Pagrav - 17 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 17

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

પગરવ - 17

પગરવ

પ્રકરણ – ૧૭

સુહાની એ જ ઘરે પહોંચી જ્યાં એણે લગ્ન બાદ સમર્થ સાથે રહેવા જવાનું નક્કી કર્યું હતું...એ ઘરનાં બારણે આવતાં જ બે ઘડી એનાં કદમ અટકી ગયાં એને સમર્થની એ પ્રેમભરી વાતો યાદ આવી ગઈ.

સમર્થ કહેતો હતો કે, " સુહાની લગ્ન પછી આપણી પરંપરાગત રીતે મુજબ જે વિધિ જશે એ બરાબર છે પણ અમારાં ઘરનાં સંસ્કારો અને મારા મમ્મી પપ્પા વચ્ચેના સમજણભર્યા પ્રેમ વચ્ચેથી જે રીતે સુંદર દાંપત્યજીવન કેવી રીતે જીવવું એ શીખ્યો છું એ મુજબ આપણે કરીશું..."

સુહાની : " એવું કેવી રીતે જીવે છે એ લોકો ?? મેં પણ જોયું છે એમની વચ્ચે જાણે અન્ડરસ્ટેન્ડિંગ સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચે જોવાં મળતી હોય એના કરતાં કંઈ વધારે છે એવું તો મને પણ આટલાં સમયમાં ચોક્કસથી જોવાં મળ્યું છે... તું મને પણ તો કહે....કે એવું શું રહસ્ય છે એમની વચ્ચે..."

સમર્થે પ્રેમથી સુહાનીનો હાથ પકડીને કહ્યું, " અહંકારનો અભાવને, પ્રેમનો અનહદ વરસાદ... એમની વચ્ચે ક્યારેય કોઈ વસ્તુનો ઈગો નથી જોયો. વધારે એવું જોવાં મળતું હોય કે જ્યારે બે ય જણાં જોબ કરતાં હોય સારું એવું કમાતાં હોય ત્યારે એકબીજાંને અહમ નડે. પત્ની એવું વિચારતી હોય કે હું પણ જોબ કરું છું હું પણ કમાઉં છું તો હું એકલી જ શું કામ બધું કામકાજ સંભાળું...બેય ને કરવાનું.. જ્યારે આપણાં પુરૂષપ્રધાન સમાજમાં જ્યારે પુરુષ ઘરનાં કામ ઘરે તો એ વસ્તુ જાણે સારી ન ગણાય...એક પુરૂષનો અહમ જાણે એમાં ઘવાય...પણ એ જ વસ્તુ એમના દીકરા કે દીકરી વિદેશમાં જઈને પોતાનાં માટે તો ઠીક કરે પણ નોકરી પણ એવી હોય કે ત્યાં કોઈનાં ઘરે કે હોટેલમાં જઈને આવાં કામ કરે તો કંઈ વાંધો ન આવે...એ તો કહેવાય કે એ તો વિદેશમાં રહે છે...તો કરવું પડે એમ કહીને વડીલો પણ વાત દબાવી દે. આથી જ સમાજની અમૂક ન બદલી શકાય એવી માન્યતાઓથી દૂર રહેવા માટે જ એ લોકો શહેરમાં રહેતાં હતાં."

સુહાની : " મને તો એમ કે એમની જોબ અને વળી બંને થોડાં મોર્ડન હોવાથી એ લોકો શહેરમાં રહેવાનું પસંદ કરતા હશે..‌એમને ગામડામાં ફાવે નહીં એટલે..."

સમર્થ : " ના બંનેને એવું કંઈ જ નથી. મેં નાનપણથી ઘરમાં જોયું છે કે કોઈ પણ કામ બાબતે મમ્મી પપ્પા વચ્ચે એવું નહોતું કે આ કામ કોઈ એક વ્યક્તિ જ કરે. મેં જોયું છે કે બંનેને જવાનું હોય ઓફિસ તો બે ય જણાં ઉઠીને સવારથી સાથે જ કામ કરતાં હોય... હળીમળીને કામ કરી લે... એવું નહીં કે જવાનાં સમય સુધી મમ્મી દોડધામ કરીને કામ કર્યા કરતી હોય અને પપ્પા છેક જવાનાં સમય સુધી પેપર વાંચીને ફક્ત પોતે જ તૈયાર થાય...ને આરામથી ઓર્ડર કર્યાં કરે... બધું કામ પતાવીને સાથે જ નાસ્તો હોય કે જમવાનું હોય કોઈ દિવસ બંને એકલા જમે નહીં. ઘણીવાર મારી સ્કુલને કારણે મારે મોડું થાય તો મારી રાહ જોઈને બંને જણાં બેસી રહે...!!"

