*એ સમયની કિંમત*. વાર્તા... ૨૭-૩-૨૦૨૦
આ સમયનું મૂલ્ય....
મારો પણ સમય આવશે એવું સમજનારાઓને કુદરતે શાનમાં સમજાવી દિધું... કે તમે કુદરત થી અને સંયુક્ત કુટુંબમાંથી દુર થયા .. અને ભારતીય સંસ્કૃતિ ભૂલ્યા એટલે મારે આ સમય ની કિંમત સમજાવી પડી છે...
" સોસયલ મિડિયા માં ફરે છે આ વાત કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કોઈ ઘરમાં રહેવા તૈયાર નહોતું..
આજે કોઈ ઘરની બહાર જવા તૈયાર નથી "
આ છે સમય ની બલિહારી...
એક જાણીતા ભજનિક નું ભજન છે
" હે માનવ વિશ્વાસ કરી લે
સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છા થી અવતાર ધરી હું આવું છું ".....
એક મોટા શહેરને અડીને નાનું ગામડું હતું કરશનભાઈ અને મંજુ બેનને બે દિકરાઓ હતા...
બન્ને વચ્ચે બે વર્ષ નો સમયગાળો હતો...
મોટો મોહન અને નાનો દીકરો સોહન....
ગામની પ્રાથમિક શાળામાં સાત ધોરણ સુધી ભણ્યાં...
પછી મોહને પિતાને ખેતરમાં મદદ કરાવાની ચાલુ કરી...
માતા મંજુ બહેન ચુલા પર રોટલો અને શાક બનાવતાં પણ એની મિઠાસ જ કંઈક અલગ હતી...
અને એ રોટલા ખાવાની પણ હરિફાઈ થતી કે તું વધુ ખા...
આમ સંપીને રહેતા ... પણ સોહન ની આકાંક્ષાઓ ખુબ ઉંચી હતી...
એણે મોહન ને કહ્યું કે મને ખેતીવાડી માં કોઈ જ રસ નથી મારે તો શહેરમાં જઈને આગળ ખુબ ભણવું છે અને મોટો ઓફિસર બનવું છે...
તો ભાઈ તું જ પિતાને સમજાવ મને શહેરમાં જવા દે...
મોહને કહ્યું... સોહન તારી આકાંક્ષાઓ ખુબ ઉંચી છે પણ ભાઈ આપણે રહ્યા ધરતી પુત્રો .... આ ધરતી પર જ આપણો કિંમતી સમય આપીશું તો ચોક્કસ એવો સમય આવશે કે આપણી પાસે ગામમાં સૌથી વધુ જમીન અને મોટું પાક્કું ઘર હશે...
સોહન કહે ભાઈ પણ શહેર જેવું સુખ થોડું મળશે... શહેરમાં રોનક જ અલગ હોય છે ... મોટી મોટી બિલ્ડીંગો અને પાક્કા રોડ અને વિશાળ બંગલાઓ.... મોટી હોટલો મને તો શહેરમાં જ જવું છે આ ધૂળમાં શું દાટ્યું છે....
મોહન કહે ભાઈ મારાં એ ચમકદમક પાછળ નાં દોડ નહીં તો ભગવાન નાં કરેને એક દિવસ એવો સમય આવે કે તારે પસ્તાવાનો વારો ના આવે...
પણ સોહન ને કોઈ અસર થઈ નહીં અને એક દિવસ જિદ કરીને ઘરમાં કહ્યા વગર શહેરમાં ભાગી ગયો...
સમયનાં વહેણને જતાં ક્યાં વાર લાગે છે....
સોહન ને શહેરમાં ગયા ને વીસ વર્ષ નો સમયગાળો પસાર થઈ ગયો હતો....
શહેરમાં ભાગી આવીને એક ગેરેજમાં કામ કર્યું અને બધું જ શીખી લીધું અને પછી એક દિવસ શેઠને કહ્યું કે હું તમારી નોકરી છોડીને જવું છું...
આમ કહીને જે થોડા રૂપિયા ભેગા થયા હતા એ લઈને બીજા એરિયામાં ફૂટપાથ પર ગેરેજ નું કામગીરી ચાલુ કરી...
પોલિસ વાળા અને એ એરિયાનાં માથાભારે તત્વો ને એ મફત કામ કરી આપતો એટલે એને ફૂટપાથ પરથી કોઈ ખસેડતુ નહીં.... આખો દિવસ મહેનત કરી ને રાત્રે નજીકના ઢાબા માં જમતો ત્યારે મા નાં હાથનો રોટલો યાદ આવતો અને એ સમય યાદ આવતો ભાઈ સાથે કોણ વધુ રોટલો ખાઈ એની હરિફાઈ ચાલતી અને આંખમાં થી આંસુ સરી પડતું...
પણ જિદ હતી કે હું કંઈક બનીને બતાવીશ...
ધીમે ધીમે ગેરેજ નું કામ વધવા લાગ્યું....
થોડાંક રૂપિયા ભેગા થયા એટલે એક ભાડાંનું ઘર લીધું...
અને એ જ એરિયામાં એક નાની ભાડાની દૂકાન લીધી...
આમ કરતાં દસ વર્ષનો સમય સરી ગયો....
એ જાણીતાં એરિયામાં સોહન નું નામ થઈ ગયું એટલે એણે એક માણસ ને નોકરીએ રાખ્યો....
આ બાજુ કરશનભાઈ આઘાત માં બિમાર પડયા અને ટૂંકી માંદગી પછી દુનિયાને અલવિદા કરી ગયા...
હવે આગળનાં ભાગમાં શું આવશે એ માટે બીજા ભાગમાં શું આવશે એ જરૂર વાંચજો....
તમારો અમૂલ્ય પ્રતિભાવ જ મારાં લખવાની પ્રેરણા છે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....