Lagni no chhedo - 1 in Gujarati Short Stories by kakdiya vaishu books and stories PDF | લાગણી નો છેડો - 1

Featured Books
Categories
Share

લાગણી નો છેડો - 1

લાગણી નો છેડો


લાગણીશીલ વ્યક્તિ હમેશા બીજા માાટે જ જીવન જીવતું હોય છે. તેની સાથે શું થઈ રહ્યું છે, શું થવાનું તેની ચિંતા નથી હોતી. બસ બીજા માટે જીવવું એ જ એમનું જીવન હોય છેઃ

અનિતા એક સામાન્ય પરિવાર માં તેનો જન્મ થયો હતો. અનિતા એક જ હતી ને ત્રણ ભાઈ હતાં. અનિતા ને નાનપણ થી જ ખૂબ લાડ પ્રેમ થી ઉછેરી હતી. કોઈ પણ જાત ની તકલીફ હતી નહીં જ્યાં સુધી તે વીસ વર્ષ ની થઈ ત્યાં સુધી. તેની બધી ઈચ્છા પૂરી કરવા માં આવતી. પણ ઘર માં ભાઈ બહેન મોટા થતાં ગ્યાં તેમ તેમ બધાં નાં વિચાર માં ફેરફાર આવવા લાગ્યા હતા.

અનિતા દસ સુધી જ ભણી હતી. તેનાથી વધુ ભણી નહીં. અનિતા ને એક દોસ્ત હતી આરવિ નાનપણ થી બન્ને બાજુ માં રેહતા હતાં એટલે રોજ એક બીજા ને મળવાનું થતું. પણ થોડાક સમય પછી અનિતા થોડેક દુર રેહવા જતાં રહ્યાં હતાં. અનિતા નાં ઘર નું વાતાવરણ કાંઈક અલગ હતું. દુનિયા ની સામે અલગ ને ઘર ની અંદર કાંઈક અલગ વાતાવરણ હતું.

આરવિ માટે રવિવાર હોય એટલે કાંઈક અલગ જ વાર હોય તેવું લાગે તેને કારણ કે રવિવાર બન્ને દોસ્ત સાથે જ રહે આખો દિવસ સાથે જમે સાથે ઘર નાં કામ કરે. આરવિ સવાર થતાં જ અનિતા નાં ઘરે વહી જતી પછી બન્ને આખો દિવસ સાથે રહે. ઘરે થી ખીજાય આરવિ ને તો પણ આરવિ ને તો અનિતા પાસે જવાનું એટલે જવાનું ઘરનાં લોકો ની સામે થઈ ને જતી. આરવિ ને અનિતા વિશે કોઈક ખોટુ બોલે કે ખરાબ બોલે તો આરવિ ને જરા પણ ગમતું નહી. બધાં સાથે ઝગડો કરતી આરવિ અનિતા માટે થઈ. આરવિ માટે અનિતા બેસ્ટ ફ્રેન્ડ હતી.

રવિવાર નાં દિવસે 🤗🤗🤗બન્ને દોસ્ત સાથે બેઠા બેઠા વાતું કરતાં હોય બનેં ને ખબર જ નાં પડી કે સાંજ નાં છ વાગી ગયા છે. આરવિ ઘરે આવી ઘર માં પગ મુકે ત્યાં અંદર થી અવાજ આવે આજ પછી અનિતા ને નાં મળતી નાં અનિતા નાં ઘરે જતી નાં અનિતા સાથે વાત કરતી. આરવિ નાં પગ નીચે થી જાણે જમીન ખસી ગયે હોય તેવું લાગ્યું. હું તો જવાની અનિતા ને સાથે બોલવાની અનિતા સાથે જ રહીશ ભાઈ જા તારે જે કેવું હોય તે કહેજે.
આરવિ ખૂબ રડે છે 😢😢😢વિચારે છે કે મારી સાથે કેમ આવું કરે છે મારા જ ઘર નાં લોકો મે શું ભુલ કરી આવા બધાં વિચાર કરતાં કરતાં આરવિ સુઈ જાય છે.

બીજો દિવસ કેવો હશે તેની ક્યાં કોઈ ને ખબર હોય છે. શું થવાનું તેની કોઈ ને ખબર નથી હોતી. ત્રણ દિવસ પછી આરવિ ને ખબર પડે છે કે અનિતા ઘર છોડી જતી રહી છે. શું કામ ગઈ, ક્યાં ગઈ, કોની સાથે ગઈ કાંઈ જ ખબર ન હતી. મને કેવી રીતે ખબર પડશે કે અનિતા ક્યાં ગઈ છે, શું કામ ગઈ છે, મારે શું કરવું હવે??? બહાર નીકળું બધાં ખરાબ ખરાબ શબ્દો બોલે છે મને હવે હું શું કરુ🤔🤔🤔??
આમ કરતાં કરતાં ત્રણ દિવસ થઈ ગયા હતા. આખું ગામ અનિતા વિશે ખરાબ વાતું કરે. કોઈ કહે કોઈક ની સાથે ભાગી ગઈ છે, તો કોઇક કહે લગ્ન કરી ને બીજે જતી રહી છે, તો કોઈક કહે ઘરે તેને બધાં હેરાન પરેશાન કરતાં હતાં અટલે ઘર છોડી દીધું છે. આરવિ ને પણ હવે ઘરે વધું ખીજાયા કરતાં હતાં. અંતે આરવિ ને પણ ઘણું દુઃખ થયું હતું. આટ આટલું અનિતા માટે કરવાં છતાં અનિતા એ મારી સાથે કેમ આવું કયું. શું તકલીફ હતી અનિતા ને જે મને નો કહી શકી.

હવે આરવિ ને પણ જાણવાની ઈચ્છા નહોતી કે અનિતા ક્યાં ગઈ શું કામ ગઈ. બધાં સામે નોર્મલ જ રેહવા લાગી હતી જાણે કાઈ થયું જ નાં હોય તેવી રીતે. પણ મન નાં કોઇક ખૂણે હજી અનિતા ની તેને ચિંતા હતી પણ તે કોઈ ને કહેતી નહીં.

પાંચ દિવસ પછી અનિતા નાં ઘર નાં લોકો ને ખબર પડે છે કે અનિતા શહેર ત્રણસો કિલો મીટર દુર એક ગામ છે.અને અનિતા ને મનાવી ને તેનાં ઘર નાં લોકો અનિતા ને ઘરે લઈ આવે છે. પણ આરવિ ને અનિતા ને હવે કોઈ સમ્બન્ધ હતાં નહીં નાં પાડોશી કે નાં દોસ્તી નો,નાં બંને એક બીજા ને બોલાવતા કે એક બીજા નાં ઘરે જતાં. આમ કરતાં કરતાં એક બીજા થી દુર રહેતાં રહેતાં આઠ વર્ષ જાય છે.

વધું આવતાં અંકે