સુહાની : " તારાં દાદા દાદી આવતાં હશે તો એમને તો આવું સારૂં નહીં લાગતું હોય ને ?? "

સમર્થ : " થતું શરૂઆતમાં એમને પણ એવું લાગતું. એક બે વાર બાએ કહ્યું પણ હતું મમ્મીને કે, " સવિતા સ્ત્રી ગમે તેટલું કમાતી હોય પણ રોટલા કરવાં કે અમૂક વસ્તુઓ સ્ત્રીને જ શોભે... પુરૂષજાત કરે એ શોભા ન દે..આપણે ક્યાં રૂપિયાની કમી છે એવું હોય તો નોકરી છોડી દેવાની..."

ને મમ્મીએ તો ઘરમાં માથાકૂટ થશે એમ વિચારીને કંઈ કહ્યું નહોતું પણ એણે બે ત્રણવાર પપ્પાને એમ કહ્યું હતું કે," હું કરી લઈશ કામ તમે શાંતિથી બેસો..."

પણ પછી એકદિવસ સાસુ વહુની આ વાતચીત પપ્પાએ પ્રત્યક્ષ સાંભળી ત્યારે એ દિવસે પપ્પાને મમ્મીનું વર્તન સમજાયું. એમણે જરાં પણ ગુસ્સે થયાં વિના બા દાદા સાથે બધી જ શાંતિથી વાત કરી. થોડી જૂની વિચારધારાને કારણે એમને મગજમાં બેસતાં થોડો સમય લાગ્યો પણ આખરે એમને પણ સ્વીકારી લીધું...એમને પણ ધીરે-ધીરે આ વસ્તુ એટલી સારી લાગી કે પતિ પત્નીને આ બહાને તો સાથે રહેવાનો મોકો મળતો હોય છે...ને એકબીજાંને મદદ...!! એ પછી તો મારાં બીજાં કાકાનાં ઘરે જાય તો એમને પણ કહે કે બધાં સાથે હળીમળીને કામ કરીએ તો કેટલું સારી રીતે કામ થાય..."

સુહાની : " તો તો તમારાં ઘરમાં એમણે બધાંની માનસિકતા બદલી નાખી એમ ને ?? "

સમર્થ : " હા મને તો પહેલેથી જ એ રીતે ઘડ્યો છે હું પણ કોઈ પણ કામ જાતે કરી લઉં...સ્ત્રીને હંમેશાં માન આપવું...એની ઈજ્જત કરવી. ક્યારેય મેં એવું નથી જોયું કે પપ્પાએ કે મમ્મીએ મારી સામે એકબીજાંની ઉતારી પાડ્યાં હોય કે કોઈનાં સમ્માનને ઠેસ પહોંચે એવું વર્તન કર્યું હોય. એવું નથી દરેક પતિ-પત્નીનાં જીવનમાં મતભેદ તો થતાં જ હોય પણ એ લોકો કદાચ એ બેડરૂમની ચાર દિવાલોમાં જ એને સમેટી લે છે... મારાં સુધી કદી એનો અણસાર પણ નથી આવ્યો. બંને જણાં સાથે જ હોય. લગ્ન પછી મારાં જન્મ વખતે સિવાય ક્યારેય બે જણાં અલગ અલગ રહ્યાં હોય એવું મેં નથી જોયું. "

સુહાની : " તો તો તું બરાબર ઘડાયેલો જ છે થેન્કસ ટુ સાસુ મા...આઈ એમ વેરી લકી..."

સમર્થ : " આપણાં એ નવાં ઘરમાં આપણે સાથે જ પ્રવેશીશું એમાં તારે એકલાએ જ પોતાની જિંદગી બદલાવાની જરૂર નથી આપણે બંને એકબીજાંને માટે થોડાં થોડાં બદલાઈશું એટલે કોઈને તફલીક નહીં પડે...રહી વાત પરિવારની કે જે મોટેભાગે આજકાલનાં કપલમાં મુખ્ય ખટપટનું કારણ બનતાં હોય છે એ સાસુ સસરા એનું તો તારે કંઈ વિચારવાનું જ નથી..."

સુહાનીને સમર્થનની એ સમજણભરી વાત યાદ આવતાં એની આંખોમાં આંસું આવી ગયાં. એણે બેગમાંથી સમર્થનો ફોટો હાથમાં કાઢ્યો અને એને સાથે લઈને પોતે એ ઘરમાં પ્રવેશી. બધો જ સામાન મૂક્યો. ને પહેલાં જ એણે કાનાજીનો ફોટો વ્યવસ્થિત જગ્યાએ મૂકીને દર્શન કર્યાં...ને થોડીકવાર શાંતિથી બેઠી.

