શુંભમના વિચારો ખાલી દર્શનાને યાદ કરી રહયા હતા. તે સફર કેટલું બધી યાદો ને ફરી જીવીત કરી રહી હતી. એક વર્ષથી જેમની સાથે એકપણ વખત વાત નહોતી થઈ તે દર્શનાનો જયારે સવારે વહેલા ઉઠતા જ ગુડમોનિગનો મેસેજ આવ્યો તે જોઈને દિલ ફરી તેની ચાહતમા ખોવાઈ રહયું હતું.
બે દિવસનું કેટલું કામ પેન્ડિંગ પડયું હતું. શુંભમ દુકાને જતા જ સીધો કામમાં લાગી ગયો. કામની સાથે વિચારો પણ હતા. એક બાજું દર્શના સાથેનો પ્રેમ હતો અને બીજી બાજું સ્નેહા સાથે શરૂ થયેલી વાતો. કસ્ટમર સાથેની આપ લે મા વિચારો શુન્ય બની ગયા હતા. વચ્ચે કયારેક સ્નેહાનો મેસેજ આવી જતો પણ કામમાં તે એટલો વ્યસ્ત હતો કે તેમની પાસે કોઈ પણ મેસેજનો જવાબ આપવાનો સમય ના હતો.
આખો દિવસ વાતો વગરનો એમ જ કામમા પસાર થઈ ગયો. રાતે બધું જ કામ પતાવી સ્નેહાએ શુંભમને મેસેજ કર્યો. થોડીવાર પછી તરત જ શુંભમનો મેસેજ આવ્યો. આ વાતોનો સિલસિલો બંનેને કોઈ અલગ રાહ પર લઇ જવા આવ્યો હતો.
"એક વાત પુછું.....?" સ્નેહાએ મેસેજ કર્યો.
"હા." શુંભમે તેમનો ટુકમાં જ જવાબ આપ્યો.
"તમે કયારે કોઈને લવ કર્યો....??" સ્નેહાના આ સવાલ પર વાતો થંભી ગઈ.
શુંભમ પાસે આનો જવાબ નહીં હોય આ તો તે સ્નેહાને કંઈ કહેવા નહીં માગતો હોય. પળમાં તેના વિચારો દર્શના સાથેની કેટલી યાદોને ફરી જીવીત બનાવી રહયા હતા. કયાં સુધી શુંભમનો કંઈ જવાબ ના મળતા સ્નેહાના વિચારો પણ શરૂ થઈ ગયાં હતા. તેમને તરત જ બીજો મેસેજ ' સોરી ' લખી મોકલી દીધું.
થોડીવાર સુધી બંનેમાંથી કોઈએ કંઈ મેસેજ ના કર્યો. એમ જ બંને વિચારોની અંદર એકબીજા વિશે વિચારતા રહયા. થોડો સમય પછી સ્નેહાએ મેસેજ કર્યો.
"હેલો, શું થયું..??મે કંઈ ખરાબ પુછી લીધું....?"
"ના."
"તો જવાબ કેમ ના આપ્યો. "જાણે તેને આમ પુછવું થોડું પણ મુશકેલ નહોતું લાગી રહયું.
"તે કર્યો કયારે કોઈને પ્રેમ..??" શુંભમે એક સામો સવાલ કરી દીધો.
"ખબર નહીં. કોઈ એવું મળ્યું જ નહીં જેને કરી શકાય. તમે...??? સ્નેહાએ ફરી એકવાર પુછવાની કોશિશ કરી.
"પોતાની જાત કરતા પણ વધારે. "
"અત્યારે પણ કરો છો..??? પોતાના મનની તસ્લી માટે તે પુછી રહી હતી કે કંઈક જાણવા માટે તે તેને જ સમજાતું ના હતું.
" પ્રેમ કયા ખતમ થાય છે કયારે..!!!તે તો દિલના ખુણામાં હંમેશા જિવતો રહે છે. "
"શું હું જાણી શકું તમારી પ્રેમ કહાનીને......??"
"તે મારી કોલેજની કહાની છે. અમે બંને કાલે પણ સાથે જ હતા. " શુંભમના શબ્દો સ્નેહાની લાગણીને થોડીક ભાવુક બનાવી રહયા હતા.
