખોરાક તેમજ જીવનશૈલી પણ છે
પરમ કૃપાળુ પરમેશ્વર ની સહાયથી અમે લોકો ધ્યાન યોગ પ્રાણાયામ મેડિટેશન તેમજ માઈન્ડ પ્રોગ્રામિંગ જેવા ઉચ્ચ કક્ષાના કાર્યમા આગળ વધ્યા.
અને આમ કરતા જીવનમાં ઘણા બધા સારા કાર્યો કરતા કરતા કેમિકલ વગરની ખેતી એટલે કે ગાયના છાણ મૂત્ર અને કુદરતી સાધનોના ઉપયોગથી ખેતી કરવી તેમજ જીવાત ઉપર પણ કેમિકલ વગરની કુદરતી દવા જેવી કે લીમડાનો રસ લીમડાનું તેલ અને બીજી એવી ઘણી બધી કુદરતી વનસ્પતિનો રસ કાઢી તેનો વનસ્પતિ તેમજ ખાવાના પાક ઉપર ઉપયોગ કરવો તરફ વળ્યા

તેમજ કેમિકલ વગરની અનાજ અને શાકભાજી સ્વાદ અને સુગંધ સાચે જ ખુબ જ મીઠા અને સુંદર હોય છે. અને આ કુદરત ની દુનિયામાં આ પ્રકારનો અનુભવ અમને બંનેને ખૂબ જ આનંદ આપી ગયો. આમ અમને કુદરતના ખોળે જવાનું આનંદ મળવા લાગ્યો. અને ઘણા બધા પરિવારોને મળવાનું તેમજ દવા અને કેમિકલ રહિત ભોજન પ્રથા તરફ વળવાનું થયું. અને ફરી પાછી ભારતીય સંસ્કૃતિ તેમજ ભારતની પ્રાચીન ખેતી તરફ વળવાની શરૂઆત થઈ. આ શરૂઆતની સાથે આયુર્વેદ ઔષધિ પ્રથા તેમજ યોગ-પ્રાણાયામ અને ધ્યાન તરફ જવાની શરૂઆત ને બળ મળ્યું.
આ કામકાજ દરમિયાન અચાનક કોરોના જેવી મહામારીનુ અચાનક ભારતમાં આગમન થયું.
પરંતુ આયુર્વેદ તેમજ સરળ જીવનશૈલી ને કારણે લગભગ ત્રણ મહિના સુધી આ બીમારીથી હું અને મારા પતિ બચી શક્યા. પરંતુ અચાનક જુલાઈ મહિનાના અંતમાં રૂટીન ચેકઅપ કરાવતી વખતે, અમે લોકો કોરોના ના રિપોર્ટ માટે પણ ગયા.
અને અચાનક જાણ થઈ કે મારા પતિ ને કોરોના બીમારી નું શરૂઆતનું સંક્રમણ થયું છે, આ રિપોર્ટ સાંભળ્યા પછી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, અને સમજાતું ન હતું કે શું થશે અને શું કરવું?
પરંતુ મારી માતા ના શબ્દો અને તેની આયુર્વેદ પ્રણાલી મુજબ મેં ધૈર્ય રાખવાનું મુનાસીબ માન્યું. તેમજ મારી માતાની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને મંત્રોની શક્તિ નો ઉપયોગ મને કામ લાગી ગયો.
તેમજ મારા પતિએ શીખવાડેલી ધ્યાન તેમજ માઈન્ડ પ્રોગ્રામિંગ ની ટ્રેનિંગ મને કામ આવી. ગઈ. જેના કારણે હું અને મારા પતિ ઈશ્વર પ્રાર્થના ની સાથે સતત અદમ્ય શ્રદ્ધા સાથે આયુર્વેદિક દવા નો સાથ લઈ સુરક્ષિત બહાર આવી શક્યા.
અને આ બધાની સાથે ઈશ્વર કૃપા એ ખૂબ ચમત્કારી કામ કર્યું. હું સતત મંત્રોચ્ચાર મનોમન કરતી હતી તેમજ ઈશ્વરની સાથે જોડાયેલી રહેતી હતી, અને સાચે જ મારા જીવનમાં ચમત્કાર થયો અને મારા પતિ ઈશ્વરની કૃપા તેમજ અનેક મિત્રો તેમજ ઘણી બધી બહેનોના આશીર્વાદ અને પ્રાર્થના ના બળથી આ બીમારીમાંથી બહાર આવી ગયા.
આ જીવનની સચ્ચાઈ સાથે હું આજના નવ યુવક અને યુવતીઓ ને એક જ સંદેશ આપવા માંગું છું કે ઈશ્વર તેમજ આપણી સંસ્કૃતિમાં વણાયેલ મંત્રો ખુબ જ શક્તિશાળી તેમજ કારગત નીવડે છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ણવેલ મગની દાળ અને ભાત જેવા સુપાચ્ય તેમજ શક્તિશાળી ભોજન અને આયુર્વેદિક ઉપચાર વિશ્વની શ્રેષ્ઠતમ પદ્ધતિ છે. જીવનમાં ક્યારેય પણ નિરાશા દુઃખ તેમજ મુશ્કેલી આવે ત્યારે ઈશ્વર , સાદી ભોજન પ્રથા તેમજ આયુર્વેદ અને હિન્દુ મંત્રોચ્ચાર પ્રણાલી કોઈને પણ કોઈપણ મુશ્કેલી માંથી તેમજ આ બીમારીમાંથી બહાર લાવવા પર્યાપ્ત છે.
પરમ કૃપાળુ પરમેશ્વર નો આભાર
મારી માતા નો આભાર
હિન્દુ શાસ્ત્રો તેમજ મંત્રોનો આભાર
મારા પતિદેવે મને શીખવાડેલી માઈન્ડ પ્રોગ્રામિંગ પદ્ધતિ નો આભાર
સદેવ જય હો ભારત સંસ્કૃતિનો

આભાર