First Embrace in Gujarati Love Stories by kamal desai books and stories PDF | મારો પેહલો સ્પર્શ

Featured Books
Categories
Share

મારો પેહલો સ્પર્શ

આજે કોણ જાણે કેમ મારી આંખ અજવાળું થતાં પહેલા જ ખુલી ગઈ. આમ તો ઘર માં મારા માટે સૂર્યવંશી નામ પ્રચલિત હતું. કારણ આ રાજા સૂર્યોદય થયા પછી, બારી વાટે સૂર્ય પ્રકાશ પથારી પર ના પડે ત્યાં સુધી ઉઠવું પોતાની શાન વિરુદ્ધ ગણતા હતા. આ અધભૂત ક્રિયા પાછળ નું કારણ તરત જ ધ્યાન માં આવી ગયું. મને મારી પથારી માં થી અજબ દુર્ગંધ આવતી લાગી, એ દુર્ગંધ અસહ્ય હોવાથી મારી નિંદ્રા નું કસમય મૃત્યુ નીપજ્યું હતું. મેં ઉઠી ને આજુબાજુ નજર ફેરવી ને તરત કારણ મળી ગયું, મારા પલંગ ની બાજુમાં ઘણા બધા સડેલા જમરૂખ પડ્યા હતા.

"માઁ , આ સડેલા જમરૂખ અહીં કેમ મુ કયા છે?" મેં ચીડાયેલા સ્વર માં બુમ મારી.

" જોયું માસી, હું શરત જીતી ગઈ ને! મેં કહ્યું હતું ને, કે એ ઊંઘણશી, કાર્તિક ને, હું ચપટી વગાડતા જગાડી લઈશ." અને એની સાથેજ એક ખીલખીલાટ કરતી છાયા મારી તરફ ધસ્તી દેખાઈ. એને જોતાજ મારી ચીઢ ભર ઉનાળા માં બરફ જેમ પીગળે તેમ પીગળી ગઈ. એ ખીલખીલાટ મૌસમી નો હતો. મૌસમી, મારી સાથે ભણતી હતી અને મને ગમતી હતી. તેમાંય આજે મળસ્કે ઘરે આવી એમારે માટે આશ્ચર્યજનક ઘટના હતી. તેણે ભૂરું જિન્સ પહેર્યું હતું અને તેના પર સફેદ સપગાથીટોપ પહેર્યું હતુ. એને આ રૂપ માં જોઇશ એવું મેં ક્યારે ય ધાર્યું ના હતુ . આ પહેરવેશ માં તે અતિ આકર્ષક લાગતી હતી. એના કાળા ભમ્મર, લાંબા, વાળ ખુલ્લા લહેરાય રહ્યા હતા. ગોળ, ગોરા મુખારવિંદ પાર કાળી લટ ધીમે ધીમે ઝૂલી રહી હતી. ગુલાબી હોઠ પર લુચ્ચું હાસ્ય રમી રહ્યું હતું. સુરાહીદાર ગરદન પર ઝીણા લાલ મોતી ની શેર શોભતી હતી. એના ઉભારો અને વણાંકો જોઈ દેવો પણ પોતાનું દેવત્વ ત્યજી દેવા તૈયાર થઇ જાય, ત્યારે હું તો એક સાધારણ નવલોહયો યુવાન હતો. મોસમી એની કમર પર પોતાના નાજુક હાથ ટેકવી ને મને જાણે ટોણો મારતી હોઈ એમ જોઈ રહી હતી. હું અવાચક આ અપ્રિતમ સૌંદર્ય નું આઁખોં ભરી ને નિહારી શકું તે પહેલાજ મમ્મી નું મોસમી ની પાછળ આગમન થયું, અને મારે નજર ફેરવી લેવી પડી.

" હા તું જીતી, આમે હવે તારેજ એની કાળજી રાખવાની છે ને" મમ્મીએ કહ્યું. હું કઈ સમજુ તે પેહલા તો મોસમી શરમાઈ ને ભાગી ગઈ. અને મેં જોર માં બૂમ પાડી "મોસમી, મોસમી" અને હું એની પાછળ દોડ્યો. એ ઘરની પડસાળ ઓળંગે તે પેહલા તો મેં એને પકડી પાડી. એનું કાંડુ હાથમાં આવતાજ એને મેં મારી તરફ ખેંચી . એ જુહી ની વેલ ની માફક મારા પર આવી પડી. જીવન માં આ માર માટે યુવા નારી નો પેહલો સ્પર્શ હતો. મારા શરીર માં જાણે વીજળી નો પ્રવાહ ફરી વાળ્યો. મારા એક હાથમાં એનું કાંડુ હતું ને બીજો હાથ એની નમણી કમર ફરતે હતો, જેના પર એક નાજુક વેલ જાણે ઢળી પડી હતી. ક્યાંય લાગી અમે એજ સ્થિતિ મા ઉભા રહ્યા સમય જાણ થંબી ગયો. મારો મારા પર નો કાબુ જતો લાગ્યો અને મેં એના તરફ નમી ને એના હોઠ ચુમવાનો પ્રયાસ કર્યો, ત્યાંજ એણે મને જોર થી ધક્કો માર્યો અને હું ધડામ દઈ નીચે પડ્યો. પણ આ શું !! મારી આજુ બાજ જોઉં છું તો હું મારા હોસ્ટેલ ના રૂમ માં મારા પલંગ ની નીચે પડ્યો હતો અને મારા સાથીદારો મને આશ્ચર્ય ચકિત નેત્રો થી જોઈ રહ્યા હતા.