The Corporate Evil - 3 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-3

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-3

નીલાંગ અને નીલાંગીનું બંન્નેનું રીઝલ્ટ ખૂબ સરસ આવેલું બંન્નેએ નક્કી કર્યા પ્રમાણે કોલેજથી સીધાં જ બાલકનાથ બાબાનાં મંદિર દર્શન કરવા અને પ્રાર્થના કરવા આવેલાં બંન્ને જણાંનાં સંવાદ ચાલી રહેલાં ભવિષ્યની સફળતાની કામના કરી રહેલાં.
ખડખડાટ હસતી નીલાંગીને નીલાંગ જોઇ રહેલો એણે નીલાંગીને કહ્યું "ચલો મેડમ ચૌપાટી ફરીને પછી લોકલ પકડીશું ને ? સપનોમાં મૂડમાંથી બહાર આવો અને વાસ્તવિક જગતમાં પગલાં પાડો. અને થોડું હાસ્ય અને થોડી ઉદાસી બંન્નેનું મિશ્રણ થઇ ગયું અને બંન્ને જણાં એકબીજાનો હાથ પકડીને ચાલતાં ચાલતાં ચૌપાટી તરફ આગળ વધ્યાં.
દરિયા કિનારે પહોચ્યાં પછી બંન્ને જણાં દરિયાનાં પાણીની સામે જ પાણીથી થોડાં દૂર બેસીને દરિયાને જોઇ રહેલાં સતત નજર દરિયા તરફ હતી. ધૂધવતો દરિયો દરેક મોજાએ જાણે જુદો જુદો અવાજ કરી રહેલો.
બંન્ને જણાંનું મૌન માત્ર દરિયાનો ઘુઘવાટ જ સાંભળી રહેલું અને મનમાં વિચારોનું તુમુલ યુધ્ધ જાણે ચાલી રહેલું અને નીલાંગીએ નીલાંગ તરફ જોતાં કહ્યું નીલુ આટલો વિશાળ દરિયો એની પાસે આટલું ભર્યું ભર્યુ જળ નથી કોઇ ચિંતા નથી અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ છતાં એ આટલો ઘુંઘવાટ ભર્યો ઘોંઘાટ કેમ કરે છે ? શેનાં માટે એનાં મોજા કિનારે આવી આવીને માથાં પછાડે છે ? એની શું ફરિયાદ છે એની ?
નીલાંગે નીલાંગીની આંખોમાં જોઇને કહ્યું "મને તારી આંખોની કીકીમાં આજ દરિયો દેખાય છે કેટલો ધૂધવતો કંઇક કહેતો કંઇક સંજ્ઞા બતાવી સમજાવવા પ્રયત્ન કરે છે કઇ ઓછપ છે ? શેની તૃષા છે ? એ અતૃપ્તિની અકળામણ અને પીડા હું સ્પષ્ટ જોઊં છું શું છે મનમાં બોલને ?
નીલાંગને સાંભળીને નીલાંગીની આંખોમાં આંસુ ઘસી આવ્યાં. નીલાંગે એનાં માથે હાથ ફેરવીને એને પોતાની છાતીમાં ખેંચી લીધી. અને બોલ્યો "કેમ આટલું ઓછું લાવે છે ? શેની આટલી વધી પીડા છે ? હું ઘણાં સમયથી જોઊં છું તારાં હૃદયમાં કોઇ ધધકતો લાવા છે બોલ આજે કહી દે બધું મને...
