મિત્રો ,
આપણો ભારત દેશ 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ થયો હતો.
આજનું આપણું ભારત જે આખા વિશ્વ માં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. બધા જ ક્ષેત્ર માં પ્રગતિ કરી રહ્યું છે અને દિવસે અને દિવસે સફળતા પ્રાપ્ત કરતું જાય છે.અવકાશ સંશોધન માં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે પરંતુ શું ભારત દેશ સાચા અર્થ માં સ્વતંત્ર છે?
શું દરેક નાગરિક સ્વતંત્ર રીતે પોતાનું જીવન સાચા અર્થ માં જીવી શકે છે?
શું આપણાં દેશની સ્ત્રીઓ સાચા અર્થ માં સુરક્ષિત છે???
આ પ્રશ્નો ના જવાબ તમને ખબર જ હશે , કે સાચા અર્થ માં ભારત સ્વતંત્ર નથી..
ભારત એ દેશ છે જ્યાં સ્ત્રીઓ ને લક્ષ્મી સમાન ગણવામાં આવે છે;
તેનું સન્માન કરવામાં આવે છે.ઘણા બધા દુઃખ જીવન માં સહન કરે છે અને જન્મ વખતે જે પીડા થાય તે ખૂબ જ અસહ્ય હોય છે છતાં પણ આવી વેદના સહી ને એક બાળક ને જન્મ આપે છે.
એક રિસર્ચ પ્રમાણે એકસાથે 20 હાડકાં તૂટે ત્યારે જેટલુ દર્દ થાય એટલું જ દર્દ બાળક ને જન્મ આપતી વખતે એક સ્ત્રીને થાય છે; હવે તમે વિચારી શકો છો કે તે કેટલુ ખતરનાક અને અસહ્ય હશે.
છતાં પણ સ્ત્રીઓ ને સન્માન મળતું નથી ;અને આ એક શરમજનક બાબત ગણી શકાય.
હાલના સમયમાં પણ સ્ત્રીઓ પર બળાત્કાર ના કિસ્સાઓ જોવા મળે છે,શારીરિક શોષણ, માનસિક શોષણ, ખરાબ વ્યવહાર અને ઘણા બધા અત્યાચારો તેના પર થાય છે.
તો શું આ એજ સ્વતંત્ર દેશ છે જેમાં સ્ત્રી ને લક્ષ્મી ની ઉપમાં આપવામાં આવી છે??
ખરા અર્થ માં ત્યારે જ દેશ સ્વતંત્ર ગણાશે જ્યારે આપણા દેશ ની દિકરી રાત્રે પણ કોઈપણ ડર વગર બહાર એકલી નીકળી શકે.પોતાની રીતે સ્વતંત્રતા થી જીવી શકે અને પુરતું સન્માન મેળવી શકે.
આ ત્યારે જ શક્ય બનશે જ્યારે દેશના યુવાનો સાચા અર્થ માં તેની વ્યથા સમજશે .
જ્યારે રાત્રે રસ્તા પર જતી એકલી સ્ત્રી મોકો નહિ પણ જવાબદારી છે એમ સમજશે ત્યારે આપણા દેશમાં એકપણ બળાત્કાર ના કિસ્સાઓ જોવા મળશે નહીં અને સ્ત્રીઓ કોઈપણ ડર વગર ઘર બહાર નીકળી શકશે.
આજે પણ દેશમાં ભૂખમરો , બેકારી ,ગુલામી અને વિવિધ જાત ના અત્યાચારો લોકો પર થાય છે.આઝાદી ના આટલા વર્ષો પછી પણ આવી સમસ્યાઓ ચાલી રહી છે; પેલા અંગ્રેજો ની ગુલામી કરી હતી અને હવે આજ ના સમાજ માં ચાલી રહેલા અત્યાચાર ની ગુલામી કરી રહ્યા છીએ.
આ એ દેશ છે જ્યાં પેલા મહારાણી વીર લક્ષ્મીબાઈ એ અંગ્રેજોને હંફાવી દીધા હતા અને યુદ્ધ ના રાણ મેદાન માં તલવાર અને ભાલાઓના ગુંજતા અવાજ વચ્ચે એકલી વીર સ્ત્રી પોતાનું સાહસ દેખાડતી હતી અને તે પણ પોતાના બાળક ને પોતાની પીઠ પાછળ રાખીને.
આ એજ દેશ છે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ કે જેઓ એ અંગ્રેજો ને ભગાડી કાઢ્યા હતા અને આપણા દેશ ની રક્ષા કરી હતી.
સાહેબ આ એ જ દેશ છે જ્યાં માતા જીજાબાઈ પારણામાં સુતેલા શિવાજી મહારાજ ને હાલરડાં માં કયે છે કે બેટા જલ્દી સુઈ જા કાલે સવારે તારે યુદ્ધમેદાન માં જવાનું થશે.
અને આપણે જાણીએ જ છીએ કે છત્રપતિ શિવાજી મહારાજે માત્ર 16 વર્ષની ઉંમર માં જ કિલ્લો જીતી લીધો હતો; અને ઘણા પરાક્રમો કર્યા હતા.જો આવા વિરપુરુષો ને સ્ત્રી જન્મ આપી સકતી હોય તો તે કોઈ દેવીશક્તિ થી ઓછી ન હોય શકે; માટે,સ્ત્રી નું સન્માન એ એક મહત્વનું પાસું છે.
આ આપણે એટલે કે નાગરિકો અને યુવાપેઢી જ સ્ત્રીઓ પર થતા અત્યાર રોકી શકશે ; અને જો આવું શક્ય બની જાય તો ખાતરી સાથે કહી શકું કે આપણો દેશ સાચા અર્થ માં સ્વતંત્ર છે કે જ્યાં સ્ત્રીઓનો ખુબ જ આદર સત્કાર કરાય છે અને કોઈપણ જાત ના અત્યારચાર તેના પર થતા નથી.
કોઈપણ સ્ત્રી પર અત્યાચાર કરતા પેલા એક વસ્તુ યાદ રાખવી કે
"હેરાન ના કર એક સ્ત્રીને માનવી;પાપ થશે
એકદિવસ તું પણ એક દીકરી નો બાપ થશે."!!!
જો આવી સમજણ બધા માં હશે તો જ આપણો દેશ ખરા અર્થ માં સ્વતંત્ર છે એમ કહી શકાય અને પછી આપણા દેશ ને પ્રગતિ ના પંથેથી આગળ વધતા કોઈ જ રોકી નહીં શકે .કેમકે સ્ત્રી શાંત પણ રહી શકે છે અને જરૂર પડ્યે રણચંડી પણ બની શકે છે.
"એક ભારત,શ્રેષ્ઠ ભારત"
"જય હિન્દ"
"વંદે માતરમ"
"ભારત માતાકી જય"