"મેરેજ પણ તમારે તેની સાથે જ કરવાના હશે ને...?? " આટલા શબ્દો પુછવા માટે પણ તેને જાણે તકલીફ થઈ રહી હતી. ખબર નહીં કેમ પણ દિલને શાયદ આ વાત પસંદ ના આવી હોય કે તે કોઈ બીજાની સાથે.
"જે કંઈ હતું તે એક વર્ષ પહેલાં જ ખતમ થઈ ગયું. હવે અમારી વચ્ચે કઈ નથી. "
"ઓ...!!આ્ઈ એમ સોરી. "
"કહાની લાંબી છે તેને આમ મેસેજમા ના કહી શકાય. કાલે કોલ પર વાત કરીશું...!"
"ઓકે. બીજી વાતો તો થઈ શકે..?"
"હા. બોલ. "
"શું પ્રેમ લોકો ને કમજોર બનાવે છે..?? "
"જયાં સુધી સાથે હોય ત્યાં સુધી તો પ્રેમની દુનિયા બધાને રંગીન જ લાગે છે. પછી જયારે અચાનક જ બધું પુરુ થઈ જાય ત્યારે સૌથી વધારે નફરત પ્રેમ પર થાય છે. "
"તમને પણ તકલીફ થતી હશે ને...?? " એક અજીબ સવાલ તે પુછી રહી હતી જેનો કોઈ મતલબ ના હતો.
"જેને પોતાનાથી પણ વધારે પ્રેમ કર્યો હોય તે વ્યકિત એમ જ જિંદગીમાંથી જતું રહે તો તકલીફ તો થવાની જ છે. "
બંનેની વાતો રાતના મોડે સુધી એમ જ ચાલતી રહી. વાતોમાં સમયનો અંદાજો નહોતો આવી રહયો. કયાં સુધી વાતો કર્યા પછી બાઈ બોલી બંને સુઈ ગયા. સ્નેહાને તો હજું વાતો કરવી જ હતી. પણ શુંભમને બે દિવસનો ઉજાગરો હતો એટલે તે વધારે વાતો કરી શકે તેમ ના હતો.
આ એક એવો સંજોગ હતો જે શાયદ બંનેમાંથી કોઈએ વિચાર્યું ના હોય. ખાસ કરીને સ્નેહા માટે. જિંદગી પણ એક અજીબ પહેલી છે કયારે કોણ, કેવી રીતે મળી જતું હોય છે કોઈ નથી જાણતું. પણ, જયારે મળે છે ત્યારે તે કંઈક અજીબ વાતોની સાથે જોડાઈ જતી હોય છે.
સ્નેહાને હજું અંદાજો નથી કે તે શું કરી રહી છે. જે વ્યકિત તેમને ઠુકરાવી જતો રહયો છે તેજ વ્યકિત ને તે સમજવાની કોશિશ કરી રહી છે. આખી રાત તેમના વિચારો શુંભમની વાતોને યાદ કરી વહેતા રહયા.
આજની સવાર તેમની આખોમાં અનેક સપના લઇ ને આવ્યું હતું. કોઈ ઉમ્મીદનું કિરણ હજું દેખાય નહોતું રહયું પણ દિલ કહેતું હતું કે આ કહાની કંઈક અજીબ સફર તરફ લઇ જવા આવી છે. રૂટિન કામ પતાવી સ્નેહા ઓફિસ માટે ઘરેથી નિકળી. રસ્તામાં ચાલતા જ તેમને શુંભમને મેસેજ કર્યો. શુંભમે થોડિકવાર માટે રુકવાનું કહયું.
શુંભમ પાસેથી તેમની કહાની જાણવા તે વધારે ઉત્કૃષ્ટ હતી. રસ્તામાં ચાલતા બસ તેમના જ વિચારો હતા. 'શું હશે તેમની કહાની...?શું તે આટલો પ્રેમ કરતો હતો તો તેનાથી અલગ થવાનું કારણ શું હોય શકે...? શું પ્રેમ આટલો કમજોર અને ખોખલો હોય છે કે બીજીવાર કોઈના બંધનમા બંધાતા રોકી શકે..?' અવિચલ વહેતા તેમના વિચારો વચ્ચે જ શુંભમનો મેસેજ આવ્યો. " હવે કર હું બહાર છું."
