Learn to live in Gujarati Human Science by Tanu Kadri books and stories PDF | Learn to live

Featured Books
Categories
Share

Learn to live

જીવન જીવવા માટે સૌથી અગત્ય નું કઈક હોય તો એ જીવન જીવવા ની રીત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે મનુષ્ય માં નિરાશા, હતાશા આવેલ છે એ મનોવૈજ્ઞાનિકો માટે તપાસ નો વિષય બની ગયો છે. જેમ જેમ વ્યક્તિ પ્રગતિ કરતો જાય છે તેમ તેમ એ હતાશા માં ડૂબતો જાય છે. આજ ના સમય માં એક તરફ તો વ્યક્તિ પાસે દરેક સુખ સગવગ છે, એ ઈચ્છે એ બધું મેળવી શકે. પરંતુ એને મન ની શાંતિ મેળવવી મુશ્કેલ થઈ જાય છે. કેમ માનવીને આટલી સુખી અવસ્થામાં હોવા છતાં નિરાશા માં જીવવું પડે છે એ સમજવું ખુબ જ અગત્યનું છે. આ નિરાશા, આ અંધકાર, આ નિષ્ફ્ળતા ખુબ જ આસાની થી દૂર થઈ શકે છે જો વ્યક્તિ એની જીવવાની રીત બદલી નાખે. અને એ માટે ખુબજ જરૂરી છે કે વ્યક્તિ જીવતા શીખી જાય.
જયારે મનુષ્ય જીવવાની રીત શીખી જશે ત્યારથી એની નિષ્ફળતા, અંધકાર, નિરાશા બધું જ દૂર થઇ જશે. સૌથી પહેલા તો સમજી લો કે તમે જે છો અને જ્યાં છો જે કન્ડિશન જે હાલત માં છો ત્યાં પહોંચવા માટે કરોડો લોકો સપના જુએ છે. એનો મતલબ એ થયો કે કરોડો લોકો ના આઇડલ છો તમે. આ કરતા વધુ શું જોઈએ એક વ્યક્તિ ને એની લાઈફ માં ? કરોડો લોકો ની ડ્રિમ લાઈફ તમે જીવો છો. તમારી - આપણી આજુ બાજુ એવા લોકો હોય છે કે જેમની પાસે રહેવા માટે ઘર નથી. રસ્તા ઉપર ઝુંપડા બાંધી જીવતા લોકો ની સામે જો તમારી પાસે 1BHK હોય તો તમે રાજા બની ને જીવો છો એમ સમજવું. કરોડો લોકો એવા છે જેમની પાસે જમવા માટે કઈ નથી. કચરા માં ફેંકેલો ખોરાક શોધીને એ જમતા હોય એની સામે જો આપણને ગરમ રોટલી અને શાક મળી જાય તો આપણે રાજા કહેવાઇયે . કરોડો લોકો એવા છે જેમની પાસે થીગડાં લગાડવા તો દૂર પહેનવા માટે કપડાં નથી આજ પરિસ્થિતિ માં જો આપણે 50 રૂપિયા મીટર વાળો કપડા પહેનતા હોઈએ તો આપણે રાજા કહેવાઈએ.
થોડુંક વિચારો કેવા કેવા લોકો હોય છે અને કેવી રીતે જીવે છે. રાત્રે ઊંઘના આવતી હોય એ વિચારીને કે કાલે શું કરીશું ? એ પરિસ્થિતિમાં આપણે માત્ર મોબાઈલ લઇ ને જાગતા હોઈએ તો આપણે રાજા છીએ. આ બાબતો દર્શાવે છે કે તમે સુખી લાઈફ જીવો છ, તો પછી નિરાશા શેની ? હતાશા શા માટે ? દરેક વ્યક્તિ ને મુકેશ અંબાણી નથી બનવું પણ જો એ તમે છો એવા પણ બની જાય તો એમને મન તો કરોડો ની લોટરી લાગી જાય. એવું નહિ કે જરૂરિયાત પુરી ન કરવી, એના માટે ના નથી પણ એ જરૂરિયાત પુરી કરતા કરતા જે લાઈફ જીવવાનું ભૂલી ગયા છીએ એ ખોટું છે. શેખ શા'દ નામના સૂફી સંત જૂતા ફાટી ગયા હોવાથી નમાજ પઢવા જવામાં શરમ અનુભવે છે, પણ નમાઝ પઢવી જરૂરી હોવાથી એ મસ્જિદમાં જાય છે જ્યાં એ એક અપંગ ભિખારી ને જુએ છે અને તરત ઈશ્વર ની માફી માગે છે અને કહે છે કે હું તો ખુબજ નશીબદાર છું કે મારી પાસે તો જૂતા નથી પણ આ ફકીર ને તો પગ જ નથી. ( આ ખુબ જ પ્રચલિત વાર્તા છે ) કહેવાનું તાત્પર્ય એવું છે કે જેની પાસે કઈ નથી એ લોકોના વિશે વિચારવામાં આવે તો આપણી 90% હતાશા દૂર થઇ જાય.
નોકરી, ઘર, ગાડી બધું મેળવી લીધું તો પણ જો મન માં હતાશા નિરાશા હોય તો કંઈક એવું કરો કે જે તમારા મનને શાંત કરે. તમારા એ શોખ પુરા કરો જે માટે તમે ક્યારેક વિચાર્યું હતું. અને એ શોખ પુરા ન કરી શક્યા તમારી જિમ્મેદારીઓ નિભાવવામાં. ક્યારેક વિચાર્યું હોય કે ડાન્સ સીખવામાં મજા આવે છે પણ એ મજા તમે સંજોગો ને લીધે માની નથી તો હવે ડાન્સ શીખવાનું શરુ કરો. સોંગ્સ ગાવા નું મન ચાહે તો ગાવાનું શરુ કરો. પચાસ વર્ષની ઉમર થઇ અને વિચાર આવ્યો કે છેલ્લા પચાસ વર્ષમાં ક્યારેય પર્વતારોહણ તો કર્યું જ નથી તો બોસ સમય ના બગાડો અને ઉપડી જાવ. થોડીક તકલીફ પડશે પણ એમાં જે શાંતિ મળશે એ તમને બીજા પચાસ વર્ષ જીવવા માટે ઓક્સિજન આપશે.
તમારા વિચાર થી થોડુંક ભૂકંપ ઘર માં અને આજુ બાજુ માં આવશે. પણ એ આંચકા ને સહી લેજો. એ ના વિચારો કે આજુ બાજુ ના લોકો શું વિચારશે. લોકોનું કામ વિચારવાનું જ઼ છે તમારા વિશે. મન ની શાંતિ આપતા નિર્ણયોને તરત હ અમલમાં મુકો, સાચું જ કહું છું તમને એટલો આનંદ મળશે જેટલો તમને તમારી ફસ્ટ કાર ખરીદતા પણ નહીં મળ્યું હોય.
જો તમારા મન માં એવું હોય કે સમય વહી ગયો છે હવે પાછો નહીં આવે તો મારી વાત માનો અને જે સમયે જે કરવાનું મન થાય એ કરી લો. કેટલાય ઉદાહરણ એવા છે જેમને સમય વહી ગયા પછી પણ લાઈફ ને પોઝેટીવ લઈ આંનદ મેળવ્યો છે .