હીબકાં ભતી નીલાંગી બોલી "નીલુ મારાંથી આ ગરીબી આ અછત ઓશિયાળાપણું વારંવાર બધાંના ઉપકારનાં ભાર નીચે દબાવુ નથી ગમતું હું હવે થાકી છું હારી છું... નીલાંગે એને બોલવા દીધી એનાં માંથે હાથ ફેરવતો રહ્યો. નીલાંગી એ કહ્યું છેલ્લા 3 દિવસથી ઘરમાં પૈસા નથી માં જેનું કામ કરે છે એણે હજી પૈસા નથી આપ્યાં સીવવાનું કામ કરે છે એ પૈસા નથી આપી ગયાં એમની પાસે પણ પૈસા નથી શું કરું ? પાપાનાં પૈસા ભાડુ ભરવામાં મારાં ભાડામાં અને ઘરની વસ્તુઓ લાવવામાં વપરાઇ જાય છે વધારોનો ખર્ચ માં પુરો કરે છે હું જુવાન જોધ છોકરી કશા કામની નથી.. નીલુ તને શું કહુ મને કહેતાં શરમ આવે છે.. પણ તારાંથી સું સંકોચ ? મારી પાસે મારાં પીરીયર્ડ સમયનાં પેડ લાવવા પૈસા નથી હું કેવી રીતે ગાભાડૂચામાં મેનેજ કરુ છું મારુ મન જાણે છે મને શરમ આવે છે શરમથી પણ નીચેની ધરતી સરકી જાય છે મને રાત રાત ઊંઘ નથી આવતી ઘરમાં તેલ ખૂટે - ઘી ખૂટે બધુજ સાદુ સાદુ ખાવાનું લાવવા પૈસા ના હોય બાજુમાંથી કેટલી વાર માંગી લાવુ બધાની નજરમાં ચઢીએ તો જાત સાચવવાની ચિંતા આ ગરીબી નથી આ ગરીબી શ્રાપ છે શ્રાપ.
હમણાંથી પૈસા નહોતાં આવ્યાં બે વાર મેં વાસણ વેચ્યાં છે આમને આમ ઘર ખાલી થઇ રહ્યુ છે માં અને બાપ બંન્ને વિવશ છે બંન્ને જણાં એમની શક્તિ પ્રમાણે મહેનત અને વ્યવસ્થા કરે છે પણ આ મુંબઇનગરી ધનીકોની નગરી છે આપણાં જેવા લોઅર મીડલ કલાસ મરવા માટે અહીં જન્મે છે ગલી ગૂંચી ચાલીઓમાં સબડવા માટે આરોગ્ય સાચવી ના શકીએ એવો માહોલ અને એવો મહોલ્લો.. સાલી આ તે કંઇ જીંદગી છે ?
નીલાંગે થોડો વખત એને બોલવા દીધી એની આંખો લૂછી આક્રોશ ઠંડો પડ્યો પછી બોલ્યો અહીં એવું જ છેને નીલો તને ખબર છે આઇ કેટલું કામ કરે છે ? બધાંનાં ઘરે કામ કરવા જાય છે.. અનાજ સાફ કરવા જાય છે. જે કામ મળે એ કરે છે. બાબા તો છે નહીં હું અને આઇ આખો વખત બે રૂમનાં ઘરમાં સબડીએ છીએ. ક્યારે દિવસ બદલાશે ખબર નથી.. પણ હવે એ નક્કી છે કે વેળાસર જે મળે એ નોકરી એકવાર લેવી પડશે પછી સારી શોધીશું એકવાર ઘરમાં પૈસા આવે આગળ કોર્ષ માટે ફી ભરવાની છે હવે તો બધાં મારાં પાસ થવાની રાહ જોતાં હતાં.
આઇ તો હું મોટો થઇ ગ્રેજ્યુએટ થઉ એ દિવસની રાહ જોતી બેઠી છે એનો શ્વાસ ગળે આવી ગયો ચે આજે ઘરે જઇશ એને શાંતિ થશે કે એણે એની ફરજ પુરી કરી. નીલો હું કાલથી નોકરી શોધવા માંડીશ એ રઘુભાઇ ભલે ચા નો સ્ટોલ ચલાવે છે પણ ભડ માણસ છે આજે સવારે જ મારાં માંગ્યા વિના એણે 50ની નોટ મારાં હાથમાં મૂકી હતી. એય યે રખ કરીને વીશ કરેલું કે તું રીઝલ્ટ ચંગા લેકર આના તેરે પે બહોત આશા હૈ.
મેં કીધેલું ભાઉ ચંગા હી આયેગા ચિંતા મત કરો અને 50 ની નોટ મેં ના પાડી તો કહે" અરે રખ તું જબ જોબ પે લગેગા વસૂલ કર લૂંગા મેં વસૂલી બહોત અચ્છી તરહ કરતાં હૂં અને લોકલ આવી દોડીને હું ચઢી ગયો મારી નજર રઘુભાઇ પર પડી એ એમની આંખો લૂછતાં હતાં ખાસ સગાથી ઊંચા આવાં સગા હોય છે.
નીલાંગી કહ્યું "સારું છે રઘુભાઇ સાથે તારે દોસ્તી છે અને આઇ નો પણ ખ્યાલ રાખે છે તું કહે છે હું પણ આજે ઘરે જઇને આઇ બાબાને કહેવાની છું કે તમે ચિંતા ના કરો હું જલ્દી જોબ શોધી લઇશ.