મેસેજ વાંચી સ્નેહાએ તરત જ તેમને ફોન લગાવ્યો. હાઈ હેલોથી શરુ થતી તેમની વાતો સીધી જ કહાની તરફ આગળ વધી. દિલ અહેસાસ ભરી તડપી રહયું હતું. કંઈક કહી રહયું. તો કંઈક વાત સમજાવી પણ રહયું હતું.
"દર્શના સાથે મારી મુલાકાત કોલેજમાં થઈ. શરૂઆત એક દોસ્તીથી થઈ ને પછી તે દોસ્તી પ્રેમમાં પરિણમી ગઈ. એવું નહોતું કે આ ખાલી એકતરફનો જ પ્રેમ હતો. આ બંને બાજું થતી પ્રેમની લાગણી હતી જે અમને બંનેને એકબીજામા જોડી ગઈ. હું તેમને પાગલની જેમ પ્રેમ કરતો ને તે પણ મારા માટે જાનહાજુર હતી. કોલેજનું તે આખું વર્ષ અમે બંને એકબીજા સાથે રહયા. બીજા વર્ષ અચાનક તે બદલાવા લાગી. મને તેનું બદલાયેલું રુપ દેખાતું પણ પ્રેમ આગળ બધું નજરથી દુર હોય છે. તે ધીમે ધીમે એકદમ જ બદલાઈ ગઈ. મને જયારે ખ્યાલ આવ્યો ત્યારે શાયદ સમય વધારે જતો રહયો હતો ને તે મારા બેસ્ટ ફેન્ડ સાગરની સાથે જોડાઈ ગઈ. મને અંદાજો પણ ના આવ્યો કે તે મારી સાથે શું કરી ગઈ પણ જયારે મે જાણયું ત્યારે મને ખબર પડી કે અમારી ફેન્ડસીપ પહેલાંથી જ તેમની ફેન્ડસીપ હતી. " શુંભમ બોલતા બોલતા અટકી ગયો. તેમની આખોમાં શાયદ આસું પણ હતા.
શુંભમની વાતોમાં સ્નેહા પણ કયારે ઓફિસ આવી પહોંચી ગઈ તેનો પણ તેને અંદાજો નહોતો રહયો. વાતો હજું ચાલતી હતી. સ્નેહા શુંભમની તકલીફને મહેસુસ કરી રહી હતી. દિલ તેની વાતો સાંભળી વધારે ભાવુક થઈ રહયું હતું.
"પછી આગળ શું થયું...??" કયારથી ચુપ રહેલી સ્નેહાએ શુંભમને એક બીજો સવાલ કરી દીધો.
"એજ જે બધી જ લવસ્ટોરીમા થાય છે." શુંભમના અવાજમાં ખામોશી લાગી રહી હતી.
"મતલબ કે તમે હંમેશા માટે તેમનાથી દુર થઈ ગયા."
શુંભમના અવાજમાં ખામોશીની સાથે ખાલીપણ લાગી રહયું હતું. તેની પાસે આ સવાલનો જવાબ શાયદ ના હતો. કે પછી તે સ્નેહાને પુરી કહાની બતાવવા નહોતો માગી રહયો. થોડીવાર એમ જ ચુપી બંને વચ્ચે રહી ગઈ. ના સ્નેહા કંઈ પુછી શકી ના શુંભમ કંઈ વાત કરી શકયો. બંનેમાંથી કોઈ કંઈ બોલી ના શકયું ને સ્નેહાને બીજું કામ આવતા તેમને ફોન કટ કરવો પડયો.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમ વચ્ચે શરૂ થયેલો વાતોનો સિલસિલો પ્રેમ સફર સુધી પહોંચે કે અહીં જ થંભી થશે...??શું સ્નેહા એક એવા છોકરાને પસંદ કરશે જેની જિંદગીમાં ઓલરેડી કોઈ છે..?? હજું દર્શના ની કહાની થોડી અધુરી છે ત્યારે શું સ્નેહા તેની કહાની પુરી જાણી શકશે..??શું હશે હકીકત શુંભમ અને દર્શના વચ્ચેની..?? શું થશે આગળ આ કહાનીમાં તે જોવા વાંચતા રહો "લાગણીભીનો પ્રેમનો અહેસાસ"