સાંજનાં છ વાગી ગયાં છે. એ ઘરેથી થેપલાને એવું જમવા માટે સાથે લઈ આવી છે આથી એની બહાર નીકળવાની કોઈ જ ઈચ્છા નથી...એ થોડીવાર શાંતિથી દરવાજો અંદરથી બંધ કરીને બેઠી ત્યાં જ કોઈએ દરવાજો ખટખટાવ્યો.

સુહાનીને થયું કે આ નવાં ઘરમાં અત્યારે વળી કોણ હશે ?? એણે ઉભી થઈને દરવાજો ખોલ્યો. તો સામે એક અજાણ્યો લગભગ પચાસેક વર્ષનો પુરૂષ દેખાયો.

સુહિનીએ સાહજિક રીતે પૂછ્યું, " આપ કોન ?? "

એ ભાઈએ કહ્યું, " મેમ મેં ઇસ ઘર કા માલિક હું...આપને મુજે કહાં થા ઉસ મુતાબિત દો લોગ આને વાલે થે...લેકિન આપતો અકેલી હૈ..."

સુહાની : " હા અંકલ તો ઉસમેં ક્યા પ્રોબ્લેમ હૈ ?? મેં રેન્ટ તો પુરા હી દેનેવાલી હું તો ફિર આપકો ક્યા તફલીક હૈ ?? "

મકાનમાલિક : " મુજે યહ સોસાયટી સે કુછ લોગોં કા ફોન આયા કિ યહાં કે રૂલ કે મુતાબિત દો લોગ પતિ પત્ની ઔર ફેમિલી હો તો જ્યાદા સે જ્યાદા આઠ લોગ રહે વખતે હૈ..."

સુહાની : " બડા અજીબ રૂલ હૈ અંકલજી... મેં સાથ મેં મેરે હસબન્ડ આનેવાલે છે વો અભી કુછ કામ કી વજહ સે થોડે સમય નહીં આ પાયેગે...ઘર અગર અકેલા લડકા યા જેન્ટ્સ હો તો સોસાયટીવાલો કોઈ તફલીક હો તો ઠીક હૈ.. મેં તો લેડિઝ હું ફિર ક્યાં પ્રોબ્લેમ હૈં ?? "

પછી સુહાનીએ એ વ્યક્તિને થોડું સમજાવ્યું અને એમને વિશ્વાસ આવે માટે પોતાનાં બધાં આઈડી કાર્ડ બતાવ્યાં. એટલે એમણે વિશ્વાસ આવ્યો‌...ને પછી એ જતાં રહ્યાં...!!

સુહાનીએ પછી પોતાનો બધો સામાન ગોઠવ્યોને જમી લીધું. ઘરે પણ ફોન કરીને વાત કરી દીધી. એણે કંપનીમાં પણ મેઈલ અને ફોન દ્વારા જણાવી દીધું કે એ કાલથી જોબ પર આવશે...પછી એ ત્યાં રહેલાં બેડ પર સુવા માટે ગઈ.

પહેલીવાર આજે એને એકલીને આવી રીતે આખાં બે રૂમ રસોડાનાં મકાનમાં એકલાં રહેવાનું હોવાથી એને થોડું મૂંઝવણ જેવું લાગી રહ્યું છે. થોડીવાર બારીઓ ખોલી પણ અજાણી જગ્યાએ આમ રાત્રે ખુલ્લું રાખીને સૂવું પણ ઠીક ન લાગ્યું. છેલ્લે મોબાઈલમાં સોન્ગસ સાંભળતાં સાંભળતાં જ એને બારેક વાગતાં ઉંઘ આવી ગઈ.

એક જવાબદારી ભરી જિંદગીએ આજે એને વહેલી સવારે સાડા પાંચે ઉઠાડી દીધી. એને આઠ વાગ્યાની ઓફિસ હોવાથી થોડું વહેલાં નીકળવાનું છે કારણ કે નવી જગ્યાએથી જવામાં એને બહું ખબર નથી પછી તો રૂટિન થઈ જાય એટલે વાંધો ન આવે.

સમર્થ હતો ત્યાં સુધી એ ક્યારેય એકલી ગઈ નહોતી ઓફિસ કે નહોતી આવી. પણ એનાં અમેરિકા ગયાં પછીનાં એ સમયે કદાચ વિધાતાએ સમજી વિચારીને એને આવનારાં સમય માટે તૈયાર કરી દીધી હતી. એ ફટાફટ તૈયાર થઈને એક ભગવાનને પ્રાર્થના કરીને એક નવાં મિશન માટે માનસિક રીતે સજ્જ થઈને નીકળી ગઈ !!

શું હશે સુહાનીનું લક્ષ્ય ?? એ ઓફિસમાં કોને મળવાનું કામ કરશે ?? એ અગ્રવાલને મળશે કે શું કરશે ?? એને કંઈ ખબર પડશે કે એવું કંઈ થશે કે નિરાશાથી ભાંગી પડશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૧૮

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....