નીલૂ મારાં સ્વપ્ન એવાં છે કે હું એટલુ કામ કરુ કે મારાં આઇ બાબાને આ વસ્તીમાંથી બહાર કાઢીને અંધેરી પારલામાં એક મસ્ત ફલેટમાં રાખુ એમને ખૂબ સુખ આપું હું ખૂબ પૈસા કમાઉ બધીજ લકઝરી ચીજો વસ્તુઓ મારી પાસે હોય પૈસાની કોઇ ખેંચ નહીં પીડા નહી સારાં સારાં ડ્રેસ પહેરું મોંઘી મોઘી જવેલરી પહેરુ વાહ અને ખાસ સારામાં સારું પર્સ લાવુ મને પર્સનો ખૂબ શોખ છે જોને આ પર્સ કોલેજનાં એડમીશન લીધુ ત્યારનું છે... એક 30-50 રૂપિયા હું કાઢી નથી શક્તી.
નીલાંગી ફરી પાછી ઇમોશનલ થઇ અને નીલાંગે કહ્યું "એય બસ કર હવે તો આ દરિયાદેવે પણ બધુ સાંભળી લીધુ છે હવે એમની ફરિયાદ પીડા ભૂલી ગયાં છે તને સાંભળ્યાં સાંભળતાં શાંત થઇ ગયાં છે.
નીલાંગી સાંભળીને હસી પડી અને નીલાંગને ગાલ પર કીસી કરીને બોલી એય તું બહુ લૂચ્ચો છે લવ યું.
નીલાંગે એનો ચહેરો ફરીથી એની છાતીમાં દબાવીને કપાળ પર ચુંબન કરીને કહ્યું અરે યાર ઐયાશીતો બાકી છે હજી આપણે તો રોદણાં જ રોયા છે એણે ભૈયાજીને બૂમ પાડીને ક્યુ "ભૈયાજી ઇધર આના.. અને 20ની નોટ રૂઆબથી પકડાવીને કહ્યુ 20 રૂપિયેકા ચના જોરગરમ બનાઓ ઓર મસાલા લીબુ ઠીક સે ડાલનાં.
નીલાંગી નીલાંગની બોલવાન સ્ટાઇલ જોઇને હસી રહી હતી એણે કહ્યું "20 રૂ..માં નું આટલો રૂઆબ કરે છે તો વીસ હજારમાં તું શું કરીશ ? અને બંન્ને જણાં હસી પડ્યાં. અને ચનાજોર ગરમ ખાવા લાગ્યાં.
નીલાંગીએ ચનાજોર ગરમ ખાતાં ખાતાં કહ્યું "નીલાંગ જ્યારથી તું મારી જીંદગીમાં આવ્યો છે જે પીડા તકલીફ ઓછી લાગે છે ભલે દૂર નથી થતી પણ હળવાશ થી લઇ શકું છું ભૂલી શકું છું તું મારો સાચો દોસ્ત છે લવ યું.
નીલાંગે કહ્યું "બસ સાચો દોસ્ત ? તારો પ્રેમી છું તારી પાછલ પાગલ છું. નીલાંગી એ મસ્તી કરતાં કહ્યું "એય કેમ દોસ્તનું સ્ટેટસ ઓછું પડ્યું ? બસ તું જે કહે એ તું મારાં માટે છે. બોલ શું કહું ? તું શું છે મારો ?
નીલાંગે નીલાંગીની આંખોમાં જોતાં કહ્યું "એય નીલો તું મારાં માટે સર્વસ્વ અને હું તારાં માટે સર્વસ્વ. સર્વસ્વમાં બધાંજ નામ ઉપનામ સંબંધ-સંવોધન બધુ જ આવી ગયું કંઇ બાકી નથી રહેતું.
તારાં સ્વપ્ના મેં ચાવીને પચાવ્યાં છે અને મારાં તેં એટલે આપણાં જીવનમાં કોઇ ગેરસમજ નહીં થાય બસ એક જ કાળજી રાખવાની કે કોઇપણ કારણે આપણે એકબીજાનું ક્યારેય અપમાન ના કરી બેસીએ અને માન ઘવાય એવુ ના કરીએ. નીલાંગી નીલાંગ સામે જોઇ રહી....
વધુ આવતા અંકે ---પ્રકરણ-4