Fari Mohhabat - 13 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | ફરી મોહબ્બત - 13

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

ફરી મોહબ્બત - 13

“ફરી મોહબ્બત”

ભાગ : ૧૩


"હા મમ્મી બોલો..!!" અનયે બૂમ સાંભળતા કહ્યું.

"દિકરા વહુ સાથે હોલમાં આવ. બાજુવાળા સોહન અંકલ મળવા આવ્યાં છે." અનયનાં મોમ કહીને જતા રહ્યાં. અનય ડોળા કાઢીને ઈવા તરફ જોવા લાગ્યો. એક નજર સાગર પર ફેંકી પછી દરવાજા પર આવીને કહ્યું, " આવીએ મમ્મી..!!"

સાગર ઝટથી ઊભો થયો," ચાલ હું જાઉં યાર. આ લે તારું ગિફ્ટ..સ્પેશ્યલ બહારનું છે." સાગરે ખિસ્સામાંથી એક નાનકડી કાચની સ્ટાઈલિશ બોટલ ધરી.

"શું છે?" અનયે ફરી આશ્ચર્યથી સાગર તરફ જોતાં પૂછ્યું.

" લો ભાભી તમે જ પીવડાવજો." ઈવાને બોટલ ધરતાં સાગરે કહ્યું.

" અરે શું છે તને...હું નથી લેતો ડ્રિંક..!!" એટલું કહીને અનયે બીયરની બંને ખાલી બોટલને ઊંચકીને કબોર્ડની પાછળ સંતાડી.

" ઈવાભાભીના હાથે થી તો પીઈશ જ ને... ભાભી એને ડ્રિંક બનાવી આપજો." સાગર મજાક કરતો દરવાજો ખોલવા જતો જ હતો પણ એ પાછો ફર્યો. અનયનાં કાનમાં ગુપસૂપ કરતા કહી ગયો, " ઓલી મૂવી પહેલા જોઈ લેજે."

" હા જા જોઈ લઈશ. સોનલભાભી રાહ જોતી હશે તારી." અનય સાગરને જબરજસ્તી કરીને ધક્કો મારીને બહાર કાઢતો હોય તેમ હડસેલ્યો.

" બહુ જલ્દી છે યાર તને." સાગર બોલ્યો અને ટહાકા સાથે હસ્યો, " ચલ, બાય. ઓલ ધ બેસ્ટ."

"જાડીયો..!! એક્સાઈટેડ તો એવો થઈ રહ્યો છે જાણે એના જ મેરેજની પહેલી રાત હોય." મનમાં જ અનય બોલ્યો અને હસ્યો. દરવાજો થોડો આડો કર્યો અને તરત ઈવા પાસે ગયો, " શું કરવું છે?? મળવા જવાનું છે ?"

ઈવાએ કશું કહ્યું નહીં. પણ ઈવાનો અણગમો ચહેરો પોતે વાંચી લીધો હોય તેમ કહ્યું, " હું અંકલને મળીને આવું છું." અનય ઝડપથી દરવાજો વાસીને ગયો. દસેક મિનીટ બાદ એ પાછો બેડરૂમમાં ફર્યો. એની નજર ટેબલ પર પડી. ઈવાએ બે ગ્લાસ ડ્રિંકનાં બનાવીને રાખ્યા હતાં.

"ઈવા...!!" અનયે કહ્યું.

" અનય હું તારી જ રાહ જોતી હતી. આપણે બંને ડ્રિંક કરીએ." ઈવાએ પ્રેમથી કહ્યું.

" હવે આ શું માંડ્યું છે. સાગરની ક્યાં વાત માને છે." અનય ખિજાયો. " હું નથી લેતો ઈવા. ડ્રિંક્સ..!!"

"ફક્ત એક ગ્લાસ..!! આપણા મેરેજનું સેલિબ્રેટ..!!" ઈવાએ નશીલા સ્વરે ગ્લાસ આપતાં કહ્યું. પોતે પણ એક ગ્લાસ ઉઠાવ્યો. અનય ઈવાની આંખોથી સંમોહિત થયો હોય તેમ ગ્લાસ તરત જ લઈ લીધો અને એની આંખોમાં જ જોઈને એક ઘૂંટડો જોરથી પી જતાં જ એના ફેફસામાં દાહ ઉપજી. એ ખાસવા લાગ્યો.

" એવું નહીં અનય..!! એકદમ ધીમે ધીમે પી." ચિયર્સ કરતાં પોતાનો ગ્લાસ અનય સાથે ટકરાવ્યો. ધીમેથી પોતાના ગ્લાસ પર હોઠ મૂકી એક ઘૂંટડો લીધો, " જો આવી રીતે પી." ઈવા અનયને શીખવાડતી હોય તેમ કહેતી ગઈ. એ બોટલ પણ એવી રીતે જ સમાપ્ત થઈ. અનયે એને પણ કબોર્ટની પાછળ સંતાડી.

ઈવાને માથું ચડ્યું છે એ બહાનું આપી અનયે બેડરૂમનો દરવાજો બંધ જ રાખ્યો. બે કલાક બાદ બેડરૂમમાં જ બંનેએ ભોજન લીધું. અનયે ઈવાને ખૂબ જ પ્રેમથી ચમચથી ભોજન ખવડાવ્યું. અનય તો આ બધું જ સપનું હોય તેમ ફીલ કરી રહ્યો હતો. આ બધું જ ફ્રી થતા રાતના બાર વાગી ગયા. ઈવા એકવાર ફરી ફ્રેશ થઈને આવી. એને ડ્રેસ ચેન્જ કરીને મરૂન રંગનો નાઈટ સૂટ પહેર્યો. એની કપાળમાં ભરેલી માંગ, ગળામાં પહેરેલું મંગળસૂત્ર હાથમાં પહેરેલો લાલ ગોલ્ડન રંગનો ચૂડો.. હાથમાં મૂકેલી મહેંદી!! ઈવાનું સમસ્ત દેહ અનયને વધુ આકર્ષિત કરી રહ્યું હતું.

"ઈવા તું ખરેખર.....!!" એકીટશે જોઈ રહેલો અનય બોલતાં થંભી ગયો. પછી થોડી જ મિનીટમાં ઈવાના ચહેરા પર મરીમીટેલો અનય બોલી ઉઠ્યો , "મને ખરેખર શબ્દ નથી જડતા. તું..તું અદ્ભૂત છે ઈવા..!!"

" થેંક યુ. વધારે પડતી તારીફ થઈ ગઈ." કહીને ઈવા હસીને બેડ પર ગોઠવાઈ.

"ઈન્ડિયન ગર્લ, દુલહન થાય એટલે ખૂબસૂરતી આપમેળે આવી જ જાય..!! આ ચમક તમારા ચહેરા પર કેવી રીતે આવતી હશે!! અને તારી ખૂબસૂરતીની તો વાત જ શું કરવાનું!!" અનય તારીફ કરતો જ જતો હતો.

"થેંક યુ. બસ..!! હવે સૂઈ જાઓ. આપણે બંને થાક્યાં છીએ." ઈવા એટલું કહીને બેડ પર લંબાવ્યું અને મોબાઈલ પર એની આંગળીઓ ફરવા લાગી.

" નખરા જુઓ મેડમના..!! ફર્સ્ટ સામેથી તું જ આવ. એવું જ ઈચ્છતી હશે. એટલે ઇગ્નોર કરી રહી છે મને..!!" અનય મનમાં જ બબડયો. પછી એકાએક એટેચ બાથરૂમ તરફ ફ્રેશ થવા જતો રહ્યો. ઓહ ગોડ એનું દિલ દિમાગ ફાસ્ટ ચાલવા શું રેસ લગાડવા લાગ્યું..વિચારોનું રેસ..!! સપના મીઠી રાત્રીના...!! સપના ફર્સ્ટ ટાઈમ સેક્સ વિષેના..!! સપના વાઈફ સાથે શારીરિક સંબંધ બાંધવા માટેના..!! આખરે એ પળ ખૂબ જ નજદીક આવી ગઈ હતી. અનય બાથરૂમમાં જ સપનામાં રાચતો રહ્યો, " મારી જેમ ઈવા પણ મને પ્યાર કરવા માટે તડપતી હશે ને..એને પણ મારી જેમ જ દિલમાં કશુંક થઈ રહ્યું હશે ને..!! મારા રોમેરોમમાં જે ઈવાને પામવાની ઈચ્છા થનગની રહી છે એવી જ તડપ થી ઈવા પણ અત્યારે પસાર થઈ રહી હશે ને...!!" એ વિચારોથી અળગો થયો. ફ્રેશ થઈને ઝડપથી શોર્ટ્સ અને સિવિલેષ ટીશર્ટ પહેરીને બાથરૂમમાંથી આવ્યો. ઈવાની નજર હજુ પણ મોબાઈલમાં જ હતી.

" ઈવા..!! કમ ઓન યાર..થોડી મારા પર પણ નજર નાંખ." અનય બેડ પર બેસ્યો. ઈવાએ મોબાઈલ સ્વિચ ઓફ કરીને બાજુમાં મૂકી દીધો. અનયના દિલમાં પ્રણયના લડડું ફૂટતાં જ જતા હતાં..!! ઓફકોર્સ આજ અનયની હનીમૂનની ફર્સ્ટ નાઈટ હતી..!!

" ઈવા..આય લવ યુ.." ઝૂકીને અનયે ઈવાના કપાળ પર મીઠી કિસ કરી.

" આખરે આપણા બંનેના મેરેજ થઈ જ ગયા. તું ખૂશ તો છે ને..!!" અનયે પૂછ્યું.

" હા ખૂશ છું. હવે સૂઈ જાઓ." ઈવાએ પડખું ફેરવ્યું.

" ઓહ ડાર્લિંગ આજે એટલા નખરા નહીં ઉઠાવી શકીશ. આજે હું કન્ટ્રોલમાં નહીં રહું. ના તો મારે હવે એવી કન્ટ્રોલ કરવાની જરૂરત છે." પડખું ફેરવીને સૂતેલી ઈવાના ગાલ પર કિસ કરતાં અનયે કહ્યું.

"અનય પ્લીઝ સુઈ જા. હું થાકી છું." ઈવાએ કંટાળતાં જવાબ આપ્યો.

"પણ બેબી હનીમૂન માટે આપણે બહાર જવા માટેનું બંનેએ નક્કી કરીને ટાળ્યું છે ને.!! બીકોઝ તારું અને મારું બંનેનું સિઝનલ વર્ક આવી પડ્યું છે એટલે..હા પણ કામ પતે એટલે આપણે જઈશું તો ખરા જ!!" અનયે ઈવાનો હાથ ચૂમતા કહ્યું. તે જ પળે તે જ સમયે ઈવા ઝડપથી બેઠી થઈ ગઈ અને છાતી પર ધક્કો મારીને હડસેલી દેતાં કહ્યું, “મને આજ પછી ટચ નહીં કરતો.”


(ક્રમશ)